શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

Article also available in :

અનુક્રમણિકા

નીચે જણાવેલી રંગોળીઓને કારણે શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત થવાના કારણે  વાતાવરણ શિવતત્ત્વથી ભારિત થઈને ભક્તોને તેનો લાભ થાય છે.

 

૧. આ રંગોળીઓના ચિત્રોમાં દર્શાવેલા રંગ જ બને ત્‍યાં સુધી રંગોળીઓમાં પૂરવા; કારણકે તે રંગો સાત્ત્વિક છે. આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે. રંગોળીની સાત્ત્વિકતા વધે, કે પછી દેવતાનું તત્ત્વ અધિક પ્રમાણમાં આકર્ષિત થવા માટે સહાયતા થાય છે.

 

૨. રંગોળીઓમાં અધિકતમ ૧૦ ટકા દેવતાનું તત્ત્વ આકર્ષિત કરી શકાય છે. ઓછામાં ઓછું ૪ ટકા તત્ત્વ આકર્ષિત કરનારી રંગોળીઓ નીચે આપી છે.

 

૩. ‘શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્‍યાત્‍મમાંના શાસ્‍ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્‍પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્‍યાનમાં આવશે.

નિર્ગુણ તત્ત્વ સાથે શાંતિનાં સ્‍પંદનો આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી રંગોળી ૧૫ ટપકાં ૧૫ હરોળ
શક્તિનાં સ્‍પંદનો, તેમજ શ્રીકૃષ્‍ણ અને દુર્ગાદેવીનાં તત્ત્વો પણ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી રંગોળી ૧૧ થી ૬ ટપકાં
સંદર્ભ : શિવજીની ઉપાસના પાછળનું શાસ્‍ત્ર અને વિવિધ દેવતાઓનાં તત્ત્વો આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી રંગોળીઓ

Leave a Comment