સનાતને આરંભ કરેલા રાષ્ટ્રહિતૈષી ઉપક્રમો

સદ્દગુરુ (કુ.) અનુરાધા વાડેકર

સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો. તે વિશે સનાતનના વિવિધ ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. વર્તમાનમાં પણ સનાતનનાં સાધકો, અન્ય સંગઠનાઓ ઉપાડી રહેલાં વિવિધ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોમાં સહભાગી થાય છે.

સંકલક : સદ્દગુરુ (કુ.) અનુરાધા વાડેકર, પ્રસારસેવિકા, સનાતન સંસ્થા.

 

૧. પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગ

પ્રથમોપચાર પ્રશિક્ષણમાં ઉપચારનો પ્રત્યક્ષ પ્રયોગ

એકાદ વ્યક્તિને અપઘાત થયા પછી અથવા તેને આકસ્મિક ત્રાસ ચાલુ થાય અથવા તેના પર એકાદ વિપદા આવી પડે તો તેને સહાયતા કરવી અને તેના પ્રાણોનું રક્ષણ કરવું, આ દેશમાંના પ્રત્યેક નાગરિકનું અલિખિત કર્તવ્ય જ છે. આ સમાજઋણ ચૂકતું કરવાનો એક ભાગ પણ છે. આ દષ્ટિએ સંસ્થા વતી ઠેકઠેકાણે પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગ આયોજિત કરવામાં આવે છે. તેમાં પીડિત વ્યક્તિની પ્રાથમિક તપાસણી કેવી રીતે કરવી, એ શીખવવામાં આવે છે અને વિવિધ પ્રકારની ઇજાઓ અને કષ્ટોની વિગતવાર માહિતી આપવામાં આવે છે. તે વિશે પ્રથમોપચાર પ્રશિક્ષણ નામક સનાતનનો ગ્રંથ (મરાઠી ભાષામાં ઉપલબ્ધ) પણ હાલમાં જ પ્રકાશિત થયો છે.

 

૨. આપત્કાલીન સહાય્ય પ્રશિક્ષણવર્ગ

આપ્તકાલીન સહાયતા પ્રશિક્ષણ વર્ગમાં સહભાગી પ્રશિક્ષણાર્થી

પૂર, વાવાઝોડું, ધરતીકંપ, જ્વાળામુખી જેવી નૈસર્ગિક આપત્તિઓનાં સમયે, તેમજ યુદ્ધજન્ય પરિસ્થિતિ અથવા અરાજકતા ફેલાયેલી હોય ત્યારે પણ માનવી જીવન જોખમમાં મૂકાઈ શકે છે. દેશમાંની પાયમાલ બનેલી સમાજવ્યવસ્થા, યુદ્ધની દષ્ટિએ સ્ફોટક પરિસ્થિતિ; દેશવિઘાતક કાર્યવાહીઓનું વધતું પ્રમાણ ઇત્યાદિનો ભયંકર પરિણામ નજીકના સમયમાં માનવી જીવન પર થનારો છે. આ પાર્શ્વભૂમિ પર ભાવિ કાળમાં જો આપણા પર એકાદ આપત્તિ આવી પડે, તો વૈદ્યકીય અને અન્ય સહાયતા કેટલા પ્રમાણમાં મળી રહેશે ? એ જ દષ્ટિએ સનાતન આપત્કાલીન સહાય્ય પ્રશિક્ષણવર્ગ આયોજિત કરે છે. આમાં જુદી જુદી વિપદાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવીને પ્રત્યેક આપત્તિમાં સહાયતા કાર્ય કેવી રીતે કરવું, તેનું પ્રત્યક્ષિક સહિત માર્ગદર્શન કરવામાં આવે છે.

 

૩. અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ

અગ્નિશમનનો પ્રયોગ બતાવતી વેળાએ પ્રશિક્ષક

પ્રચંડ જીવિતહાનિ અને વિત્તહાનિ કરનારા અગ્નિપ્રલયથી બચવા માટે તેમજ આવી આપત્તિ જ ઉદ્દભવે નહીં, તે માટે યોગ્ય દક્ષતા લેવાનું તંત્ર બધાયે આત્મસાત કરવું આવશ્યક છે. સ્વતંત્રતા પછીના સમયમાં શાલેય અથવા મહાવિદ્યાલયીન અભ્યાસક્રમોમાં આવા કોઈપણ સ્તર પર અથવા અન્ય રીતે આવી આપત્તિ સમયે જનતાએ કેવી રીતે વર્તવું, એવું ભણાવવામાં આવ્યું નથી. આથી જનસામાન્ય આવી આપત્તિ સમયે દિઙ્ મૂઢ બનેલા જોવા મળે છે. સનાતન વતી આયોજિત કરવામાં આવતા અગ્નિશમન પ્રશિક્ષણવર્ગમાં સદર આપત્તિનો ધીરજથી સામનો કરવાનું, તેમજ આ આપત્તિ અચૂક રીતે હાથ ધરવાનું તંત્ર ભણાવવામાં આવે છે. આ પ્રશિક્ષણવર્ગમાં આગ લાગવાનાં કારણો અને તે ફેલાવવાનાં વિવિધ કારણો વિશદ કરીને આગ જોતાંવેંત જ કઈ કૃતિ કરવી, તે શીખવવામાં આવે છે. આગ ઓલવવાની જુદી જુદી પદ્ધતિઓ, તે માટે આવશ્યક વિવિધ માધ્યમો અને તેમની કાર્યપદ્ધતિ, ભૂલભરેલા માધ્યમનો ઉપયોગ કરવાથી થનારું દુષ્પરિણામ ઇત્યાદિનું વિસ્તારપૂર્વક માર્ગદર્શન પણ કરવામાં આવે છે. આ વિશેનો અગ્નિશમન પ્રશિક્ષણ નામક હિંદી ભાષામાં ગ્રંથ પણ સનાતને પ્રકાશિત કર્યો છે.

 

૪. રાષ્ટ્રધ્વજનું અપમાન રોકો ચળવળ

દેશની અસ્મિતા રહેલા રાષ્ટ્રધ્વજનું વિડંબન રોકવા માટે સનાતને આગેવાની કરીને પ્રયત્નો કર્યા. ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ પર અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાકદિન પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજોનું વિતરણ થાય છે; પરંતુ પછી તે રાષ્ટ્રધ્વજ કચરાપેટીમાં અથવા ગટરમાં પડેલા જોવા મળે છે. એમ થાય નહીં, તે માટે સનાતન ગત અનેક વર્ષોથી રાષ્ટ્રધ્વજનું અપમાન રોકો વિશે કાર્ય કરી રહી છે. રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓનું પ્રબોધન કરવું, પ્રશાસનને નિવેદન આપવું, દુકાનદારોને પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ન મૂકવાનું આવાહન કરવું, તેમજ બીજા દિવસે રસ્તા પર પડેલા રાષ્ટ્રધ્વજ એકઠાં કરીને વિસર્જન કરવું, આ રીતે આ સંદર્ભમાં કાર્ય કરવામાં આવે છે.

Leave a Comment