અનુક્રમણિકા
કોરોનાને કારણે જે અનેક સમસ્યાઓ નિર્માણ થઈ છે, તેમાંની એક એટલે વૃદ્ધોને સંભાળવાની સમસ્યા. પહેલેથી જ સમાજમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની માનસિકતા વધતી જતી હોય, ત્યારે કોરોના મહામારીનું નિમિત્ત થયું. કોરોનાના ભયથી ‘ઘરમાં નાના બાળકો છે’, ‘છોકરાઓ વિદેશમાં છે’, ‘સંભાળવા નથી’ આવા અનેક કારણોસર વૃદ્ધ માતા-પિતાને ‘કાળજી કેંદ્ર’ (કેર સેંટર)માં મૂકનારાઓની સંખ્યા હવે વધી રહી છે, એવા સમાચાર પ્રકાશિત થયા છે. ભારતમાંના મોટાભાગના બધા જ મોટા શહેરોના યશોગાનની આ કાળી બાજુ છે. આ કેંદ્રો અથવા વૃદ્ધાશ્રમ એટલે એક અર્થથી સમાજની અત્યંત અસંવેદનશીલતાના જીવંત કેંદ્રો છે. ‘અંગ્રેજિયત શિક્ષણપદ્ધતિના વિજયના સ્મારકો છે’, એવું જ ખેદપૂર્વક કહેવું પડે છે.
૧. એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવો
કોરોના કાળમાં ઘરમાંના વૃદ્ધોને જોખમ તરીકે અથવા નાના છોકરાઓને જોખમ તરીકે તેમને આવા ‘કાળજી કેંદ્ર’માં અથવા ‘નર્સિંગ હોમ’માં રાખવાની નવી પદ્ધતિ ચાલુ થઈ. કેટલાક લોકો ઘરે રહીને કામ કરી રહ્યા હતા. તેમને તેમના વાલીઓની સુશ્રુષા કરવી કઠિન થઈ બેઠું. કેટલાકના છોકરાઓ પરદેશમાં છે. કેટલાક લોકોનું કોઈ જ નથી. કેટલાક લોકોની સંભાળ લેવાવાળું કોઈ નથી. કોરોનાને કારણે બીમાર વૃદ્ધોની કાળજી લેનારા કર્મચારીઓ ઘરે આવતા બંધ થયા. કેટલાક છોકરાઓએ કહ્યું કે, ‘મહામારીનું જોખમ થોડા માસ પછી ઓછું થાય કે, અમે તેમને ઘરે લાવીશું.’ કેટલાક વૃદ્ધોને કોરોના થયો; તેથી ભરતી કરવામાં આવ્યા; પણ કોરોના મટી ગયા પછી પણ તેમના છોકરાઓ તેમને ઘરે લઈ ન ગયા. અનેક વૃદ્ધો હવે આ ‘કાળજી કેંદ્ર’માં અથવા વૃદ્ધાશ્રમમાં જવાની પ્રતીક્ષામાં છે. આ કેંદ્રોમાં ભરતી થનારાઓની સંખ્યા દિને-દિને વધતી જતી હોવાથી તે જગ્યાઓ ભરાઈ ગઈ છે. એક કેંદ્રમાં તો તે બંધાવા પહેલાં જ તેની જગ્યાઓ ભરાઈ ગઈ. કેટલાંક કેંદ્રોએ અનેક લોકોને પ્રતીક્ષા સૂચિમાં ‘વેટિંગ લિસ્ટ’ (પર) રાખ્યા છે. ઘરે અને બહાર બન્ને બાજુ ‘વૃદ્ધોની કાળજી કરનારું કોઈ નથી’, એવી વિકટ સ્થિતિ નિર્માણ થઈ છે. ‘નાનપણ આપજે ભગવાન’ પણ ‘ઘડપણ ન આપતો રે’ એવી કહેવત રૂઢ થવાની વારી વૃદ્ધો પર આવી છે.
૨. કર્તવ્યની અવગણનાયુક્ત માનસિકતા
પ્રતિદિન ૫ થી ૬ લોકો આ ‘કાળજી કેંદ્ર’માં તેમના વાલીઓને મૂકવા માટે પૂછપરછ કરી રહ્યા છે. આ આંકડાઓ જોતાં, સમાજમાંના યુવાનોની માનસિકતાની કલ્પના આવે છે. જે માતા-પિતાને કારણે પોતે આ વિશ્વમાં આવ્યા, તે માતા-પિતા યુવાનોને ભારે લાગે છે, આ અત્યંત સ્વાર્થી વૃત્તિ છે. જો કોઈ કારણસર વૃદ્ધ વાલીઓ યુવાનોને ન જોઈએ, એમ લાગે, તો પણ ‘સારી રીતે પ્રેમપૂર્વક સંભાળ કરવો’ એ તેમનું કર્તવ્ય છે. આજની પેઢીમાં આ જાણ ન હોવી અને વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે બહાના શોધવા આ સંયુક્ત કુટુંબપદ્ધતિનો લોપ થયો હોવાના ભયાનક પરિણામ છે. પહેલાં પૌત્રોનું ઘડતર કરવાનું દાયિત્વ દાદા-દાદીનું જ હતું. પણ હવે દાદા-દાદીને વૃદ્ધાશ્રમ નામના ‘કારાગૃહ’માં બંદી બનાવી રાખવામાં આવે છે. જન્મદાતાઓને કારાગૃહમાં રાખીને મોજ-મજા કરવાની, આને કેવળ કૃતઘ્નતા કહે છે અને આને ભારતીય સંસ્કૃતિમાં જરાય સ્થાન નથી.
‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ એટલું સન્માનનું સ્થાન માતા-પિતાને આપનારા અને શ્રવણકુમારનો આદર્શ રહેલી આપણી પરંપરામાં ઘરની પ્રમુખ વ્યક્તિઓને બહાર કાઢી મૂકવાની આ નવી રૂઢિ નિષેધક જ છે. કુંભમેળા જેવા પવિત્ર સ્થાને પણ વૃદ્ધ વાલીઓને છોડી જનારા છોકરાઓ હોય છે. આ અત્યંત વિદારક અને હૃદયદ્રાવક ચિત્ર છે. છોકરાઓને માતા-પિતા નથી જોઈતા; પણ માતા-પિતાની સંપત્તિ જોઈતી હોય છે. ભરેલા ઘરડાઘરો અને જ્યેષ્ઠોના અનાથાલયો આ સમાજની ચેનબાજી સ્વાર્થી માનસિકતાનું લક્ષણ છે. માતા-પિતા સાથે ભલે ગમે તેટલું ન બનતું હોય અથવા ગમે તેટલું કેરિયર કરવું હોય, તો પણ છોકરાઓએ માતા-પિતાને ‘ઘરની બહાર કાઢી મૂકવા’ આ કાંઈ ઉપાય નથી. વાલીઓને ઘરની બહાર કાઢી મૂકવા એટલે કુટુંબનો આધાર પોતે જ નષ્ટ કરવા જેવું છે. આવા દાયિત્વશૂન્ય છોકરાઓને તેમના જીવનમાં પણ આ જ દુર્દૈંવી સ્થિતિનો સામનો કરવો પડે, તો આશ્ચર્ય ન લાગવું જોઈએ. ઉચ્ચશિક્ષિતોમાં આ પ્રકાર મોટા પાયે જોવા મળે છે. ગામડામાં હજી આ પ્રકાર તેટલો જોવા મળતો નથી.
૩. સરકારી સ્તર પર ઉપાયયોજના હોવી જોઈએ
આ વિશે કેવળ નિરાશાજનક નિસાસા નાખીને ચાલશે નહીં. આ ચિત્ર પાલટવા માટે સંયુક્ત કુટુંબ પદ્ધતિ પુનર્જીવિત થવી આવશ્યક છે. અર્થાત તે માટે ધર્માચરણ કરનારી પેઢીની આવશ્યકતા છે. ભલે પતિ-પત્નીમાં ઝગડો થાય, તેમ છતાં તેઓ તુરંત કાયદાથી વિભક્ત થઈ શકે નહીં. કેટલીક સંસથાઓ દ્વારા સલાહ-સૂચનો (કાઊંસેલિંગ) આપવાની સગવડ હોય છે. તેવું જ માતા-પિતાના સંદર્ભમાં પણ કરવું જોઈએ. તેમજ કાંઈ અગવડનું કારણ ન હોવા છતાં તેમને ઘરડાઘરમાં મોકલવામાં આવતા હોય, તો તે છોકરાઓને કાયદાનો ધાક રહે, એવા પ્રકારના કાયદા કરવાનો સમય હવે પાકી ગયો છે. જે જ્યેષ્ઠ નાગરિકો ખરેખર જ અનાથ છે, તેમનું દાયિત્વ સમાજ અને સરકારે મળીને વહોરવું જોઈએ.
ભારતના દાનવીર સમાજ માટે તે અઘરું નથી; અત્યારે પણ તેવું કેટલાક પ્રમાણમાં થઈ રહ્યું છે; પરંતુ તે માટે એક રીતસરની કાર્યપદ્ધતિ હોવી જોઈએ; જેથી જે વૃદ્ધો પૂર્ણ અનાથ છે, તેમની ઉપેક્ષા (સાર-સંભાળનો અભાવ) થશે નહીં. દેશ માટે યોગદાન આપેલા આ વૃદ્ધ લોકોના અંતિમ દિવસો આનંદમાં વીતે, તેમને કોઈ અગવડ ન પડે, તે માટે સરકારે કેટલીક વિગતવાર ઉપાયયોજનાઓ કાઢવી આવશ્યક હોવાનું હવે જણાય છે. સરકાર એ માટે કોઈ ખાસ વલણ અપનાવી શકે છે. ખરુંજોતાં વૃદ્ધાશ્રમ આ કાંઈ આદર્શ સમાજસંસ્કૃતિનો ભાગ નથી જ; પરંતુ કાળને અનુસરીને કેટલાક અનિવાર્ય કારણોસર તેમની આવશ્યકતા લાગતી હોય, તો તે વૃદ્ધોનું સાધનાશ્રમ થવું જોઈએ; જેથી કરીને આ મોક્ષમંદિરો તેમનું બાકીનું આયખું અને તે પછીનું જીવન પણ આનંદી કરશે !