ગણેશચતુર્થી દરમ્યાન થતાં ગેરપ્રકાર રોકો !

જેટલા મોટા પ્રમાણમાં ગણેશોત્સવ ઊજવાય છે, તેટલા જ ઉત્સાહભેર શ્રી ગણેશજીને વળાવવામાં પણ આવે છે. ધર્મશાસ્ત્રમાં શ્રી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી જોઈએ, એવું કહેવામાં આવ્યું છે; પણ ગત કેટલાક વર્ષોથી જલપ્રદૂષણના નામ હેઠળ શ્રી ગણેશમૂર્તિ દાનમાં માગી લઈને હિંદુઓના શ્રદ્ધાસ્થાનનું વિડંબન થતું હોવાનું જોવા મળે છે. ગણેશોત્સવનો આનંદ માણતી વેળાએ થોડું સિંહાવલોકન કરવાની આવશ્યકતા છે. સદર લેખમાં ગણેશોત્સવને લગતા વિચાર જોઈશું.

 

ગણેશોત્સવ પર કાળી છાયા પડવાના ત્રણ તબક્કા !

ગણેશોત્સવ નજીક આવે કે, ધારદાર શસ્ત્રો ભેગા કર્યા હોવાના, ગણેશમંદિર બૉંબથી ઉડાડી દેવાની ધમકીભર્યા સમાચારો સાંભળવા મળે છે. આ પહેલો તબક્કો હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન જેમ જેમ નજીક આવે કે, ‘મૂર્તિદાન કરો’, ‘મૂર્તિનું પાણીના કુંડમાં (હોજમાં) વિસર્જન કરો,’ એવા બુમબરાડાનું બહાનું કરીને ધમકીઓ બીજા તબક્કે આપવામાં આવે છે.

ભક્તિભાવથી પૂજેલી ગણેશજીની મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી, એ ગણેશોત્સવમાંનું અંતિમ ધર્માચરણ હોય છે. તે જ સમયે ધર્મદ્રોહીઓ શ્રી ગણેશમૂર્તિદાન ઉપક્રમના નામ હેઠળ અડચણો નિર્માણ કરે છે. તેઓ કાંઈક જૂઠ્ઠાણું બોલીને શ્રી ગણેશમૂર્તિ ભક્તો પાસેથી પડાવી લે છે. ઘણીવાર બધીજ મૂર્તિઓ એક વાહનમાં ભેગી કરીને ગામબહારની પત્થરની ખાણમાં અથવા ડબકાંમાં પધરાવી દે છે. પરિણામે સદર ધાર્મિક વિધિમાંના અંતિમ ધાર્મિક સંસ્કાર અપૂર્ણ રહે છે.

‘પ્લાસ્ટર ઑફ પૅરિસની શ્રી ગણેશમૂર્તિનું પાણીમાં વિઘટન થતું ન હોવાથી જળપ્રદૂષણ થાય છે અને તેથી આ મૂર્તિદાન કરવાની પ્રક્રિયાને કારણે જળપ્રદૂષણ ઓછું થવામાં ઘણી સહાયતા થાય છે’, એવો ખોટો પ્રચાર અંધશ્રદ્ધા નિર્મૂલન વાળાઓ કરે છે.

મૂર્તિવિસર્જનને કારણે જળપ્રદૂષણ થતું ન હોવાનો નિષ્કર્ષ ‘સૃષ્ટિ ઇકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ આ સંસ્થાના પર્યાવરણ અધિકારી શ્રી. અમિત નરેગલકર, તેમજ  મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળના માજી કનિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી. જયેશ રમેશ વર્તક અને પુણે સ્થિત  ‘ઓઍસિસ એન્વાયરમેંટલ ક્નસ્લ્ટંટ’ ના અધ્યક્ષ ડૉ. વિશ્વંભર ચૌધરીએ અભ્યાસ દ્વારા પ્રસ્તુત કર્યો છે.

તેમજ રાજ્યના કારખાના દ્વારા પ્રતિદિન ૮ લાખ ૬૧ હજાર ૨૦૦ ઘનમીટર અતિદૂષિત વપરાયેલું પાણી નદી અને સમુદ્રમાં છોડવામાં આવે છે. આ વપરાયેલા પાણીની તુલનામાં મૂર્તિ પરના રસાયણિક રંગોને કારણે થનારું જલપ્રદૂષણ નગણ્ય હોય છે. તેથી શ્રી ગણેશમૂર્તિ વિસર્જનને કારણે જલપ્રદૂષણ થતું હોવાનો અંધશ્રદ્ધા નિર્મૂલન વાળાઓનો દાવો નિરર્થક પુરવાર થાય છે !

 

મૂર્તિ અથવા નિર્માલ્ય ઝૂંટવી લેનારાઓને જતાં કરશો નહીં !

અંધશ્રદ્ધા નિર્મૂલનવાળાઓ પ્રતિવર્ષે ગણેશમૂર્તિ વિસર્જનની પૂર્વસંધ્યા પર પ્રદૂષણ અને પર્યાવરણ હાનિના મુદ્દાનો કક્કો ઘૂંટે છે. ધર્મ બાબતે અજ્ઞાન ધરાવતા શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓનો ઉમેરો કરીને ‘ગણેશમૂર્તિ દાન કરો’, અને ‘નિર્માલ્યનું ખાતર કરો’ એવો પ્રચાર તેઓ કરતા હોય છે. ગણેશમૂર્તિનું વિસર્જન વહેતા પાણીમાં કરવાની હિંદુઓની પ્રાચીન પરંપરા છે. તળાવ અને નદીઓમાં આ રીતે મૂર્તિવિસર્જન ગત સેંકડો વર્ષોથી ચાલુ છે.

અંનિસવાળાઓના કહેવા અનુસાર વિસર્જનને કારણે જો નદીઓ, તળાવ કચરો-ગાળથી ભરાઈ જવાના હોય અને પાણીનો સ્રોત બંધ થવાનો હોય, તો પછી અત્યારસુધીમાં અનેક તળાવો અને નદીઓ નષ્ટ થવી જોઈતી હતી. પણ તે પ્રમાણે થયું નથી. ગણેશભક્તો, મૂર્તિવિસર્જન વહેતા પાણીમાં જ કરો. જો તેમ કરવાથી પણ જળસ્રોતની સ્વચ્છતા કરવાની આવશ્યકતા લાગે, તો તેવી વ્યવસ્થા મૂર્તિવિસર્જન પછી સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કરવાનું ફાવશે.

આખું વર્ષ ઠેકઠેકાણે કચરાકુંડીઓ ભરાઈ જઈને ઉભરાઈ જતી હોય છે. તે કચરામાંથી ખાતર કરવા બાબતે કોઈપણ પ્રશાસનનું ધ્યાન દોરતાં નથી; પણ વિસર્જનના સમયે ગણેશભક્તોના હાથમાંનું નિર્માલ્ય ખેંચી લેવા તેઓ સદૈવ સિદ્ધ હોય છે. ૩૧ ડિસેંબરની રાત્રે ઠેકઠેકાણેની ચોપાટીઓ, સમુદ્રકિનારાઓ, કિલ્લાઓ, પર્યટનસ્થળોએ ખાલી બાટલીઓનો ઢગલો અને મદ્યપીઓએ કરેલી પર્યાવરણની હાનિ તેમને દેખાતી નથી !

 

ફટાકડા વગાડવાથી થનારું અધર્માચરણ ટાળો !

દેવતાઓનાં ચિત્રો અને નામ રહેલાં ફટાકડા ફોડવાથી તેઓનાં ચિત્રોના લીરેલીરા ઉડી જાય છે. તેમજ તે પગ નીચે રગદોળાઈ જાય છે અને અંતે કચરામાં નાખી દેવામાં આવે છે. દેવતાઓની આવી રીતે વિટંબના કરવી અથવા આંખો સામે થવા દેવી, અર્થાત્ માથે પાપ પરાણે લેવા જેવું છે. તે માટે બાળકોના મન પર ફટાકડાના દુષ્પરિણામ અંકિત કરો અને તેમને ફટાકડા ફોડવા સામે પરાવૃત્ત કરો !

 

વિસર્જન કરતી વેળાએ આ ધ્યાનમાં રાખો !

વિસર્જન કરતી વેળાએ કેટલાક ઠેકાણે પાણી ઊંડું હોય, અથવા તો મૂર્તિ મોટી હોય, તો તે ફેંકી દેવામાં આવે છે અથવા ધકેલી દેવામાં આવે છે. એમ કરવું એટલે દેવતાનું અપમાન કરવા જેવું જ થયું. જે મૂર્તિની આપણે વિધિવત્ પૂજા કરીએ છીએ, તેનું વિસર્જન પણ તેટલી જ યોગ્ય પદ્ધતિથી કરવાનું આવશ્યક છે.

શ્રીગણેશ વિસર્જનના સરઘસમાં દારૂ પીને રજ-તમયુક્ત
સિનેમાના ગીતોના તાલ પર નાચીને ધર્મહાનિ કરશો નહીં !

હિદુઓનાં ધાર્મિક તહેવારોના વિડંબનનું એક ઉદાહરણ એટલે શ્રી ગણેશમૂર્તિના વિસર્જનના સરઘસ સમયે કરવામાં આવતું વિકૃત નૃત્ય ! સિનેમાનાં ગીતો પર, દારૂ પીને, સ્ત્રીઓની સામે જોઈને અશ્લીલ ચેનચાળા કરીને કરાતું આ વિકૃત નૃત્ય એટલે ધાર્મિક તહેવારોનું વિડંબન. ધાર્મિક તહેવારો નીચી પાતળીના મનોરંજન માટે ઊજવવામાં આવતા હોવાનું આ દર્શક છે. હિંદુઓને ધર્મશિક્ષણ ન હોવાથી આમ બને છે. આવી રીતે ભક્તિભાવ વિરહિત સાર્વજનિક ધાર્મિક તહેવાર ઊજવવો, આ પણ ધાર્મિક તહેવારોનું વિડંબન જ છે; એટલે ધાર્મિક તહેવાર ભાવપૂર્ણ રીતે ઊજવવામાં આવે, તેવો પ્રયાસ કરો !

ગણેશોત્સવમાં થતું ધ્વનિપ્રદૂષણ રોકો !

લોકોને ગણેશોત્સવમાં ભેગા કરવા માટે વાદ્યવૃંદ, ચલચિત્રનૃત્ય સ્પર્ધા, સિનેમા જેવા મનોરંજનના કાર્યક્રમો રાખવા પડે છે, એવું ઘણાય ગણેશોત્સવ મંડળોની સમિતિઓનું કહેવું હોય છે. આવા ધર્મદ્રોહી હિંદુઓ સાર્વજનિક ધાર્મિક ઉત્સવનો અર્થ જ સમજી લેતાં નથી. મનોરંજનના કાર્યક્રમોની સંખ્યા કેટલી થઈ, તેના કરતાં એક જણની તોયે ગણેશભક્તિ જો વધે, તેમજ સમાજ, રાષ્ટ્ર અને ધર્મ માટે કૃતિ કરવા માટે એક જણ તોયે સિદ્ધ થાય, તો જ ગણેશોત્સવ યશસ્વી થયો, એમ કહી શકાય.

સંદર્ભ : ‘માસિક સનાતન પ્રભાત’

Leave a Comment