ગરબો રમવાનો અર્થ શું છે ?
ગરબો રમવો એને જ હિંદુ ધર્મમાં તાળીઓ પાડીને લયબદ્ધ સ્વરમાં દેવીમાના ભક્તિરસપૂર્ણ ગુણગાનયુક્ત ભજન કહે છે. ગરબે રમવું, અર્થાત્ તાળીઓ થકી નાદયુક્ત સગુણ ઉપાસનાથી શ્રી દુર્ગાદેવીને ધ્યાનમાંથી જાગૃત કરીને, તેમને બ્રહ્માંડ માટે કાર્ય કરવાના હેતુથી મારક રૂપ ધારણ કરવા માટેનું આવાહન છે.
ગરબે બે તાળીથી રમવું જોઈએ કે ત્રણ તાળીથી ?
નવરાત્રિમાં શ્રી દુર્ગાદેવીનું મારક તત્વ ઉત્તરોત્તર જાગૃત થાય છે. ઈશ્વરની ત્રણ પ્રમુખ કળાઓ હોય છે – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ કળાઓના સ્તર પર દેવીનું મારક રૂપ જાગૃત થવા માટે, ત્રણ વાર તાળીઓ પાડીને બ્રહ્માંડમાં રહેલી દેવીની શક્તિરૂપી સંકલ્પશક્તિ કાર્યરત કરવામાં આવે છે. તેથી ત્રણ તાળીઓની લયબદ્ધ હિલચાલથી દેવીના ગુણગાન કરવા વધારે યોગ્ય અને ફળદાયી હોય છે. ત્રણ તાળી પાડવાનો અર્થ નીચે જણાવ્યા પ્રમાણે છે.
૧. પહેલી તાળી બ્રહ્મા સાથે, અર્થાત્ ઇચ્છાશક્તિ સાથે સંબંધિત છે. તેને કારણે બ્રહ્માંડ અંતર્ગત બ્રહ્માની ઇચ્છા લહેરો જાગૃત થઈને, જીવના ભાવ અનુસાર તેમના મનની ઇચ્છાનું સમર્થન કરે છે.
૨. બીજી તાળીના માધ્યમ દ્વારા વિષ્ણુરૂપી કાર્ય-લહેરો પ્રત્યક્ષ ઇચ્છારૂપી કર્મ થવા માટે, જીવને શક્તિ પ્રદાન કરે છે.
૩. ત્રીજી તાળીના માધ્યમ દ્વારા શિવરૂપી જ્ઞાન-લહેરો પ્રત્યક્ષ કાર્ય કરાવીને તેના દ્વારા નિર્મિત પરિણામોથી જીવને ઇચ્છિત ફળપ્રાપ્તિ કરાવી આપે છે.
તાળીના પ્રહારથી તેજની નિર્મિતિ થાય છે અને દેવીના મારક રૂપને જાગૃત કરવું શક્ય બને છે. તાળી પાડવી એ તેજની આરાધનાનું દર્શક છે. તાળી પાડતાં પાડતાં, ગોળાકાર ચકરડું કરીને, મંડળ બનાવીને દેવીતત્વ ને આવાહન કરનારા ભજન ગાવાથી દેવી પ્રત્યે ભાવ જાગૃત થવામાં સહાયતા મળે છે.
ગરબો રમતી વેળાએ ગોળાકાર રમતા રમતા બનાવેલું મંડળ ‘ઘટ’નું પ્રતીક હોય છે.