સકામ ભક્તિ અને નિષ્‍કામ ભક્તિ

Article also available in :

અનુક્રમણિકા

૧. સકામ ભક્ત અને નિષ્‍કામ ભક્ત વચ્‍ચેનો ફેર

કુ. મધુરા ભોસલે

૧ અ. સકામ ભક્તિમાં સ્‍વેચ્‍છાને પ્રાધાન્‍ય આપવામાં આવવુ, જ્‍યારે નિષ્‍કામ ભક્તિમાં ઈશ્‍વરેચ્‍છાને પ્રાધાન્‍ય આપવામાં આવવુ :

‘સકામ ભક્તિમાં સ્‍વેચ્‍છાને પ્રાધાન્‍ય આપવામાં આવે છે, તો નિષ્‍કામ ભક્તિમાં ઈશ્‍વરેચ્‍છાને પ્રાધાન્‍ય આપવામાં આવે છે. તેથી સકામ સાધના કરીને દેવતાઓને પ્રસન્‍ન કરનારો ભક્ત તેની ઇચ્‍છા અનુસાર સંબંધિત દેવતા પાસેથી વરદાન પ્રાપ્‍ત કરી શકે છે. આનાથી ઊલટું નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્તના મનમાં કોઈપણ ઇચ્‍છા શેષ રહી ન હોવાથી તે દેવતા પાસેથી કોઈપણ પ્રકારનું વરદાન માગતો નથી. ભક્તને કઈ વસ્‍તુની આવશ્‍યકતા છે, એ સર્વજ્ઞ દેવતાને જ્ઞાત હોવાથી તે આવશ્‍યકતા અનુસાર સંબંધિત વસ્‍તુ ભક્તને આપે છે.

૧ આ. સકામ ભક્તિ કરનારા ભક્ત દ્વારા દેવતા કરતાં માયાને અધિક મહત્ત્વ આપવું અને નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્ત દ્વારા માયા કરતાં દેવતાને અધિક મહત્ત્વ આપવું :

સકામ ભક્તિ કરનારા ભક્તના મનમાં દેવતાને સંપૂર્ણ મહત્ત્વ આપવાને બદલે માયાને મહત્ત્વ આપવામાં આવ્‍યું છે. તેથી તે દેવતા પાસેથી સકામમાંનું, એટલે માયાની વિવિધ વસ્‍તુઓ વરદાનના રૂપમાં માંગી લે છે. નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્તને ભગવાનનું મહત્ત્વ સમજાયું હોય છે. તેણે માયા કરતાં દેવતાને અધિક મહત્ત્વ આપેલું હોય છે. એના કારણે તે તેના ઉપાસ્‍ય દેવતા પાસેથી માયામાંની કોઈપણ વસ્‍તુ માગતો નથી. માયા વિશે આસક્તિ ન હોવાથી તે માયાની કોઈપણ વસ્‍તુને પ્રાધાન્‍ય આપતો નથી. તેની દૃષ્‍ટિએ ‘તેના ઉપાસ્‍ય દેવતાની કૃપા થવી’, એજ સર્વશ્રેષ્‍ઠ હોય છે. આને કારણે તે માયા વિશે કશું ન માગતા દેવતાની અખંડ કૃપાદૃષ્‍ટિ થાય એ માટે ઈશ્‍વરને પ્રાર્થના કરતો હોય છે.

૧ ઇ. વ્‍યક્ત ભાવ ધરાવનારા સકામ ભક્તિ કરનારા ભક્તનું દ્વૈત હંમેશાં રહેવું અને અવ્‍યક્ત ભાવ ધરાવનારો નિષ્‍કામ ભક્તિ કરનારો ભક્ત અદ્વૈતમાં જઈને ભગવાન સાથે એકરૂપ થવો :

સકામ ભક્તિ કરનારા ભક્તના મનમાં વ્‍યક્ત ભાવ અધિક પ્રમાણમાં હોવાથી તેનું આકર્ષણ સગુણ ભણી હોય છે. તે સાધના કરીને તેના બદલામાં વરદાન માગીને ભગવાન સાથે દ્વૈત કાયમ રાખે છે. આના વિરુદ્ધ નિષ્‍કામ ભક્તિ કરનારા ભકતના મનમાં અવ્‍યક્ત ભાવ અધિક પ્રમાણમાં હોય છે અને તેનું આકર્ષણ નિર્ગુણ ભણી હોય છે. તેના કારણે તે સાધના કરી દ્વૈત નિર્માણ થાય એવી કોઈપણ વાત વરદાનમાં માગતો નથી. તેનું આકર્ષણ અદ્વૈત ભણી હોવાને કારણે તેને ભગવાન સાથે એકરૂપ થવું હોય છે. આ કારણે નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્તને તેની ભક્તિ અનુસાર સાયુજ્‍ય મુક્તિ (દેવતાના સગુણ રૂપ સાથે એકરૂપતા) અથવા મોક્ષ (દેવતાના નિર્ગુણ રૂપ સાથે એકરૂપતા)ની પ્રાપ્‍તિ થાય છે.

આના પરથી આપણા ધ્‍યાનમાં આવે છે કે, સકામ ભક્તિ કરનારા કરતાં નિષ્‍કામ ભક્તિ કરનારો શ્રેષ્‍ઠ હોય છે. ‘મારી નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્તની હું સર્વ પ્રકારે કાળજી લઉં છું’, આ આશયનું વચન શ્રીકૃષ્‍ણએ શ્રીમદ્‌ભગવદ્ ગીતામાં આપ્યું છે. એનીજ પ્રતીતિ નિષ્‍કામ ભક્તિ કરનારો ભક્ત લેતો હોય છે.

‘હે ભગવાન, સકામ ભક્ત અને નિષ્‍કામ ભક્ત આના વિશે જ્ઞાન આપીને તમે અમારા મન પર નિષ્‍કામ ભક્તિ કરવાનું મહત્ત્વ અંકિત કર્યું છે. આ માટે આપનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા.’

કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા (૧૨.૬.૨૦૧૭)

 

૨. દેવતાની ઉપાસનાને કારણે તે દેવતા સાથે સંબંધિત બાબતો આપમેળે થવાની પ્રક્રિયા

સકામ ભક્તિમાં કોઈ પણ ઉચ્‍ચ દેવતા પાસેથી કોઈપણ પ્રકારનું વરદાન માંગી શકાય છે. નિષ્‍કામ ભક્તિમાં દેવતાની ઉપાસનાથી તે દેવતા સાથે સંબંધિત બાબતો આપમેળે મળે છે, ઉદા. શ્રી લક્ષ્મીદેવીની ઉપાસનાથી ધનપ્રાપ્‍તિ આપમેળે થાય છે. આ થવાની પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

લક્ષ્મીતત્ત્વ એ ધન સાથે સંબંધિત છે. સાધક જ્‍યારે શ્રી લક્ષ્મીદેવીની ઉપાસના કરે છે, ત્‍યારે તેના ભણી લક્ષ્મીતત્ત્વ આકર્ષિત થઈને તે વધવા લાગે છે. તે વિશિષ્‍ટ પ્રમાણમાં વધે કે, ધન એ લક્ષ્મીતત્ત્વ સાથે સંબંધિત હોવાથી તેને આપમેળે ધન પ્રાપ્‍તિ થાય છે.’

 પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે

Leave a Comment