હૃદયરોગની શસ્‍ત્રક્રિયામાં ગાયત્રીમંત્ર અને ૐકારના વિશ્‍વવ્‍યાપી ચમત્‍કારી પરિણામોનાં કેટલાંક ઉદાહરણો

ગાયત્રીમંત્ર સાંભળવાથી હૃદયના ધબકારાં નિયમિત થવા

‘દેહલીના પ્રસિદ્ધ સર્જન ડૉ. પી. કે. ચોબે રુગ્‍ણોને ગાયત્રીમંત્રની ધ્‍વનિફીત સંભળાવવાના પરિણામ કથન કરે છે, ‘અમે શલ્‍યચિકિત્‍સા ગૃહમાં ગાયત્રીમંત્રની ધ્‍વનિફીત મધ્‍યમ અવાજમાં મૂકીને તે રુગ્‍ણોને સંભળાવીએ છીએ. તેમજ એકાદ રુગ્‍ણને બેભાન કરવા પહેલાં તે જો અસ્‍વસ્‍થ હોય, તો તેને ધ્‍વનિફીત સંભળાવવા માટે કાનને લગાડવાનું ઉપકરણ (હેડફોન) લગાડીને ગાયત્રીમંત્ર સંભળાવીએ છીએ. તેને કારણે રુગ્‍ણના હૃદયના ધબકારાંનો વેગ પ્રત્‍યેક મિનિટે જો ૧૩૦ થી ૧૪૦ વધી ગયો હોય, તો થોડી મિનિટોમાં જ ૭૦ થી ૮૦ની પૂર્વસ્‍થિતિએ આવે છે. આ પરિણામ હૃદયના ધબકારાં માપવાના યંત્ર દ્વારા જોઈ શકાય છે.’ – ટાઇમ્‍સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)

શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં ‘ૐ’નું ઉચ્‍ચારણ કરવાથી લાભ થવો

દેહલી સ્‍થિત એસ્‍કૉર્ટ હૃદય સંસ્‍થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્‍ણની હૃદયરોગની શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્‍ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્‍સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)

હૃદયરોગની શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં રુગ્‍ણો દ્વારા ‘ૐ’નું ઉચ્‍ચારણ કરાવી લેનારી ન્‍યૂયૉર્ક સ્‍થિત ‘કોલંબિયા પ્રેસ્‍બિટેરિયન હાર્ટ ઇન્‍સ્‍ટિટ્યૂટ’

‘ટાઇમ’ વૃત્તપત્ર અનુસાર ન્‍યૂયૉર્ક સ્‍થિત પ્રેસ્‍બિટેરિયન વૈજ્ઞાનિક સંસ્‍થામાં હૃદયરોગની શસ્‍ત્રક્રિયા માટે આવેલા વધારેમાં વધારે રુગ્‍ણો દ્વારા શસ્‍ત્રક્રિયા પહેલાં ડૉક્‌ટર ‘ૐ’નું ઉચ્‍ચારણ કરાવી લે છે. તેના અનેક લાભદાયી પરિણામ જોવા મળ્‍યા છે. ‘કોલંબિયા પ્રેસ્‍બિટેરિયન હાર્ટ ઇન્‍સ્‍ટિટ્યૂટ’ના સંચાલક (નિર્દેશક) ડૉક્‌ટર મેહમત ઓજનું કહેવું છે, ‘મારું શિક્ષણ ભલે પશ્‍ચિમી વિજ્ઞાન અનુસાર થયું હોય, તેમ છતાં કોઈપણ શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં દરદીની માનસિક તૈયારી માટે અને પછી તેના આરોગ્‍યમાં સુધાર થવા માટે ધ્‍યાનયોગમાંની કેટલીક બાબતોનો હું ઉપયોગ કરું છું. તેનું કારણ એમ છે કે, તેના લાભદાયક પરિણામોનો અનુભવ દરદીઓને થયો છે.’

Leave a Comment