‘અક્ષયવટનો પ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં જોવા મળે છે. પુરાણમાં અક્ષયવટને ‘તીર્થરાજ પ્રયાગનું છત્ર’ કહેવામાં આવ્યું છે. અક્ષયવટને બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું રૂપ માનવામાં આવે છે. જેના દર્શન લેવાથી સાધકોને મોક્ષપ્રાપ્તિ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એવા અક્ષયવટની જાણકારી અત્રે આપી રહ્યા છીએ…
૧. શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણે અક્ષયવટના દર્શન કર્યા હતા !
પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્યા, ત્યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્યો. ત્યાર પછી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણે અક્ષયવટના દર્શન કર્યા. સીતાજીએ અક્ષયવટનું પૂજન કરીને આશીર્વાદ માગ્યા.
૨. પૃથ્વી પર પ્રલય આવ્યા પછી પણ કેવળ અક્ષયવટનું અસ્તિત્વ ટકશે !
પુરાણમાંની કથાઓમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, સંત માર્કંડેયએ ભગવાન નારાયણ પાસે તેમની ઈશ્વરી શક્તિ બતાવવાનો આગ્રહ કર્યો. તે સમયે પળભર માટે ભગવાન નારાયણે પૃથ્વીને જળમય બનાવી. ત્યારે પૃથ્વી પરની સર્વ વસ્તુઓ પ્રલયમાં વહી ગઈ; કેવળ પ્રયાગ સ્થિત અક્ષયવટનો ઉપરનો ભાગ દેખાતો હતો.
૩. પરમપિતા બ્રહ્મદેવે પ્રયાગ ખાતે યજ્ઞ કર્યો, ત્યારે અક્ષયવટ હતો !
અક્ષયવટ પોતે જ પુષ્પિત-પલ્લવિત હોય છે. તે માટે જુદું કાંઈ કરવું પડતું નથી, એ તેની વિશિષ્ટતા છે ! યજ્ઞની દૃષ્ટિએ ‘પ્રયાગ’ પવિત્ર સ્થળ છે. એમ પણ કહેવામાં અવે છે કે, સૃષ્ટિનું નિર્માણ કરતી વેળાએ પરમપિતા બ્રહ્મદેવે પ્રથમ પ્રયાગ ખાતે યજ્ઞ કર્યો. અક્ષયવટ ત્યારે પણ હતો. પ્રયાગ ખાતેનો ‘અક્ષયવટ’, મથુરા-વૃંદાવનમાં ‘બંસીવટ’, ગયા ખાતે ગયાવટ કે જેને ‘બૌદ્ધવટ’ પણ કહે છે અને ઉજ્જૈન ખાતે પવિત્ર ‘સિદ્ધવટ’ છે. આ સર્વ વટ અનેક વર્ષોથી શ્રદ્ધા, સમર્પણ અને આસ્થાનાં કેંદ્રો છે.
૪. અક્ષયવટ ફરતે શ્રદ્ધાથી ૪ વાર
પ્રદક્ષિણા ફરવાથી સાધકને મોક્ષપ્રાપ્તિ થાય છે !
અક્ષયવટ અનાદિકાળથી ત્યાગ, તપસ્યા, આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. અક્ષયવટ નીચે કરેલી તપસ્યા પૂર્ણ થાય છે, તેમજ શ્રદ્ધા અને ભાવપૂર્ણ દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એવું કહેવાય છે. ભાગવત પુરાણમાં એમ કહ્યું છે કે, અક્ષયવટમાં વિષ્ણુ ભગવાન બાળરૂપમાં શયન કરે છે. અક્ષયવટ કેવળ પ્રયાગનો જ નહીં, જ્યારે સંપૂર્ણ પૃથ્વીનો પહેરેગીર માનવામાં આવે છે. અક્ષયવટ ફરતે ઓછામાં ઓછું ૪ વાર પ્રદક્ષિણા ફરીને પુષ્પ અને અક્ષત ચડાવવાથી સાધકને મોક્ષપ્રાપ્તિ થાય છે.
૫. મોગલોએ ૨૩ વાર અક્ષયવટ બાળવા છતાં પણ તે નષ્ટ થયો નહીં !
મોગલોએ અક્ષયવટનું અસ્તિત્વ પૂરું કરવાના અનેક પ્રયત્નો કર્યા. તેમણે ૨૩ વાર અક્ષયવટને તોડીને તે બાળી નાખ્યો; પણ તેઓ તે પૂર્ણ રીતે કાઢી શક્યા નહીં. અક્ષયવટ ફરી પાછો ઉગતો હતો. પ્રયાગરાજ ખાતે જમના નદીના કિનારે અકબરે કિલ્લો બાંધવા માટે વર્ષ ૧૫૭૪માં આરંભ કર્યો. આ કિલ્લો બાંધવામાં ૪૨ વર્ષ લાગ્યાં. કેવળ અક્ષયવટના દર્શન ન લઈ શકાય તેથી આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. કિલ્લો બંધાઈ ગયા પછી અક્ષયવટના દર્શન અને પૂજન બંધ થયા. મોગલ પછી બ્રિટીશ કાળમાં પણ અક્ષયવટના દર્શન લેવા માટે પ્રતિબંધ હતો. અંગ્રેજોએ કિલ્લો નિયંત્રણમાં લઈને પોતાની છાવણી સિદ્ધ કરી હતી.
૬. સરસ્વતી કુપ (કૂવા) સાથે ૪૩ દેવતાઓની મૂર્તિઓ !
અક્ષયવટ પ્રમાણે કિલ્લામાં સરસ્વતી કુપ, એક પ્રેક્ષણીય સ્થળ છે. સરસ્વતી કુપ પૃથ્વી પરનું સૌથી પવિત્ર કુપ માનવામાં આવે છે. સંગમ ખાતે અદૃશ્ય સરસ્વતી દેવી છે. તેમનો વાસ આ કુપમાં છે, એવું કહેવાય છે. મત્સ્યપુરાણમાં સરસ્વતી કુપની કથા કહેવામાં આવી છે. જે રીતે ગંગાજીનો ઉગમ ગંગોત્રી અને જમનાજીનો જમનોત્રી, તે રીતે જમના નદીના તટ પર બાંધવામાં આવેલા કૂવામાં સરસ્વતીજી છે. સરસ્વતી કુપના દર્શન લીધા પછી મનોકામના પૂર્ણ થાય છે, એવી સર્વત્ર ખ્યાતિ છે.
અક્ષયવટ ઉપરાંત કિલ્લામાં ૪૩ દેવતાઓની મૂર્તિઓ છે. પાતાળપુરી મંદિરની અંદર અક્ષયવટ ઉપરાંત ધર્મરાજ, અન્નપૂર્ણા, વિષ્ણુ, લક્ષ્મીજી, શ્રી ગણેશ ગૌરી, શંકર મહાદેવ, દુર્વાસ ઋષિ, મહર્ષિ વાલ્મીકિ, પ્રયાગરાજ, વૈદ્યનાથ, કાર્તિકસ્વામી, સતી અનુસૂયા, વરુણ દેવ, દંડ, મહાદેવ, કાળ ભૈરવ, લલિતા દેવી, ગંગા, જમના, સરસ્વતી દેવી, ભગવાન નરસિંહ, સૂર્યનારાયણ, જાંબુવંત, ગુરુ દત્તાત્રેય, બાણગંગા, સત્યનારાયણ, શનિદેવ, માર્કંડેય ઋષિ, ગુપ્ત દાન, શૂલ ટંકેશ્વર મહાદેવ, દેવી પાર્વતી, વેણી માધવ, કુબેર ભંડારી, આરસનાથ-પારસનાથ, સંકટમોચન હનુમાન, સૂર્યદેવ ઇત્યાદિ મૂર્તિઓ છે.
૭. સર્વપક્ષીય સરકારોની ઇચ્છાશક્તિના
અભાવથી અક્ષયવટના દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નહીં. !
મોગલ અને અંગ્રેજોના સમયમાં અક્ષયવટના દર્શન ૪૫૦ વર્ષ બંધ હતા. અંગ્રેજોની સત્તા ગયા પછી દેશમાં સત્તારૂઢ થયેલી કૉંગ્રેસ સરકાર દ્વારા અક્ષયવટના દર્શન પાછા ચાલુ થશે, એવી ભક્તોની સહજ અપેક્ષા હતી. વાસ્તવિક રીતે કૉંગ્રેસ અને ઉત્તરપ્રદેશ ખાતેના આજસુધી સત્તા પર આવેલા સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને માજી મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવે અક્ષયવટ ખુલ્લુ મૂકવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહીં.
તેને કારણે દેશમાંથી અંગ્રેજો ગયા પછી કેવળ રાજકીય ઇચ્છાશક્તિની ઉણપને કારણે અક્ષયવટના દર્શન થવા માટે તે ખુલ્લો મૂકવામાં આવ્યો નહીં. કેવળ મુસલમાનોને ખુશ કરવા માટે કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષોએ અક્ષયવટના દર્શન ખુલ્લા કર્યા નહીં, એવી પ્રતિક્રિયા ભક્તોએ વ્યક્ત કરી છે.
૮. ભાજપ સરકારે અક્ષયવટના
દર્શન ભક્તો માટે ખુલ્લા કરવા માટે તેમનું અભિનંદન !
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભાજપ સરકારે અક્ષયવટના દર્શન ભક્તો માટે ખુલ્લા કરવા વિશે તેમનું અભિનંદન ! અમેરિકા અથવા અન્ય દેશોમાં જો એકાદ પુરાતન વસ્તુ જડે, તો તેનો સમગ્ર જગત્માં ડંકો વગાડવામાં આવે છે; પણ અતિપ્રાચીન રહેલા અક્ષયવટની મહતી સંપૂર્ણ જગત્ને ગૌરવ લાગે તેવી હોવા છતાં પણ ભારતની તાત્કાલીન કૉંગ્રેસ સરકારે ભક્તોને દર્શન માટે તે ખુલ્લો કર્યો નહીં.
ખરૂં જોતાં જો, દેશમાંની તાત્કાલીન સર્વપક્ષીય સરકારોએ આ અક્ષયવટની મહતી સર્વ જગત્માં ફેલાવી હોત, તો સંપૂર્ણ જગત્ને જાણકારી મળીને ભારત દેશનો ધ્વજ જગત્માં અભિમાનથી ફડકી રહ્યો હોત; પરંતુ નિધર્મી, ધર્મદ્રોહી તાત્કાલીન સરકારોને તેનું ભાન નથી, એ જ અહીં રેખાંકિત કરવા જેવું સૂત્ર !