રામનાથી (ગોવા) – સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો. મૂળ મિરજ નિવાસી પૂ. (સૌ.) સખદેવદાદીએ ૧૦ મે ૨૦૧૨ના દિવસે સંતપદ પ્રાપ્ત કર્યું હતું. તેમનાં પશ્ચાત પતી શ્રી. શશિકાંત સખદેવ, દીકરો શ્રી. ગુરુદત્ત, સ્નુષા સૌ. હેમલતા અને દીકરી કુ. રાજશ્રી એવો પરિવાર છે. કુ. રાજશ્રીએ પૂ. (સૌ.) સખદેવદાદી સાથે આશ્રમમાં રહીને તેમની અંતસમય સુધી ભાવપૂર્ણ સેવા કરી. પૂ. (સૌ.) સખદેવદાદી પર ૧૮ ઑગસ્ટના દિવસે અંત્યસંસ્કાર કરવામાં આવ્યા. સનાતન પરિવાર સખદેવ કુટુંબીજનોના દુ:ખમાં સહભાગી છે.