થાણા (મહારાષ્ટ્ર) ખાતેના સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસ દ્વારા નવરાત્રિના સમયગાળામાં રામનાથી (ગોવા) સ્થિત સનાતનના આશ્રમમાં શાસ્ત્રીય સંગીતના વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા.
નવરાત્રિનો સમયગાળો હોવાથી આ સમયે શ્રી. ચિટનીસે શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોમાં દેવીમાતાના ‘ૐ ઐં હ્રિં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચૈ ।’ આ મંત્રજપનું ગાયન કર્યું. ‘વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રનું સાંભળનારના કુંડલિનીચક્રો પર, તેમજ સુષુમ્ણા, ઇડા અને પિંગળા આ નાડીઓ પર સૂક્ષ્મમાંથી શું પરિણામ થાય છે’, તેનું અભ્યાસાત્મક સુંદર વિવેચન સનાતનના સંત પૂ. (ડૉ.) મુકુલ ગાડગીળે કર્યું છે. નીચે આપેલા વિવેચન પરથી શાસ્ત્રીય સંગીતનું માનવીના જીવનમાંનું મહત્ત્વ ધ્યાનમાં આવશે.
૧ અ. ભૈરવ રાગમાં ગાયેલો દેવીનો મંત્રજપ
૧ અ ૧. આરંભમાં મારી સૂર્યનાડી કાર્યરત હતી.
૧ અ ૨. ભૈરવ રાગમાં ગાયેલા દેવીના મંત્રજપમાંની ઠંડક અને શક્તિનાં મિશ્ર સ્પંદનો મણિપૂરચક્રથી પગ સુધી જણાવવા
આ રાગમાં દેવીના મંત્રજપનો આરંભ થયા પછી મને મારા મણિપૂરચક્ર પર ઠંડક અને શક્તિનાં મિશ્ર સ્પંદનો જણાવા લાગ્યા. તે સ્પંદનો આગળ પગ સુધી પહોંચ્યા.
૧ અ ૩. મારી સુષુમ્ણા નાડી કાર્યરત થઈ.
૧ અ ૪. ‘વચલી આંગળીની ટોચ સાથે અંગૂઠાની ટોચ જોડવી’, આ તેજતત્ત્વની મુદ્રા કરવા લાગ્યા પછી ભૈરવ રાગમાંના દેવીના મંત્રજપનાં સ્પંદનો શરીરમાં મણિપૂરચક્રથી માથા સુધી વેગથી ફેલાવવા
દેવીના મંત્રજપનું મણિપૂરચક્રથી પગ સુધી જણાવનારું પરિણામ આગળ શરીરમાં હજી ક્યાંય પણ જણાતું નહોતું; તેથી મેં મંત્રજપને પૂરક એવી હાથની આંગળીઓની મુદ્રા શોધી ત્યારે તે ‘વચલી આંગળીની ટોચ સાથે અંગૂઠાની ટોચ જોડવી’, આ તેજતત્ત્વની મુદ્રા આવી. આ મુદ્રા કરવા લાગ્યા પછી દેવીના મંત્રજપનાં સ્પંદનો શરીરમાં મણિપૂરચક્રથી છાતી અને માથામાં વેગથી ફેલાયા. મુદ્રા કરવાથી સ્પંદનોને વેગ પ્રાપ્ત થયો.
૧ અ ૫. મંત્રજપ ગાવાની ઝડપ ધીમી રાખી ત્યારે શક્તિનાં સ્પંદનોનો પ્રવાહ પહોળો અને તારક સ્વરૂપનો જણાવવો, જ્યારે વેગથી ગાતી વેળાએ શક્તિનાં સ્પંદનોનો પ્રવાહ સાંકડો અને મારક સ્વરૂપનો જણાવવો
મંત્રજપ ધીમેથી ગાવો અને વેગથી ગાવો, એમાં આગળ જણાવ્યા પ્રમાણે ફેર ધ્યાનમાં આવ્યો – ‘મંત્રજપ ધીમી ગતિથી ગાતી વેળાએ શક્તિનાં સ્પંદનોનો પ્રવાહ મોટો એટલે જ કે પહોળો અને તારક સ્વરૂપનો જણાયો. મંત્રજપ વેગથી ગાતી વેળાએ શક્તિનાં સ્પંદનોનો પ્રવાહ સાંકડો અને મારક સ્વરૂપનો જણાયો. સૂક્ષ્મ યુદ્ધ સમયે અચૂક પ્રહાર કરવા માટે મંત્રજપ વેગથી ગાવાનું આવશ્યક છે.’
૧ અ ૬. ભૈરવ રાગમાં ગાયેલા દેવીના મંત્રજપને કારણે નાડીના ધબકારા ઓછા થવા; પણ લોહીનું દબાણ તેટલું જ રહેવા પાછળનું શાસ્ત્ર
આ રાગમાં દેવીના મંત્રજપ ગાયનનો આરંભ થવા પહેલાં મારા નાડીના ધબકારા ૬૫ હતા. મંત્રજપ સાંભળ્યા પછી તે ૫૯ થયા. તે જ રીતે લોહીનું દબાણ પણ માપ્યું. આરંભમાં તે ૧૦૫/૬૩ (mm Hg) હતું અને પછી તે ૧૦૪/૬૮ (mm Hg) થયું. ભૈરવ રાગમાં દેવીનો મંત્રજપ ગાવાથી સુષુમ્ણા નાડી કાર્યરત થવાથી નાડીના ધબકારા ઓછા થયા; પણ ભૈરવ રાગના સ્પંદનો ‘મણિપૂરચક્રથી પગ’ આ રીતે શરીરના નીચેના ભાગમાં પરિણામ કરતા હોવાથી તે સ્પંદનોનું પરિણામ લોહીના દબાણ પર થયું નહીં.
૧ આ. સોહની રાગમાં ગાયેલો દેવીનો મંત્રજપ
૧ આ ૧. આરંભમાં મારી ચંદ્રનાડી કાર્યરત હતી.
૧ આ ૨. આ રાગ મોટાભાગે તાર સપ્તકમાં ગાવામાં આવતો હોવાથી તે રાગમાં દેવીના મંત્રજપની શક્તિનાં સ્પંદનો વિશુદ્ધ અને આજ્ઞા ચક્રો પર જણાવવા
આ રાગમાં દેવીના મંત્રજપ ગાવાનો આરંભ થયા પછી મને મારા વિશુદ્ધ અને આજ્ઞા ચક્રો પર શક્તિનાં સ્પંદનો જણાવવા લાગ્યા. સોહની રાગ મોટાભાગે તાર સપ્તકમાં ગાવામાં આવે છે. તાર સપ્તકના સ્વર અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર આ ઉપરના ચક્રો પર પરિણામ કરે છે, જ્યારે મંદ સપ્તકના સ્વર મણિપૂર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર આ નીચે આવેલા ચક્રો પર પરિણામ કરે છે.
૧ આ ૩. મારી ચંદ્રનાડી પલટાઈને સૂર્યનાડી કાર્યરત થઈ.
૧ આ ૪. ‘વચલી આંગળીની ટોચ સાથે અંગૂઠાની ટોચ જોડવી’, આ તેજતત્ત્વની મુદ્રા કરવા લાગ્યા પછી સોહની રાગમાં ગાયેલા દેવીના મંત્રજપના સ્પંદનો શરીરમાં નીચે સુધી ફેલાવવા
આ રાગમાં દેવીના ગાયેલા મંત્રજપ માટે હાથની આંગળીઓની પૂરક મુદ્રા શોધી ત્યારે તે ‘વચલી આંગળીની ટોચ સાથે અંગૂઠાની ટોચ જોડવી’, આ તેજતત્ત્વની મુદ્રા આવી. બન્ને હાથથી તે મુદ્રા કરવા લાગ્યા પછી દેવીના મંત્રજપનાં સ્પંદનો શરીરમાં નીચે સુધી ફેલાયા.
૧ આ ૫. આ રાગમાં દેવીનો મંત્રજપ દ્રૂત ગતિથી ગાવા લાગ્યા પછી તે મંત્રજપને પૂરક રહેલી તેજતત્વની સગુણ સ્તર પરની મુદ્રા પાલટીને સગુણ-નિર્ગુણ સ્તર પરની મુદ્રા આવવી અને તેનાથી વધારે દ્રૂત ગતિથી મંત્રજપ ગાવાથી નિર્ગુણ-સગુણ સ્તર પરની મુદ્રા આવવી
અનુ.ક્ર. | તેજતત્વની મુદ્રા | મંત્રજપનો વેગ | સગુણ-નિર્ગુણ સ્તર |
1 | વચલી આંગળીની ટોચ સાથે અંગૂઠાની ટોચ જોડવી | સર્વસામાન્ય | સગુણ |
2 | વચલી આંગળીના મૂળ સાથે અંગૂઠાની ટોચ જોડવી | દ્રૂત | સગુણ-નિર્ગુણ |
3 | વચલી આંગળીની ટોચ હથેળી પર ટેકવવી | વધારે દ્રૂત | નિર્ગુણ-સગુણ |
૧ આ ૬. સોહની રાગમાં ગાયેલા દેવીના મંત્રજપનું પરિણામ વાતાવરણ પર પણ થતું હોવાનું જણાયું.
૧ આ ૭. સોહની રાગમાં ગાયેલા મંત્રજપમાંથી નિર્માણ થયેલા શક્તિનાં સ્પંદનોને કારણે નાડીના ધબકારા અને લોહીનું દબાણ થોડું વધવું
સોહની રાગમાં ગાયેલા દેવીના મંત્રજપ ગાયનનો આરંભ થવા પહેલાં મારી નાડીના ધબકારા ૬૧ હતા. મંત્રજપ સાંભળ્યા પછી તે ૬૩ થયા. તેવી જ રીતે લોહીનું દબાણ પણ માપ્યું. આરંભમાં તે ૧૦૪/૬૮ (mm Hg) હતું અને ત્યાર પછી વધીને તે ૧૨૩/૭૩ (mm Hg) થયું. આ મંત્રજપમાં રહેલી શક્તિનું પરિણામ હતું.