ભારતીઓની પ્રાચીન જળવ્યવસ્થા અને
પશ્ચિમીઓના આંધળાં અનુકરણથી નિર્માણ થયેલી પાણીની અછત !
‘પાણીનું મહત્વ, તેની શોધ અને તેનું નિયોજન, આનું સંપૂર્ણ વિકસિત તંત્રજ્ઞાન આપણા દેશમાં હતું. કેટલાક સહસ્રો વર્ષો પહેલાં આપણે તેનો પ્રભાવી પદ્ધતિથી ઉપયોગ કરતા હતા અને તેના કારણે આપણો દેશ સાચા અર્થમાં ‘સુજલામ્, સુફલામ્’ હતો; પણ આપણામાંથી અનેક લોકોના મનમાં અંગ્રેજોનો એવો તે વહેમ પેસી ગયો છે કે, આપણા દેશમાં પાણીનું મહત્ત્વ જો કોઈએ ઓળખ્યું હોય, તો તે કેવળ અંગ્રેજોએ જ, એવું લાગે છે. દુર્દૈવથી આપણે આપણી પ્રાચીન જળવ્યવસ્થા ભૂલી ગયા અને આજે પાણી માટે ત્રાહિમામ્ પોકારી રહ્યા છીએ. સમય આવ્યે કલમ ૧૪૪ લાગુ કરીને પણ યુદ્ધ કરી રહ્યા છીએ. આપણને આપણું સમૃદ્ધ જ્ઞાન, વારસો અને તંત્રજ્ઞાનની વિસ્મૃતિ થાય, તો આવું થવું અટળ છે.
લેખક – પ્રશાંત પોળ
૧. પ્રાચીન ભારતમાંનું પાણીનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન અને સ્વતંત્રતા પછીના સમયગાળાનું ઢીલુંઢસ નિયોજન
વચગાળામાં દુષ્કાળે સમગ્ર દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. પાણી માટે થઈને માનવી ઘણે દૂર સુધી અહીં-તહીં ભટકી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિ પરથી ધ્યાનમાં આવે છે કે, સ્વાતંત્ર્ય મળ્યા પછી દેશમાં પાણીનું નિયોજન વ્યવસ્થિત થયું જ નથી. ન તો સરખા બાંધ બંધાવ્યા, ન તો નહેરો ખોદાવી અને જમીનમાં પાણી જીરવવાના ઉપાય પણ જોઈએ તેવા થયા જ નહીં; તેથી દેશના ઘણા મોટા ભાગમાં પાણીની સપાટી જમીનથી ઘણી નીચે જતી રહી છે.
આવા આ દુષ્કાળના ઓછાયામાં રહેલા દેશની આવી જીવલેણ પરિસ્થિતિ પહેલાં નહોતી. દુષ્કાળ પહેલાં પણ પડતા હતા; પણ તે સમયમાં પાણીનું નિયોજન વ્યવસ્થિત હતું. ઘણાં પ્રાચીન સમયમાં આપણા દેશમાં પાણીનું વ્યવસ્થાપન ઉત્તમ હતું અને તેથી જ આપણો દેશ ‘સુજલામ્, સુફલામ્’ હતો !
૨. ભારતમાં ચોલ રાજા કરિકલન એ બીજા શતકમાં કાવેરી
નદીના મુખ્ય પાત્રમાં બાંધેલો ‘કલ્લાનાઈ બાંધ’ આ સૌથી પ્રાચીન બાંધ છે.
જગતનો પ્રથમ અસ્તિત્વમાં આવેલો અને વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાતો બાંધ ભારતમાં છે, એ આપણાંમાંથી કેટલા જણ જાણતા હશે ? બીજા શતકમાં ચોલ રાજા કરિકલને બાંધેલો ‘અનઈકટ્ટૂ’ અથવા અંગ્રેજી ભાષામાં ‘ગ્રૅંડ અનિકટ’ (Grand Anicut) અથવા આજની બોલીભાષામાં ‘કલ્લાનાઈ બાંધ’ છે અને તે ગત ૧૮૦૦ વર્ષથી ઉપયોગમાં લેવાય છે. વર્તમાન સમયમાં જ્યાં બાંધને ૩૦-૩૫ વર્ષમાં ચીરા પડી જાય છે, ત્યાં ૧૮૦૦ વર્ષથી એકાદ બાંધ સતત ઉપયોગમાં હોવો, આ એક આશ્ચર્ય છે. કાવેરી નદીના મુખ્ય પાત્રમાં બાંધેલો આ બાંધ ૩૨૯ મીટર લાંબો અને ૨૦ મીટર પહોળો છે.
તામિલનાડુ સ્થિત તિરુચિરાપલ્લીથી કેવળ ૧૫ કિ.મી. દૂર રહેલો આ બાંધ કાવેરી નદીના ‘ડેલ્ટા’ પ્રદેશમાં બાંધવામાં આવ્યો છે. અત્યંત ખરબચડાં ખડકોથી બાંધેલો આ બાંધ જોઈને એવી ખાતરી લાગે છે કે, તે સમયમાં બાંધ બાંધવાનું તંત્રજ્ઞાન ઘણું વિકસિત થયું હોવું જોઈએ. આ બાંધ પ્રાયોગિક તત્વ પર બાંધ્યો હોય, એમ લાગતું નથી, જ્યારે કુશળ અને અનુભવી વ્યક્તિઓએ નદીના મુખ્ય પ્રવાહમાં બાંધેલો અનુભવસિદ્ધ બાંધ લાગે છે. અંગ્રેજોએ તે બાંધ પર અંગ્રેજી સંસ્કાર અંકિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આનો જ અર્થ આપણા દેશમાં બાંધ બાંધવાનું, અર્થાત્ ‘જળ વ્યવસ્થાપનનું શાસ્ત્ર’ ઘણું પ્રાચીન હોવું જોઈએ. પછી થયેલા વિદેશી આક્રમણોને કારણે આ પ્રાચીન શાસ્ત્રના પુરાવા નષ્ટ થયા અને ઇતિહાસમાં ડોકિયા કરનારા કલ્લાનાઈ બાંધ જેવા સાક્ષીદાર શેષ રહ્યા.
૩. સમગ્ર જગતમાં બાંધેલા પ્રાચીન બાંધ
અ. ઇજિપ્તની નાઈલ નદી પર બાંધેલા પ્રાચીન બાંધ
જગતના ઇતિહાસ ભણી જોઈએ તો, અત્યંત પ્રાચીન બાંધ બાંધેલા હોવાનો ઉલ્લેખ છે. ઇજિપ્તની નાઈલ નદી પર ‘કોશેશ’ ખાતે ખ્રિસ્ત પૂર્વ ૨૯૦૦ વર્ષ પહેલાં બાંધેલો ૧૫ મીટર ઊંચાઈ ધરાવતો બાંધ જગતનો સૌથી પ્રાચીન બાંધ માનવામાં આવે છે; પણ આજે તે અસ્તિત્વમાં નથી. અર્વાચીન ઇતિહાસકારોએ તો તે બાંધ જોયો જ નથી. તેનો કેવળ ઉલ્લેખ આવે છે.
ઇજિપ્ત ખાતે ખ્રિસ્ત પૂર્વ ૨૭૦૦ વર્ષ પહેલાં નાઈલ નદી પર બાંધેલા બાંધના અવશેષો આજે પણ જોવા મળે છે. પછી તેનું ‘સાદ્-અલ્-કફારા’ એવું નામકરણ કરવામાં આવ્યું. કૈરોથી ૩૦ કિ.મી. દૂર આ બાંધ બાંધ્યા પછી થોડા દિવસમાં જ તે તૂટી ગયો. તેને કારણે અનેક શતકો સુધી ઇજિપ્તના લોકોએ બાંધ બાંધવાનું સાહસ જ ખેડ્યું નહીં.
આ. ચીન
ચીનમાં ખ્રિસ્ત પૂર્વ ૨૨૮૦ વર્ષ પહેલાંના બાંધનો ઉલ્લેખ જોવા મળે છે; પણ પ્રત્યક્ષમાં ઉપયોગમાં લેવાઈ રહેલો એક પણ આટલો જૂનો બાંધ સમગ્ર જગતમાં ક્યાંય પણ જોવા મળતો નથી.
ઇ. ભારત
ભારત ખાતે કલ્લાનાઈ બાંધ પછી બાંધેલા અને હજી પણ ઉપયોગમાં લેવાઈ રહેલા બાંધ જોવા મળે છે. વર્ષ ૫૦૦ થી ૧૩૦૦માં દક્ષિણના પલ્લવ રાજાએ બાંધેલા અનેક માટીના બાંધમાંથી કેટલાક આજે પણ ઉપયોગમાં લેવાય છે. વર્ષ ૧૦૧૧ થી ૧૦૩૭ના સમયગાળામાં તામિલનાડુ ખાતે બાંધેલો ‘વીરનામ’ બાંધ એ તેનું જ ઉદાહરણ છે.
૪. જળ વ્યવસ્થાપન સાથે સંબંધિત બાંધેલી રચનામાં ગુજરાત ખાતે
‘રાણીની વાવ’ આ ૭ માળનો કૂવો ‘યુનેસ્કો’ના સંરક્ષિત સ્મારકોની સૂચિમાં સમાવિષ્ટ
જળ વ્યવસ્થાપન સંબંધમાં બાંધેલી અનેક રચનાઓ આજે પણ અસ્તિત્વમાં છે. પહેલાં ગુજરાતની રાજધાની ‘પાટણ’ ખાતે બાંધવામાં આવેલો ‘રાણીની વાવ’ આ કૂવો (રાજેશાહી કૂવો) હવે ‘યુનેસ્કો’ના સંરક્ષિત સ્મારકોની સૂચિમાં સ્થાન ધરાવે છે. ભૂગર્ભમાં રહેલા પાણીને સરખું વહેતું રાખવું અને ભેગું કરવું, એનું તે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વર્ષ ૧૦૨૨ થી ૧૦૬૩ના સમયગાળામાં બાંધવામાં આવેલો આ ૭ માળનો કૂવો આજે પણ સુસ્થિતિમાં છે. સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ પતિ રાજા ભીમદેવના સ્મરણાર્થે સદર કૂવો બાંધ્યો હતો. તેથી કૂવાનું નામ ‘રાણીની વાવ’ અર્થાત્ ‘રાણીનો કૂવો’ એવું છે. આ જ સમયગાળામાં સોરઠી સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું.
કૂવો બાંધ્યાના થોડા વર્ષ પછી સંપૂર્ણ ગુજરાત બધી રીતે મુસલમાન શાસકોએ નિયંત્રણમાં લીધું હતું. તેને કારણે લગભગ ૭૦૦ વર્ષ સુધી રાજેશાહી કૂવો કાદવને કારણે દુર્લક્ષિત રહ્યો. આ કૂવા દ્વારા ભૂગર્ભમાંના પાણીના વ્યવસ્થાપન વિશેની જાણકારી અપણને ઘણાં સમય પહેલાથી હતી, એ જ પુરવાર થાય છે.
૫. ઋગ્વેદ અને યજુર્વેદમાં પાણીના નિયોજનનું સુક્ત જોવા મળવું,
‘સ્થાપત્યવેદ’ આ અથર્વવેદનો ઉપવેદ હોવો અને તેની એક પણ પ્રત ભારતમાં ઉપલબ્ધ ન હોવી
ઋગ્વેદ અને યજુર્વેદમાં પાણીના નિયોજન વિશે અનેક સુક્ત જોવા મળે છે. ધુળે (મહારાષ્ટ્ર) નિવાસી શ્રી. મુકુંદ ધારાશિવકરએ તેના વિશે વિપુલ અને અભ્યાસપૂર્ણ લખાણ કર્યું છે. શ્રી. ધારાશિવકરએ કરેલા લખાણમાં એક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે અને દુર્દૈવથી તેનું નામ ઉપલબ્ધ નથી. ‘અથ જલાશયો પ્રારમ્યતે’ આ પંક્તિઓથી આરંભ થનારા ગ્રંથમાં ‘ભીંત બાંધીને જલાશય કેવી રીતે નિર્માણ કરવું ?’, તેનું વિગતવાર વર્ણન છે. આ ગ્રંથ ૨૮૦૦ વર્ષ પહેલાંનો છે.
‘સ્થાપત્યવેદ’ને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. દુર્દૈવથી તેની એક પણ પ્રત ભારતમાં ઉપલબ્ધ નથી. યુરોપ ખાતેના ગ્રંથાલયમાં તેની કેટલીક પ્રતિઓ જોવા મળે છે. તેમાંના પરિશિષ્ટોમાં ‘તડાગ વિધિ’ની (જલાશય નિર્મિતિની) સંપૂર્ણ માહિતી આપી છે.
૬. અનેક પ્રાચીન ગ્રંથોમાં પાણીની સાચવણી, તેની વહેંચણી,
વરસાદની આગાહી અને જળાશય નિર્મિતિ વિશે વિગતવાર જાણકારી જોવા મળવી
‘કૃષિ પરાશર’, ‘કશ્યપીયકૃષિસૂક્તિ’ અને ૬ ઠ્ઠા શતકમાં લખેલા ‘સહદેવ ભાળકી’ ઇત્યાદિ ગ્રંથોમાં પાણીની સાચવણી, તેની વહેંચણી, વરસાદની આગાહી અને જળાશય નિર્મિતિ વિશે વિગતવાર જાણકારી જોવા મળે છે. ‘નારદ શિલ્પશાસ્ત્ર’ અને ‘ભૃગુ શિલ્પશાસ્ત્ર’માં સમુદ્ર તેમજ નદીમાં કિલ્લા બાંધવાથી માંડીને પાણીની સાચવણી, તેની વહેંચણી અને પાણીના નિચોડ (દ્રવ્યાંશ નીકળી જવો તે) વિશે ઊંડાણથી વિવેચન જોવા મળે છે. ‘ભૃગુ શિલ્પશાસ્ત્ર’ ગ્રંથમાં પાણીના ૧૦ ગુણધર્મ, જ્યારે પરાશર મુનિએ પાણીના ૧૯ ગુણધર્મ હોવાનું પ્રતિપાદન કર્યું છે. પાણી વિશે વેદ અને વિવિધ પુરાણોમાં અનેક ઉલ્લેખ આવે છે. વિશિષ્ટ પરિસ્થિતિમાં પાણીનું નિયોજન કેવી રીતે કરવું, આ વિશે વિગતવાર માહિતી મળે છે.
૭. યોજના આયોગના ‘ગ્રાઊંડ વૉટર મૅનેજમેંટ ઍન્ડ ઓનરશિપ’
અહેવાલમાં જળ વ્યવસ્થાપન શાસ્ત્રશુદ્ધ અને પ્રાચીન હોવાનું વિવેચન હોવું
વર્ષ ૨૦૦૭માં યોજના આયોગે ‘ગ્રાઊંડ વૉટર મૅનેજમેંટ ઍન્ડ ઓનરશિપ’ અહેવાલ તજ્જ્ઞો દ્વારા લખાવી લઈને તે પ્રકાશિત કર્યો. સંકેતસ્થળ પર પણ આ અહેવાલ ઉપલબ્ધ છે. તેમાં પ્રારંભમાં જ ઋગ્વેદમાં પાણીના સંદર્ભમાંની ઋચાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી ભારતીય શાસ્ત્ર અનુસાર જળવ્યવસ્થાપન કેટલું શાસ્ત્રશુદ્ધ અને પ્રાચીન હતું, તેનું વિવેચન કર્યું છે.
૮. વરાહમિહિર (દ્વિતીય)એ લખેલા ગ્રંથમાં ભૂગર્ભમાં પાણીની
શોધ વિશે શ્લોક અને નિરીક્ષણો વિશેની વૈજ્ઞાનિકો જેવી નોંધ જોવા મળવી
જળવ્યવસ્થાપન વિશેનું અત્યંત વિસ્તૃત વિવેચન વરાહમિહિર (દ્વિતીય)એ કર્યું છે. વરાહમિહિર (પ્રથમ) તેમના જ્યોતિષશાસ્ત્ર જ્ઞાનને કારણે પ્રખ્યાત હતા. વરાહમિહિર (દ્વિતીય) અનેક કળાઓમાં પારંગત હતા. તેમનું વાસ્તવ્ય ઉજ્જેન ખાતે હતું અને તે સમયે ઉજ્જેનના મહારાજા સમ્રાટ વિક્રમાદિત્ય હતા. વરાહમિહિરે આશરે વર્ષ ૫૦૫માં વિવિધ વિષયો પર અભ્યાસનો આરંભ કર્યો. તેમણે લગભગ ૮૨ વર્ષ જ્ઞાનસાધના કરી અને તેમણે વર્ષ ૫૮૭માં દેહત્યાગ કર્યો.
આ વરાહમિહિરનું પ્રમુખ કાર્ય એટલે તેમણે લખેલો ‘બૃહત્સંહિતા’ નામક જ્ઞાનકોશ અને તેમાંનો ‘ઉદ્કાર્ગલ’ (પાણીની સાચવણી) નામક ૫૪મો અધ્યાય છે. આ અધ્યાયમાં ભૂગર્ભમાં પાણીની શોધ કેવી રીતે લઈ શકાય, તે વિશેના ૧૨૫ શ્લોક છે અને તેમાં આપેલી માહિતી અદ્દભૂત અને ચકિત કરનારી છે.
વરાહમિહિરે ભૂગર્ભમાં પાણી શોધતી વેળાએ મુખ્યત: ૩ બાબતોના નિરીક્ષણ અંગે ભાર મૂક્યો છે. ‘તે પરિસરમાં ઉપલબ્ધ રહેલા વૃક્ષો, વૃક્ષો પાસેના રાફડા, તે રાફડાની દિશા, તેમાં રહેનારા પ્રાણી, ત્યાંની જમીનનો રંગ, તેનું પોત અને તેનો સ્વાદ’ આ બધાનો તેમાં સમાવેશ છે. ‘આ નિરીક્ષણોના આધાર પર ભૂગર્ભમાંનું પાણી નક્કી શોધી શકાશે’, એવું તેમનું કહેવું છે. વિશેષ એટલે દોઢ સહસ્ર વર્ષ કરતાં પણ પહેલાના કોઈપણ આધુનિક સંસાધનો જ્ઞાત નહોતા ત્યારે વરાહમિહિરે પાણી વિશે સજ્જડ પ્રતિપાદન કર્યું છે.
આ બધું કરતી વેળાએ વરાહમિહિરે તે સમયે આજના વૈજ્ઞાનિકોની જેમ મહત્ત્વપૂર્ણ નોંધ કરી રાખી છે. તેમણે ૫૫ વૃક્ષ, વનસ્પતિનો અભ્યાસ, માટીનું વર્ગીકરણ અને સર્વ નિરીક્ષણોના નિષ્કર્ષની પ્રસ્તુતિ વિસ્તારપૂર્વક કરી છે. તેમાંના કેટલાક નિષ્કર્ષ આગળ જણાવ્યા પ્રમાણે –
અ. ઘણી શાખાઓ અને તેલવાળી છાલ ધરાવતા બાઠિયાં (ઠીંગણાં) વૃક્ષો હોય, તો ત્યાં પાણી હોવું જોઈએ.
આ. ઉનાળામાં જમીનમાંથી વરાળ આવતી નજરે ચડે, તો તે પૃષ્ઠભાગ પાસે પાણી હોય છે.
ઇ. ઝાડની એકજ ડાળી જમીન ભણી ઝૂકેલી હોય, તો તેની નીચેના ભાગમાં પાણી જોવા મળે છે.
ઈ. જ્યારે જમીન ગરમ થઈ હોય અને ત્યાંના એકાદ સ્થાનની જમીન ઠંડી લાગે, તો ત્યાં પાણી હોય છે.
ઉ. કાંટા ધરાવતા વૃક્ષોના કાંટા બુઠ્ઠાં (ધાર વિનાના) હોય, તો ત્યાં ચોક્કસ પાણી મળે છે.
આવા અનેક નિરીક્ષણો વરાહમિહિરે નોંધી રાખ્યા છે.
૯. વરાહમિહિરના નિરીક્ષણ અનુસાર પાણી મળવાની જગ્યાઓ
પસંદ કર્યા પછી પ્રત્યક્ષમાં ૯૫ ટકા પાણી મળવું અને દુર્દૈવથી આગળ તે પ્રકલ્પ લાલઝંડીમાં ફસાવો
વરાહમિહિરે કરેલું ઉપરોક્ત પ્રતિપાદન ખરું કે ખોટું, તે જોવા માટે આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ ખાતેની શ્રી વેંકટેશ્વર (એસ્.વ્હી.) વિદ્યાપીઠે લગભગ ૧૫-૧૬ વર્ષ પહેલાં પ્રત્યક્ષમાં કૂવા ખોદી જોવાનું નક્કી કર્યું. વરાહમિહિરના નિરીક્ષણો અનુસાર પાણી મળવા માટે યોગ્ય પુરવાર થાય, એવી જગ્યાઓ તેમણે પસંદ કરી અને લગભગ ૩૦૦ બોરવેલ ખોદી. આશ્ચર્ય એટલે ૯૫ ટકા જગ્યાએ પાણી જોવા મળ્યું. અર્થાત્ જ વરાહમિહિરનું નિરીક્ષણ યોગ્ય હતું, એ સિદ્ધ થયું; પણ આગળ દુર્દૈવથી આ પ્રકલ્પ સરકારી લાલઝંડીમાં ફસાઈ ગયો અને તે નાગરિકો સુધી પહોંચી શક્યો નહીં.
૧૦. ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં પાણી-વ્યવસ્થાપનાં અનેક ઉદાહરણો
ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું તે પહેલાં પાણી-વ્યવસ્થાપનાં અનેક ઉદાહરણો ઠેકઠેકાણે જોવા મળે છે.
અ. ઉત્તર પેશવાઈમાં સંભાજીનગર જિલ્લાના ગોગાનાથનગર ખાતે બાંધેલી ‘થત્તે નહેર’, પુના પેશવેકાળમાં કરેલી પાણી-પૂરું પાડવાની રચના, બુર્હાણપૂર (મધ્યપ્રદેશ) ખાતે આજે પણ અસ્તિત્વ ધરાવતી ૫૦૦ વર્ષ જૂની પાણી સિંચવાની રચના, પંઢરપુર-અકલૂજ રસ્તા પર વેળાપુર ગામમાં સાતવાહનકાલિન બાંધેલી નહેર, ‘સમરાંગણ સૂત્રધાર’ નામક ગ્રંથના આધાર પર રાજા ભોજે બાંધેલું ભોપાળ ખાતેનું તળાવ, એવાં ઘણાં ઉદાહરણો આપી શકાશે.
આ. ગોંડકાલિન જળ-વ્યવસ્થાપન – ગઢા-મંડલા (જબલપૂર) અને ચંદ્રપૂર વિસ્તારમાં પ્રાચીનકાળથી ગોંડાઓનું રાજ્ય હતું. મોગલ, આદિલશાહી અથવા કુતુબશાહી કોઈપણ ગોંડાઓને જીતી શક્યા નહીં, તેમ છતાં પણ આપણા દેશમાંનો આ પ્રદેશ પછાત માનવામાં આવ્યો. અર્થાત્ ખરું ચિત્ર આવું નહોતું. ‘ગોંડકાલિન જળ-વ્યવસ્થાપન’, આ હિંદી પુસ્તકમાં આશરે ૫૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં ગોંડ સામ્રાજ્યમાં પાણીનું નિયોજન કેટલી ઉત્કૃષ્ટ પદ્ધતિથી કરવામાં આવ્યું હતું, તેનું વર્ણન છે. તે નિયોજનના લાભ તરીકે કોઈપણ દુષ્કાળ અથવા અવર્ષણનો ધખારો ‘ગોંડા પ્રદેશ’ને કદી જ લાગ્યો નથી.
જબલપૂર શહેરમાં ગોંડ રાણી દુર્ગાવતીનાં કાળમાં (અર્થાત્ ૫૦૦ વર્ષ પહેલાં) ‘બાવન તાલ’ અને ‘બોંતેર તલૈય્યા’ (તલૈય્યા એટલે નાનું તળાવ) બાંધ્યા હતાં. આ તળાવ ખાલી ખોદકામ કરીને બાંધ્યા હોવાને બદલે જમીનના ‘કંટુર’ (contour) જેવી તેમની રચના કરેલી છે. કેટલાક તળાવ અંદરથી એકબીજા સાથે જોડેલા છે. આજે તેમાંના અનેક તળાવ પૂરાઈ (બુઝાઈ) ગયા છે અને વધેલા તળાવોને કારણે જબલપુરમાં પાણીની સપાટી સારી છે તેમજ તેને કારણે પાણીની અછત વરતાતી નથી. તે સમયમાં ખેતી અને નિસર્ગ કેટલા સમૃદ્ધ હશે, એ જ દેખાઈ આવે છે. તેનો જ અર્થ પાણીનું મહત્ત્વ, તેની શોધ અને પાણીનું નિયોજન તેનું સંપૂર્ણ વિકસિત તંત્રજ્ઞાન આપણી પાસે હતું.’