કુંભમેળો

કુંભમેળો

હિંદુઓ ની એકતાનું પ્રતિક કુંભમેળો !

કુંભમેળો અર્થાત હિંદુઓની સૌથી મોટી ધાર્મિક યાત્રા. પ્રયાગરાજ (ઇલાહાબાદ), હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્રયંબકેશ્વર-નાસિક, આ ચાર સ્થાનો પર થનારા કુંભમેળા નિમિત્તે ધર્મ વ્યવસ્થા દ્વારા ચાર સાર્વજનિક મંચ હિંદુ સમાજને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. કુંભમેળાના આ ચાર ક્ષેત્રો ચાર દિશાઓના પ્રતિક છે. પરિવહનના આધુનિક સાધનોની શોધ થઈ તે પહેલાંથી જ કુંભમેળા લાગી રહ્યા છે. તે સમયમાં ભારતની ચાર દિશાઓમાંથી એક સ્થાન પર એકત્રિત થવું સહજ સહેલું ન હતું. તેથી આ કુંભમેળા ભારતીય એકતાનું પ્રતિક અને હિંદુ સંસ્કૃતિ અંતર્ગત સમાનતાના સૂત્ર સાબિત થયા છે. ઘણાને કુંભમેળાના સંદભમાં જાણવાની જિજ્ઞાસા રહે છે. આ ધર્મ જિજ્ઞાસાને ધ્યાનમાં રાખી, બધા માટે આ લેખ પ્રકાશિત કરી રહ્યા છીએ.

કુંભમેળાની વિશેષતાઓ

  • હિંદુઓની સાંસ્કૃતિક એકતાનો ખુલો વ્યાસપીઠ !
  • કરોડો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરનાર મેળો
  • શ્રદ્ધાળુઓ સૂધ-બૂધનું વિસ્મરણ કરાવી તેમનામાં વિરક્ત ભાવ જાગૃત કરનારી ગંગાસ્નાનની ધૂન !
  • પવિત્ર સ્નાન (રાજયોગી સ્નાન) નિમિત્તે નિકળનારી સાધુઓની સશસ્ર શોભાયાત્રા તથા શ્રદ્ધાળુઓની અસીમ ભક્તિના દર્શન !
  • કુંભમેળામાં શ્રદ્ધાળુઓની શ્રવણ ભક્તિને પ્રેરણા આપનારું ધર્મ, આધ્યાત્મ આદિ વિષયો પર સાધુ-સંતોનું અનુપમ માર્ગદર્શન
  • દિવસ-રાત ચાલનારું અન્નછત્ર અર્થાત કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે વિવિધ સંપ્રદાયો દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા !
  • અન્નછત્રના માધ્યમ દ્વારા ઉંચ-નીચના ભેદનું વિસ્મરણ કરાવનારો ભક્તોનો મેળો.

કુંભમેળાનું ધાર્મિક મહત્વ

૧. પુણ્યદાયી

  • કુંભપર્વ અત્યંત પુણ્યદાયી હોવાના કારણે તે સમયે પ્રયાગ, હરદ્ધાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્રયંબકેશ્વર-નાસિકમાં સ્નાન કરવાથી અનંત પુણ્યલાભ થાય છે. તેથી કરોડો શ્રદ્વાળુઓ અને સાધુ-સંત આ સ્થાન પર એકત્રિત થાય છે.
  • કુંભમેળાના સમયમાં અનેક દેવી-દેવતાઓ માતૃકા, યક્ષ, ગંધર્વ તથા કિન્નર પણ ભૂમંડળની કક્ષામાં કાર્યરત રહે છે. સાધના કરવાથી તે બધાના આશીર્વાદ મળે છે તથા અલ્પાવધિમાં કાર્યસિદ્ધિ થાય છે.
  • ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને ક્ષિપ્રા આ નદીઓના ક્ષેત્રમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. નદીના પુણ્યક્ષેત્રમાં વાસ કરનારા અનેક દેવતા, પુણ્યાત્મા, ઋષિ-મુનિઓ, કનિષ્ઠ ગણ આ સમયે જાગૃત રહે છે. તેથી તેમના આશીર્વાદ પણ મળી શકે છે.
  • આ કાળમાં કરવામાં આવેલ પુણ્યકર્મની સિદ્ધિ અન્ય કાળથી અનંતગણી અધિક હોય છે. આ કાળમાં કૃત્ય કર્મ માટે પૂરક હોય છે તથા કૃત્યને કર્મની સહમતી મળે છે.
  • કુંભમેળાના સમયમાં સર્વત્ર આપતત્વદર્શક પુણ્ય તરંગોનું ભ્રમણ થાય છે. તેનાથી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે તથા તેમાં ઉત્પન્ન વિચારો દ્વારા કૃત્ય પણ ફળદાયી થાય છે, અર્થાત કૃત્ય અને કર્મ બંનેની શુદ્ધિ થાય છે.

૨. પાપક્ષાલક

પવિત્ર તીર્થક્ષેત્રોમાં સ્નાન કરી પાપ ક્ષાલન થાય, તે હેતુ અનેક શ્રદ્ધાળુઓ કુંભપર્વમાં કુંભક્ષેત્રમાં સ્નાન કરે છે.

ગંગા સ્નાન

આ કુંભપર્વોમાં પ્રયાગ(ગંગા), હરિદ્વાર (ગંગા), ઉજ્જૈન (ક્ષિપ્રા) અને ત્રયંબકેશ્વર-નાસિક(ગોદાવરી) તીર્થોમાં ગંગાજી ગુપ્ત રૂપે રહે છે. કુંભપર્વમાં ગંગાસ્નાન ધાર્મિક દ્દષ્ટિએ લાભદાયી છે. તેથી શ્રદ્ધાળુ અને સંત કુંભમેળામાં સ્નાન કરે છે.

કુંભમેળા સમયે સત્પુરુષો દ્વારા ગંગાસ્નાન કરવાનું કારણ

કુંભમેળામાં સત્પુરુષો ગંગાજીમાં સ્નાન કરે છે કારણ કે તે સમયે અન્યોના સ્નાનથી અશુદ્ધ થયેલ ગંગાજી સત્પુરુષોની શક્તિથી શુદ્ધ થાય છે.

કુંભક્ષેત્ર અને ગંગા નદીનો એકબીજા સાથે સંબંધ !

યાગ તથા હરદ્વારના કુંભમેળા પ્રત્યક્ષ ગંગા નદીના તટ પર જ થાય છે. ત્રયંબકેશ્વર-નાસિકનો કુંભમેળો ગોદાવરી નદીના તટ પર થાય છે. ગૌતમઋષિ ગંગાને ગોદાવરી નામથી ત્રયંબકેશ્વર-નાસિકમાં લાવ્યા હતા. બ્રહ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ‘વિંધ્ય પર્વતના દક્ષિણમાં ગંગાનું ગૌતમી (ગોદાવરી) નામ પડ્યું છે’. ઉજ્જૈનનો કુંભમેળો ક્ષિપ્રાનદીના તટ પર થાય છે. આ ઉત્તર વાહિની પવિત્ર નદી જ્યાં પૂર્વવાહિની થાય છે, તે સમયે પ્રાચિન કાળમાં ગંગાનદી સાથે તેનો સંગમ થયો હતો. હાલમાં ત્યાં ગણેશ્વર નામક શિવલીંગ છે. આ રીતે સર્વ કુંભક્ષેત્રનો ઈતિહાસ ગંગાનદી સાથે જોડાયેલો છે.

પિતૃતર્પણ

ગંગાજીનું કાર્ય જ છે, ‘પિતૃઓને મુક્તિ આપવી’. આ કારણે કુંભપર્વમાં ગંગાસ્નાન સહિત પિતૃતર્પણ કરવાની ધર્માજ્ઞા છે. વાયુપુરાણમાં કુંભપર્વને શ્રાદ્ધકર્મ માટે ઉપયુક્ત બતાવવામાં આવેલું છે.

હિંદુઓનો વિશ્વનો સૌથી માટો ધાર્મિક મેળો

કુંભમેળો એક પ્રકારનો ધાર્મિક મેળો જ છે. કુંભમેળામાં સર્વ પંથ તથા સંપ્રદાયોના સાધુ-સંત, સત્પુરુષ તથા સિદ્ધપુરુષ સહસ્રોની સંખ્યામાં એકત્રિત થાય છે. કરોડો શ્રદ્ધાળુ પણ કુંભપર્વમાં દેવદર્શન, ગંગાસ્નાન, સાધના, દાનધર્મ, તિલતર્પણ, શ્રાદ્ધવિધિ, સંતદર્શન ઈત્યાદિ ધાર્મિક કૃત્ય કરવા માટે આવે છે. કરોડોના જનસમુહની ઉપસ્થિતિમાં સંપન્ન થનારો કુંભક્ષેત્રનો મેળો હિંદુઓનો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે.

સંતસત્સંગ

કુંભમેળામાં ભારતના વિવિધ પીઠોના શંકરાચાર્યો, ૧૩ અખાડાના સાધુ, મહામંડલેશ્વર, શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયના અનેક વિદ્વાન, સંન્યાસી, સંત-મહાત્મા એકત્રિત થાય છે. તેથી કુંભમેળાનું સ્વરૂપ અખીલ ભારતવર્ષના સંતોના સમ્મેલનની જેમ ભવ્યદિવ્ય હોય છે. કુંભમેળાના શ્રદ્ધાળુઓને સંતસત્સંગનો મોટો અવસર પ્રાપ્ત થાય છે.

(સંદર્ભ – સનાતનનો હિંદી ગ્રંથ ‘કુંભમેળાનો મહિમા અને પવિત્રતાની રક્ષા’ )

Leave a Comment