ચા-સંસ્કૃતિની નિર્મિતિ થવી
આ પીણું ભારતીય નથી, પણ અંગ્રેજોએ ચા-સંસ્કૃતિ લાવીને તેનું વાવેતર અહીં ખેડ્યું અને તે જ સમયે તેનો પ્રસાર કર્યો. આ પીણું સારું ન હોવા છતાં પણ અન્ય અસાધારણ પીણાંની તુલનામાં ચાની પસંદ જનમાનસમાં તેની છાપ ઉમટાવીને નિર્માણ કરવામાં આવી. પછી આપણને તેનું વ્યસન લગાડવામાં આવ્યું અને અન્ય અસાધારણ પીણાંની તુલનામાં ચાની પસંદ નિર્માણ થયી
ચાનાં માધ્યમ દ્વારા રજ-તમ વધવો !
ચા તો બધાયને ભાવતું પીણું છે. કેટલાકને ચા સિવાય ચેન પડતું નથી. તેમને જમવાનું ન મળે, તો પણ ચાલે; પણ ચા તો જોઈએ જ. કેટલાકને તેમના ચોક્કસ સમયે ચા જોઈએ. જો ચા ન મળે, તો તેમને અસ્વસ્થ જણાય છે અને ચા પીધા પછીજ તેમનું કામ ફરીથી ચાલુ થાય છે. અતિશય ચા પીવાથી થનારા તોટા પણ અનુભવેલા હોય છે; છતાં પણ ચા તો જોઈએ જ. ચા પીવાનું એકાદ વ્યસન પ્રમાણે હોય છે અને છૂટતું નથી. એકાદ વાત માટે આટલો ચસકો લાગવો, આ તો અસામાન્ય વાત છે. તેમ જ આ પીણાંમાં વિશિષ્ટ એવો કાંઈ સ્વાદ છે, એમ પણ નથી. એકાદ સ્વાદિષ્ટ રહેલો પદાર્થ પણ આપણે મર્યાદામાં રહીને જ ખાઈએ છીએ. આપણે સમાધાની હોઈએ છીએ. આનું કારણ એટલે હિંદુ પાક-કલા પરિપૂર્ણ છે. આપણે ત્યાં રહેલા સાત્ત્વિક પદાર્થો સ્વાદિષ્ટ હોય છે અને થોડોક ખાવા છતાં પણ સમાધાન આપે છે. આનાથી ઊલટું રાજસિક અને તામસિક પદાર્થો ઇચ્છા જાગૃત કરનારા છે અને તે વિશેનાં વિચારો ફરીફરીને મનમાં આવે છે. આમાંજ કાંઈક ગૂઢ છે; પણ તે આપણી બુદ્ધિને સમજાતું નથી.
ચા-કૉફીનાં દુષ્પરિણામ : ‘ચા અને કૉફીમાં દસ પ્રકારના ઝેર હોય છે.
૧. ‘ટૅનિન’ નામનું ઝેર ૧૮ ટકા હોય છે. તે પેટમાં છિદ્ર અને વાયુ ઉત્પન્ન કરે છે.
૨. ‘થિન’ નામક ઝેર ૩ ટકા હોય છે. તેથી ગાંડપણ થાય છે. તેમ જ આ ઝેર ફેફસા અને મગજમાં ભારેપણું નિર્માણ કરે છે.
૩. ‘કૅફિન’ નામક ઝેર ૨.૭૫ ટકા હોય છે. તેનાથી કિડની દુર્બળ બને છે.
૪. ‘વૉલાટાઇલ’ નામક ઝેરનો આંતરડા પર હાનિકારક પરિણામ થાય છે.
૫. ‘કાર્બોનિક આમ્લ’ દ્વારા આમ્લપિત્ત (ઍસિડિટી) વધે છે.
૬. ‘પૅમિન’ને કારણે પચનશક્તિ દુર્બળ બને છે.
૭. ‘ઍરોમોલીક’નો આંતરડા પર હાનીકારક પ્રભાવ પડે છે.
૮. ‘સાયનોજન’ અનિદ્રા અને પક્ષાઘાત જેવા ભયંકર રોગ ઉત્પન્ન કરે છે.
૯. ‘ઑક્સેલિક આમ્લ’ શરીર માટે અત્યંત હાનિકારક ઠરે છે.
૧૦. ‘સ્ટિનાયલ’ રક્તવિકાર અને નપુંસકતા નિર્માણ કરે છે.
કૃત્રિમ ઠંડા પીણાંના દુષ્પરિણામ
૧. કૃત્રિમ ઠંડા પીણાંનું ‘પી એચ’ સામાન્ય રીતે ૩.૪ હોય છે. તેથી દાંત અને હાડકાં દુર્બળ બને છે. માનવી આયખાંના આશરે ૩૦ વર્ષો પૂરા થઈ ગયા પછી આપણાં શરીરમાંની હાડકાંના નિર્મિતિની પ્રક્રિયા બંધ થાય છે. ત્યાર પછી ખાવાના પદાર્થોમાં રહેલા આમ્લતાનાં પ્રમાણ અનુસાર હાડકાં દુર્બળ થવાનો પ્રારંભ થાય છે.
૨. વ્યક્તિના પચનશક્તિ પર વિપરિત પરિણામ થવો : સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો, આ પીણાંઓમાં જીવનસત્ત્વ અથવા ખનિજપદાર્થો જરાપણ હોતા નથી. આમાં સાકર, કાર્બોલિક આમ્લ, તેમજ અન્ય રસાયણો જ હોય છે. આપણાં શરીરનું તાપમાન સામાન્ય રીતે ૩૭ અંશ (ડિગ્રી) તાપાંશ (સેલ્સિયસ) હોય છે, જ્યારે એકાદ ઠંડાપીણાંનું તાપમાન તેનાં કરતાં પણ ઓછું, એટલે શૂન્ય અંશ (ડિગ્રી) તાપાંશ (સેલ્સિયસ) સુધી પણ હોય છે. શરીરનું તાપમાન અને પીણાંનું તાપમાન આમાં રહેલી વિષમતા વ્યક્તિની પચનશક્તિ પર વિપરિત પ્રભાવ પાડે છે. પરિણામે વ્યક્તિએ ખાધેલા ભોજનનું અપચન થાય છે. તેથી વાયુ અને દુર્ગંધ નિર્માણ થઈને તે દાંતમાં ફેલાય છે અને અનેક રોગનો જન્મ થાય છે.’
એક પ્રયોગનો નિષ્કર્ષ : ‘એક પ્રયોગમાં એક તૂટેલો દાંત આવા જ એક પીણાંની શીશીમાં નાખીને બંધ કરવામાં આવ્યો. ૧૦ દિવસો પછી તે દાંત નિરીક્ષણ કરવા માટે કાઢવાનો હતો; પણ ત્યારે તે દાંત તેમાં નહોતોજ, એટલે કે, તે તેમાં ઓગળી ગયો હતો. ધ્યાનમાં લો, આટલો મજબૂત દાંત પણ હાનિકારક પીણાંના દુષ્પ્રભાવને કારણે ઓગળીને નષ્ટ થાય છે, તો પછી આ પદાર્થો જે ઠેકાણે પચન થવા માટે અનેક કલાકો પડી રહે છે, તે નાજુક અને કોમળ આંતરડાના કેવા હાલ થતા હશે ?’ (હિન્દવી, ૧૧.૪.૨૦૧૦)
ફળોનો રસ
૧. ફળોમાં ભૂમિમાંથી પૃથ્વીતત્ત્વ, સૂર્યપ્રકાશ દ્વારા તેજતત્ત્વ અને મૂળ દ્વારા ગ્રહણ થનારા પાણીમાંથી આપતત્ત્વ ગ્રહણ થાય છે. ફળો નૈસર્ગિક હોવાથી તેમાં ચૈતન્ય ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે.
૨. ફળોના રસમાં પ્રાણશક્તિના કણ હોવાથી રસ પીનારી વ્યક્તિને પ્રાણશક્તિ મળે છે અને તેનું શરીર સદૃઢ બને છે.
મદ્યપાન
મદ્ય એટલે અન્ય અન્નપદાર્થ જેવો પદાર્થ નથી. મદ્ય મનનો તમોગુણ વધારીને વ્યક્તિને તામસિક બનાવે છે. મનુસ્મૃતિ પણ મદ્યપાનને મહાપાપ હોવાનું કહે છે.
મદ્યસેવનનું પરિણામ
મદ્યસેવન થકી ત્વચામાં દાહ ઉત્પન્ન થયો હોવાથી તેનું સેવન કરનારા પર ઘાતક પરિણામ થવો : ‘કોઈપણ વસ્તુમાં રહેલાં પાણીનો અંશ શોષણ કરી લેવાનો ધર્મ મદ્યમાં છે. તેને લીધે મદ્ય શરીરના જે ભાગને સ્પર્શ કરે છે, ત્યાં બળતરા ઉત્પન્ન થાય છે. ક્યારેક ત્વચા દાઝી જાય છે. આના પરથી ‘પેટમાં આવેલી વધારે પડતી સંવેદનશીલ ત્વચા પર કેટલો ઘાતક પરિણામ થતો હશે’, તેની કલ્પના જ કરવી રહી.’ – હ.ભ.પ. સુધાતાઈ ધામણકર
ખાંડ અને મીઠાં કરતાં ૪૦૦૦ ગણાં વેગથી મદ્ય લોહીમાં ભળે છે : મદ્ય પ્રાશન થકી સ્પર્શ નજીવો બને છે. પોતાના હાથનો સ્પર્શ પોતાને પારકો જણાય છે. ખાંડ અને મીઠાં કરતાં ૪૦૦૦ ગણાં વેગથી મદ્ય, લોહીમાં ભળે છે, તેમ જ કર્બદ્વિપ્રણીલ વાયુ (કાર્બન ડાયઑક્સાઇડ) અને પ્રાણવાયુ કરતાં મદ્ય ૨૦૦ ગણું લોહીમાં શોષાઈ જાય છે. મદ્યના કણ પ્રત્યક્ષમાં તો આડા લંબગોળ આકારના હોય છે; પણ લોહીમાંથી વહેતી વેળાએ બે ઊભા લંબગોળ ભેગા થઈને જે આકૃતિ બને તે પ્રમાણે વહે છે.
અન્ય પરિણામો
અ. સ્પર્શ બધીર (નજીવો) બને છે.
આ. શરીર પર પરિણામ થવો
ઇ. મજ્જારજ્જુ પર પરિણામ થવો
ઈ. આંખો પર પરિણામ થવાથી તે પ્રખર પ્રકાશ જોઈ શકતી નથી; એટલા માટે મદ્યાલય (બાર) બંધ થવાનો સમય થાય ત્યારે ઘરાકને કાઢવા માટે પ્રખર પ્રકાશ ચાલુ કરે છે.
ઉ. આજ્ઞાચક્ર પર તાણ આવે છે
ઊ. સ્મૃતિકેંદ્ર પર આઘાત થાય છે. તેને લીધે જૂની સ્મૃતિઓ જાગૃત થાય છે. ‘પીધેલો માણસ ખોટું બોલતો નથી’, આ ૮૫ ટકા સાચું છે.
– સ્વામી વિદ્યાનંદ (વર્ષ ૧૯૮૮)
મદ્યપાન અને અન્ય વ્યસનોને આધીન બની ચૂકેલી આજની યુવા પેઢી !
૧. ‘હાલમાં જ પુણે સ્થિત નગરપાલિકાની પ્રાથમિક નિશાળમાં કુમળા બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી. જેમાં કુમળા બાળકો દારૂડિયા તો છે જ; પણ તેમને વેશ્યાગમનને કારણે લૈંગિક રોગ પણ થયેલા જોવા મળ્યા. આ બધા છોકરાઓ ૧૬ વર્ષની નીચેની ઉંમરના છે.
૨. ૬.૩.૬૫ના ‘સકાળ’ સમાચારપત્રમાં બ્રિટનના દારૂબાજ છોકરાની આંકડાવારી આપી છે, એમાં એવું લખ્યું છે – લંડન-બોસ્ટ્રીટ પરના એક સિનેક્લબની ઝડતી પોલીસે અચાનક રીતે વહેલી સવારે અઢી વાગે લીધી. ત્યાં ૧૮ વર્ષ કરતાં નાની ઉંમરના ૩૮૩ છોકરાઓ મદ્યપાન કરતા બેઠા હોવાનું નજરે પડ્યું. તેમાં ૧૨૯ છોકરીઓ હતી. ઘણાં છોકરાઓ ૧૬ વર્ષ કરતાં ઓછી ઉંમરના હતા. એક છોકરી ૧૪ વર્ષની હતી.
૩. શાળા અને મહાવિદ્યાલયના દારૂબાજ છોકરાઓ વ્યભિચારી હોવાનું અને તેમને કુમળી ઉંમરમાં લૈંગિક રોગ થયા હોવાનું નજરે ચડ્યું છે. પરસ્ત્રીગમન કરનારામાં દારૂ પીવાવાળા વધારે હોય છે. ઘણું કરીને ખૂની માણસો અટ્ટલ દારૂબાજ હોય છે. મારામારી કરનારાઓ પણ ઘણું કરીને દારૂબાજ હોય છે. દારૂબાજ લોકોના મનમાં પાપ, અત્યાચાર અને દુરાચાર આનો પ્રવેશ દારૂ સાથે થતો હોય છે. વિવેક એટલો બધો નષ્ટ થાય છે કે, માં-બાપ, ભાઈ-બહેન, પત્ની એટલું જ નહીં, જ્યારે પેટના પ્રેમાળ છોકરાઓ પણ દારૂબાજના ખૂની આક્રમણોમાંથી છૂટતા નથી.
યોગ્ય વ્યસન
વિદ્યાનું વ્યસન એજ સાચું વ્યસન અથવા ઈશ્વરની ભક્તિ કરવી, એ જ ખરું વ્યસન.
(મદ્યપાન અને તેનાં દુષ્પરિણામો વિશે વિગતવાર વિવેચન સનાતનનાં ‘સાત્ત્વિક આહારનું મહત્ત્વ’ આ ગ્રંથમાં કર્યું છે.)