સૂક્ષ્મસ્તર પરના બનાવોનું આકલન થવા
માટે વ્યક્તિએ પોતાની સાધના વધારવી આવશ્યક !
‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્યાત્મિક સ્તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્યક છે. આ અભ્યાસ સૂક્ષ્મ સ્તર પરનો હોવાથી સૂક્ષ્મમાંના બનાવો અનુભવવા માટે સાધનામાં પ્રગતિ કરવી મહત્વનું છે.
સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્યાત્મિક સ્વરૂપનો, ઉદા. અનિષ્ટ શક્તિ, અતૃપ્ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્ટ શક્તિઓનું નડતર આવી શકે છે. તેથી સૂક્ષ્મ સ્તર પરનો અનુભવ થવા માટે અનિષ્ટ શક્તિઓના ત્રાસનું પ્રમાણ ઓછું કરવા સાથે જ સાધનામાં પ્રગતિ કરવી પણ મહત્વનું છે.
તે માટે સાધનાના આરંભના તબક્કે પોતાનાં કુળદેવીનો નામજપ, ઉદા. શ્રી રેણુકાદેવી કુળદેવી હોય તો ‘શ્રી રેણુકાદેવ્યૈ નમઃ ।’ અથવા કુળદેવતા જાણતા ન હોવ તો ‘શ્રી કુલદેવતાયૈ નમઃ ।’ એવો નામજપ વધારેમાં વધારે કરવો. આ સાથે જ પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ થવા માટે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ સમગ્ર દિવસ દરમ્યાન ૪૫ મિનિટ કરવો. આ રીતે નામસાધના વૃદ્ધિંગત થયા પછી વ્યક્તિને સૂક્ષ્મમાંના બનાવો વિશે થોડું થોડું સમજાવા લાગશે.’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટણીસે
અપચાનો ત્રાસ દૂર થવા માટે ગાયેલા ત્રણ રાગો
વિશે પૂ. (ડૉ.) મુકુલ ગાળગીળને ધ્યાનમાં આવેલાં સૂત્રો
‘શ્રી. પ્રદીપ ચિટણીસે અપચાનો ત્રાસ દૂર થવા માટે ભારતીય શાસ્ત્રીય સંગીતમાંનાં વૃંદાવની સારંગ, શુદ્ધ સારંગ અને માલકંસ આ ૩ રાગ ગાયા. તેમાંના પ્રત્યેક રાગનું અપચા પર પરિણામ થાય છે જ; પણ આ ત્રણેય રાગ અહીં આપેલા ક્રમથી શ્રવણ કરવાથી તેમનું એકત્રિત પરિણામ વધારે સારું આવે છે. આ રાગ અપચનનો ત્રાસ દૂર કરવા માટે સૂક્ષ્મમાંથી કેવી રીતે કાર્ય કરે છે, આ વિશે ધ્યાનમાં આવેલાં સૂત્રો અત્રે આપી રહ્યા છીએ.
૧. રાગ વૃંદાવની સારંગ
અ. વૃંદાવની સારંગ રાગ આરંભ થવા પહેલાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.
આ. રાગ આરંભ થયા પછી મને મણિપૂરચક્ર પર સ્પંદનો જણાવાં લાગ્યાં.
ઇ. ત્યાર પછી તે સ્પંદનો સ્વાધિષ્ઠાનચક્ર પર પણ જણાવાં લાગ્યાં.
ઈ. ‘વૃંદાવની સારંગ રાગ મણિપૂર અને સ્વાધિષ્ઠાન ચક્રો પર પરિણામ કરીને ત્યાં ઉષ્ણતા નિર્માણ કરી રહ્યો છે’, એવું જણાયું. ત્યારે મારી સૂર્યનાડી કાર્યરત હતી.
ઉ. તે ચક્રો પર પરિણામ કર્યા પછી વૃંદાવની સારંગ રાગનાં ઉષ્ણ સ્પંદનો ઉપર છાતી સુધી ફેલાયાં; પણ તે અનાહતચક્ર પર પરિણામ કરતાં નહોતાં. તે સ્પંદનો અન્નનળીમાં ફેલાતાં હોવાનું જણાયું. તે સમયે મને પેઢામાં પણ ઉષ્ણ સ્પંદનો જણાતા હતાં. તેનો અર્થ વૃંદાવની સારંગ રાગથી સંપૂર્ણ પચનસંસ્થા પર પરિણામ થયું.
ઊ. વૃંદાવની સારંગ રાગનું પરિણામ પૂર્ણ થયા પછી મને મારી સુષુમ્ણા નાડી કાર્યરત થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યાર પછી બે જ મિનિટ પછી રાગગાયન પૂર્ણ થયું.
૨. રાગ શુદ્ધ સારંગ
૨ અ. રાગનો આરંભ થયા પછી તરત જ સુષુમ્ણા નાડીનો આરંભ થવો
શુદ્ધ સારંગ રાગનો આરંભ થવા પહેલાં મારી સૂર્યનાડી કાર્યરત હતી. રાગ ગાવાનો આરંભ થયા પછી તરત જ મારી સુષુમ્ણા નાડીનો આરંભ થયો.
૨ આ. મણિપૂરચક્ર પર થોડાં ઉષ્ણ સ્પંદનો જણાવવાં
મારા મણિપૂરચક્ર પર પરિણામ થવા લાગ્યું. તે પરિણામ મને દબાણના સ્વરૂપમાં જણાયું. તે સમયે મને મણિપૂરચક્ર પર થોડાં ઉષ્ણ સ્પંદનો જણાતાં હતા.
૨ ઇ. ગળાથી માંડીને નીચે પેટ સુધી આ રીતે ઉપરથી
નીચે ઉપાય કરનારાં થોડાં ઉષ્ણ સ્પંદનો ફરીફરીને જણાવા લાગવાં
ત્યાર પછી તરત જ મને ગળામાં સ્પંદનો જણાવા લાગ્યાં. તે સ્પંદનો ધીમી ગતિથી અન્નનળીમાંથી નીચે જવાં લાગ્યાં. શુદ્ધ સારંગ રાગથી અન્ન જઠરમાં જવાના માર્ગ પર ઉપાય થતા હોવાનું જણાયું. ગળાથી પેટ સુધી આ રીતે ઉપરથી નીચે ઉપાય કરનારાં સ્પંદનો ફરીફરીને જણાવા લાગ્યા. તે સ્પંદનો થોડાં ઉષ્ણ હતા.
૨ ઈ. શ્વાસની ગતિ ધીમી થવી અને શુદ્ધ સારંગ રાગનું ગાયન પણ ધીમું હોવું
મારા શ્વાસની ગતિ ધીમી થઈ હતી, તેમજ મારી સુષુમ્ણા નાડી હજી સુધી કાર્યરત હતી. શુદ્ધ સારંગ રાગનું ગાયન પણ ધીમું છે.
૨ ઉ. પેટમાં ઠંડાં સ્પંદનો જણાવા લાગવાં
અને ત્યાર પછી રાગનું ખાસ કાંઈ પરિણામ ન જણાવવું
રાગગાયન ૧૩ મિનિટ થયાં પછી મને પેટમાં ઠંડાં સ્પંદનો જણાવા લાગ્યા. ત્યાર પછી અંત સુધી મને મારા પર રાગનું વિશેષ કાંઈ પરિણામ જણાયું નહીં.
૨ ઊ. સુષુમ્ણા નાડીમાં આવશ્યકતા અનુસાર
તેજતત્વ નું અથવા વાયુતત્વ નું કાર્ય કરવાની ક્ષમતા હોવી
સૂત્ર ‘૨ ઇ, ૨ ઈ અને ૨ ઉ’ પરથી ધ્યાનમાં આવે છે કે, ‘સુષુમ્ણા નાડી આવશ્યકતા અનુસાર ઉષ્ણ સ્પંદનો પણ નિર્માણ કરી શકે છે, તેમજ ઠંડાં સ્પંદનો પણ નિર્માણ કરી શકે છે. સુષુમ્ણા નાડીમાં આવશ્યકતા અનુસાર કાર્ય કરવાની ક્ષમતા છે; તેથી સૂર્યનાડી અને ચંદ્રનાડી કરતાં સુષુમ્ણા નાડીનું વધારે મહત્વ છે.’ અધ્યાત્મમાં ઉન્નતિ કરેલા લોકોમાં સુષુમ્ણા નાડી વધારે સમય સુધી કાર્યરત હોય છે. સામાન્ય માનવીમાં ૧ કલાક ચંદ્રનાડી અને ૧ કલાક સૂર્યનાડી, આ રીતે વારાફરતી ૨૪ કલાક ચાલુ હોય છે અને જ્યારે ચંદ્રનાડી થોભીને સૂર્યનાડીનો આરંભ થાય છે અથવા સૂર્યનાડી થોભીને ચંદ્રનાડીનો આરંભ થાય છે, ત્યારે વચગાળાના પરિવર્તનના ૨ થી ૪ મિનિટના સમયગાળામાં સુષુમ્ણા નાડી કાર્યરત હોય છે.
૨ એ. શુદ્ધ સારંગ રાગના ગાયનથી નાડીના ધબકારા તેટલા જ રહેવા
શુદ્ધ સારંગ રાગનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૫૮ હતા. રાગ પૂર્ણ થયા પછી તેટલા જ રહ્યા હતા.
૩. માલકંસ
૩ અ. માલકંસ રાગનો આરંભ થવા પહેલાં મારી
સૂર્યનાડી કાર્યરત હતી. રાગનો આરંભ થતાં થતાં જ મારી ચંદ્રનાડી
કાર્યરત થવા લાગી. ત્યાર પછી ૪ મિનિટોમાં જ મારી સુષુમ્ણા નાડી કાર્યરત થઈ.
૩ આ. માલકંસ રાગથી અનાહતથી
મૂલાધારસુધીનાં સર્વ ચક્રો પર આધ્યાત્મિક ઉપાય થવા;
પણ આજ્ઞા અને સહસ્રાર ચક્રો પર પરિણામ ન થવું; કારણકે આ
ચક્રોનું પચનકાર્યની દૃષ્ટિએ કાંઈ મહત્વ ન હોવું અને તેના પરથી અધ્યાત્મમાં
અનાવશ્યક વાતો માટે શક્તિ વ્યય થતી (વેડફાતી) ન હોવાનું ધ્યાનમાં આવવું
મને છાતીમાં ઠંડક જણાવા લાગી. મને પગના તળિયા સુધી ઠંડાં સ્પંદનો જણાવા લાગ્યાં. ત્યારે મને અનાહતથી મૂલાધાર સુધીનાં સર્વ ચક્રો પર ઠંડક જણાતી હતી. આ રાગથી આજ્ઞા અને સહસ્રાર ચક્રો પર પરિણામ થયું નહીં; કારણકે આ ચક્રોનું પચનકાર્યની દૃષ્ટિએ કાંઈ જ મહત્વ નથી. આના પરથી ધ્યાનમાં આવે છે કે, અધ્યાત્મમાં અનાવશ્યક વાતો માટે શક્તિ વેડફાતી નથી.
૩ ઇ. મન શાંત થઈને ધ્યાન ધરવું એમ લાગવું
મારું મન શાંત થયું. ડોક નીચે નમવા લાગી અને મને ધ્યાન ધરવા જેવું લાગવા માંડ્યું.
૩ ઈ. માલકંસ રાગના ગાયનના અંતમાં સુષુમ્ણા
નાડી પલટાઈને સૂર્યનાડી આરંભ થવી અને આના પરથી
‘અન્નપચન સુધારવાનું આધ્યાત્મિક કાર્ય કર્યા પછી અન્નપચનનું
શારીરિક કાર્ય કરવા માટે ફરીવાર સૂર્યનાડી આરંભ થઈ’, એમ ધ્યાનમાં આવવું
મને વિશુદ્ધચક્ર પર સ્પંદનો જણાવા લાગ્યાં. ત્યારે મારી સૂર્યનાડી આરંભ થઈ હતી. મને શરીરમાં થોડી ઉષ્ણતા જણાવા લાગી. ત્યારે રાગગાયન પૂર્ણ થયું. તેના પરથી ધ્યાનમાં આવે છે કે, ‘અન્નપચન માટે સૂર્યનાડીની આવશ્યકતા હોય છે. તેને કારણે અન્નપચન સુધારવાનું આધ્યાત્મિક કાર્ય કર્યા પછી અન્નપચનનું શારીરિક કાર્ય કરવા માટે ફરીવાર સૂર્યનાડી આરંભ થઈ.’ આના પરથી ભગવાનનું કાર્ય કેવું અચૂકતાથી ચાલુ હોય છે, તે સમજાય છે.
૩ ઉ. માલકંસ રાગનું ગાયન સાંભળવાથી નાડીના ધબકારા ઓછા થવા
માલકંસ રાગ આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૪ હતા. રાગગાયન પૂર્ણ થયા પછી તે ૬૦ થયા હતા. આ રાગ દ્વારા કુંડલિનીચક્રો પર ઠંડક આપવાનું કાર્ય કર્યું હોવાથી તેમ થયું.
૪. વૃંદાવની સારંગ, શુદ્ધ સારંગ અને
માલકંસ આ રાગોનાં પરિણામનો સારંશ
અપચન દૂર કરવા માટે વૃંદાવની સારંગ,શુદ્ધ સારંગ અને માલકંસ આ ત્રણેય રાગો દ્વારાજુદીજુદી પદ્ધતિથી કાર્ય થયું. તે નીચે જણાવ્યા પ્રમાણે છે.
૪ અ. વૃંદાવની સારંગ
આ રાગ દ્વારા સૂર્યનાડીથી ઉષ્ણતા આપીને મણિપૂર અને સ્વાધિષ્ઠાન ચક્રો પર પરિણામ થયું, તેમજ સંપૂર્ણ પચનસંસ્થા પર પરિણામ થયું.
૪ આ. શુદ્ધ સારંગ
આ રાગ દ્વારા પણ સંપૂર્ણ પચનસંસ્થા પર કાર્ય થયું; પણ તે સુષુમ્ણા નાડી દ્વારા થયું. તેને કારણે તે વધારે આધ્યાત્મિક સ્તર પરનું હતું.
૪ ઇ. માલકંસ
આ રાગ દ્વારા પચનસંસ્થા પર પરિણામ થવાને બદલે તેના સાથે સંબંધિત વિશુદ્ધથી મૂલાધાર ચક્રો પર ખાસ કરીને સુષુમ્ણા નાડી દ્વારા પરિણામ થયું, એટલે જ કે આધ્યાત્મિક ઉપાય થયા.’