ઉટાવણાંનો ઉપયોગ કરવા પહેલાં તેમાં સુગંધિત તેલ ભેળવવામાં આવે છે. આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે. આ સમયે ઉટાવણું લગાડીને તેનાં ઘટકો દ્વારા દેહની ચેતના ગ્રહણ કરવાની સંવેદનશીલતા વધારવામાં આવે છે. તેથી દેવતાઓનાં તત્વનો ચેતનાપ્રવાહ વ્યક્તિના શરીરમાં સંક્રમિત થાય છે અને વ્યક્તિને અધિકાધિક પ્રમાણમાં ચેતનાની પ્રાપ્તિ થાય છે.
દિવાળીના કાળમાં શરીરે ઉટવણું લગાડવાની પદ્ધતિ
૧. મોઢું (કપાળ)
મોઢાં પર સ્વયં લગાડતી સમયે વચ્ચેની ત્રણ આંગળીઓનો ઉપયોગ કરીને ડાબી બાજુએથી જમણી બાજુએ લગાડવું.
૨. મોઢાની બન્ને બાજુએ ભમ્મરની પાસે
અહીં લગાડતી સમયે આંગળીઓના અગ્રભાગોથી ડાબેથી જમણી બાજુએ (ઉપરથી નીચેની દિશામાં) હલકા હાથે લગાડો.
૩. નાક
અહીં લગાડતી સમયે જમણા હાથનો અંગૂઠો અને પહેલી આંગળીથી નાકની બન્ને બાજુએ નીચેની દિશામાં ઉતરીને આવવું અને નીચે આવ્યા પછી ઉટવણાંની સુગંધ લેવી. ઉટવણાંમાંથી પ્રક્ષેપિત થનારી તેજ સંબંધી સુગંધ ફેફસાંના વાયુકોષમાં જવાથી ત્યાંનું કાળું આવરણ નષ્ટ થવમાં સહાયતા મળે છે.
૪. મોઢાનો ઉપરી ભાગ
આ ભાગથી અર્થાત્ નાકના નીચેથી વચ્ચેની ત્રણ આંગળીઓ મૂકીને આરંભ કરીને ઘડિયાળના કાંટાની દિશામાં મોઢાની બધી બાજુએ ગોળ અર્થાત્ હડપચીના નીચલા ભાગથી પોતાની ભણી જઈને મોઢાની બધી બાજુએનો ગોળાકાર પૂર્ણ કરવો.
૫. બન્ને કાન
કાનોને હાથથી પકડીને કાનોની પાછળ કેવળ અંગૂઠો મૂકીને નીચેથી ઉપરની દિશામાં ફેરવવો.
૬. ગરદન
ગરદનની પાછળથી મધ્યભાગથી બન્ને હાથોની આંગળીઓ આગળ વિશુદ્ધ ચક્રની પાસે લાવવી.
૭. છાતી અને પેટનો મધ્ય ભાગ
જમણી હથેળીથી છાતીની મધ્યરેખા ઉપર નીચેની દિશામાં નાભિ ભણી હાથ ફેરવીને લાવવો.
૮. બગલથી કમર સુધી
બગલથી પિતૃતીર્થ સમાન હાથ, અર્થાત્ અંગૂઠો એક બાજુ અને ચાર આંગળીઓ બીજી બાજુએ રાખીને શરીરની બન્ને બાજુની રેખા પર ઉપરથી નીચે સુધી, આ પદ્ધતિથી ફેરવો.
૯. હાથ અને પગ
હાથની આંગળીઓ ફેરવીને પગ અને હાથ પર ઉપરથી નીચેની દિશામાં ઉટવણું લગાડો.
૧૦. માથાના મધ્ય ભાગ પર
મધ્ય ભાગ પર તેલ લગાડીને તે હાથથી ઘડિયાળના કાંટાની માફક ફેરવો.