સંતોને નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિ કઈ ?

નમસ્કાર કરવાની અયોગ્ય પદ્ધતિ

અ. કેટલાક જણા સંતોનાં ચરણો પર નાક ટેકવતા હોય છે. તેથી સંતોનાં ચરણોમાંથી પ્રક્ષેપિત થનારું ચૈતન્ય ઓછા પ્રમાણમાં ગ્રહણ થાય છે.

આ. કેટલાક જણા સંતોનાં ચરણો પર અનુક્રમે કપાળ, નાક અને હોઠ વડે સ્પર્શ કરતા હોય છે. તેવા પ્રયાસ દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં ચૈતન્ય ગ્રહણ થાય છે.

ઇ. કેટલાક લોકો સંતોનાં ચરણો પર નાક રગડે છે.  તેમ કરવાથી ચૈતન્યનો પ્રવાહ બંધ થઈ જાય છે.

ઈ. કેટલાક લોકો સંતોનાં પગલાંનું ચુંબન કરતા હોય છે. સંતોનાં ચરણોનું ચુંબન કરવું એ ખ્રિસ્તી લોકો દ્વારા જેમ પાદરીના હાથનું ચુંબન કરવામાં આવે છે તેવી કૃતિની નકલ થઈ કહેવાય. હોઠ દ્વારા ખૂબ જ અલ્પ પ્રમાણમાં ચૈતન્ય ગ્રહણ કરી શકાય છે.

ઉ. કેટલાક લોકો ચરણો પર મસ્તક ટેકવતી વખતે પહેલા એક ચરણ પર અને પછી બીજા ચરણ પર પોતાનું મસ્તક ટેકવતા હોય છે. વાસ્તવમાં એમ કરવાની જરૂર નથી; કારણ કે કોઈપણ (અનુકૂળતા મુજબ) એક ચરણ પર મસ્તક ટેકવવામાં આવે તો પણ તે પૂરતું છે.

 

સંતોને પુરુષોએ, તેમ જ સ્ત્રીઓએ નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિ

સંતોને નમસ્કાર કરતી વખતે પરુષોએ સાષ્ટાંગ નમસ્કાર કરવા. ક્ષેત્ર અપૂરું હોય અને સાષ્ટાંગ નમસ્કાર કરવા શક્ય ન હોય તો ઘૂંટણ ટેકવીને બેસવું અને નમીને નમસ્કાર કરવા. સ્ત્રીઓએ સંતોને નમસ્કાર કરતી વખતે ઘૂંટણ ટેકવીને અને નમીને જ કરવા.

 

સંતોનાં ચરણો પર મસ્તક ટેકવીને નમસ્કાર કરવાની યોગ્ય રીત

સંતો ને નમસ્કાર

ચરણો પર મૂકવામાં આવતો મસ્તકનો ભાગ

આપણે બ્રહ્મરંધ્રમાંથી સર્વાધિક પ્રમાણમાં ચૈતન્ય મેળવી શકીએ છીએ. બ્રહ્મરંધ્ર એ સંતોનાં ચરણો પર ટેકવી શકાતું નથી, તેથી કપાળથી ઉપર રહેલો મસ્તકનો ભાગ ચરણો પર ટેકવવો. તેમ કરવાથી સંતોનાં ચરણોમાંથી બહાર પડનારું ચૈતન્ય વધુમાં વધુ પ્રમાણમાં ગ્રહણ કરી શકાય છે.

ચરણો પર મસ્તક ટેકવવાની યોગ્ય જગા

સંતોનાં ચરણોના અંગૂઠાઓમાંથી ચૈતન્ય સર્વાધિક પ્રમાણમાં બહાર પ્રક્ષેપિત થતું હોય છે; તેથી મસ્તક ચરણ પર વચ્ચોવચ ટેકવવાને બદલે અંગૂઠાઓ પર ટેકવવું. જો બન્ને પગના અંગૂઠાઓ પર મસ્તક ટેકવી શકાતું હોય તો પછી જમણા પગના અંગૂઠા પર મસ્તક ટેકવવાને પ્રાધાન્ય આપવું.

 

ચરણો પર મસ્તક મૂકતી વેળાં બન્ને હાથની સ્થિતિ

૧. કેટલાક લોકો બન્ને હાથ કમરની પાછળ લઈ જઈને એકબીજામાં ભેરવી દઈને નમસ્કાર કરે છે.  તેને બદલે જો બન્ને ચરણ સ્પર્શ માટે ઉપલબ્ધ હોય તો તેઓએ એક હાથ એક ચરણ પર અને બીજો હાથ બીજા ચરણ પર ટેકવીને મસ્તક અંગૂઠા પર ટેકવવું જોઈએ. જો એક જ ચરણ ઉપલબ્ધ હોય તો એક જ ચરણ પર બન્ને હાથ મૂકવા જોઈએ અને મસ્તક અંગૂઠા પર ટેકવવું જોઈએ.

૨. કેટલાક લોકો જમીન પર હાથ મૂકીને નમસ્કાર કરે છે. આ કૃતિ પણ ક્ષતિયુક્ત છે; કારણ કે જમીન પર હાથ મૂકવાથી સંતોનાં ચરણોમાંથી બહાર પડનારું ચૈતન્ય નમસ્કાર કરનારા દ્વારા ગ્રહણ કર્યા બાદ તે તેના હાથમાંથી ભૂમિમાં સરકી જાય છે અને તેથી તેને તે ચૈતન્યનો લાભ થતો નથી.

૩. કેટલાક લોકો પોતાનો જમણો હાથ સંતોના જમણા ચરણ પર મૂકીને અને ડાબો હાથ સંતોના ડાબા ચરણ પર મૂકીને નમસ્કાર કરતા હોય છે. તેમ કરવાને બદલે જમણો હાથ સંતોનાં ડાબા ચરણ પર અને ડાબો હાથ સંતોનાં જમણા ચરણ પર મૂકવો જોઈએ. એ જ અધિક અનુકૂળ અને સરળ છે.

૪. હથેળીઓ ચરણો પર રહે એવી રીતે હાથ ટેકવવા.

 

પાવડીને નમસ્કાર કેવી રીતે કરવા?

પાવડી ને નમસ્કાર

ડાબી પાવડી એ શિવસ્વરૂપ અને જમણી પાવડી એ શક્તિસ્વરૂપ હોય છે.  પાવડીના ખૂંટામાંથી આવશ્યકતા પ્રમાણે ઈશ્વરની તારક અને મારક શક્તિ બહાર પડતી હોય છે.  જે સમયે આપણે પાવડીના અંગૂઠા પર માથું ટેકવી નમસ્કાર કરીએ છીએ, તે સમયે કેટલાક જણાથી તેમાં રહેલી પ્રકટ શક્તિ સહન નહીં કરી શકવાથી ત્રાસ થઈ શકે છે.  એ માટે પાવડીને નમસ્કાર કરતી વખતે બને ત્યાં સુધી મસ્તક પાવડીના અંગૂઠા પર ટેકવવાને બદલે પાવડીના આગળના ભાગ પર (જે ઠેકાણે સંતોના પગની આંગળીઓ આવતી હોય છે તે ઠેકાણે) ટેકવવું.

 

નમસ્કાર કરતી વેળા પુરુષોએ મસ્તક ઢાંકવું નહીં;
તો પછી સ્ત્રીઓએ પોતાનું મસ્તક કેમ ઢાંકવું જોઈએ ?

સ્ત્રીઓએ ખાસ પોતાનું મસ્તક પાલવથી ઢાંકીને પછી જ નમસ્કાર કરવા. નમસ્કાર કરતી વખતે હાથ જ્યાં ટેકવવામાં આવ્યા હોય તે સ્થાન પરનું કુંડલિનીચક્ર જાગૃત થયેલું હોય છે.  તેથી શરીરમાં સાત્વિકતા વધારે પ્રમાણમાં પ્રવેશ કરી શકે છે.  કેટલીક વખતે કુંડલિનીના જાગૃત થવાને કારણે મસ્તકના માધ્યમ દ્વારા પણ સત્ત્વ લહેરો શરીરમાં પ્રવેશવા લાગે છે. પરંતુ કેટલીક વખતે અનિષ્ટ શક્તિઓ તેનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે અને તે કાળી શક્તિ સત્વ લહેરોમાં આવીને ભળે છે. પુરુષોની કુંડલિની જાગૃતિની ક્ષમતા એ સ્ત્રીઓની કુંડલિની જાગૃતિ ક્ષમતાની સરખામણીમાં અધિક હોય છે.  તેથી પુરુષો પર એ કાળી શક્તિનો વિશેષ પ્રભાવ પડતો નથી.

આથી ઊલટું સ્ત્રીઓ અધિક સંવેદનશીલ હોવાથી તેઓની ઉપર કાળી શક્તિનો પ્રભાવ અને અસર અધિકતમ થાય  છે અને તેથી તેઓને તકલીફ થઈ શકે છે.  તે માટે સ્ત્રીઓએ નમસ્કાર કરતી વખતે મસ્તક પર પાલવ ધરવો. તેથી મસ્તક અને લહેરો વચ્ચે કાપડનો અંતરાય નિર્માણ થાય છે અને અનિષ્ટ સ્પંદનો શરીરમાં પ્રવેશી શકતા નથી. માથા પરના પાલવને કારણે સારાં સ્પંદનો પણ કેટલાંક પ્રમાણમાં માથામાંથી અંદર પ્રવેશી શકતા નથી.

(અનિષ્ટ સ્પંદનો કરતાં સારાં સ્પંદનો અધિક સૂક્ષ્મ હોવાથી પાલવ દ્વારા તે થોડા પ્રમાણમાં મસ્તકમાં પ્રવેશે છે.) છતાં પણ નમસ્કારની મુદ્રા દ્વારા વ્યક્તિને સહુથી અધિક સાત્વિકતા પ્રાપ્ત થતી હોવાથી સ્ત્રીઓને આવશ્યક એવી સાત્વિકતા આ મુદ્રા દ્વારા પ્રાપ્ત થાય છે.  આ ઉપરથી જ્ઞાત થાય છે કે, ઈશ્વર દરેકની કેટલી દરકાર રાખે છે. જો ભાવ હશે તો ઉપરોક્ત નિયમોનું પાલન કર્યા વિના નમસ્કાર કરવામાં આવે તો તેનો તેટલા જ પ્રમાણમાં લાભ થાય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ  ‘નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિઓ’

Leave a Comment