આ મહિલાઓને અન્યાય નહીં, પરંતુ તેમની સુવિધા માટે જ છે
કેરળના શબરીમલા દેવસ્થાનમાં પ્રાચીન કાળથી
૧૦ થી પ૦ વર્ષની (આ અવસ્થામાં મહિલાઓને રજોદર્શન હોય છે)
મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સંદર્ભમાં પ્રતિબંધ હોવાનું કારણ નીચે પ્રમાણે છે
અ. ભગવાન અયપ્પા ભગવાન શિવ અને શ્રી વિષ્ણુના મોહિની અવતારતત્વથી ઉત્પન્ન થયા છે. તેઓ આજીવન બહ્મચારી હતા. તેમાના બ્રહ્મચર્યનું પાલન થાય, તે માટે ત્યાં ૧૦ થી ૫૦ વર્ષની સ્ત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ. ભગવાન અયપ્પા સ્વામીનું વ્રત કરનારાને વિશિષ્ટ અવધિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. વ્રતાચરણના નિયમો અત્યંત કઠિન છે. આ અવધિ દરમ્યાન તેઓ શબરીમલા દેવસ્થાનમાં દર્શન માટે આવે છે. આવા લોકોના વ્રતાચરણમાં બાધા ન આવે, તેનુ આ પણ એક કારણ છે.
રજોકાળમાં મહિલાઓને દેવસ્થાનમાં ન જવાનું અધ્યાત્મશાસ્ત્રીય કારણ
અ. અધ્યાત્મશાસ્ત્ર સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણોના આધાર પર પ્રત્યેક ધર્મશાસ્ત્રીય કૃત્યનું વિશ્લેષણ કરે છે. અધ્યાત્મશાસ્ત્ર અનુસાર સ્ત્રીમાં માસિક ધર્મ આવે છે ત્યારે રજોગુણનું પ્રમાણ વધે છે. આવી સ્ત્રી જો સાત્વિક વ્યક્તિ, સ્થાન, વસ્તુ આદિના સંપર્કમાં આવે તો તેના રજોગુણનું પ્રમાણ અલ્પ થઈને રજ:સ્રાવ અલ્પ થવાની સંભાવના રહે છે.
એવું ન થાય; તે માટે રજ:કાળમાં દેવાલય અથવા સંતદર્શન માટે ન જવું જોઈએ. આમ કરવાથી ૩૦-૩૫ વર્ષની વયમાં જ સાત્વિકતાના કારણે રજો દર્શન બંધ થઈ શકે છે. તેનાથી તેની પ્રજનનક્ષમતા ઘટી જાય છે. સ્ત્રીમાં ઉત્તમ પ્રજોત્પાદન કરવાનું દાયિત્વ હોવાથી તેણે રજોદર્શનના નિયમોનું પાલન કરવું જોઈએ, એવો ધર્મશાસ્ત્રોનો આગ્રહ છે.
આ. મંદિરમાં દેવતાની મૂર્તિના કારણે અત્યાધિક સાત્વિકતા હોય છે અને રજોદર્શનના સમયે સ્ત્રીઓના રજોગુણમાં વૃદ્ધિ થાય છે. આવા સમયે મંદિરમાં જવાથી તે વાસ્તુમાં વિદ્યમાન મહિલાઓને સાત્વિકતા સહન થતી નથી. રજોગુણયુક્ત યુવતીઓને ઘણું કષ્ટ થાય છે. જેનામાં રજોગુણ અલ્પ છે, તેવી યુવતીઓને અલ્પ કષ્ટ થાય છે.
ઇ. હિંદુ ધર્મએ પ્રતિદિનની સાધના અંતર્ગત ભક્તિમાર્ગમાં કર્મકાંડ અને ઉપાસનાકાંડના બે અંગો બતાવ્યા છે. દેવતાપૂજન, દેવાલય દર્શન, વ્રતાચરણ, યજ્ઞ, સ્તોત્રપઠન આદિ કર્મકાંડ અંતર્ગતની સાધના છે. આ સાધના કરતી સમયે ધર્મશાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત નિયમો, ઉદા. માસિક ધર્મ, જન્મશૌચ(જન્મનું સૂતક) ઇત્યાદિનું પાલન કરવું આવશ્યક છે. નારી મુક્તિવાળા હિંદુ ધર્મને જ શા માટે લક્ષ્ય બનાવે છે ?
દેહલીના સુવિખ્યાત હજરત નિઝામુદ્દીન દરગાહ અને ત્યાંની જામા મસ્જિદમાં પણ મહિલાઓ માટે પ્રવેશ પ્રતિબંધ છે. મુંબઈના હાજી અલી દરગાહમાં જ્યાં ચાદર ચઢાવવામાં આવે છે, ત્યાં મુસલમાન મહિલાઓને પ્રવેશ નથી. આ સંદર્ભમાં કેટલીક શ્રદ્ધાળુ મહિલાઓ ન્યાયાલયમાં ગઈ, ત્યારે ન્યાયાલયે કોઈ નિર્ણય આપ્યા વિના જ કહ્યું, આ સુત્ર આપ પરસ્પર જ નિશ્ચિત કરો. આ સંદર્ભમાં નારી મુક્તિવાળા અવાજ કેમ નથી ઉઠાવતા ?
ધર્માચરણ જ સુખનું મૂળ છે
सुखस्य मूलम् धर्मः । અર્થાત સુખનું મૂળ ધર્માચરણ જ છે; તેથી ધર્મનિષ્ઠ લોકો ધર્મશાસ્ત્રનું વિધિવત આચરણ કરે છે. ધર્મનું પાલન કરવું હોય તો તેના નિયમોનું પણ પાલન કરવું જોઈએ, ત્યારે જ આધ્યાત્મિક લાભ મળે છે. મન અનુસાર કરવાથી કેવળ માનસિક સંતોષ થશે; પરંતુ તેનાથી આધ્યાત્મિક લાભ થશે નહીં.
શ્રદ્ધાળુઓનો બ્રહ્મચર્ય ભાવ જળવાઈ રહે તે માટે શબરીમલા
મંદિરમાં ૧૦ થી પ૦ વર્ષ વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ !
શબરીમલા મંદિરમાં ૧૦ થી પ૦ વર્ષ વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધની પ્રથા પ્રાચીન કાળથી ચાલી રહી છે. તેનું મૂળ કારણ આગળ આપ્યા અનુસાર છે. કેરળ રાજ્યમાં આગળ જણાવેલા પાંચ મંદિર શાસ્તા મંદિરના રૂપમાં ઓળખાય છે. તેમાંના પ્રત્યેક મંદિરમાં દેવતાને વિશિષ્ટ ભાવથી પૂજવામાં આવે છે.
૧. કુલત્થપુલા મંદિરમાં બાળક – ભાવથી પૂજા કરવામાં આવે છે.
૨. આર્યનકાવ મંદિરમાં યુવક ભાવથી પૂજા કરવામાં આવે છે.
૩. ઈચન્કોઇલ મંદિર માં શાસ્તાની પત્નીઓ પૂર્ણા અને પુષ્કલા સહિત પૂજા કરવામાં આવે છે.
૪. ઇરૂમેલી મંદિરમાં ક્ષાત્રભાવથી પૂજા કરવામાં આવે છે.
૫. શબરીમલા મંદિરમાં અય્યપ્પાના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
‘શાસ્તા’ શબ્દ સંસ્કૃત ધાતુ ‘શાસ્ત્ર’ , અર્થાત નિયમ પરથી આવ્યો છે. ‘ધર્મશાસ્તા’ , અર્થાત ‘ધર્મથી શાસન કરનારા’. ‘અય્યપ્પા’ , અર્થાત પંચતત્વોના સ્વામી. કેરળ રાજ્યના મંદિર અને તેની પૂજા આ ‘તંત્રશાસ્ત્ર’ અનુસાર થાય છે. શબરીમલા મંદિરમાં પણ આ શાસ્ત્રાનુસાર પૂજા-સેવાકાર્ય ચાલે છે.
શાસ્ત્ર કહે છે કે જ્યારે મંદિરમાં દેવતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તંત્રશાસ્ત્ર અનુસાર વિશિષ્ટ ભાવથી કરવામાં આવે છે, ત્યારે મૂર્તિની પૂજા ભવિષ્યમાં પણ તે જ ભાવથી કરવી જોઈએ. શબરીમલા મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બ્રહ્મચર્ય ભાવથી કરવામાં આવી છે, તેથી શ્રદ્ધાળુઓ પૂજાના ૪૧ દિવસ અગાઉ બ્રહ્મચર્યનું પાલન શરુ કરવું પડે છે. (આ ૪૧ દિવસોનું એક મંડલ હોય છે; અર્થાત સૌરપંચાગ અને ચંદ્રપંચાગમાં વિદ્યમાન અંતર ૩૬૫ – ૩૨૪ = ૪૧ દિવસ થાય છે.) સર્વ પૂજક શ્રદ્ધાળુઓનો ‘બ્રહ્મચર્ય ભાવ’ જળવાઈ રહે, તે માટે શબરીમલા મંદિરમાં ૧૦ થી પ૦ વર્ષ વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સર્વ મહિલાઓ પર પ્રતિબંધ નથી.
વર્તમાનમાં તે પર ચાલી રહેલો વિવાદ ઉચિત નથી. હિંદુ ધર્મમાં જેટલી વ્યક્તિગત સ્વતંત્રતા સ્ત્રીઓને પ્રદાન કરવામાં આવી છે તેટલી અન્ય કોઈ ધર્મમાં જોવા મળતી નથી. જ્યારે કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં જાય છે, ત્યારે તેનું મન ત્યાંના ઉપાસ્યદેવની પૂજા પદ્ધતિના ભાવથી એકરૂપ થવું મહત્વપૂર્ણ હોય છે. આ કારણે શબરીમલા મંદિરમાં સ્ત્રીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
હિંદુ ધર્મમાં શુદ્ધિનું અત્યંત મહત્વ છે. આ શુદ્ધિ કેવળ બાહ્ય નહીં, પરંતુ આંતરિક પણ હોવી જરુરી છે, હિંદુ ધર્મની આવી વિશેષતા છે. રજોદર્શનના સમય દરમ્યાન મહિલાઓને માનસિક તથા શારીરિક કષ્ટોનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં શુદ્ધિ જળવાઈ રહે તે સંભવ નથી. તેથી તે સમયગાળામાં મહિલાઓ કેરળ રાજ્યના કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરતી નથી તથા ઘરમાં પણ પૂજન-અર્ચન કરતી નથી