ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્યપ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રત પાછળનો ઇતિહાસ અને ઉત્સવ ઊજવવાની પદ્ધતિ વિશે સદર લેખ દ્વારા જાણી લઈએ.
૧. તિથિ
ભાદરવો સુદ પક્ષ અષ્ટમી.
૨. ઇતિહાસ
પુરાણમાં એવી કથા છે કે, અસુરોના ત્રાસને કંટાળીને સર્વ સ્ત્રીઓ મહાલક્ષ્મી ગૌરીને શરણ ગયા. તેમણે તેમનું સૌભાગ્ય અક્ષય્ય કરવા વિશે તેમને પ્રાર્થના કરી. શ્રીમહાલક્ષ્મી ગૌરીએ ભાદરવો સુદ પક્ષ આઠમના દિવસે અસુરોનો સંહાર કરીને શરણ આવેલી સ્ત્રીઓના પતિઓને અને પૃથ્વી પરના પ્રાણીઓને સુખી કર્યા; તેથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવા માટે સ્ત્રીઓ જ્યેષ્ઠા ગૌરીનું વ્રત કરે છે.
૩. વ્રત કરવાની પદ્ધતિ
અ. વ્રતના ત્રણ દિવસો હોય છે. પ્રાંતભેદ અનુસાર આ વ્રત કરવાની વિવિધ પદ્ધતિઓ છે. તેમાં ધાતુની, માટીની પ્રતિમા કરીને અથવા કાગળ પર શ્રી મહાલક્ષ્મીજીનું ચિત્ર દોરીને, તો કેટલાક સ્થાનો પર નદીકાંઠના પાંચ નાના પાણા લઈને તેમનું ગૌરી તરીકે પૂજન કરવામાં આવે છે. (મહારાષ્ટ્રમાં મોટાભાગે પાંચ નાના માટલાની ઉતરણ રચીને તેના પર ગૌરીનો માટીનો મુખવટો સ્થાપન કરે છે. કેટલાક ઠેકાણે સુવાસી ફૂલો ધરાવતી વનસ્પતિના રોપો અથવા જુવારાના રોપો એકત્રિત બાંધીને તેની પ્રતિમા બનાવે છે અને તેના પર માટીનો મુખવટો ચડાવે છે. તે મૂર્તિને સાડી પહેરાવીને અલંકારોથી શણગારે છે. – આ એક રૂઢિ છે.)
આ. ગૌરીની સ્થાપના થયા પછી બીજા દિવસે તેમની પૂજા કરીને નૈવૈદ્ય ધરાવે છે.
ઇ. ત્રીજા દિવસે ગૌરીનું નદીમાં વિસર્જન કરે છે અને પાછા ફરતી વેળાએ નદીકાંઠની થોડી રેતી અથવા માટી ઘેર લાવીને સંપૂર્ણ ઘરમાં છાંટે છે.’
૪. અશૌચ (આભડછેટ) હોય, તો ગોરીનું આવાહન અને પૂજન કરવું નહીં
ભાદરવા મહિનાના મહાલક્ષ્મીજી (ગૌરી સમયે) અશૌચ હોય, તો ગૌરીનું આવાહન અને પૂજન કરવું નહીં. અશૌચને કારણે ત્યારે ગૌરીપૂજન કરવાનું ન ફાવે તો કેટલાક જણ આગળ આસો માસમાં ગૌરીપૂજન કરે છે, પણ તેમ કરવું નહીં. આવા સમયે તેનો લોપ કરવો (અર્થાત્ તે ન કરવું) યોગ્ય થશે.
૫. દોરક ગ્રહણ
અ. ‘જ્યેષ્ઠા ગૌરીની પૂજા સમયે દોરક મૂકીને વિસર્જન પછી તે દોરક લેવામાં આવે છે. દોરક એટલે હાથે કાંતેલા સુતરના સોળ પડ હળદરમાં પલાળીને રંગેલું સૂત્ર છે. સોળ સંખ્યા લક્ષ્મીજી સાથે સંબંધિત હોવાથી દોરકમાં પણ સોળ પડ હોય છે.
આ. આ દોરક અત્યંત શુભકારી અને લક્ષ્મીજીની પ્રાપ્તિ કરાવી આપનારો હોય છે. કેટલાક પ્રાંતોમાં પુરુષો પણ પોતાના હાથમાં સદર દોરક ધારણ કરે છે. કેટલાક લોકો આ દોરક તેમના ધનકોશમાં (તિજોરીમાં), અનાજ-કોઠારમાં, વાસ્તુના પાયામાં અને પૂજાઘરમાં મૂકે છે.
ઇ. જ્યેષ્ઠા ગૌરીપૂજન આ એક કુળાચાર છે. તેને કારણે કોશ (ધનપ્રાપ્તિનું સાધન) અને ચૂલો (રસોડું) જુદા થાય કે તરત જ પ્રત્યેક સ્વતંત્ર કુટુંબમાં આ વ્રત કરવું ઘણું આવશ્યક હોય છે.’
(શાસ્ત્ર એવું કહે છે ! (ભાગ ૧) ત્રીજી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ : જાન્યુઆરી ૧૯૯૯. પ્રકાશિકા : સૌ. મૃણાલિની દેશપાંડે, વેદવાણી પ્રકાશન, ફૂલેવાડી, કોલ્હાપૂર, મહારાષ્ટ્ર)
૬. જ્યેષ્ઠાગૌરીનું વ્રત કરવાથી થનારી ફળપ્રાપ્તિ
૬ અ. સૌભાગ્યનું રક્ષણ થવું
ઘણીવાર સ્ત્રીઓ પોતાના સૌભાગ્યનું રક્ષણ થવા માટે શ્રી મહાલક્ષ્મીદેવીને ઉદ્દેશીને જ્યેષ્ઠાગૌરીનું વ્રત કરે છે. તેને કારણે વ્રત કરનારી સ્ત્રીઓ પર મહાલક્ષ્મીજીની કૃપા થઈને તેમના સૌભાગ્યનું રક્ષણ થાય છે.
૬ આ. ઐહિક અને પારમાર્થિક લાભ થવા
જ્યેષ્ઠાગૌરીનું વ્રત કરવાથી શ્રી ગણેશ સાથે જ રિદ્ધિ અને સિદ્ધિના કૃપાશીર્વાદનો લાભ થઈને ઐહિક દૃષ્ટિએ સમૃદ્ધિનો લાભ થાય છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિવિધ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
૬ ઇ. ગણેશતત્ત્વનો પૂર્ણ લાભ થવો
રિદ્ધિ અને સિદ્ધિ સહિત કાર્યરત રહેનારું ગણેશતત્ત્વ પૂર્ણ હોવાથી જ્યેષ્ઠાગૌરીનું વ્રત કરવાથી ઉપાસકોને ગણેશતત્ત્વનો પૂર્ણ લાભ થાય છે.
ગૌરી અને શ્રી ગણેશજીને પ્રાર્થના !
‘હે ગૌરી અને શ્રી ગણેશ, આપની કૃપાદૃષ્ટિ અખંડ રહેવા દેજો અને સહુકોઈને ધર્માચરણ તેમજ સાધના કરવાની સુબુદ્ધિ થવા દો. વ્યષ્ટિ સાધના અને હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં થનારા સ્થૂળ અને સૂક્ષ્મ સ્તર પરની અડચણો દૂર થવા દો, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.’