૧. ગુણવિશિષ્ટતાઓ
‘ગુજરાતી માસિકમાં તે દૈવી બાળક હોવાનું ઘોષિત કર્યું ત્યારથી તેની સમજણ વધી છે. તે કોઈપણ વાત માટે હઠ કરે અને તેને કહીએ કે, આ વાત પ.પૂ. ડૉક્ટરજીને ગમતી નથી, તો તરત જ માની જાય છે.
૧ આ. સૂક્ષ્મમાંનું સમજાવું
મારી પીઠમાં ગાંઠ થઈ હતી. તેથી ગાંઠ શાની હશે ? આ વિચારની અને શસ્ત્રક્રિયાની મને બીક લાગતી હતી. તે સમયે તેણે મને કહ્યું, ગાંઠ નથી, ચિંતા કરીશ નહીં. પ્રત્યક્ષમાં પણ ગાંઠ ન હતી.
૧ ઇ. સકારાત્મકતા
મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.
૧ ઈ. આજ્ઞાપાલન
સનાતન પ્રભાતમાં તેના વિશે માહિતી પ્રસિદ્ધ થઈ ત્યારથી તે ભ્રૂલ્યાવિના પહેલો કોળિયો શ્રીકૃષ્ણ માટે કાઢી રાખે છે અને પછી પ્રસાદ તરીકે ભોજન કરે છે. એવું કરવાને તેને કોઈએ કહ્યું નથી. તે કપાળ પર તિલક કરે છે.
૧ ઉ. સહાયતા કરવી
તેને કોઈપણ વાતનો આળસ નથી. મને શારીરિક ત્રાસ થતો હોય ત્યારે તે ઘર વાળે છે.
૧ ઊ. પ્રસાર કરવો
તે શાળામાં મિત્રોને કપૂર–અત્તરનું મહત્ત્વ કહે છે. તેના મિત્રએ સંસ્થાનું અત્તર વેચાતું લીધું છે.
ચિ. કેતનમાં રહેલા દોષ
૧. ભ્રમણધ્વનિ એકવાર હાથમાં લે પછી ૧ કલાક તેના પર રમતો રહે છે.
૨. તે અને તેની બહેનનો ઝગડો થાય ત્યારે સામે આવે તે વસ્તુને ફેંકી દે છે.
૩. તે અભ્યાસકરતો નથી. રમતમાં વધારે ધ્યાન હોય છે.
– સૌ. પલ્લવી સંદીપ મહાજન, ઉમરગામ, વાપી, વલસાડ. (કુ. કેતનના માતા)