૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું બાંગલાદેશ સ્‍થિત શ્રી ભવાનીદેવીનું મંદિર !

બાંગલાદેશના ચિતગાવ જિલ્‍લાના સીતાકુંડ
ગામમાંપર્વતની તળેટીમાં સ્‍થિત શ્રી ભવાનીમાતાજીનું મંદિર !

બાંગલાદેશના ચિતગાવ જિલ્‍લામાં નિસર્ગ-મનોહર સ્‍થાન પર સ્‍થિત પર્વતની તળેટીમાં વસેલા ‘સીતાકુંડ’ ગામમાં ‘એક શક્તિપીઠ’ આવેલું છે. અહીં દુર્ગાદેવી ‘ભવાની દેવી’ તરીકે ઓળખાય છે. સીતાકુંડ ખાતે સતીનો જમણો હાથ પડ્યો હતો.

અહીંનો પર્વત ‘ચંદ્રનાથ’ નામથી ઓળખાય છે અને તેની ઊંચાઈ ૧ સહસ્ર ૨૦ ફૂટ છે. તેમનું મંદિર પર્વત પર છે. ‘ચંદ્રશેખર’ આ શિવજીનું ભૈરવ રૂપ છે અને તે શક્તિપીઠનું રક્ષણ કરે છે.

સંદર્ભ : સંકેતસ્‍થળ

 

હિંદુઓમાં રહેલા અજ્ઞાનનું ઉદાહરણ !

બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.

સીતાકુંડ સ્‍થિત શ્રી ભવાનીદેવીના મંદિરમાં માતાજીની ભાવપૂર્ણ આરતી ઉતારતી વેળાએ સદ્‍ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

સનાતનના સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ ગત ૫ વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારત તેમજ વિદેશમાં ભ્રમણ કરીને પ્રાચીન વાસ્‍તુ ઇત્‍યાદિના છાયાચિત્રોનો સંગ્રહ કરી રહ્યા છે. આપણને તેમનું ઘરબેઠાં દર્શન મળે છે. તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને સદ્‍ગુરુ (સૌ.) ગાડગીળનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ !

 

માતાજીના ૫૧ શક્તિપીઠો ભારત સાથે જ
પાકિસ્‍તાન, નેપાળ, બાંગલાદેશ અને શ્રીલંકામાં સ્‍થિત છે.
બાંગલાદેશમાં કુલ ૬ શક્તિપીઠો આવેલા છે, જે નીચે પ્રમાણે છે

૧. શ્રીશૈલ – દેવી મહાલક્ષ્મી

બાંગલાદેશના સિલ્‍હેટ જિલ્‍લામાં ઉત્તર-પૂર્વ દિશામાં જૈનપુર નામક ગામ છે. આ ગામ નજીક ‘શ્રીશૈલ’ નામનું સ્‍થાન છે અને અહીં સતીનું ગળું પડ્યું હતું. અહીં સ્‍થિત શક્તિને ‘મહાલક્ષ્મી’, જ્‍યારે ભૈરવને ‘શમ્‍બરાનંદ’ કહેવામાં આવે છે.

૨. કરતોયાતટ – દેવી અપર્ણા

બાંગલાદેશના બોગરા જિલ્‍લામાં રહેલો શેરપુર નામક ઉપજિલ્‍લો ! અહીંના ભવાનીપુર ગામ નજીક કરતોયાતટ ઠેકાણે આવેલું મંદિર ‘દેવી અપર્ણા’ તરીકે સુપ્રસિદ્ધ છે. આ એક શક્તિપીઠ છે અને અહીં દેવી સતીના ડાબા પગમાંથી ઘરેણું પડ્યું હતું. અહીંના ભૈરવને ‘વામન’ કહે છે.

૩. યશોર – યશોરેશ્‍વરી

બાંગલાદેશના ખુલના જિલ્‍લામાં ઈશ્‍વરપુર નામક ગામ છે. અહીં ‘યશોર’ નામક સ્‍થાન પર દેવી સતીના હાથ અને પગ પડ્યા હતા. અહીંની શક્તિને ‘યશોરેશ્‍વરી’, જ્‍યારે ભૈરવને ‘ચણ્‍ડ’  કહે છે.

૪. સીતાકુંડ – ભવાની

બાંગલાદેશના ચિતગાવ જિલ્‍લામાં વસેલા સીતાકુંડ ગામમાં દેવીનું શક્તિપીઠ છે. આ શક્તિને ‘ભવાની’ કહે છે. (આની વિગતવાર જાણકારી ઉપર આપી છે.)

૫. જયંતીયા – જયંતી

બાંગલાદેશના સિલ્‍હેટ જિલ્‍લામાં જયંતીયા વિસ્‍તારમાં ભોરભોગ ગામમાં કાલાજોરના ખાસી પર્વત પર એક શક્તિપીઠ છે. અહીં દેવી સતીની ડાબી જાંઘ પડી હતી. અહીંના શક્તિમાતા ‘જયંતી’ નામથી ઓળખાય છે, જ્‍યારે ભૈરવને ‘ક્રમદીશ્‍વર’  કહેવામાં આવે છે.

૬. શિકારપુર – સુનંદા

બાંગલાદેશના બારિસલ જિલ્‍લામાં વસેલું શિકારપુર ગામ ‘સોંડા’ નામક નદીકિનારે વસ્‍યું છે. અહીં સ્‍થિત દેવીનું મંદિર શક્તિપીઠ છે અને અહીં સ્‍થિત શક્તિને ‘માતા સુનંદા’ કહે છે. અહીં દેવી સતીનું નાક પડ્યું હતું. અહીંના ભૈરવ ‘ત્ર્યંબક’ નામથી પ્રસિદ્ધ છે.

સંદર્ભ : સંકેતસ્‍થળ

Leave a Comment