નવરાત્રિનું શાસ્ત્ર

આસો સુદ એકમથી નવરાત્રોત્સવ પ્રારંભ થાય છે. આ નવ દિવસોમાં શ્રી દુર્ગાદેવીનું તત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. તેનો અધિકાધિક લાભ થાય તે માટે દેવીની ઉપાસના કરવાનું શાસ્ત્ર સમજી લઈને તેમની પૂજા સાથે સંબંધિત ધાર્મિક કૃતિઓ અધ્યાત્મની દષ્ટિથી યોગ્ય રીતે કરવી આવશ્યક હોય છે. આ તારક ઉપાસનાની સાથે જ નવરાત્રોત્સવમાં થનારા અનાચાર રોકીને ઉત્સવની પવિત્રતા જાળવી રાખવી એ પણ કાળ અનુસાર આવશ્યક દેવીની (મારક) ઉપાસના છે. હિંદુઓને આ બન્ને ઉપાસનાઓની જાણકારી આપવા માટે આ લેખ પ્રકાશિત કરી રહ્યા છીએ.

ઘટસ્થાપના  શા માટે કરવી જોઈએ ?

નવરાત્રિના વ્રત માટે ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર વેદી બનાવીને, તેના પર સિંહારૂઢ અષ્ટભુજાદેવી અને નવાર્ણ યંત્રની સ્થાપના કરવી. બ્રહ્માંડના પ્રતીક તરીકે ઘટ (ગરબા)ની

સ્થાપના યંત્રની પાસે કરીને, ઘટ અને દેવીની વિધિવત પૂજા કરવી. ઘરમાં ઘટપૂજન કરવાથી આપણને આદિશક્તિ શ્રી દુર્ગાદેવીના તત્વનો વધારેમાં વધારે લાભ થાય છે તથા વાસ્તુ પણ ચૈતન્યમય બને છે.

 

નવરાત્રિમાં  અખંડ દીપપ્રજ્જ્વલન  શા માટે કરવું ?

નવરાત્રોત્સવ ઊજવવાનો અર્થ છે – ઘટરૂપી બ્રહ્માંડમાં અવતીર્ણ તેજસ્વી આદિશક્તિની, અખંડ પ્રજ્જ્વલિત નંદાદીપના માધ્યમ દ્વારા નવ દિવસ પૂજા કરવી. નવરાત્રિમાં વાયુમંડળ દેવીની શક્તિરૂપી તેજલહેરોથી ભારિત થાય છે. દીપ એ તેજનું પ્રતીક છે. તેથી દીપની જ્યોતિ તરફ આ તેજ લહેરો આકર્ષિત થાય છે. દીપપ્રજ્જ્વલનથી આ લહેરોનું વાસ્તુમાં ભ્રમણ થાય છે અને વાસ્તુમાં તેજ સંવર્ધિત થાય છે. તેથી શ્રદ્ધાળુઓને સહેલાઈથી લાભ મળે છે. તેથી નવરાત્રિમાં દીવો અખંડ પ્રજ્જ્વલિત રાખવો જોઈએ.

 

દેવીનું પૂજન કેવી રીતે કરવું ?

દેવીને અનામિકાથી કંકુ કરવું. દેવીને મોગરો, ગુલછડી, કમળ અને જૂહીનાં ફૂલ ચડાવવા. ફૂલો એક અથવા નવગણી સંખ્યામાં, ડીટિયું દેવીની તરફ રાખીને ગોળાકાર પદ્ધતિથી ચડાવવા. વર્તુળમાં ખાલી જગા રાખવી. દેવીને બે ઉદ્દબત્તીથી અને આરતિયું ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમની છાતીથી ભ્રૂમધ્ય સુધી ગોળાકાર આરતી ઉતારવી. દેવીને એક અથવા નવગણી સંખ્યામાં પ્રદક્ષિણા ફરવી.

 

દેવીનો  ખોળો કેવી રીતે  ભરવો ?

દેવીને અર્પણ કરવામાં આવનારી સાડી સુતરાઉ અથવા રેશમી હોવી જોઈએ. છ વારની સાડી કરતાં નવ વારની સાડી પહેરાવવી વધારે યોગ્ય છે. થાળીમાં સાડી મૂકીને તેના પર થોડા ચોખા, ચોળી-વસ્ત્ર અને નારિયેળ મૂકવા. નારિયેળનો અગ્રભાગ દેવી તરફ આવવો જોઈએ. આ સર્વ સામગ્રી ખોબામાં લેવી ખોબો છાતી સામે ધરીને શરણાગત ભાવથી દેવીની સામે ઊભુ રહેવું. ભાવપૂર્ણ પ્રાર્થના કરીને ખોળો ભરવાની સામગ્રી દેવીનાં ચરણોમાં અર્પણ કરવી. ત્યાર પછી આ સામગ્રી પર થોડા ચોખા ચડાવવા.

 

નવરાત્રિમાં  કુમારિકાપૂજન  શા માટે કરવું ?

નવરાત્રિમાં પ્રતિદિન એક કુમારિકાને અથવા એક જ દિવસે નવ કુમારિકાઓને ઘરે બોલાવવી. કુમારિકા અપ્રગટ શક્તિતત્વનું પ્રતીક છે. કુમારિકામાં સંસ્કાર પણ ઓછા પ્રમાણમાં વ્યક્ત થાય છે. તેથી તેની પૂજા કરવાથી આપણને સગુણ દેવીતત્વનો અધિકાધિક લાભ થાય છે. કુમારિકામાં વિદ્યમાન દેવીતત્વ જાગૃત થઈ ગયું છે, આ ભાવ રાખીને તેની પાદ્યપૂજા કરવી. તેને આદિશક્તિનું રૂપ માનીને ભોજન અને નવાં કપડાં આપીને ભાવપૂર્ણ નમસ્કાર કરવો.

 

નવરાત્રિમાં  દેવીનો  જપ વધારેમાં વધારે કરવો  !

નવરાત્રિમાં શ્રી દુર્ગાદેવીનું તત્વ હંમેશાની તુલનામાં ૧,૦૦૦ ગણું વધારે હોય છે. આ તત્વ નો આપણને મોટા પ્રમાણમાં લાભ થાય, તે હેતુથી પૂરા નવ દિવસો સુધી  શ્રી દુર્ગાદેવ્યૈ નમ:, આ નામજપ વધારેમાં વધારે કરવો.

અધિક જાણકારી માટે વાંચો : સનાતનનો  ગ્રંથ  શક્તિ  (૨ ભાગ) તથા લઘુગ્રંથ  દેવીપૂજન સાથે સંબંધિત કૃતિઓનું શાસ્ત્ર 

Leave a Comment