૧. શ્રીવિષ્ણુની છાતી પર સ્થિત શ્રીવત્સ ચિહ્ન, એટલે ‘શ્રી મહાલક્ષ્મીજી’નું સ્થાન હોવું
‘મહર્ષિ વ્યાસજીએ શ્રીમદ્ભાગવતમાં લખ્યું છે, ‘‘વૈકુંઠમાં સહુકોઈ શ્રીવિષ્ણુ જેવા દેખાય છે. કેવળ એકજ વાત એવી છે, કે જે માત્ર શ્રીવિષ્ણુના દેહ પર છે. તે એટલે ‘શ્રીવત્સ’ ચિહ્ન ! મહાવિષ્ણુની છાતીની જમણી બાજુએ ધોળા વાળનો એક પુંજ છે. તેને ‘શ્રીવત્સ’ ચિહ્ન કહેવામાં આવે છે. ‘શ્રી’ એટલે ‘શ્રી મહાલક્ષ્મી’ અને ‘વત્સ’ એટલે ‘પ્રિય’. જે મહાલક્ષ્મીને પ્રિય છે, તે એટલે ‘શ્રીવત્સ’. ભગવાન શ્રીવિષ્ણુની છાતી પરનું શ્રીવત્સ ચિહ્ન એટલે ‘શ્રી મહાલક્ષ્મીજીનું’ સ્થાન છે !
वक्षस्य शुक्लवर्ण-दक्षिणावर्त-रोमावली ।
– શબ્દકલ્પદ્રુમ
વ્યુત્પત્તિ
વક્ષસ્ય એટલે છાતી પર સ્થિત, શુક્લ વર્ણ એટલે મોગરા જેવો શ્વેત રંગ, દક્ષિણાવર્ત એટલે જમણી બાજુ મોઢું રહેલા, રોમાવલી એટલે છાતી પરનો વાળનો પુંજ અથવા ગૂંચ
અર્થ : ‘શ્રીમહાવિષ્ણુની છાતી પર મોગરા જેવા શ્વેત રંગના અને જમણી બાજુ વળેલી છાતી પરના વાળના પુંજને કારણે નિર્માણ થયેલું ચિહ્ન’, એટલે ‘શ્રીવત્સ’ છે !
કળિયુગમાં શ્રીવત્સ ચિહ્ન સમજાય; એ માટે કમળ પર આરૂઢ દ્વિભુજા લક્ષ્મીજીને જાગૃત રૂપમાં બતાવવામાં આવે છે.
‘દશાવતારમાંના કલ્કી અવતારમાં ભગવાનના શરીર પર શ્રીવત્સ ચિહ્ન હશે’, એવું ભાગવતમાં કહ્યું છે.
૨. શ્રીવત્સ ચિહ્નની અન્ય કેટલીક વિશિષ્ટતાઓ
અ. શ્રીવત્સ ચિહ્ન અષ્ટધા પ્રકૃતિનું પ્રતીક છે. શ્રીવત્સ એટલે ‘માયા’ અને ‘માયા’, અર્થાત્ દૃષ્ટિગોચર સર્વ બ્રહ્માંડ અને જગત્. અષ્ટધા પ્રકૃતિ, અર્થાત્ જ શ્રીવિષ્ણુની શક્તિ અને તે એટલે જ ‘શ્રી મહાલક્ષ્મી’ છે.
આ. શ્રીવત્સ ચિહ્ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્વરનું સગુણ ચિહ્ન છે !
ઇ. ભૃગુ મહર્ષિએ જ્યારે શ્રીવિષ્ણુની છાતી પર લાત મારી, તે સમયે શ્રીવિષ્ણુના હૃદયમાં શ્રીવત્સ સ્વરૂપે વાસ કરનારાં શ્રીમહાલક્ષ્મીજી વૈકુંઠમાં જતાં રહ્યાં અને તેથી જ શ્રીવિષ્ણુને ‘તિરુપતિ બાલાજી’ અર્થાત્ ‘શ્રીનિવાસ’ અવતાર ધારણ કરવો પડ્યો.
ઈ. આ કળિયુગમાં સહુકોઈ જાણતા હોય, તેવો શ્રીવિષ્ણુ અવતાર, એટલે ‘તિરુપતિ બાલાજી’ અને તેમના શરીર પર શ્રીવત્સ ચિહ્ન હોવાનું કહેવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે વિશિષ્ટ વ્યક્તિ અથવા સંતોને મંદિર વતી ભગવાનની છાતી પર સ્થિત શ્રીવત્સ ચિહ્ન પર લગાડવામાં આવેલા ચંદનનો લેપ એક છાયાચિત્ર ચોકટમાં ભેટપ્રસાદ તરીકે આપવામાં આવે છે. તે ચંદનના લેપ ભણી જોયા પછી ધ્યાનમાં આવે છે, ‘તિરુપતિ બાલાજીના છાતી પર વિલસતું શ્રીવત્સ ચિહ્ન, અર્થાત્ કમળ પર બિરાજમાન શ્રીમહાલક્ષ્મીજી.’
૩. શ્રીવત્સ ચિહ્નનું જુદા જુદા ઋષિઓએ વિવિધ પ્રકારથી કરેલું વર્ણન
અ. વિષ્ણુપુરાણમાં (અંશ ૧, અધ્યાય ૨૨, શ્લોક ૬૯) પરાશર ઋષિ મૈત્રેયીને કહે છે, ‘હે મૈત્રેયી મને વસિષ્ઠ ઋષિએ શ્રીવત્સ ચિહ્ન વિશે કહ્યું, ‘श्रीवत्ससंस्थानधरम् अनन्ते च समाश्रितम् प्रधानम् ।’ એનો અર્થ છે, ‘સૃષ્ટિના મૂળતત્વોમાંથી ‘પ્રધાન’ તત્ત્વ ‘શ્રીવત્સ’ રૂપથી શ્રીવિષ્ણુએ ધારણ કર્યું છે.’
આ. ‘લક્ષ્મીવલ્લભ’ એવું જે શ્રીવિષ્ણુનું નામ છે, તે શ્રીવિષ્ણુને શ્રીવત્સ ચિહ્ન ધારણ કરવાથી તેમને પ્રાપ્ત થયું છે. ‘લક્ષ્મીવલ્લભ’ અર્થાત્ જે શ્રીલક્ષ્મીજીને પ્રિય છે.
ઇ. શ્રીવત્સ ચિહ્ન ધારણ કરવાથી શ્રીવિષ્ણુનું ‘શ્રીવત્સવક્ષા’, અર્થાત્ ‘છાતી પર શ્રીવત્સ ચિહ્ન ધારણ કરેલા’ એવું નામ છે. શ્રીમદ્ભાગવતમાં પણ અનેક સ્થાનો પર શ્રીવત્સધારી શ્રીવિષ્ણુનો ઉલ્લેખ છે.
ઈ. વત્સ નામના એક ઋષિ હતા. જેમના કારણે ‘શ્રીવત્સ’ ગોત્ર ઉત્પન્ન થયું. શ્રીવિષ્ણુના છઠા અવતાર પરશુરામનો જન્મ શ્રીવત્સ ગોત્રમાં થયો હતો. સનાતન સંસ્થાનાં સદ્ગુરુ (સૌ.) બિંદા સિંગબાળનો જન્મ પણ શ્રીવત્સ ગોત્રમાં થયો છે.
ઉ. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે. ‘શ્રીકૃષ્ણકાળમાં કાશી નજીક રહેલા પુંડ્ર દેશના રાજા પૌંડ્રકે પોતે શ્રીકૃષ્ણ હોવાનો ઢોંગ કર્યો હતો. તેણે શ્રીકૃષ્ણની જેમ મોરપીંછું ધારણ કર્યું હતું. તે પ્રત્યેક પહેરવેશ શ્રીકૃષ્ણ જેવો ધારણ કરતો હતો અને હાથમાં ખોટું સુદર્શન ચક્ર રાખતો હતો. જે સમયે પૌંડ્રકે શ્રીકૃષ્ણ પર જ ખોટો હોવાનો આરોપ કરીને યુદ્ધ માટે આવાહન કર્યું, તે સમયે શ્રીકૃષ્ણ તેના મહેલમાં ગયા. ભગવાન શ્રીકૃષ્ણ પૌંડ્રકને કહે છે, ‘અરે મૂરખ, જે કોઈ કદીપણ ભૂલ કરતો નથી, જે શુદ્ધ મન ધરાવનારો છે, જેનું અંતઃકરણ સ્વચ્છ અને જે ચરાચર જગત્માં પરમ પૂજનીય છે, તે જ શ્રીવત્સમુદ્રા ધારણ કરી શકે છે.’
ત્યાર પછી શ્રીકૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર છોડીને પૌંડ્રકનો વધ કર્યો.’