અનુક્રમણિકા
- ૧. કર્નલ માર્ટિને ૧૩૭ વર્ષ પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવો
- ૨. મંદિરની જાણકારી
- ૩. મંદિરની સ્થાપના
- ૪. મંદિરનું પહેલાંનું સ્વરૂપ
- ૫. મંદિરની આજુબાજુનો પરિસર
- ૬. મંદિરના જીર્ણોદ્ધારનો ઇતિહાસ
- ૬ અ. અંગ્રેજ કમાંડર માર્ટિનનાં પત્નીએ મંદિર બાજુએ જવું, મંદિરની ભીંત પડી ગઈ હોવાનું જોવું અને ભીંતનું સમારકામ કરવા વિશે તેણે મંદિરના બ્રાહ્મણોને પૂછવું
- ૬ આ. પં. અવસ્થીએ તાત્કાલીન રસાલદાર મેજર પં. ગોપાલસિંહને મંદિરના જીર્ણોદ્ધાર કરી આપવા વિશે વિનંતિ કરવી
- ૬ ઇ. માર્ટિને પાસેના સંસ્થાનોના વકીલોની સહાયતાથી આર્થિક સહાયતા મેળવી આપવી
૧. કર્નલ માર્ટિને ૧૩૭ વર્ષ પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવો
‘માળવાના આગર ખાતેનું બાબા વૈજનાથ મહાદેવ મંદિર વિશ્વના પ્રસિદ્ધ શિવમંદિરોમાંનું એક છે. આ મંદિરની ચમત્કારિક કથાઓથી પ્રભાવિત થઈને કર્નલ માર્ટિને ૧૩૭ વર્ષ પહેલાં, અંગ્રેજોના શાસન કાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યારથી આ મંદિરનું વિકાસકાર્ય નિરંતર પ્રગતિપથ પર છે.
૨. મંદિરની જાણકારી
માળવાના (મધ્યપ્રદેશના) આગર ગામની ઉત્તર દિશામાં આશરે ૪ કિ. મી.ના અંતર પર વૈજનાથ મહાદેવનું પ્રાચીન અને વિશ્વવિખ્યાત મંદિર છે. કેવળ ગામના જ નહીં, જ્યારે આજુબાજુના ગ્રામીણ ક્ષેત્ર સહિત તે પ્રદેશના મોટા-મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે પધારે છે. વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્લેજ કોઈ વ્યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.
૩. મંદિરની સ્થાપના
આ મંદિરની સ્થાપના કોણે અને ક્યારે કરી, આ વિશે નિશ્ચિત કાંઈ કહી શકાતું નથી; પરંતુ સરકારી નોંધણી અનુસાર ડુંગરની ટોચ પર દક્ષિણ બાજુએ પહેલાં બેટખેડા નામનું ગામ હતું. તે ગામમાં મોડ જાતિના વૈશ્ય લોકોની વધારે વસ્તી હતી. મહા સુદ પક્ષ ચોથ, સં. ૧૫૬૩ વિ. (વર્ષ ૧૫૨૮) ના મુહૂર્ત પર મોડ વૈશ્યોએ વૈજનાથ મહાદેવ મંદિરનું ખાત-મુહૂર્ત કર્યું અને સં. ૧૫૮૫ વિ. (વર્ષ ૧૫૩૬)માં કામ પૂર્ણ થયું.
૪. મંદિરનું પહેલાંનું સ્વરૂપ
પહેલાં આ મંદિર એકાદ મઠ પ્રમાણે ઠીંગણું હતું. જ્વાલામુખી પત્થરમાંથી બનાવેલા મંદિરની ભીંતો પહોળી હતી. આ ભીંતોને હવાની અવર-જવર માટે એકાદ બારી કે ઝરોખો એવું કાંઈ નહોતું. પ્રકાશ માટે મંદિરમાં દિવસ-રાત અખંડ નંદાદીપ પ્રજ્વલિત રાખવામાં આવતો.
૫. મંદિરની આજુબાજુનો પરિસર
પૌરાણિક જાણકારી અનુસાર તે કાળમાં મંદિરની ચારેકોર ગાઢ ઝાડી હતી. આ ઝાડીમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, વરુ, ડુક્કર જેવા હિંસક વન્ય પશુઓની સંખ્યા પુષ્કળ હતી. ઘણાં વર્ષોથી આ મંદિરની નજીકથી એક જળધારા વહે છે. આ જળધારાને ‘બાણગંગા’ કહે છે.
૬. મંદિરના જીર્ણોદ્ધારનો ઇતિહાસ
૬ અ. અંગ્રેજ કમાંડર માર્ટિનનાં પત્નીએ મંદિર બાજુએ જવું, મંદિરની ભીંત પડી ગઈ હોવાનું જોવું અને ભીંતનું સમારકામ કરવા વિશે તેણે મંદિરના બ્રાહ્મણોને પૂછવું
એક અંગ્રેજે બાબા વૈજનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર શા માટે કર્યો, આ વિશેની જાણકારી પણ ઇતિહાસમાં નોંધ કરેલી છે. પૌરાણિક કથા અનુસાર વર્ષ ૧૮૮૦માં અંગ્રેજ સેના કાબુલ યુદ્ધ માટે ગઈ હતી. આ સેનામાં માર્ટિન નામનો એક અંગ્રેજ કમાંડર પણ હતો. એક દિવસ માર્ટિનનાં પત્ની ઘોડા પર સવાર થઈને ફરતાં ફરતાં આ મંદિર પાસે પહોંચ્યાં. મંદિરની એક ભીંતનો કેટલોક ભાગ તુટેલો જોઈને માર્ટિનનાં પત્નીએ તે વિશે મંદિરમાં પૂજા કરનારા બ્રાહ્મણ પાસે પૂછપરછ કરી ‘‘તે સરખી કેમ બાંધી લેતા નથી ?’’ તે સમયે પૂજા કરનારા પં. શિવચરણલાલ અવસ્થીએ તેને કહ્યું, ‘‘અમારી પાસે તેટલા પૈસા નથી. જો તમે બાંધી આપશો, તો ઘણી કૃપા થશે.’’ ત્યારે માર્ટિનનાં પત્નીએ કહ્યું, ‘‘મારા પતિ યુદ્ધ કરવા ગયા છે. તેઓ આવે પછી હું તેમને ભીંત બાંધી આપવા વિશે ભલામણ કરીશ.’’ તેમનું કહેવું સાંભળીને ઉપસ્થિત બ્રાહ્મણોએ ‘માર્ટિન સાહેબ વહેલા જ સુખરૂપ પાછા ફરે’, એવી પ્રાર્થના કરી.
૬ આ. પં. અવસ્થીએ તાત્કાલીન રસાલદાર મેજર પં. ગોપાલસિંહને મંદિરના જીર્ણોદ્ધાર કરી આપવા વિશે વિનંતિ કરવી
અંગ્રેજોની સેના કાબુલ યુદ્ધ પરથી પાછી ફર્યા પછી પં. અવસ્થીએ માર્ટિનનાં પત્ની સાથે મંદિરની પડી ગયેલી ભીંત બાંધવા વિશે થયેલો વાર્તાલાપ તત્કાલીન રસાલદાર મેજર પં. ગોપાલસિંહને કહ્યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કરી આપવાની વિનંતિ કરી.
૬ ઇ. માર્ટિને પાસેના સંસ્થાનોના વકીલોની સહાયતાથી આર્થિક સહાયતા મેળવી આપવી
ગોપાલસિંહે માર્ટિનને આ વિશે વાત કરી અને વૈજનાથ મંદિરનું સમારકામ કરી આપવા માટે પુષ્કળ પ્રયત્ન કર્યા. માર્ટિને પણ તેમનું કહેવું સ્વીકાર કર્યું. તે સમયમાં આગર ખાતે મધ્ય ભારતનો દૂતાવાસ અને તેનું કાર્યાલય પણ હતું. નજીકમાં જ નાના-મોટા સંસ્થાનોના દૂત (વકીલો) અહીં રહેતા હતા. માર્ટિને આ વકીલોને મંદિરના જીર્ણોદ્ધાર માટે તેમને સંસ્થાન વતી આર્થિક સહાયતા મેળવી આપવા માટે કહ્યું અને આ રીતે મંદિરનું જીર્ણોદ્ધાર પુરુ થયું.