શ્રીકૃષ્ણજીનાં આ નયનમનોહર રૂપો આપણા
હૃદયમાં પ્રસ્થાપિત કરવા માટે ભાવપૂર્ણ સાધના કરીએ !
૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર
શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર !
‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે. ‘પ્રત્યેક તિથિ અનુસાર તેમના વસ્ત્રોપચાર અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ ?’ આ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.
૧. શ્રીનાથજીના મોરપીછાથી માંડીને ચરણો સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે.
૨. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે.
૩. શૃંગાર કરતી વેળાએ ઋતુમાન અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, ઉદા. ગ્રીષ્મ ઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.
લગભગ ૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલા આ નિયમો અનુસાર આજે પણ આ સર્વ ચાલુ છે.’