૧૫ ઑગસ્ટના દિવસે આટલું ધ્યાનમાં રાખજો !
ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !
સ્વતંત્રતા દિવસના નિમિત્તે સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને હાર્દિક શુભેચ્છા !
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજનું થઈ રહેલું અવમાન જોઈને
પણ તે સામે અણદેખું કરીને આગળ જનારા અસ્મિતાહીન ભારતીઓ !
૧૫ ઑગસ્ટના દિવસે આપણે સર્વત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. મોટા મોટા ભાષણો આપીએ છીએ અને સાંજ પડે ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારીએ છીએ. પરંતુ બીજા દિવસે રાષ્ટ્રધ્વજ રસ્તા પર, નાળીઓં તેમજ કચરાપેટીઓં દેખાઈ પડે છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન નથી કરતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓ નામોનું પણ આપણને વિસ્મરણ થયું છે.
રાષ્ટ્રાભિમાની બનવા માટે આટલું અવશ્ય કરજો !
૧. ભારતના માનચિત્રને સાવચેતીથી હાથ લગાડવો !
૨. રાષ્ટ્રધ્વજનો અપમાન રોકીને તેનો સન્માન જાળવી રાખવો !
૩. દેશભક્તિપર ગીતો સાંભળવા !
૪. ક્રાંતિકારકોના ચરિત્રગ્રંથ વાંચવા અને અન્યોને ભેટ તરીકે આપવા !
૫. ક્રાંતિકારકોના ચરિત્ર-વ્યાખ્યાન અથવા ચલચિત્રોનું આયોજન કરવું !
૬. સંપૂર્ણ વંદે માતરમ્ પ્રત્યેક વિદ્યાલય, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને કાર્યાલયોમાં ગાવું !
૭. વાતચીત અંગ્રેજીમાં કરવાને બદલે, રાષ્ટ્રભાષા હિંદીમાં અથવા તો માતૃભાષામાં કરવી !
આવો, ક્રાંતિકારકો દ્વારા પ્રજ્જવલિત રાષ્ટ્રભક્તિની મશાલ ભભૂકતી રાખીએ !
હિંદુઓ, ધર્મહાનિ રોકવી, એ ધર્મપાલન જ છે !
૧. જાહેરખબરો, વ્યંગચિત્રો, નાટકોમાં દેવતાઓ દ્વારા ઉપહાસયુક્ત સંવાદ વદાવી લેવા; દેવી-દેવતાઓના ચિત્રોવાળા કપડા પહેરવા; દાદરામાં દેવતાઓના ચિત્રોની લાદી બેસાડવી, દેવતાઓના ચિત્રો વિકૃત સ્વરૂપે દોરવા ઇત્યાદિ માધ્યમો દ્વારા થનારો દેવતાઓનો અનાદર રોકવા માટે સમાજનું ઉદ્દબોધન કરવું !
૨. દેવી-દેવતાઓનો અપમાન કરનારા નાટકો, ઉત્પાદનો ઇત્યાદિનો બહિષ્કાર કરવો !
૩. સાર્વજનિક ઉત્સવોમાં બળજબરી કરીને પૈસા ઉઘરાવવા, ધ્વનિપ્રદૂષણ કરવું, સરઘસ દરમ્યાન મદ્યપાન કરીને નાચવું, છોકરીઓની છેડછાડ કરવી ઇત્યાદિ અનાચારોનો કાયદેસર રીતે નિષેધ કરવો !
૪. દૂરચિત્રવાહિનીઓ પર બતાવવામાં આવતા ધર્મદ્રોહી કાર્યક્રમોનો બહિષ્કાર કરવો, આવા પ્રકારના કાર્યક્રમો ન દેખાડવાના સંદર્ભમાં સ્થાનીય કેબલચાલકોનું ઉદ્દબોધન કરવું !
રાષ્ટ્ર વિશેની જાણકારી આપનારા
રાષ્ટ્રરક્ષણ ફલકો દ્વારા પ્રસારનો સોનેરી અવસર !
રાષ્ટ્ર-ભિમાન કેળવવાનો માર્ગ છે, પ્રત્યેક દેશવાસી પોતાના રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરે. તે સાથે જ દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા ક્રાંતિકારકો અને તેમના કાર્યને પણ યાદ રાખવાથી રાષ્ટ્ર-અભિમાન જાગૃત થઈને રાષ્ટ્રભક્તિની નિર્મિતિ થાય છે. આ ધ્યાનમાં રાખીને હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા રાષ્ટ્ર-અભિમાન વૃદ્ધિંગત કરનારા ફ્લેક્સ-ફલકોની નિર્મિતિ કરવામાં આવી છે. આ ફલકોને વિદ્યાલય, મહાવિદ્યાલય, પોલીસ થાણું ઇત્યાદિ સ્થાનો પર લગાડીને રાષ્ટ્રકાર્યમાં સહભાગી થવું.