પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા અત્તરનિર્મિતિ કરતી સમયે થયેલો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

 ‘ગંધશાસ્‍ત્ર’ અને ‘સંગીત’આ ક્ષેત્રોમાં સંશોધન કરનારા અને અત્તરોના માધ્‍યમ
દ્વારા ગંધોની નિર્મિતિ કરનારા પુના ખાતેના શ્રી. આનંદનો ગંધનિર્મિતિનો પ્રવાસ ! – ભાગ ૨

શ્રી. આનંદ જોગ

 

૮. ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

૮ અ. સર્વ પ્રકારના ગંધ સાથે સંબંધિત અભ્‍યાસ ધરાવનારું ‘ગંધશાસ્‍ત્ર’નું એક હસ્‍તલિખિત મળવું

મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્‍ત્ર, જ્ઞાનેશ્‍વરી, વૈશેષિક દર્શન, સાંખ્‍યયોગ, ગીતા અને અન્‍ય ધાર્મિક ગ્રંથો વાંચ્‍યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ આપ્‍યો છે. ‘ગંધશાસ્‍ત્ર’નું એક હસ્‍તલિખિત પણ (મૅન્‍યુઅલ સ્‍ક્રિપ્‍ટ) ઉપલબ્‍ધ છે અને તેમાં પહેલાંથી રહેલા સર્વ પ્રકારના ગંધ સાથે સંબંધિત અભ્‍યાસ છે. ટૂંકમાં તે અભ્‍યાસને ‘તે તે સમયમાંનાં સૂત્રો (ફૉર્મ્‍યુલા)’ એમ કહી શકાશે. તે વાંચ્‍યા પછી અનેક વાતો મારા ધ્‍યાનમાં આવી. ઇંદ્રિયો આપણને એક અનુભૂતિ આપે છે. એકાદ રાગ સાંભળ્યા પછી જે અનુભૂતિ અથવા અનુભવ થાય છે, તે મનમાંથી થયેલો હોય છે. પછી તે પ્રસન્‍નતા, આર્તતા, વ્‍યાકુળતા અથવા શૃંગારિકતા આ રીતે કોઈ પણ હોઈ શકે. આ જ વાત ગંધમાંથી પણ જણાઈ શકે છે, એટલે ‘સુગંધ અને સંગીત આ બન્‍નેમાં ઉપરોકત બાબતો છે’, આ વાત મને જણાવવા લાગી. તેથી મેં ગંધ અને સ્‍વરને એકત્ર કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો.

૮ આ. સુગંધ અને સંગીતનો પરસ્‍પર સંબંધ ચકાસતી વેળાએ ધ્‍વનિ અને ગંધ આ બન્‍ને તત્ત્વો
વાયુ સાથે સંબંધિત છે અને ‘તે સૌથી વહેલાં મનની અંદર પ્રવેશ કરનારાં છે’, આ વાત ધ્‍યાનમાં આવવી

‘સુગંધ અને સંગીતનો એકબીજા સાથે સંબંધ છે, આ ખરું છે શું ?’, તેનો અભ્‍યાસ કરવા માટે મેં ગંધશાસ્‍ત્ર, ઇતિહાસ અથવા ધાર્મિક ગ્રંથોમાંથી કેટલાક સંદર્ભ શોધ્‍યા. મને તેમના એકત્રિત સંદર્ભ મળવાને બદલે વિખરાયેલા સંદર્ભ મળ્યા, ઉદા. પૂજા કરતી વેળાએ ઘંટનાદ કરવામાં આવે છે, એટલે નાદ થયો. ઉદબત્તી અથવા કપૂર લગાડવામાં આવે છે, એટલે ત્‍યાં અગ્‍નિ છે, વાયુ છે, તેમજ નાદ, એટલે ત્‍યાં આકાશ તત્વ પણ છે. સૌથી વહેલાં મનની અંદર પ્રવેશ કરનારું તત્વ છે ધ્‍વનિ અને ગંધ ! તેનું કારણ આ બન્‍ને તત્ત્વો વાયુ સાથે સંબંધિત છે. ધ્‍વનિ વાયુ દ્વારા ક્રમણ કરે છે અને ગંધ પણ હવાના, અર્થાત્ શ્‍વાસ દ્વારા જ ક્રમણ કરે છે. તેથી આ સર્વ કંપનસંખ્‍યા સાથે (‘ફ્રિક્વેન્‍સી’ સાથે) સંબંધિત રમત છે. આ સર્વ વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ છે અને પ્રત્‍યક્ષ ધર્મમાં પણ આ વિશે અનેક સંદર્ભ આપ્‍યા છે.

૮ ઇ. વિશિષ્‍ટ દેવતાને વિશિષ્‍ટ સુગંધી ફૂલો ચડાવવા પાછળ ‘સંબંધિત દેવતા
અને તે ફૂલનો રંગ, સુવાસ, તેમજ અન્‍ય બાબતોનો અભ્‍યાસ છે તે એક શાસ્‍ત્ર છે’,

ગંધશાસ્‍ત્રમાં ગંધનિર્મિતિ કરતી વેળાએ ભક્તિરસના સુગંધ પણ આપણને આપ્‍યા છે. તેમાંથી ભાવ આપમેળે જ જાગૃત થાય છે. આપણે દેવતાને ડેલિયા, ઑરકેડ ઇત્‍યાદિ ફૂલો ચડાવતાં નથી; કારણકે તે કૃત્રિમ લાગે છે અને તેમને સુવાસ પણ નથી. અપવાદ તરીકે એકાદ ફૂલ છોડતાં ભગવાનને સુગંધ ધરાવનારાં ફૂલો ચડાવવામાં આવે છે. તેમાં પણ વિશિષ્‍ટ દેવતાને વિશિષ્‍ટ સુગંધી ફૂલો જ ચડાવવામાં આવે છે, ઉદા. કમળ શ્રી લક્ષ્મીજીને ચડાવવામાં આવવું, તેની પાછળ ઘણો ઊંડાણપૂર્વકનો અભ્‍યાસ છે. તેમાં ‘તે સંબંધિત દેવતા અને તે ફૂલનો રંગ, ગંધ, તેમજ અન્‍ય બાબતોનો અભ્‍યાસ છે અને તે એક શાસ્‍ત્ર છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું.

૮ ઈ.એક રાગમાંનું ભજન,ગીત ગાતી વેળાએ રાગના સ્‍વર જો તે જ હોય, તો પણ તેમાંનો
ભાવ પલટાતો હોવાથી પ્રત્‍યેકગીતમાંથી અપેક્ષિત ભાવ વ્‍યક્ત થવા માટે ગીત યોગ્‍ય રીતે ગાવું

ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ કરતી વેળાએ મને બે મહત્વ ની બાબતો જણાઈ. એક એટલે એકજ રાગમાંના વિવિધ ભાવ ધરાવનારા ગીતો ગાતી વેળાએ અથવા વગાડતી વેળાએ તે સ્‍વરમાંથી આકૃતિ રચનાઓ નિર્માણ થાય છે. હું ‘વાયોલિન’ શીખી રહ્યો હતો ત્‍યારે તે શીખવનારાં બેને મને કહ્યું, ‘આપણે જ્‍યારે એકાદ ભજન ગાઈએ છીએ, તે સમયે તે ભજન દ્વારા ઈશ્‍વર પ્રત્‍યેનો ભાવ જણાવવો જોઈએ.’ ‘તે ભાવ કેવી રીતે લાવવો ? તેમાંની ‘હરકતો, મુરકી (નોંધ) કેવી રીતે ગાવી ?’, એ તેમણે મને શીખવ્‍યું.

એક રાગમાંનું ભજન અથવા ગીત શીખતી વેળાએ તે રાગના સ્‍વર તે જ હોય છે; પણ ભાવ પલટાય છે, ઉદા. યમન રાગમાં ભક્તિગીતો, નાટ્યગીતો, ચલચિત્રમાંનાં ગીતો, તેમજ મરાઠી ગીતો પણ છે. રાગ એકજ છે; પણ તેમાંથી પ્રગટ થનારા ભાવ જુદા જુદા છે. પ્રત્‍યેક ગીતમાંથી અપેક્ષિત તે ભાવ વ્‍યક્ત થવા માટે ‘તેમાંના આલાપ કેવી રીતે લેવા ?’, તે જોવું જોઈએ. જો આપણે ભજન ગાતા હોઈએ, તો તે એકાદ ચલચિત્રના ગીતના ભાવ પ્રમાણે ગાઈને ચાલશે નહીં.

નોંધ

૧. હરકતો : ગાયનમાં વિશિષ્‍ટ કુશતાથી લેવાતો આલાપ

૨. મુરકી : ગાયન અને વાદન કરતી વેળાએ એક સ્‍વર પરથી અન્‍ય સ્‍વર ભણી ઝડપથી વળવું (જવું)

૮ ઉ. ચિત્રકારને અપેક્ષિત રહેલા ભાવ અનુસાર
ચિત્રના રંગરોગાનમાં પાલટ થઈને ચિત્રની નિર્મિતિ કરવામાં આવવી

બીજું સૂત્ર એટલે એકાદ ચિત્રકારને જો સૂર્યાસ્‍તનું ચિત્ર દોરવું હોય, તો તે ચિત્રમાં ‘સૂર્ય’ કેંદ્રબિંદુ રાખીને અને ‘તે ચિત્રમાં સૂર્ય કેવી રીતે બતાવવો ?’, આવાત નક્કી કરે છે. એટલે તે સૂર્ય ડુંગરામાં હોઈ શકે, સમુદ્રકિનારેથી દેખાય તેવો હોઈ શકે, એકાદ નારિયેળના વૃક્ષમાંથી હોઈ શકે અથવા શહેરના ઊંચા મકાનમાંથી દૃષ્‍ટિગોચર હોઈ શકે ! સૂર્ય તો તે જ છે. અસ્‍ત પણ તે જ છે. કેવળ ભાવ જુદો છે. તે ભાવને અનુસરીને ચિત્રમાંનું રંગરોગાન પલટાય છે અને ચિત્ર નિર્માણ થાય છે.

૮ ઊ. સંગીતમાંના મહાનુભાવોએ રાગ સાથે
થનારી એકરૂપતા અને અભિવ્‍યક્તિનો અભ્‍યાસ કર્યા પછી
‘ગંધની અભિવ્‍યક્તિ પણ કોઈકના દ્વારા થવી જોઈએ’, એમ લાગવું

ચિત્ર સંગીત દ્વારા પણ નિર્માણ થાય છે. સંગીતમાંના અનેક તજ્‌જ્ઞો કહે છે કે, તેમને રાગ દેખાય છે, ઉદા. પંડિત કુમાર ગંધર્વ કહેતા, ‘‘મને રાગ દેખાય છે. તેની આકૃતિ દેખાય છે.’’ પં. ભીમસેન જોશી અને કિશોરીબેન આમોણકર કહેતા, ‘‘અમે જે રાગ ગાઈએ છીએ તે રાગ જાણે કેમ અમારી સાથે બોલતો ન હોય ! રાગ જો પ્રસન્‍ન હોય, તો રાગની પ્રસ્‍તુતા સરસ થાય છે અને જો તે પ્રસન્‍ન ન હોય, તો તે સારી રીતે પ્રસ્‍તુત થતો નથી.’’ તે તે ભાવની આ પારદર્શિતા, એ જ તે રાગની વિશિષ્‍ટતા છે. રાગને જે રીતે અભિવ્‍યક્તિ છે, રૂપ છે, સ્‍વર છે, તેનું એક ‘કેરેક્‍ટર’ છે, તેવી જ રીતે ગંધને પણ અભિવ્‍યક્તિ છે, ઉદા. ગુલાબ ઇત્‍યાદિ. ‘જો રાગની અભિવ્‍યક્તિ સુર દ્વારા વ્‍યક્ત થાય છે, તો પછી ગંધની પણ કશાકમાંથી થવી જોઈએ’, એવું મને લાગ્‍યું. રાગનાં ચિત્રો છે. તોડી રાગમાં હરણું આવે છે, એવું ચિત્ર છે. મેઘમલ્‍હારની રાગિણીનું ચિત્ર છે.

જ્‍યારે મેં આ સર્વ અભ્‍યાસ કર્યો, ત્‍યારે હું ગંધશાસ્‍ત્રના વધારે નજીક ગયો અને ‘મને કાંઈક મળ્યું છે’, એવું મને જણાયું. એકાદ ચિત્રકાર સમુદ્રકિનારે સૂર્યાસ્‍તનું ચિત્ર દોરવાનું નક્કી કરે છે, તે સમયે તે ચિત્ર સાકાર થાય છે અને તેમાં ચિત્રના અનુષંગથી સમુદ્રકિનારો અને કિનારા પરની અન્‍ય બાબતો પણ આવે છે. રાગનું પણ તેવું જ છે. હું વાયોલિન પર એકાદ રાગ વગાડતી વેળાએ તે રાગમાંથી તે ભાવ વ્‍યક્ત કરવા માટે તે સ્‍વરો દ્વારા તેવા પ્રકારની આકૃતિ રચના નિર્માણ કરું છું અને તે અભિવ્‍યક્તિ સાકાર કરું છું. તેવી જ રીતે એક વિશિષ્‍ટ પ્રકારની ગંધ બનાવતી વેળાએ પણ તે જ પ્રક્રિયા થતી હોય છે.

 શ્રી. આનંદ જોગ, પુના (ડિસેમ્‍બર ૨૦૧૮)

Leave a Comment