પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્‍વરે આપેલા આધ્‍યાત્‍મિક પ્રમાણપત્રો !

 

૧. દૈવી પરિવર્તન

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના દેહ, નખ અને વાળમાં દૈવી પરિવર્તનો થઈ રહ્યા છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની જેમ જ શરીરમાં દૈવી પરિવર્તનો થતા હોવાની અનુભૂતિ સનાતનના કેટલાક સંત અને સાધકોને પણ થઈ છે.

 

૨. દૈવી નાદ

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં પહેલીવાર દૈવી નાદ સંભળાયો. હવે સનાતનના આશ્રમો અને સાધકોને ઘરોમાં પણ દૈવી નાદ સંભળાય છે.

 

૩. દૈવી કણ

પૃથ્‍વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્‍તુઓની પૃથ્‍વી પર આવશ્‍યકતા હતી. વિવિધ રંગોના દૈવી કણોને કારણે તે આવશ્‍યકતા પૂર્ણ થઈ છે. સનાતનના સંતો અને સાધકોના દેહ પર દૈવી કણોનો વરસાદ વરસી રહ્યો છે, તેમજ આ કણ સનાતનના આશ્રમો, સાધકોની ઓરડીઓ, સાધકોનાં કપડાં, વસ્‍તુ ઇત્‍યાદિ અનેક ઠેકાણે નિરંતર જોવા મળે છે. જુદી જુદી પ્રયોગશાળામાંથી મળેલા આ દૈવી કણો વિશેના અહેવાલ કહે છે કે, આમાં કોઈપણ જ્ઞાત ઘટક નથી. તેના પરથી આ દૈવી કણ છે, એ પુરવાર થાય છે.

ઈશ્‍વરે દૈવી પરિવર્તન, દૈવી નાદ અને દૈવી કણ દ્વારા સનાતનનું કાર્ય યોગ્‍ય દિશામાં ચાલી રહ્યું છે, એવું એક રીતે પ્રમાણપત્ર જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને આપ્‍યું છે.

સનાતન-નિર્મિત ગ્રંથ ‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના સર્વાંગીણ કાર્યનો સંક્ષિપ્‍ત પરિચય’ (હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)

Leave a Comment