‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી. આનાથી ઊલટું આયુર્વેદ રોગીની પ્રકૃતિ, તેનામાં સ્થિત વાયુ, પિત્ત અને કફ દોષોની સ્થિતિ, વય, પચનશક્તિ, મનની સ્થિતિ, રુચિ-અરુચિ, રોગ માટે કારણીભૂત આહાર ઇત્યાદિ પરિબળો, દેહમાં ઋતુ અનુસાર થનારા પાલટ, રોગની અવસ્થા, રોગી અને વ્યાધિનું બળ, રોગી અને રોગના જન્મ સમયની ભૌગોલિક પરિસ્થિતિ, રોગીનું પ્રારબ્ધ ઇત્યાદિ પરિબળોનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવાનું શીખવે છે. આયુર્વેદમાં રહેલા અગાધ જ્ઞાન સામે ઍલોપૅથી તેની સરખામણીમાં બાલમંદિર પ્રમાણે લાગે છે. હિંદુ રાષ્ટ્રમાં આયુર્વેદ જ મુખ્ય ઉપચાર પદ્ધતિ હશે.’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
સ્વાસ્થ્ય !
આપણું શરીર અને મન આરોગ્યસંપન્ન રાખવું એ માનવીનો ધર્મ છે. સ્વસ્થતા, તેમજ દિનચર્યા અને ઋતુચર્યાના નિયમોનું પાલન કરવાથી શરીર સદૃઢ અને આરોગ્યસંપન્ન રહે છે; પરંતુ જ્યારે જીવનદાતાની જીવનશક્તિ સહકાર આપે ત્યારે જ વૈદ્યકીય ઉપચાર યશસ્વી થઈને રોગ મટી જાય છે !
શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક સ્વાસ્થ્ય એટલે સુખસંવેદના અનુભવ કરવાની અવસ્થા અર્થાત્ આરોગ્ય. સુદૃઢ, બળશાળી બાંધો ધરાવતું ભરાવદાર શરીર, તેજસ્વી આંખો, કાંતિમાન ત્વચા, કાંતિયુક્ત વાળ, સારી ભૂખ, શાંત ઊંઘ, નાડી, શ્વાસ, પેશાબ, શૌચ, સાંધાની હિલચાલ, અન્ય સર્વ અવયવો અને સર્વ ઇંદ્રિયોનાં કાર્યો વ્યવસ્થિત અને સુલભતાથી થાય, એ શારીરિક સ્વાસ્થ્યના લક્ષણો છે.
મનમાં કોઈપણ દુ:ખ કે તણાવ ન હોવા, કામ-ક્રોધ ઇત્યાદિ ષડ્રિપુઓ નિયંત્રણમાં હોવા, કર્તવ્યદક્ષ હોવું, પ્રત્યેક કૃતિ કુશળતાથી અને ઉત્સાહથી કરવી એ માનસિક સ્વાસ્થ્યના લક્ષણો છે. નિરંતર સચ્ચિદાનંદ સ્વરૂપમાં રહેવું, તે માટે સ્વાર્થ અને આસક્તિ ત્યજીને નિષ્કામ બુદ્ધિથી ભગવદ્ભક્તિ કરવી અને તેના ઠામે સંતોષી હોવું તેને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કહે છે.
આપણે સમાજમાંનું એક પરિબળ છીએ અને જો સમાજ સુખી હશે, તો જ આપણે સુખી રહી શકીએ તે માટે અન્યો માટે મંડી પડવાની મનોવૃત્તિ હોવી, સહુકોઈ વિશે પ્રેમ, ક્ષમાશીલતા, સમાજકાર્ય માટે સમય ફાળવવો, આ કારણોને લીધે સમાજ સ્વાસ્થ્ય ટકી શકે છે. કેવળ રોગોથી જ નહીં, જ્યારે ભવરોગમાંથી અર્થાત્ જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્ત કરીને માનવીને દુ:ખથી કાયમસ્વરૂપે મુક્ત કરવા અને મોક્ષપ્રાપ્તિ કરાવી આપવી એ જ આયુર્વેદનું અંતિમ ધ્યેય છે.
રોગ : પાપનું ફળ !
ક્યારેક ઘણા રોગ ગતજન્મનાં પાપકર્મો તરીકે જીવે ભોગવવા પડે છે, એવું ધર્મગ્રંથોમાં લખ્યું છે. પાપકર્મોનું દુ:ખ ભોગવવું પડે નહીં એ માટે પ્રત્યેકે નીતિ અને ધર્મથી શા માટે વર્તવું જોઈએ, આ સૂત્રની ગંભીરતા ધ્યાનમાં આવે તે માટે નિમ્નાંકિત ઉદાહરણો જોઈશું.
રોગ | પાપ |
જન્મત: મોઢાને દુર્ગંધ આવવી | ભક્તોની નિંદા કરવી |
મુખરોગ, મોઢામાં સ્વાદ ન રહેવો | બ્રાહ્મણના ભોજનને હસવું |
દાંત પડી જવા | સાધુની નિંદા કરવી |
તોતડું હોવું | માતા, પિતા, સંત અથવા ગુરુની નિર્ભત્સના કરવી |
અર્ધાંગવાયુ (પક્ષઘાત) | અપરાધવિના પત્નીની પજવણી કરવી |
હૃદયરોગ | અન્યોના વર્મ વિશે હંમેશાં ટીકા કરવી |
કમળો | અન્યોની માનહાનિ કરવી |
કુષ્ઠરોગ | વ્યભિચાર (અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવા) |
આ સૂચિ ઘણી લાંબી છે. શ્રીગુરુચરિત્રમાં પણ આ જન્મનાં પાપોને કારણે આગળ માનવી અથવા પ્રાણી યોનિમાંના જન્મમાં ભોગવવું પડે તેવું ફળ આપ્યું છે.