પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સૂક્ષ્મમાંના
કાર્યનો સંક્ષિપ્ત પરિચય – સૂક્ષ્મમાંનું ‘દેવાસુર યુદ્ધ’ !
વાતાવરણમાં સારી અને અનિષ્ટ એવી બન્ને પ્રકારની શક્તિઓ કાર્યરત હોય છે. કોઈપણ શુભકાર્ય કરતી વેળાએ સદર સારી અને અનિષ્ટ આ રીતે બન્ને શક્તિઓનો સંઘર્ષ થતો હોય છે. નાનકડા કાર્યને પણ જ્યાં અનિષ્ટ શક્તિઓ વિરોધ કરે છે, ત્યાં ધર્મને આવેલી ગ્લાનિ દૂર કરવી, રાષ્ટ્રમાંના અનાચાર નષ્ટ કરવા જેવા મોટા સમષ્ટિ કાર્યોને આ નકારાત્મક શક્તિઓ દ્વારા પ્રચંડ મોટા પ્રમાણમાં વિરોધ થતો હોય છે. સૂક્ષ્મમાંના જાણકાર, સંત ઇત્યાદિઓને આ વિરોધ જણાય છે. તેઓ સદર અનિષ્ટ શક્તિઓ સાથે જ મુખ્યત્વે લડે છે.
‘ઈશ્વરી રાજ્ય’ની સ્થાપનાનો સંકલ્પ કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને પણ સદર વિરોધનો પ્રચંડ મોટા પ્રમાણમાં સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વ્યક્તિને બાહ્ય બાબતો દેખાય છે. પ્રત્યક્ષમાં સ્થૂળથી જે દેખાય છે, તે જગત્ ૧ ટકો જ હોય છે. ૯૯ ટકા જગત્ સૂક્ષ્મ છે. આવા સૂક્ષ્મ જગત્ વિશે જાણી લઈને તે સ્તર પર ધર્મપ્રચાર, રાષ્ટ્રજાગૃતિ અને આદર્શ રાષ્ટ્રની રચનાને થનારો વિરોધ નષ્ટ કરવો, એ સામાન્ય વ્યક્તિની કલ્પનાની પેલેપારનું છે.
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સદ્ગુરુ, સંત અને સાધકો સાધના દ્વારા સૂક્ષ્મમાંનું યુદ્ધ લડી રહ્યા છે. આ સૂક્ષ્મમાંનું કાર્ય, એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું મુખ્ય કાર્ય છે. તે સર્વ શબ્દબદ્ધ કરવું ઘણું અઘરું છે; પણ આ જગત્ની થોડીઘણી તોયે કલ્પના આવે, તે માટે અંશાત્મક લખાણ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.
(પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
૧. દેવાસુર યુદ્ધ એટલે શું ?
પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ ઇત્યાદિ વિધિઓ કરતા હતા. તે સમયે રાક્ષસો તેમાં વિઘ્ન નાખતા, ઋષિમુનિઓને જીવે મારી નાખતા, ગાયોને મારીને ખાઈ જતા, આ ઇતિહાસ અપણને જ્ઞાત છે. અસુરોએ ત્રેતા અને દ્વાપર યુગોમાં દેવતાઓને, તેમજ પ્રભુ શ્રીરામચંદ્ર અને ભગવાન શ્રીકૃષ્ણ આ સાક્ષાત અવતારોને પણ ત્રાસ આપ્યો અને દેવતા તેમજ અવતારોએ અસુરો સાથે યુદ્ધ કરીને ધર્મવિજય પ્રાપ્ત કર્યો, આ વાત આપણે સહુકોઈ જાણીએ છીએ જ.
હજી સુધી જેટલા દેવાસુર યુદ્ધો થયા, તેમાં અંતિમતઃ વિજય દેવતા, અવતાર અને દેવતાઓના પક્ષમાં લડનારાઓનો થયો છે, આ ઇતિહાસ છે. સપ્તલોકમાંની દૈવી અથવા સારી અને સપ્તપાતાળમાંની આસુરી અથવા અનિષ્ટ શક્તિઓમાં ચાલુ રહેલી સદર લડાઈનું સ્થૂળમાંથી પ્રગટીકરણ ભૂતલ પર પણ દેખાઈ આવે છે.
૨. કળિયુગમાંની દેવાસુર લડાઈ !
પ્રત્યેક યુગમાં દેવાસુર લડાઈ નિરંતર ચાલુ હોય છે. કળિયુગમાં પણ તે ચાલુ છે. ભારતની સ્વતંત્રતા સમયે મહર્ષિ અરવિંદએ સૂક્ષ્મમાંથી લડાઈ કરીને ભારતની વાયવ્ય દિશામાંથી આવનારી આસુરી શક્તિઓનું નિર્મૂલન કર્યું હતું. આ વિશે તેમના ચરિત્રમાં ઉલ્લેખ છે. આજે પણ ભારતમાંના અનેક જ્ઞાત-અજ્ઞાત સંતો, તેમજ સનાતનના સંતો દેવતાઓના પક્ષમાં લડી રહ્યા છે.
બ્રાહ્મતેજ એટલે સાધનાનું બળ ધરાવનારાઓ જ સૂક્ષ્મમાંથી યુદ્ધ લડી શકે છે. કાંચી કામકોટી પીઠના જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામી જયેંદ્ર સરસ્વતી દેહલી ખાતેની એક સભામાં બોલ્યા હતા, ‘‘પ્રત્યેક યુગમાં દેવાસુર યુદ્ધ થતું હોય છે. આ યુગમાં ‘સનાતન સંસ્થા’ તે યુદ્ધ લડી રહી છે !’’
૩. સનાતનના સાધકોને થનારા અનિષ્ટ શક્તિઓના ત્રાસ અને તેનાં કારણો !
‘સનાતન સંસ્થા’ના ઘણાં સાધકોને ગત ૧૨ વર્ષથી અનિષ્ટ શક્તિઓના ત્રાસ થઈ રહ્યા છે. આ ત્રાસ મુખ્યત્વે સમષ્ટિ સાધના, એટલે ધર્મપ્રસાર કરનારા સાધકોને થાય છે. એમ ભલે હોય, છતાં ત્રાસ થનારાઓમાંથી કેટલાક જણ સંતપદ સુધી પણ પહોંચ્યા છે.
વાતાવરણમાંની અનિષ્ટ શક્તિઓ સનાતનના સાધકોને ત્રાસ શા માટે આપે છે, એવો પ્રશ્ન કેટલાક લોકોને થશે.
પૃથ્વી પરની સાત્વિકતા જ નષ્ટ કરવી અને દુષ્પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા ભૂતલ પર આસુરી રાજ્યની સ્થાપના કરવી, એ સૂક્ષ્મમાંની અનિષ્ટ શક્તિઓનું ધ્યેય છે અને તે માટે તેઓ પ્રયત્ન કરતી હોય છે. આનાથી ઊલટું સનાતનના સાધકો સમષ્ટિ સાધના તરીકે સમાજને સાધના કરવા માટે ઉદ્યુક્ત કરીને પૃથ્વી પરની સાત્વિકતા વધારવા માટે અને ભૂતલ પર ‘હિંદુ રાષ્ટ્ર’ અર્થાત્ ‘વિશ્વકલ્યાણાર્થે કાર્યરત સાત્વિક લોકોનું રાષ્ટ્ર !’ સ્થાપન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
તેને કારણે ‘અસુરોનું રાજ્ય’ સ્થાપવા માટે પ્રયત્નરત રહેલી અનિષ્ટ શક્તિઓના પ્રયત્નોની ગતિ રોકાય છે; તેથી તેઓ સમષ્ટિ સાધના કરનારા સનાતનના સાધકોના કાર્યમાં અને સેવામાં અનેક વિઘ્નો લાવે છે, તેમજ સાધકોના શરીર, કપડાં, મન તેમજ સાધકોના વાસ્તુમાંનાં દેવતાઓનાં ચિત્રો, વસ્તુઓ ઇત્યાદિ પર સૂક્ષ્મમાંથી આક્રમણો કરે છે.
૩ અ. દેવાસુર લડાઈનું દૃશ્ય સ્વરૂપ !
૩ અ ૧. દેવાસુર લડાઈને કારણે સાધકો પર થનારું પરિણામ !
સૂક્ષ્મમાંની અનિષ્ટ શક્તિઓ સનાતનના સાધકો પર સૂક્ષ્મમાંથી આક્રમણો કરતી હોવાની પ્રતીતિ સ્થૂળમાંથી આવે છે. તેનાં કેટલાંક ઉદાહરણો આપી રહ્યો છું.
૧. સાધકોની પ્રાણશક્તિ ન્યૂન (ઓછી) થવી, શરીરમાં કારણવિના વિવિધ વ્યાધિઓ થવી, માનસિક ત્રાસ થવા
૨. દેવતા અને સંતોનાં ચિત્રો પર ડાઘ પડવાં, તે કદરૂપાં બનવાં, ઉઝરડા પડવા, બળી જવા
૩. સાધકોની ઉપયોગમાંની વસ્તુઓ આપમેળે જ તૂટવી, ફૂટવી, તેના પર ઉઝરડા પડવા, તેમાં કાણા પડવા
૪. લાદી, ભીંત ઇત્યાદિ પર લોહીના ડાઘ, ઉઝરડા, હાથના પંજા, ખોપરીના આકાર ઇત્યાદિ ઉપસવા
૫. કપડાં પર લોહીના અથવા કાળા ડાઘ પડવા, તે આપમેળે બળી જવા અથવા ફાટવા, તેમના રંગ પલટાઈ જવા
૬. સાધકોના પગલાં પર કાળા ડાઘ પડવા, શરીર પર વ્રણ (ઘા) ઉમટવા
વિવિધ માધ્યમો દ્વારા સાધકો પર અનિષ્ટ શક્તિઓનાં આક્રમણો થતા હોવાની પ્રતીતિ દેશ-વિદેશમાંના સાધકોને થાય છે.
૩ અ ૨. દેવાસુર લડાઈનું પંચમહાભૂતો પર થનારું પરિણામ !
પંચમહાભૂતો પર પણ દેવાસુર યુદ્ધના થનારા પરિણામો દૃશ્યસ્વરૂપમાં અનુભવી શકાય છે. તેનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે –
અ. પૃથ્વીતત્વ : ધરતીકંપ, યુદ્ધ
આ. આપતત્વ : પૂર આવવું, હિમપર્વત ઓગળવા
ઇ. તેજતત્વ : સખત તાપ પડવો, જ્વાલામુખી જાગૃત થવા
ઈ. વાયુતત્વ : ભીષણ વાવાઝોડાં નિર્માણ થવાં
ઉ. આકાશતત્વ : અતિશય કર્ણકર્કશ અને ત્રાસદાયક નાદ ઉત્પન્ન થવા
૩ આ. ધર્મસંસ્થાપનાનું કાર્ય કરનારા
પ્રત્યેકને જ આસુરી શક્તિઓનો ત્રાસ થવો અપરિહાર્ય છે !
હિંદુ રાષ્ટ્ર-સ્થાપનાનું કાર્ય કરનારાઓ પર સૂક્ષ્મમાંથી આક્રમણો થવાનું ટાળી શકાતું નથી. સૂક્ષ્મમાંની લડાઈને કારણે ભાષણ કરતી વેળાએ ન સૂઝવું, અતિશય ગ્લાનિ આવવી, નિરાશા આવવી, અયોગ્ય કૃતિઓ કરવાનું મન થવું, કાર્યમાં અડચણો આવવી, યશ ન મળવું ઇત્યાદિ અનુભવો થાય છે. એવા અનુભવો તમે પણ અનુભવતા હશો. સાધના કરનારાઓને પોતાના પરના સૂક્ષ્મમાંનાં આક્રમણોની તીવ્રતા સમજાય છે. પરંતુ સાધના ન કરનારાઓને તે વિશેની ગંભીરતા સમજાતી નથી.
૪. દેવાસુર લડાઈમાં સંતોની સહાયતા
સ્થૂળમાંનું કાર્ય જોઈ શકાય છે; પણ સૂક્ષ્મમાંથી ચાલી રહેલા કાર્ય વિશે જાણ હોતી નથી. તેથી આસુરી શક્તિ સાથેની લડાઈમાં સંતો સૂક્ષ્મમાંથી કરી રહેલા કાર્ય વિશે આપણને જાણ હોતી નથી; પણ સનાતનના સાધકો સાધના કરતા હોવાથી દેવાસુર યુદ્ધમાં સંતો કરી રહેલી સહાયતાનું તેમને ભાન છે.
અ. સનાતનના સાધકોને અને હિંદુ ધર્મપ્રસારના કાર્યને થનારા અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ન્યૂન થાય, તે માટે અહમદનગર જિલ્લાના સંત ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજીએ દેહત્યાગ કરવા પહેલાં જપ, હવન, સપ્તશતીપાઠ ઇત્યાદિ કર્યા હતા.
આ. કલ્યાણ, જિલ્લો થાણા ખાતેના શ્રેષ્ઠ સંત અને ‘ૐ આનંદં હિમાલયં’ સંપ્રદાયના સંસ્થાપક યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન મારો મૃત્યુયોગ ટળે, સનાતનના સાધકોનું આસુરી શક્તિઓ સામે રક્ષણ થાય અને ‘સનાતન સંસ્થા’ પર પ્રતિબંધ ન મૂકાય, તે માટે ગત ૧૦ વર્ષ ખડતર અનુષ્ઠાન કર્યા..
આ બન્ને સંતોએ કરેલા અનુષ્ઠાનને કારણે જ મારો મહામૃત્યુયોગ અને સનાતન પરનો અન્યાય્ય પ્રતિબંધ હજી સુધી ટળી શક્યા છે.
ઇ. સોલાપૂર જિલ્લાના કાસારવાડી સ્થિત ‘શ્રી યોગિરાજ વેદ વિજ્ઞાન આશ્રમ’ના સંસ્થાપક ગવામયી સત્રી પ.પૂ. નારાયણ (નાના) કાળેગુરુજીએ પ.પૂ. ડૉક્ટરજીનો મહામૃત્યુયોગ ટળે અને ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના થાય, એ માટે સોમયાગ અને આયુષ્કામેષ્ટિ તેમજ અશ્વમેધ યજ્ઞ કર્યાં.
ઈ. સાધકોનું રક્ષણ થાય એ માટે પુના ખાતેના પ.પૂ. ગણેશનાથજી મહારાજ (પ.પૂ. જોશી)ના માધ્યમ દ્વારા તેમના હિમાલય નિવાસી ગુરુ મહંત યોગી બૃહસ્પતિનાથજી મહારાજે સનાતનના આશ્રમમાં ૩૧ દિવસ ‘દશપ્રણવી ગાયત્રી હવન’ કરવા માટે કહ્યું. ‘સનાતન સંસ્થા’ને હવે હિમાલયના સિદ્ધ યોગીઓના પણ પ્રત્યક્ષ આશીર્વાદ મળવાનો આરંભ થયો હોવાનું આ દ્યોતક છે. સનાતનના આશ્રમમાં જૂન ૨૦૧૩માં થયેલા હવન સમયે પણ ‘દેવાસુર યુદ્ધ ચાલુ હોય છે’, તેનો અનુભવ અમે કર્યો. આ ગાયત્રી હવનના સમયે સૂક્ષ્મમાંના સારા અને અનિષ્ટ લિંગદેહો દૃશ્યસ્વરૂપમાં પ્રગટ થયા.
આ હવનનાં છાયાચિત્રો પાડ્યા ત્યારે તે ચિત્રોમાં હવનની આસપાસ સ્પષ્ટ રીતે વર્તુળાકાર લિંગદેહો (ઑર્બસ) દેખાઈ રહ્યા છે. તેમાં સારા અને ખરાબ એ રીતે બન્ને લિંગદેહો દેખાઈ રહ્યા છે.
સદર છાયાચિત્રમાં યજ્ઞનું પૌરોહિત્ય કરનારા પુરોહિતોના માથા પર દૃષ્ટિગોચર વર્તુળાકાર લિંગદેહો સારા છે, જ્યારે કેટલાક લિંગદેહો ત્રાસદાયક છે. કેટલાક સારા લિંગદેહોમાં ૐ દેખાઈ રહ્યો છે.
પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્યારે સારી અને અનિષ્ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્યારે પણ યજ્ઞના સ્થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્ટ અને સારી શક્તિઓ આવે છે. આ શક્તિઓ વિશે વધારે સંશોધન અમે કરી રહ્યા છીએ.
૫. ધર્મજાગૃતિના કાર્યમાં સંત પોતે
થઈને સહાયતા કરે છે, તેની સનાતનને થયેલી પ્રતીતિ !
આપણે સમજી લઈ રહ્યા છીએ તે દેવાસુર લડાઈમાં સહાયતા કરી રહેલા સંતોએ સર્વ સહાયતા પોતે થઈને કરી છે. આ સર્વ સંતો કેટલા નિરપેક્ષ ભાવથી કાર્ય કરી રહ્યા છે, તેની પ્રતીતિ કેટલાંક સૂત્રો પરથી આપણને થશે.
અ. ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી અને યોગતજ્જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયન આ સંતો સનાતનના સાધકોની ઓળખાણ થઈ તે પહેલાંથી અનિષ્ટ શક્તિઓના નિવારણાર્થે કાર્ય કરતા હતા.
આ. એક સંત સનાતનને સહાયતા કરવા માટે નિયમિત રીતે યજ્ઞ અને અન્ય વિધિઓ કરતા હતા; પણ તેમણે ‘હું કરી રહેલી સહાયતા ક્યાંય પણ પ્રસિદ્ધ કરશો નહીં’, એમ કહ્યું છે.
ઇ. અનિષ્ટ શક્તિઓના નિવારણાર્થે વિધિ કર્યા પછી વિધિ કરનારા સંતોને ત્રાસ થાય છે, તો પણ તેઓ નિરંતર વિધિ કરે છે.
ઈ. સંતોની દૃષ્ટિએ રાષ્ટ્ર અને ધર્મ વિષયો પણ માયા હોય છે, છતાં પણ તેઓ સનાતનના કાર્યને સહાયતા કરતા હોય છે.
ઉ. એક દેવસ્થાનના પૂજારીએ કોઈપણ પરિચય ન હોવા છતાં એક સાધિકા પાસે પ.પૂ. ડૉક્ટરજીના સ્વાસ્થ્ય વિશે ખબર-અંતર પૂછ્યા અને ત્યાંની માટી પ.પૂ. ડૉક્ટરજીને લગાડવા માટે આપી.
ઊ. હિમાલય નિવાસી ‘કાનફાટ્યા’ સંપ્રદાયના ગુરુદેવે તેમના શિષ્યોને ‘સનાતનનું અને આપણું કાર્ય એકજ છે’, એમ કહ્યું.
એ. કેટલાંક વર્ષો પહેલાં જુદા જુદા શહેરોમાં રહેનારા સનાતનના બે સાધકો પાસે નાથ સંપ્રદાયના બે જુદા જુદા સાધુઓ આવ્યા અને તેમણે કહ્યું, ‘આગળ આવનારા આપત્કાળમાં નાથ સંપ્રદાય તમારી પ્રત્યેક રીતે સહાયતા કરશે’, એવો સંદેશ અમારા ગુરુદેવે તમને આપ્યો છે’, એમ કહીને તે સાધુઓ જતા રહ્યા. વર્ષ ૨૦૧૨માં બેળગાવ જિલ્લાના અપ્પાચી વાડી ખાતેના શ્રી દેવ હાલસિદ્ધનાથે તેમના ભક્તમાં પ્રગટ થઈને ‘સનાતનના આશ્રમમાં મારું વિશ્રાંતિસ્થાન છે. તેમના કાર્ય માટે અમારા સંપૂર્ણ આશીર્વાદ છે’, એમ કહ્યું છે. આ રીતે નાથ સંપ્રદાયની સહાયતા મળી રહી છે.
અનેક ત્રાસ સહન કરીને પણ ગાંઠના ખર્ચે પોતે થઈને અને નિરપેક્ષ રીતે કાર્ય કરનારા સંતોના સદર ઉદાહરણો પરથી સંતોનું શ્રેષ્ઠત્વ ધ્યાનમાં આવે છે.
દેવાસુર યુદ્ધમાંના કેટલાક નક્કર સૂત્રોનો ઉલ્લેખ મેં કર્યો છે. હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થશે કે, સંતોની સહાયતા ‘સનાતન સંસ્થા’ના સાધકોને જ શા માટે મળે છે ? તેનું કારણ એટલે સનાતનના સાધકો તન-મન-ધનનો ત્યાગ કરીને વ્યષ્ટિ સાધના કરે છે તેમજ રાષ્ટ્ર અને ધર્મનું કાર્ય પણ ધર્મસેવા તરીકે, સમષ્ટિ સાધના તરીકે નિરપેક્ષ ભાવનાથી કરે છે. દેવાસુર સંગ્રામનો વિષય જાણી લીધા પછી સાધનાનું મહત્ત્વ ધ્યાનમાં આવવા માટે સહાયતા થશે.
સૂક્ષ્મમાંની લડતના કેટલાક વર્ષો પછી સ્થૂળ અર્થાત્ દૃશ્ય પરિણામો જોવા મળે છે. આસુરી શક્તિઓના વિરોધમાં સંતોએ સૂક્ષ્મમાંની લડાઈ જીતી લીધા પછી, ભારતમાંના ક્ષાત્રતેજ ધરાવનારા હિંદુત્વનિષ્ઠો આ લડાઈમાં વિજય પ્રાપ્ત કરશે. આપણે આપણા ધર્મકર્તવ્ય તરીકે સદર કાર્યમાં સહભાગી થવાનું છે; કારણકે ધર્મલડાઈમાંના વિજય પછી આપણા સહુકોઈનો આધ્યાત્મિક ઉદ્ધાર થવાનો છે !