શિવજીનું કાર્ય

Article also available in :

સર્વસામાન્‍ય રીતે ઘણા લોકોને એકાદ દેવતાનો નામજપ કેવી રીતે કરવો, તેમને કયા ફૂલો ચઢાવવા, આ વિશેની જાણકારી હોય છે; પરંતુ તે દેવતાનું કાર્ય, તેમની અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિશિષ્‍ટતાઓ ઇત્‍યાદિ વિશે ગહન જાણકારી હોતી નથી. તે દૃષ્‍ટિએ આ લેખમાં ‘શિવ’ આ દેવતાના કાર્ય વિશે ટૂંકમાં જાણકારી આપી રહ્યા છીએ.

 

૧. વિશ્‍વની ઉત્‍પત્તિ

શિવ-પાર્વતીને ‘જગત: પિતરૌ’ એટલે જગત્‌ના માતા-પિતા કહેવામાં આવે છે. વિશ્‍વના સંહાર સમયે જ નવનિર્મિતિ માટે આવશ્‍યક તે વાતાવરણ શિવજી નિર્માણ કરે છે.

૧ અ. શિવજીના ડમરુમાંના નાદ દ્વારા વિશ્‍વની ઉત્‍પત્તિ થવી

શંકરના ડમરુમાંના બાવન સ્‍વરોમાંથી, એટલે બાવન નાદ દ્વારા નાદબીજ અર્થાત્ બીજમંત્ર (બાવન અક્ષરો) નિર્માણ થયા અને તેમાંથી વિશ્‍વની ઉત્‍પત્તિ થઈ. નદ્-નાદ્ એટલે સાતત્‍યથી વહેતા રહેવાની પ્રક્રિયા. આ નાદબીજોમાંથી ‘દ દ દમ્’ એટલે ‘દદામિ ત્‍વમ્ । (હું તને આપું છું)’ એવો નાદ આવ્‍યો. શિવજીએ વિશ્‍વને ‘હું જ્ઞાન, પવિત્રતા અને તપ આપું છું’ એવો જાણે વિશ્‍વાસ આપ્‍યો.

૧ આ. શિવજીના તાંડવ નૃત્‍ય દ્વારા વિશ્‍વવેપાર ચાલુ થવો

શિવજીનું ‘નટરાજ’ એવું પણ એક નામ છે. શિવજીનું તાંડવ નૃત્‍ય જ્‍યારે ચાલુ થાય છે, ત્‍યારે તે નૃત્‍યના ઝંકારને કારણે સર્વ વિશ્‍વવેપારને વેગ મળે છે અને જ્‍યારે તેમનું નૃત્‍ય વિરામ પામે છે, ત્‍યારે આ ચરાચર વિશ્‍વને પોતાનામાં સમાવી લઈને તે એકલા જ આત્‍માનંદમાં નિમગ્‍ન બની રહે છે.

૧ ઇ. સર્વત્ર વ્‍યાપી રહેલા ચૈતન્‍યમય શિવત્‍વનું સ્‍ફુરણ એટલે જ વિશ્‍વ

‘પ્રત્‍યેક જીવમાં શિવત્‍વ (આત્‍મતત્ત્વ) હોય છે અને તે ચૈતન્‍યરૂપ છે. તે જ પરમ શિવ. આ પરમ શિવ પ્રત્‍યેક વસ્‍તુને વ્‍યાપી લે છે. તે તેમનું વિશ્‍વાત્‍મક રૂપ. સર્વ વસ્‍તુઓને વ્‍યાપીને પણ તે શેષ (બાકી) છે જ. એ તેમનું ‘વિશ્‍વોત્તીર્ણ’ રૂપ. વિશ્‍વ એ તેમનું જ સ્‍ફુરણ છે. વિશ્‍વ પહેલેથી અસ્‍તિત્‍વમાં હતું જ. સૃષ્‍ટિકાળ દરમ્‍યાન શિવશક્તિના યોગથી તે પ્રગટ થયું.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

૧ ઈ. પરમ શિવની સ્‍વતંત્રશક્તિને કારણે બિંબ સિવાય જ જગત્‌નું પ્રતિબિંબ હોવું

‘પરમ શિવ એ એકજ માત્ર તત્ત્વ છે. ‘માયા’ એટલે તેમણે સ્‍વેચ્‍છાથી ધારણ કરેલું રૂપ છે. પરમ શિવ એ જ સૃષ્‍ટિ, સ્‍થિતિ, સંહાર, અનુગ્રહ અને વિલય આ પાંચ કર્મોના સંપાદક છે. જગત્ એ પરમ શિવનું પ્રતિબિંબ છે. વૃક્ષ, પર્વત, હાથી, ગાય ઇત્‍યાદિ નિર્મળ અરીસામાં પ્રતિબિંબિત થાય છે. તેઓ અરીસા કરતાં ભિન્‍ન દેખાય છે. વાસ્‍તવિક રીતે જોતાં તેઓ પ્રતિબિંબથી અભિન્‍ન છે. તેવી જ રીતે પરમ શિવમાં પ્રતિબિંબિત થયેલું વિશ્‍વ અભિન્‍ન હોવા છતાં હાથી, ગાય, પર્વત, વૃક્ષ એવું ભિન્‍ન ભાસમાન થાય છે. જો બિંબ હોય, તો જ પ્રતિબિંબ હોય છે; પણ અત્રે પરમ શિવની સ્‍વતંત્રતા શક્તિને કારણે બિંબ સિવાય જ જગત્‌નું પ્રતિબિંબ હોય છે.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

 

૨. જગદ્‍ગુરુ

‘ज्ञानं महेश्‍वरात् इच्‍छेत् मोक्षम् इच्‍छेत् जनार्दनात् ।’,

એટલે શિવજી પાસેથી જ્ઞાનની અને જનાર્દન (શ્રીવિષ્‍ણુ) પાસેથી મોક્ષની ઇચ્‍છા કરવી.

 

૩. પોતે સાધના કરીને બધાની ઉત્તરોત્તર પ્રગતિ કરાવી લેનારા

‘શિવ ઉત્તર દિશામાં સ્‍થિત કૈલાસ પર્વત પર ધ્‍યાન ધરે છે અને અખિલ જગત્‌નું ધ્‍યાન રાખે છે. તે પોતે સાધના કરીને બધાની ઉત્તરોત્તર પ્રગતિ કરાવી લે છે.’ – પ.પૂ. પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

 

૪. કામદેવનું દહન કરનારા, અર્થાત્ ચિત્તમાંના કામ ઇત્‍યાદિ દોષ નષ્‍ટ કરનારા

એકાદ ચાર-પાંચ વર્ષના છોકરાએ મોટા માણસ સાથે લઢવાનો પ્રયત્ન કરવા કરતાં પણ વાસનાઓ સાથે લઢવાનું પુષ્‍કળ અઘરું છે. કામદેવને શિવજીએ જ બાળ્‍યા. આના પરથી શિવજીનું સામર્થ્‍ય અને અધિકાર ધ્‍યાનમાં આવે છે.

૪ અ. શિવજીએ કામદેવને બાળી નાખ્‍યા પછી તેને બધાના મનમાં સ્‍થાન આપવું  ‘ભ્રૂમધ્‍ય પાસેનું ત્રીજું નેત્ર ખોલીને શંકરે કામવાસના તો નષ્‍ટ કરી જ, તે સાથે જ કામદેવને પણ બાળી નાખ્‍યા. જગત્‌માંની કામવાસના જ નષ્‍ટ કરી. ‘હવે પ્રજોત્‍પત્તિ કેવી રીતે થશે’, તે માટે કામદેવનાં પત્ની રતિએ કરેલી પ્રાર્થના પરથી શિવજીએ કામદેવને જીવન પ્રદાન કર્યું; પણ તે અનંગ (શરીર સિવાયના) થયા, મનોજ થયા. તે સર્વ દેહધારી જીવોના ચિત્તમાં ધામો નાખીને સર્વ જગત્ જીતી રહ્યા છે. તેથી વાસના નષ્‍ટ થવા માટે શંકર ભગવાનની આરાધના કરો. તેમની કૃપાથી ચિત્ત, કામ ઇત્‍યાદિ દોષવિહોણું બની જશે.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

 

૫. આજ્ઞાચક્રના અધિપતિ

આપણા શરીરમાં મૂલાધાર, સ્‍વાધિષ્‍ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્‍ત્રાર આ સાત ચક્રો છે. કુંડલિનીશક્તિનો પ્રવાસ આ ચક્રો દ્વારા જ થાય છે. આ ચક્રો વિવિધ દેવતાઓ સાથે સંબંધિત છે, ઉદા. મૂલાધારચક્ર શ્રી ગણપતિ સાથે અને સ્‍વાધિષ્‍ઠાનચક્ર દત્ત સાથે સંબંધિત છે. ટૂંકમાં તે તે દેવતા તે તે ચક્રના અધિપતિ છે. શિવજી આજ્ઞાચક્રના અધિપતિ છે. શિવજી આદિગુરુ છે. ગુરુસેવામાં રહેલા શિષ્‍યનો ‘આજ્ઞાપાલન’ આ સૌથી મહત્ત્વનો ગુણ છે. આવી દૃષ્‍ટિએ આજ્ઞાચક્રના ઠેકાણે રહેલું શિવજીનું સ્‍થાન આ એક પ્રકારે શિવજીના ગુરુત્‍વની જ સાક્ષી પુરાવે છે. શિવજીનું તૃતીય નેત્ર (જ્ઞાનચક્ષુ) હોવાનું સ્‍થાન પણ તે જ છે.

 

૬. મૃત્‍યુંજય

‘મહાદેવને ‘સોમદેવ’ એવું પણ કહે છે. દક્ષિણ દિશાના સ્‍વામી યમ છે. આ મૃત્‍યુના દેવતા છે, જ્‍યારે સોમ (શિવ) એ મૃત્‍યુંજય એવી ઉત્તર દિશાના સ્‍વામી છે. શંકર ભગવાનની પિંડી પણ હંમેશાં ઉત્તર ભણી જ રાખે છે. યમ સ્‍મશાનમાંના સ્‍વામી છે, જ્‍યારે સ્‍મશાનમાં રહીને રુંડમાળા ધારણ કરનારા અને ધ્‍યાનધારણા કરનારા દેવ એટલે શિવ. જીવ તપસાધના દ્વારા અગ્‍નિતત્ત્વ, યમ, વરુણ અને વાયુતત્ત્વને લાંઘી જઈને મૃત્‍યુંજય એવા શિવતત્ત્વ પાસે જાય છે. તે સમયે શિવજી તે જીવને અભય પ્રદાન કરીને ઈશ્‍વરી તત્ત્વને સ્‍વાધીન કરે છે. તે સમયે જીવ અને શિવ એક થાય છે.’ – પ.પૂ. પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

 

૭. ત્રિગુણાતીત કરનારા

સત્ત્વ, રજ અને તમ આ ત્રણેયને, એટલે જ અજ્ઞાનને, શિવ એકસાથે નષ્‍ટ કરે છે.

 

૮. કાળ અનુસાર કાર્ય

 

કાળ નામ આવિષ્‍કાર/કાર્ય
૧. વેદકાળ રુદ્ર (રડાવનારા) ઉગ્ર
૨. વેદોત્તરકાળ શિવ સૌમ્‍ય
૩. પુરાણકાળ મહેશ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ આ ત્રિમૂર્તિમાંના સંહારક દેવતા
૪. પુરાણોત્તરકાળ મહાદેવ (દેવાધિદેવ) ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય આ ત્રણેયના કર્તા
સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શિવ વિશેનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિવેચન’

Leave a Comment