રોગનિવારણ માટે પ્રાણશક્તિ (ચેતના)
પ્રણાલીમાંના અવરોધોને પોતે શોધીને દૂર કરવા
અ.મનોગત ઉપચાર પદ્ધતિનું મર્મ
માનવીના સ્થૂળ શરીરમાં રક્તભિસરણ, શ્વસન, પાચન, તંત્રિકા ઇત્યાદિ વિવિધ તંત્રો કાર્યરત હોય છે. તેમને તેમજ મનને કાર્ય કરવા માટે આવશ્યક ઊર્જા પ્રાણશક્તિ પ્રણાલી પ્રદાન કરે છે. તેમાં ક્યાંય પણ જો અવરોધ ઉત્પન્ન થાય તો સંબંધિત ઇંદ્રિયની કાર્યક્ષમતા ઘટી જાય છે, જેને કારણે તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. ત્યારે તે ઇંદ્રિયનું કાર્ય સુધારવા માટે ગમે તેટલી આયુર્વેદિક, એલોપેથિક ઇત્યાદિ દવાઓનું સેવન કરો, પણ ખાસ કાંઈ લાભ થતો નથી. તેનો એકમાત્ર ઉપચાર છે પ્રાણશક્તિ પ્રણાલીમાં ઉત્પન્ન અવરોધ દૂર કરવો. આપણા હાથની આંગળીઓમાંથી નિરંતર પ્રાણશક્તિ પ્રક્ષેપિત થતી રહેતી હોય છે. તેનો ઉપયોગ કરીને રોગ દૂર કરવો, આ પ્રાણશક્તિ ઉપચાર–પદ્ધતિનો મર્મ (મૂળ સિદ્ધાંત) છે.
આ. વધારે પરિપૂર્ણ ઉપચાર-પદ્ધતિ !
વ્યક્તિને કષ્ટ આપનારી અનિષ્ટ શક્તિઓ, વ્યક્તિના શરીરમાં રોગનું મૂળ સ્થાન વારંવાર ફેરવતી રહે છે. તેથી, આવા સમયે બિંદુદબાણ ઇત્યાદિ ઉપચાર–પદ્ધતિઓમાં વિશદ કરેલા રોગ સાથે સંબંધિત બિંદુઓ દબાવીને યોગ્ય ઉપચાર કરવાનું શક્ય થતું નથી. પ્રાણશક્તિ પ્રણાલી ઉપચાર–પદ્ધતિમાં પ્રત્યેક સમય પર અવરોધનું સ્થાન શોધવામાં આવે છે. તેથી આ પદ્ધતિ દ્વારા યોગ્ય ઉપચાર કરી શકાય છે.
ઇ. વધારે સ્વયંપૂર્ણ ઉપચાર-પદ્ધતિ
આગામી ભીષણ આપત્કાળનો વિચાર કરીએ, તો રોગનિવારણ વિશે સ્વાવલંબી થવા માટે બિંદુ, બિંદુદબાણ, રિફ્લેક્સોલૉજી, પિરામીડ દ્વારા ઉપચાર, ચુંબક ઉપચાર જેવી ઉપચાર–પદ્ધતિઓ મહત્ત્વપૂર્ણ છે. સદર ઉપચાર–પદ્ધતિઓમાં પુસ્તક અથવા જાણકારોની સહાયતા આવશ્યક હોય છે. પિરામીડ, ચુંબક ઇત્યાદિ ઉપચાર–પદ્ધતિઓમાં ઉપકરણોની પણ આવશ્યકતા હોય છે. પણ પ્રાણશક્તિ ઉપચાર–પદ્ધતિમાં કોઈ સાધનની આવશ્યકતા હોતી નથી. તેથી આ વધારે સ્વયંપૂર્ણ છે.
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. ભવિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે. આપત્કાળનો સામનો કરવાની તૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થાએ આપત્કાળમાં સંજીવની જેવી પ્રભાવી ગ્રંથમાળા પ્રકાશિત કરી છે. આ ગ્રંથમાળા દ્વારા શીખવવામાં આવેલી ઉપચાર પદ્ધતિઓ કેવળ આપત્કાળની દષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી છે. આ ગ્રંથમાળાના ૧૧ ગ્રંથો હજી સુધી પ્રકાશિત થયા છે. આ ગ્રંથમાળાનો નૂતન ગ્રંથ પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી ઉત્પન્ન થનારા વિકારો પર ઉપાયનો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.
આ ઉપચાર પદ્ધતિ કેવળ આપત્કાળની દષ્ટિએ જ નહીં, પરંતુ સદૈવ ઉપયોગી છે. વાચકોએ અત્યારથી જ આ ઉપાયો સમજી લઈને કાર્યાન્વિત કરવા. એમ કરવાથી આ ઉપચાર પદ્ધતિનો અભ્યાસ થશે, તે સાથે જ તેની સૂક્ષ્મ બાબતો (ઝીણવટો) પણ ધ્યાનમાં આવશે. તેનાથી પ્રત્યક્ષ આપત્કાળમાં વિકારોનો સામનો કરવા માટે જોઈતો આત્મવિશ્વાસ ઉત્પન્ન થવામાં સહાયતા થશે. આ ત્રણ ભાગો દ્વારા વાચકોનો આ ઉપચાર પદ્ધતિથી પરિચય થશે. તેનું વિસ્તૃત વિવેચન ગ્રંથમાં કર્યું છે. વાચકોએ આ ગ્રંથ તેમના ગ્રંથકોશમાં અવશ્ય રાખવો.
ભાગ ૧
૧. પ્રાણશક્તિના પ્રવાહમાં અવરોધ શોધવો (ન્યાસનું સ્થાન શોધવું)
૧ અ. અનિષ્ટ શક્તિઓથી પીડિત વ્યક્તિએ નામજપ કરતાં કરતાં સ્થાન શોધવું
આંગળીઓ દ્વારા સ્થાન શોધતી વેળાએ આ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે કે શ્વાસ ક્યાં થોભીજાય છે. અનિષ્ટ શક્તિઓની તીવ્ર પીડાથી ગ્રસ્ત લોકોએ નામજપ કરતાં કરતાં આ પ્રયોગ કરવો; નહીંતર સ્થાન શોધતી વેળાએ આંગળીઓમાંથી નીકળનારી કષ્ટદાયક ઊર્જા શરીરમાં જવાની સંભાવના રહે છે.
૧ આ હાથની આંગળીઓ ઉપર
અથવા નીચે ફેરવીને કુંડલિનીચક્ર
સાથે સંબંધિત સ્થાન શોધવું
અથવા નીચે ફેરવીને કુંડલિનીચક્ર
સાથે સંબંધિત સ્થાન શોધવું
૧ આ. કુંડલિની ચક્રો પર આંગળીઓ ફેરવીને ન્યાસસ્થાન શોધવું
શ્વાસ ઉપર ધ્યાન આપીને વિકારગ્રસ્ત ઇંદ્રિય જે કુંડલિનીચક્ર સાથે સંબંધિત છે, તેની આજુબાજુના ભાગ ઉપરથી આંગળીઓ ઉપર અથવા નીચે લઈ જતી વેળાએ શ્વાસ લેવામાં થોડી અડચણ જણાય છે. આનો અનુભવ થવા માટે હાથનો અંગૂઠો છોડતાં શેષ આંગળીઓ શરીરથી ૧–૨ સેં.મિ. દૂર રાખીને નીચેથી ઉપર અને ઉપરથી નીચે લઈ જવી. જો એમ કરવાથી પણ કાંઈ અનુભવ ન થાય, તો સ્વાધિષ્ટાનચક્રથી સહસ્રારચક્ર સુધી ક્રમવાર પ્રત્યેક ચક્રની આજુબાજુના ભાગની ઉપરથી આંગળીઓ ઉપર અને નીચે લઈ જવી. એમ કરતી વેળાએ જે કુંડલિની ચક્ર અથવા તેની આજુબાજુ આંગળીઓ લઈ જવાથી શ્વાસ લેવામાં અડચણનો અનુભવ થાય, તે ન્યાસસ્થાન છે.
૧ ઇ. શરીરના ભાગોની ઉપર ઉદા. હાથ
પર આંગળીઓ ફેરવીને સ્થાન શોધવું
પર આંગળીઓ ફેરવીને સ્થાન શોધવું
૧ ઇ. શરીરના બધા ભાગોની ઉપર આંગળીઓ ફેરવીને ન્યાસસ્થાન શોધવું
ક્યારેક કુંડલિનીચક્રમાં અવરોધ ન હોવા છતાં પણ શરીરની વિવિધ નાડીઓમાં અવરોધ રહે છે. તેથી તેની સાથે સંબંધિત ઇંદ્રિયમાં કષ્ટ રહે છે, ઉદા. શ્વાસ ચડવો આ રોગમાં નાડીઓમાં ઉત્પન્ન અવરોધ શોધવા માટે કુંડલિનીચક્રોનાં સ્થાન છોડતાં શરીરના માથું, ડોક, છાતી, પેટ, હાથ, પગ ઇત્યાદિ બધા અવયવો ઉપર આંગળીઓ ફેરવીને શોધવું કે અવરોધ ક્યાં છે ?
૧ ઈ. સ્થાન શોધતી વેળાએ જે સ્થાન પર કષ્ટના પ્રગટીકરણના લક્ષણો ધ્યાનમાં આવે
તે સ્થાન પણ ન્યાસ કરવા માટે યોગ્ય હોવું સ્થાન શોધતી વેળાએ ક્યારેક આધ્યાત્મિક ઉપાય પણ થાય છે. આધ્યાત્મિક ઉપાય થવાથી કષ્ટના પ્રગટીકરણનાં લક્ષણોનો (ઉદા. બગાસું આવવું, ઓડકાર આવવા, ત્વચા પર ભોક્યા જેવું લાગવું) અનુભવ થાય છે. એવું થાય તો સમજવું કે તે સ્થાન પણ ન્યાસ કરવા માટે યોગ્ય છે.
૧ ઉ. જમણા હાથની આંગળીઓ દ્વારા જો ન્યાસસ્થાન ન મળે, તો ડાબા હાથની આંગળીઓથી ન્યાસસ્થાન શોધવું.
૧ ઊ બન્ને હાથોની એકત્ર
કરેલી આંગળીઓ ઉપર–નીચે
ફેરવીને સ્થાન શોધવું
કરેલી આંગળીઓ ઉપર–નીચે
ફેરવીને સ્થાન શોધવું
૧ ઊ. બન્ને હાથની આંગળીઓ દ્વારા ન્યાસસ્થાન શોધવું
એક હાથની આંગળીઓ દ્વારા કુંડલિનીચક્રોમાં અથવા શરીરના અન્ય અવયવોમાં પ્રાણશક્તિના પ્રવાહનો અવરોધ જો ધ્યાનમાં ન આવે, તો તે સમયે એક હાથની હથેળીના પૃષ્ઠભાગ પર બીજા હાથનો પૃષ્ઠભાગ રાખીને, બન્ને હાથની આંગળીઓ દ્વારા અવરોધનું સ્થાન શોધવું. બન્ને હાથની આંગળીઓ દ્વારા પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે. તેનાથી અવરોધ ઓછો થાય તો પણ તેનું સ્થાન જ્ઞાત હોય છે અને ત્યાં ઉપચાર કરવાનું શક્ય બને છે.
૧ એ. ન્યાસસ્થાન શોધતી વેળાએ ક્યારેક અસહ્ય કષ્ટ થવું
ન્યાસસ્થાન શોધવા માટે હાથની આંગળીઓ ફેરવતી વેળાએ ક્યારેક ઊલટી જેવું થવું, શ્વાસ રુંધાઈ જવો, આ પ્રકારના અસહ્ય કષ્ટ થાય છે. તે કષ્ટ, ત્યાંના અવયવના કાર્ય કરવાની દિશાના વિરોધમાં આંગળીઓ ફેરવવાથી થાય છે. તેનું એક ઉદાહરણ આ પ્રમાણે છે – મોટા આંતરડાનું કાર્ય કરવાની દિશા પેટની જમણી બાજુના નીચેના સ્થાનથી સીધા ઉપર છાતીની પાંસળી સુધી, ત્યાંથી ડાબી બાજુની પાંસળી સુધી તેમજ ત્યાંથી પેટની ડાબી બાજુએ નીચેની દિશામાં હોય છે. તેની વિરૂદ્ધ આંગળીઓ ફેરવવાથી અસહ્ય કષ્ટ થાય છે. એમ થાય ત્યારે સમજી લેવું જોઈએ કે આંગળીઓ ફેરવવાની દિશા અયોગ્ય છે.
નોંધ : વાચકો સદર ભાગ ૧ સંદર્ભ માટે સંગ્રહિત રાખે.