હિંદુઓના મંદિરો ચૈતન્યસ્ત્રોત છે, એનું સંશોધન કરવું જોઈએ એવું વિજ્ઞાનવાદી નાસાને લાગે છે; માત્ર એ જ અંનિસ જેવા કહેવાતા વિજ્ઞાનવાદીઓને કરવાનું મન થતું નથી !
અલ્મોડા (ઉત્તરાખંડ) – જિલ્લાના કસારદેવી મંદિરની શક્તિને કારણે વિજ્ઞાનવાદીઓ અચંબિત થયા છે. પર્યાવરણતજ્જ્ઞ ડૉ. અજય રાવતે આ મંદિરના સ્થાનનું અનેક વર્ષ સંશોધન કર્યું છે. અહીંના ક્ષેત્રની ભૂમિ નીચે વિશાળ ભૂ-ચુંબકીય પથ્થરનો થર છે. એના પર વિદ્યુત કણોનું આવરણ છે. તે સંપૂર્ણ રીતે ભારેલું છે. તેના થકી ચુંબકીય લહેરો પ્રક્ષેપિત થઈ રહી છે.
ગત બે વર્ષોથી અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના શાસ્ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્ત્રજ્ઞ અભ્યાસ કરી રહ્યા છે.
અત્યાર સુધી કરવામાં આવેલાં સંશોધનો દ્વારા સમજાય છે કે કસારદેવી મંદિર અને દક્ષિણ અમેરિકાના પેરૂ દેશના માચૂ-પિચ્ચૂ, તેમજ ઇંગ્લેંડના સ્ટોન હેંગ ખાતેના સ્થાનોમાં સમાનતા છે. આ ત્રણેય ઠેકાણોએ ચુંબકીય શક્તિ છે. ડૉ. રાવતના સંશોધનોમાં આ ચારેય સ્થાનો ચુંબકીય દૃષ્ટિએ ભારિત (ભારેલાં) હોવાનું ધ્યાનમાં આવ્યું છે.