સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસે ગાયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતમાંના વિવિધ રાગોનું કુંડલિનીચક્રો પર પરિણામ

એક સંતે તેમનાં ગ્રંથમાં વિવિધ કુંડલિનીચક્રો અને તેની સાથે સંબંધિત શાસ્ત્રીય સંગીતમાંના વિવિધ રાગો વિશે માર્ગદર્શન કર્યું છે. થાણા (મહારાષ્ટ્ર) ખાતેના સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસના શાસ્ત્રીય ગાયનના માધ્યમ દ્વારા ચક્ર અને તેને અનુસરીને કહેલાં રાગોનાં પરિણામોનો અભ્યાસ ૩.૧૨.૨૦૧૮ થી ૫.૧૨.૨૦૧૮ આ સમયગાળામાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા આધ્યાત્મિક ત્રાસ ધરાવતા અને ન ધરાવતા સાધકો પર કરવામાં આવ્યો. આ પ્રયોગોનો  સનાતનના સંત પૂ. (ડૉ.) મુકુલ ગાડગીળે સૂક્ષ્મ સ્તર પર કરેલો અભ્યાસ અહીં આપી રહ્યા છીએ.

શ્રી. પ્રદીપ ચિટણીસ

 

સૂક્ષ્મસ્‍તર પરના બનાવોનું આકલન
થવા માટે વ્‍યક્તિએ પોતાની સાધના વધારવી આવશ્‍યક !

  ‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્‍યક છે. આ અભ્‍યાસ સૂક્ષ્મ સ્‍તર પરનો હોવાથી સૂક્ષ્મમાંના બનાવો અનુભવવા માટે સાધનામાં પ્રગતિ કરવી મહત્વનું છે.
   સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્‍યાત્‍મિક સ્‍વરૂપનો, ઉદા. અનિષ્‍ટ શક્તિ, અતૃપ્‍ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્‍યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્‍ટ શક્તિઓનું નડતર આવી શકે છે. તેથી સૂક્ષ્મ સ્‍તર પરનો અનુભવ થવા માટે અનિષ્‍ટ શક્તિઓના ત્રાસનું પ્રમાણ ઓછું કરવા સાથે જ સાધનામાં પ્રગતિ કરવી પણ મહત્વનું છે.
  તે માટે સાધનાના આરંભના તબક્કે પોતાનાં કુળદેવીનો નામજપ, ઉદા. શ્રી રેણુકાદેવી કુળદેવી હોય તો ‘શ્રી રેણુકાદેવ્‍યૈ નમઃ ।’ અથવા કુળદેવતા જાણતા ન હોવ તો ‘શ્રી કુલદેવતાયૈ નમઃ ।’ એવો નામજપ વધારેમાં વધારે કરવો.. આ સાથે જ પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ થવા માટે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ સમગ્ર દિવસ દરમ્‍યાન ૪૫ મિનિટ કરવો. આ રીતે નામસાધના વૃદ્ધિંગત થયા પછી વ્‍યક્તિને સૂક્ષ્મમાંના બનાવો વિશે થોડું થોડું સમજાવા લાગે છે.’
 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

 સૂક્ષ્મ : વ્યક્તિના સ્થૂળ એટલે પ્રત્યક્ષ દેખાનારાં અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે   ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.

(પૂ.) ડૉ. મુકુલ ગાડગીળ

 

૧. મિયા મલ્‍હાર

અ. ‘રાગ ગાયનના પ્રયોગનો આરંભમાં મારી સૂર્યનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી પ્રથમ મારા મણિપૂરચક્ર પર સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. ત્‍યાર પછી ૫ થી ૧૦ સેંકડમાં જ તે સ્‍પંદનો સ્‍વાધિષ્‍ઠાન અને ત્યાર પછી મૂલાધારચક્ર પર પહોંચ્‍યાં.

ઇ. આ રાગને કારણે મૂલાધારચક્રને થોડું જડત્‍વ આવ્‍યું. ‘આ રાગ તે ચક્રને સ્‍થિરતા પ્રદાન કરે છે’, એવું જણાયું. આ ધીમી લયમાં ગવાતો રાગ છે. તેને કારણે આપણી ચંચળતા દૂર થઈને આપણને સ્‍થિરતા લાભે છે’, એવું મને જણાયું.

ઈ. ‘મૂલાધારચક્ર પૃથ્વીતત્વ સાથે સંબંધિત હોવાથી અને આ રાગ સ્‍થિરતા પ્રદાન કરનારો હોવાથી તે ગાયા પછી આ રાગ ગાઈ રહેલા સ્‍થાન પર આકાશમાં વરસાદનાં વાદળાં બંધાઈને તે વાદળાંમાંના વરાળરૂપી પાણીનું ઘનીકરણ થઈને વરસાદ પડવા લાગે છે’, એવું જણાયું.

ઉ. પ્રયોગમાંની હજી ૫ મિનિટ પછી મારી કુંડલિનીશક્તિ જાગૃત થઈ. તેને કારણે મૂલાધારચક્ર પરનું જડત્‍વ દૂર થઈને ત્‍યાં મને ઠંડક જણાવા લાગી.

ઊ. મારી ચંદ્રનાડી પણ થોડા પ્રમાણમાં કાર્યરત થઈ.

એ. થોડા સમય પછી મારા આજ્ઞાચક્ર પર રાગનાં સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. તે શક્તિના સ્‍વરૂપમાં હતાં.

ઐ. આ રાગને પૂરક રહેલી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘વચલી આંગળીની ટોચ હથેળીએ લગાડવી’, આ તેજતત્વની નિર્ગુણ-સગુણ સ્‍તર પરની મુદ્રા આવી. તે મુદ્રા કર્યા પછી મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ અને રાગનાં સ્‍પંદનો સહસ્રારચક્ર પર જણાવા લાગ્‍યાં. તેને કારણે રાગનાં સ્‍પંદનોનો પ્રવાસ ‘પ્રથમ મૂલાધારચક્ર સુધી અને ત્યાર પછી ત્‍યાંથી સહસ્રારચક્ર સુધી’, આ રીતે પૂર્ણ થયો.

ઓ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૦ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા. તેવી જ રીતે રક્તદાબ પણ માપ્‍યો. આરંભમાં તે ૧૨૭/૭૩ (mm Hg) હતો. તેમાં પણ રાગ સાંભળ્યા પછી વધારે કાંઈ પાલટ થયો નહીં.

સારાંશ

મિયા મલ્‍હાર રાગ ખાસ કરીને મૂલાધારચક્ર પર પરિણામ કરનારો અને શરીરને સ્‍થિરતા પ્રદાન કરનારો છે.

 

૨. પુરિયા

અ. આરંભમાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી મારા સ્‍વાધિષ્‍ઠાનચક્ર પર, તેમજ પેઢામાં (દૂંટીની નીચેનાં પેટના ભાગમાં) સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. આ સ્‍પંદનો થોડી ઠંડક પ્રદાન કરનારા હતાં.

ઇ. આ રાગ ધીમી લયમાં છે અને તેમાં મીઠાશ છે. તેથી સાંભળતી વેળાએ મન તરત જ એકાગ્ર બને છે. તેમજ આ રાગ સાંભળતી વેળાએ ભાવ જાગૃત થાય છે.

ઈ. થોડી વાર પછી મારી છાતીમાં, તેમજ હાથમાં પણ ઠંડક જણાવા લાગી.

ઉ. આ રાગ પણ ‘મિયા મલ્‍હાર’ રાગની જેમ મનને સ્‍થિર કરનારો છે. તેમજ તે થોડી શીતલતા પણ પ્રદાન કરનારો છે.

ઊ. આ રાગને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘અનામિકાની ટોચને અંગૂઠાની ટોચ લગાડવી’, આ આપતત્વની મુદ્રા આવી. સ્‍વાધિષ્‍ઠાનચક્ર આપતત્વ સાથે સંબંધિત છે. આવેલી મુદ્રા કર્યા પછી મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ અને રાગનાં સ્‍પંદનો મૂલાધારચક્ર પર જણાવા લાગ્‍યાં. મુદ્રાને કારણે રાગનાં સ્‍પંદનોનો મૂલાધારચક્ર સુધીનો પ્રવાસ પૂર્ણ થયો. આ એક રીતે રાગનું પરિણામ સાધ્‍ય થવામાંની પૂર્ણતા છે.

એ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૮ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા. તેવી જ રીતે રક્તદાબ પણ માપ્‍યો. આરંભમાં તે ૧૧૯/૬૫ (mm Hg) હતો. તેમાં પણ રાગ સાંભળ્યા પછી વધારે કાંઈ પાલટ થયો નહીં.

સારાંશ

પુરિયા રાગ સ્‍વાધિષ્‍ઠાનચક્ર પર પરિણામ કરનારો, મનને એકાગ્ર કરનારો અને શરીરને થોડી ઠંડક પ્રદાન કરનારો છે.

 

૩. મુલતાની

અ. આરંભમાં મારી સૂર્યનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી મારા મણિપૂરચક્ર પર પરિણામ થવા લાગ્‍યું.

ઇ. ત્‍યાર પછી ૨-૩ મિનિટ રહીને મને મારા આજ્ઞાચક્ર પર સ્‍પંદનો જણાવા લાગ્‍યાં.

ઈ. આ રાગનાં સ્‍પંદનો નક્કર સ્‍વરૂપના અને શક્તિયુક્ત હતાં. મારા મણિપૂરચક્રથી લઈને આજ્ઞાચક્ર સુધીના સંપૂર્ણ ભાગમાં મને તે શક્તિ જણાતી હતી.

ઉ. મારી ચંદ્રનાડી પણ કાર્યરત થવા લાગી. રાગની નક્કર શક્તિ મારી ચંદ્રનાડીને કાર્યરત કરતી હોવાથી મને મારી ડાબી બાજુએ વધારે પ્રમાણમાં શક્તિ જણાતી હતી. તેને કારણે આપમેળે જ હું મારી ડાબી બાજુએ થોડો ઝૂકી ગયો હતો.

ઊ. જ્‍યારે મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ, ત્‍યારે હું ફરીવાર ટટ્ટાર થયો અને નક્કર શક્તિને કારણે મારું શરીર થોડું ડોલવા લાગ્‍યું.

એ. આ રાગમાં રહેલા જડત્‍વને કારણે મારું ધ્‍યાન લાગવા માંડ્યું.

ઐ. આ રાગને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘તર્જનીની ટોચ હથેળીએ લગાડવી’, આ વાયુતત્ત્વની નિર્ગુણ-સગુણ સ્‍તર પરની મુદ્રા આવી. બન્‍ને હાથોથી સદર મુદ્રા કર્યા પછી રાગનાં સ્‍પંદનો સહસ્રારચક્ર સુધી પહોંચ્‍યાં.

ઓ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૦ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા. તેવી જ રીતે રક્તદાબ પણ માપ્‍યો. આરંભમાં તે ૧૦૪/૬૬ (mm Hg) હતો. રાગ સાંભળી લીધા પછી તે વધીને ૧૧૬/૭૦ (mm Hg) થયો. આ રાગનાં સ્‍પંદનો શક્તિ સ્‍વરૂપમાં હોવાથી અને તે મણિપૂરથી માંડીને આજ્ઞા સુધીના સંપૂર્ણ ભાગમાં જણાયા હોવાથી રક્તદાબ વધ્‍યો; પણ સુષુમ્‍ણા નાડીનો આરંભ થવાથી નાડીના ધબકારા કાંઈ વધ્‍યા નહીં.

સારાંશ

મુલતાની રાગ આરંભમાં મણિપૂરચક્ર પર પરિણામ કરે છે; પણ આગળ તેનું પરિણામ મણિપૂરથી આજ્ઞા સુધીના સંપૂર્ણ ભાગમાં જણાય છે. આ રાગનાં સ્‍પંદનોમાં નક્કર શક્તિ જણાઈ.

 

૪. છાયાનટ

અ. આરંભમાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી મારા અનાહતચક્ર પર શક્તિ જણાવા લાગી.

ઇ. ત્‍યાર પછી મારા આજ્ઞાચક્ર પર પણ શક્તિ જણાવા લાગી. આ રાગમાં શક્તિનું પ્રમાણ પુષ્‍કળ છે. અનાહત અને આજ્ઞા આ ચક્રો પરના જડત્‍વને કારણે મારી ગરદન (ડોક) ઝૂકવા લાગી અને મને ઘેન ચડવા માંડ્યું.

ઈ. ત્‍યાર પછી મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ.

ઉ. આ રાગને પૂરક રહેલી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘વચલી આંગળીની ટોચ હથેળીએ લગાડવી’, આ તેજતત્ત્વની નિર્ગુણ-સગુણ સ્‍તર પરની મુદ્રા આવી. બન્‍ને હાથોથી આ મુદ્રા કર્યા પછી રાગનાં સ્‍પંદનો અનાહત અને આજ્ઞા ચક્રો પર વધારે તીવ્રતાથી જણાવા લાગ્‍યાં.

ઊ. મુદ્રાને કારણે રાગમાંની શક્તિનાં સ્‍પંદનોનું રૂપાંતર ઠંડકમાં, અર્થાત્ ચૈતન્‍યમાં થવા લાગ્‍યું.

એ. આગળ જઈને રાગનાં સ્‍પંદનો આજ્ઞાચક્ર પરથી સહસ્રાર આ સર્વોચ્‍ચ ચક્ર ભણી ગયાં.

ઐ. મુદ્રા કરવાને બદલે કેવળ શ્‍વાસ પર લક્ષ કેંદ્રિત કર્યા પછી મુદ્રા કરવાથી જે પરિણામ જણાતું હતું, તેવું જ પરિણામ થવા લાગ્‍યું. ત્‍યારે ચંદ્રનાડી પલટાઈને સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ, તેમજ અનાહત અને આજ્ઞા ચક્રો પર જણાઈ રહેલું રાગનું પરિણામ સહસ્રારચક્ર પર જણાવા લાગ્‍યું. આ રીતે શ્‍વાસના અનુસંધાનમાં રહેવાનું મહત્વ ધ્‍યાનમાં આવ્‍યું.

ઓ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૫ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા. તેવી જ રીતે રક્તદાબ પણ માપ્‍યો. આરંભમાં તે ૧૨૪/૬૭ (mm Hg) હતો. રાગ સાંભળી લીધા પછી ઉપરનો રક્તદાબ ન્‍યૂન થઈને ૧૧૩/૭૦ (mm Hg) થયો. આ રાગનાં સ્‍પંદનો અનાહતચક્ર પર શક્તિના સ્‍વરૂપમાં ભલે જણાયાં હોય, તો પણ તે શક્તિને કારણે ઘેન ચડ્યું, અર્થાત્ મન શાંત થયું. તેને કારણે આ રાગથી ઉપરનો રક્તદાબ ઓછો થયો.

સારાંશ

છાયાનટ રાગ અનાહત અને આજ્ઞા ચક્રો પર પરિણામ કરે છે. આ રાગનાં સ્‍પંદનો શક્તિનાં સ્‍વરૂપમાં ભલે હોય, છતાં પણ તેના કારણે મન શાંત થાય છે.

 

૫. કામોદ

અ. આરંભમાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી મારા વિશુદ્ધચક્ર પર સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. આ સ્‍પંદનો શક્તિનાં સ્‍વરૂપમાંનાં હતાં.

ઇ. મારી સૂર્યનાડી પણ કાર્યરત થવા લાગી.

ઈ. મારા આજ્ઞાચક્ર પર પણ શક્તિનાં સ્‍પંદનો જણાવા લાગ્‍યાં.

ઉ. આ રાગને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘વચલી આંગળીની ટોચ હથેળીએ લગાડવી’, આ તેજતત્વ ની નિર્ગુણ-સગુણ સ્‍તર પરની મુદ્રા આવી. બન્‍ને હાથોથી તે મુદ્રા કર્યા પછી રાગનાં સ્‍પંદનો આજ્ઞાચક્ર પરથી સહસ્રારચક્ર ભણી ગયાં, તેમજ મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ.

ઊ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૨ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા.

સારાંશ

રાગ કામોદ ખાસ કરીને વિશુદ્ધ અને થોડા પ્રમાણમાં આજ્ઞા આ ચક્રો પર પરિણામ કરે છે. આ રાગનાં સ્‍પંદનો શક્તિનાં સ્‍વરૂપમાં જણાયાં.

 

૬. મારુ બિહાગ

અ. આરંભમાં મારી સૂર્યનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી તરત જ મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ, તેમજ મારા આજ્ઞાચક્ર પર સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. આ સ્‍પંદનો ચૈતન્‍ય-શક્તિ સ્‍વરૂપનાં હતાં.

ઇ. આ રાગના સ્‍પંદનોનું પરિણામ થોડા પ્રમાણમાં વિશુદ્ધચક્ર પર પણ જણાવા લાગ્‍યું.

ઈ. આ રાગ ધીમી લયમાંનો છે. તેને કારણે આ રાગને કારણે ધ્‍યાન લાગ્‍યું હોય, તેમ થતું હતું.

ઉ. આ રાગને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘તર્જનીના મૂળને અંગૂઠાની ટોચ લગાડવી’, આ વાયુતત્વની સગુણ-નિર્ગુણ સ્‍તર પરની મુદ્રા આવી. બન્‍ને હાથોથી સદર મુદ્રા કર્યા પછી રાગનાં સ્‍પંદનો આજ્ઞાચક્ર પરથી સહસ્રારચક્ર ભણી ગયાં.

ઊ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૪ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા.

સારાંશ

મારુ બિહાગ રાગ ખાસ કરીને આજ્ઞા અને થોડા પ્રમાણમાં વિશુદ્ધ ચક્રો પર પરિણામ કરે છે. આ રાગનાં સ્‍પંદનો ચૈતન્‍ય-શક્તિ સ્‍વરૂપનાં જણાયાં. આ રાગને કારણે તરત જ સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ.

 

૭. ભૈરવી

અ. આરંભમાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.

આ. રાગનો આરંભ થયા પછી મારા સહસ્રારચક્ર પર સ્‍પંદનો જણાવા લાગ્‍યાં. આ સ્‍પંદનો ચૈતન્‍યના હતાં.

ઇ. આ રાગ સાંભળતી વેળાએ મારું ધ્‍યાન લાગતું હતું.

ઈ. સહસ્રારચક્ર પર ભલે સ્‍પંદનો જણાયાં, છતાં મારી ચંદ્રનાડી જ કાર્યરત રહી.

ઉ. આ રાગને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્‍યારે તે ‘વચલી આંગળીના મૂળને અંગૂઠાની ટોચ લગાડવી’, આ તેજતત્વની સગુણ-નિર્ગુણ સ્‍તર પરની મુદ્રા આવી. બન્‍ને હાથોથી સદર મુદ્રા કર્યા પછી રાગનાં સ્‍પંદનો સહસ્રારચક્રની બહાર જવા લાગ્‍યાં, તેમજ મારી સુષુમ્‍ણા નાડી કાર્યરત થઈ.

ઊ. ઉપરની મુદ્રા કર્યા પછી મારા અનાહતચક્ર પર પણ ઠંડક જણાવા લાગી. આગળ તે સ્‍પંદનો મૂલાધારચક્ર સુધી પહોંચ્‍યાં. મુદ્રા કરવાથી સર્વ ચક્રો સુધી રાગનાં સ્‍પંદનો પહોંચ્‍યાં.

એ. આ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૫૫ હતા. રાગ સાંભળી લીધા પછી તે તેટલા જ રહ્યા. તેવી જ રીતે રક્તદાબ પણ માપ્‍યો. આરંભમાં તે ૧૦૭/૬૫ (mm Hg) હતો. રાગ સાંભળી લીધા પછી તે ન્‍યૂન થઈને ૯૯/૬૩ (mm Hg) થયો. આ રાગને કારણે ચૈતન્‍યરૂપી ઠંડક મળવાથી અને તે અનાહતચક્રને પણ મળવાથી રક્તદાબ ઓછો થયો.

સારાંશ

ભૈરવી રાગ સહસ્રારચક્ર પર પરિણામ કરનારો છે. આ રાગનાં સ્‍પંદનો ચૈતન્‍યના સ્‍વરૂપમાં જણાયાં. આ રાગના સમયે હાથની આંગળીઓની તેજતત્વની મુદ્રા કરી હોવાથી ‘રાગનાં સ્‍પંદનો સર્વ ચક્રોને મળ્યા, તેમજ તે સહસ્રારચક્ર દ્વારા વાતાવરણમાં પણ ગયાં’, એવું જણાયું.’

 (પૂ.) ડૉ. મુકુલ ગાડગીળ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૪ અને ૫ ડિસેંબર ૨૦૧૮)

Leave a Comment