દક્ષિણ પૂર્વમાં આવેલો વિએતનામ એવો દેશ છે કે, તેણે હિંદુસ્થાન દ્વારા જે પ્રેરણા લીધી, તેનો એક ઇતિહાસ જ છે. વિએતનામ અને અમેરિકા વચ્ચે ૨૦ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. વિએતનામ જેવો નાનકડો દેશ તેની સ્વતંત્રતા માટે વર્ષો સુધી અણ્વસ્ત્ર સજ્જ, જગતના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા સાથે લઢતો રહ્યો. અમેરિકાને એમ કે, આ દેશને તો ગણતરીની પળોમાં જ નષ્ટ કરી શકીશું; પરંતુ વિએતનામનું યુદ્ધ અમેરિકાને ઘણું મોંઘું પડ્યું. તેનું કારણ એમ જ કે, વિએતનામી યોદ્ધાઓએ છત્રપતિ શિવાજી મહારાજજીને પોતાના આદર્શ માનીને તેમની કૂટ-રણનીતિ અપનાવી.
પોતાને શિવાજી મહારાજજીના
માવળા (સૈનિક) માનનારા વિએતનામના રાષ્ટ્રપતિ !
વિએતનામ આ યુદ્ધ જીતી ગયા પછી તેમના રાષ્ટ્રપતિને પત્રકારોએ આ વિજયનું રહસ્ય પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, ‘‘સ્પષ્ટ જ છે કે, અમેરિકા જેવી મહાસત્તાને હરાવવી આપણા દેશને શક્ય જ નહોતું; પણ યુદ્ધકાળમાં ભારતના એક શૂર રાજાનું ચરિત્ર મેં વાચ્યું. તેમના દ્વારા પ્રેરણા મેળવીને જ અમે યુદ્ધનીતિ ઘડી અને તેની કવાયત હાથ ધરી. પરિણામે, થોડા દિવસોમાં જ અમે ઉપરવટ થતા હોવાનું દેખાવા લાગ્યું.’’ પત્રકારોએ પૂછ્યું, ‘‘તે ભારતીય શૂર રાજા કોણ હતા ?’’ ત્યારે રાષ્ટ્રપતિએ ઉત્તર આપ્યો, ‘‘છત્રપતિ શિવાજી મહારાજ ! આ મહાપુરુષ અમારા દેશમાં જો જન્મ્યા હોત, તો આજે અમે સમગ્ર જગત્ પર રાજ્ય કર્યું હોત.’’ રાષ્ટ્રપતિએ મરતી વેળાએ તેમની અંતિમ ઇચ્છા લખી કે, મારી સમાધિ પર આગળનું વાક્ય લખવું – ‘છત્રપતિ શિવાજી મહારાજજીનો એક સૈનિક સમાધિસ્ત થયો !’ તેમની સમાધિ પર આજે પણ આ વાક્ય જોવા મળશે.
મહાત્મા ગાંધી નહીં, જ્યારે શિવાજી મહારાજજીની સમાધિના
દર્શનાર્થે રાયગડ પર દોટ મૂકનારા વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી !
થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા. તે જોઈ લીધા પછી તેમણે પ્રશ્ન પૂછ્યો, ‘‘છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ ક્યાં છે ?’’ તેમનો આ પ્રશ્ન સાંળીને ભારતીય રાજપ્રતિનિધિ અવાક્ થયા. તેમણે જાણકારી આપી, ‘‘છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ તો મહારાષ્ટ્ર સ્થિત રાયગડ પર છે.’’ ત્યારે તેમણે કહ્યું, ‘‘મારે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે નતમસ્તક થવું છે ! જેમની પ્રેરણાથી અમે અમેરિકા જેવા મહા શક્તિશાળી રાષ્ટ્રને પરાભૂત કરી શક્યા, તેમની સમાધિ પર નતમસ્તક થયા વિના હું મારા દેશમાં પાછી ફરી જ શકું નહીં.’’
પોતાના દેશમાં પણ શિવાજી મહારાજનો
જન્મ થાય, એવી ઇચ્છા ધરાવનારાં વિએતનામનાં પરરાષ્ટ્રમંત્રી !
વિએતનામનાં આ પરરાષ્ટ્રમંત્રી રાયગડ પર આવ્યાં. તેમણે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિનાં દર્શન લીધાં. તેમણે રાયગડ પરની માટી મૂઠીમાં લીધી અને તે ઘણા ભક્તિભાવથી પોતાની થેલીમાં સુરક્ષિત મૂકી. એટલું જ નહીં, જ્યારે તેમણે તે તે માટીથી કપાળ પર તિલક કર્યું. જાણે કેમ તેમણે આ પવિત્ર માટીનો પોતાના લલાટે કંકુ-ચાંલ્લો જ ન કર્યો હોય ! તેમની આ અવસ્થા જોઈને વિદેશ મંત્રાલયના અધિકારી કેવળ આશ્ચર્યચકિત જ નહીં, જ્યારે ભાવનાશીલ બની ગયા.
પત્રકારોએ અને ત્યાં ઉપસ્થિત મહત્વના કેટલાક લોકોએ તેમને આ સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું, ‘‘આ શૂરવીરોના દેશની માટી છે. આ માટીમાં જ શિવાજી મહારાજ જેવા મહાન રાજાનો જન્મ થયો હતો. હવે અહીંથી ગયા પછી આ માટી હું વિએતનામની માટીમાં ભેળવી દઈશ. તેને કારણે અમારા દેશમાં પણ આવા શૂરવીર નાયકનો જન્મ થશે.’’ આ બનાવને ઘણાં વર્ષો વીતી ગયાં. તાજેતરમાં જ ‘સશક્ત ભારત’ નામક એક નિયતકાલિકના નવેંબર ૨૦૧૩ના અંકમાં આ બનાવની વિગતવાર જાણકારી છાપવામાં આવી છે.
છત્રપતિ શિવાજી મહારાજના ‘હાથતાળી
દઈ નાસી જવાના’ દાવપેચનો પૂરેપૂરો લાભ
લઈને અમેરિકાને નમાવનારો નાનકડો દેશ વિએતનામ !
દક્ષિણ પૂર્વમાં આવેલો નાનકડો દેશ તેની સ્વતંત્રતા માટે વર્ષો સુધી અણ્વસ્ત્ર સજ્જ, જગતના સૌથી શક્તિશાળી રાષ્ટ્રો સાથે લઢતો રહ્યો અને કેવળ છત્રપતિની પ્રેરણાથી જીતી પણ ગયો. અમેરિકા દ્વિતીય મહાયુદ્ધમાં જાગતિક વિજયી રાષ્ટ્ર હતું; પણ અમેરિકાની બળશાળી સેનાને તેમના પર ક્યારે, ક્યાં અને કેવી રીતે વિએતનામ આક્રમણ કરતો હતો, તે જ સમજાતું નહીં.
આક્રમણ થતાં જ વિએતનામી સૈનિકો ગાઢ જંગલમાં ક્યાં, કેવી રીતે છૂપાઈ જતાં એ અમેરિકન સૈન્યને ક્યારે પણ સમજાયું નહીં. વિએતનામનું વિભાજન કરવાનું અમેરિકાનું સ્વપ્ન ક્યારે પણ પૂર્ણ થઈ શક્યું નહીં. છત્રપતિએ પણ આવી જ રીતે કૂટનીતિથી મોગલોને પરાસ્ત કર્યા હતા. વિએતનામી યોદ્ધાઓએ પણ એ જ દાવપેચ શીખી લીધા. ખરૂં જોતાં અમેરિકા પાસે અતિશય સંવેદનશીલ યંત્રો હતા. જે વિસ્તારમાં માનવી મૂત્ર હોય, તે ભાગમાં આ યંત્રના દીવા પ્રજ્વલિત થતા. વિએતનામી સૈનિકો ક્યાં છૂપાયા છે, તેની તપાસ કરીને બરાબર ત્યાં જ બૉંબહુમલા કરવાથી વિએતનામી સૈનિકો મરવા લાગ્યા.
ત્યારે ફરીવાર શિવાજી મહારાજજીની કૂટરણનીતિનો તેમને ઉપયોગ થયો. તેમણે માટીના વાસણમાં મૂત્ર ભેગું કરીને વાસણને વૃક્ષ પર ટાંગવાનું ચાલુ કર્યું. પરિણામે, અમેરિકન યંત્રોને પ્રત્યેક ભાગમાં સૈનિકો જ હોવાના સિગ્નલ મળવા લાગ્યા. પછી અમેરિકાએ તેમને પકડવા માટે માકડનો ઉપયોગ કર્યો. માકડ લોહીની ખેંચથી માણસની દિશામાં ક્રમણ કરતા હોય છે; પણ વિએતનામી સૈનિકોએ ગૅસનો ઉપયોગ કરીને આ બધા માકડ મારી નાખ્યા. આવી અસંખ્ય કાર્યવાહીઓ અમેરિકાએ ચતુરાઈથી કરી; પણ વિએતનામી સૈનિકોએ છત્રપતિના દાવપેચ રમીને સરસાઈ મેળવી.
અંતે અમેરિકાને ધ્યાનમાં આવ્યું કે, આપણો અણુબૉંબ આ સ્વતંત્રતાની હોડમાં ઊતરેલા યોદ્ધાઓનો જોશ ભાંગી શકશે નહીં. અંતમાં અમેરિકાને આ કાર્યવાહી રોકવી પડી. આ કૂટ-રણનીતિ વિશે યુદ્ધ પત્રકાર મિલિંદ ગાડગીળએ એક રંજક પુસ્તક લખ્યું છે. છત્રપતિના માવળા અને વિએતનામી સૈનિકોની યુદ્ધનીતિ સરખી જ છે. તેમણે એ માટે છત્રપતિ દ્વારા પ્રેરણા લીધી અને વિજયી થયા, આ આપણા દેશ માટે અતિશય ગૌરવ કરવા જેવી બાબત નથી ?