મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્‍વપ્રસિદ્ધ જાગૃત મંદિર !

Article also available in :

અનુક્રમણિકા

૧૪૦ ફૂટ ઊંચી અને સોનેરી રંગની કાર્તિકસ્‍વામીની વિશ્‍વની સૌથી મોટી મૂર્તિ !

 

મલેશિયાની રાજધાની કૌલાલંપુર પાસે ૪૦ કરોડ વર્ષ પ્રાચીન રહેલી અને પ્રચંડ મોટી એવી બટુ ગુફા !

 

કાર્તિકેય મંદિરના પૂજારીએ રામરાજ્‍યની સ્‍થાપના માટે ભગવાનને દૂધનો અભિષેક અને વિશેષ પૂજા કરીને મૂર્તિને હાર પહેરાવ્‍યો તે ક્ષણ !

 

મંદિરના પૂજારીએ કાર્તિકસ્‍વામીના ગળામાંનો ફૂલનો હાર અને અભિષેકનો પ્રસાદ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને આપ્‍યો તે ક્ષણ !

 

૧. ભારતીય પ્રાચીન ઇતિહાસમાંનો ‘મલય દ્વીપ’ એટલે જ વર્તમાનનો મલેશિયા દેશ હોવો અને આ ઠેકાણે ૧૫મા શતક સુધી હિંદુઓનું સામ્રાજ્‍ય હોવું

‘પ્રાચીન કાળમાં જેને ‘મલય દ્વીપ’ કહેવામાં આવતો હતો, તે એટલે વર્તમાનનો મલેશિયા દેશ છે. મલેશિયા આ અનેક દ્વીપોનો (બેટોનો) સમૂહ છે. મલય ભાષામાં અનેક સંસ્‍કૃત શબ્‍દોનો ઉપયોગ કરવામાં આવે છે. મલય સાહિત્‍યમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’નો સંબંધ દેખાઈ આવે છે. ૧૫મા શતક સુધી મલેશિયામાં ‘ઇસ્‍લામ’ આવ્‍યો ત્‍યાં સુધી ‘મજાપાહિત’ અને ‘શ્રીવિજય’ આ હિંદુ સામ્રાજ્‍યોએ ૧ સહસ્ર ૫૦૦ વર્ષ રાજ્‍ય કર્યું. ૨ સહસ્ર વર્ષો પહેલાં મલેશિયાના ઇતિહાસ વિશેનો ખાસ ઉલ્‍લેખ જોવા મળતો નથી.

 

૨. ૪૦ કરોડ વર્ષ પ્રાચીન રહેલી બટુ પર્વત પરની બટુ ગુફા

મલેશિયાની રાજધાની કૌલાલંપુરથી ૧૬ કિ.મી. અંતર પર ‘બટુ’ પર્વતમાળા છે. આ પર્વતોમાં ચૂના-પથ્‍થરની એક ગુફા છે. વૈજ્ઞાનિકોના મતમાં આ ગુફા ૪૦ કરોડ વર્ષ પ્રાચીન છે. આ ગુફામાં જવા માટે ૨૭૨ પગથિયાં છે. પગથિયાં ચઢીને ઉપર ગયા પછી પ્રચંડ મોટી ગુફામાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ ગુફા એટલી તો મોટી છે કે, તેમાં ૧૦ માળનું મકાન ચણી શકાશે. (છાયાચિત્ર ક્રમાંક ૨ જુઓ) આ ગુફામાં ૩ ઠેકાણેના મોટા બાખામાંથી સૂર્યપ્રકાશ અંદર આવે છે.

 

૩. વિશ્‍વનાં કાર્તિકેયના ૧૦ સ્‍થાનોમાંથી બટુ પર્વત આ દસમું સ્‍થાન હોવું

ગુફાની અંદર ૧૦૦ મીટર ચાલતા ગયા પછી કાર્તિકેયનું મંદિર આવે છે. તામિલ હિંદુઓની શ્રદ્ધા છે, ‘કાર્તિકેયનું સ્‍થાન ધરાવતાં વિશ્‍વમાં ૧૦ પર્વતો છે. તેમાંના ૬ ભારત ખાતેના તામિલનાડુ રાજ્‍યમાં અને ૪ મલેશિયામાં છે. આ ૧૦ સ્‍થાનોમાંથી આ દસમું સ્‍થાન છે.’ આ સ્‍થાનને તમિલમાં ‘પત્તુ’ તરીકે સંબોધવામાં આવે છે. તામિલ ભાષામાં ‘પત્તુ’ એટલે દસ. કાળાંતરે ‘પત્તુ’ આ શબ્‍દનો અપભ્રંશ થઈને ‘બટુ’ થયું. તેને કારણે હવે આ પર્વતને મલેશિયામાંના હિંદુઓ ‘બટુ પર્વત’ અને પત્તુ ગુફાને ‘બટુ ગુફા’ આ નામથી ઓળખે છે.

 

૪. બટુ ગુફાનો ઇતિહાસ

૧૫૦ વર્ષો પહેલાં બ્રિટિશો ભારતના તામિલનાડુ પ્રાંત અને શ્રીલંકામાંથી તામિલ લોકોને ચા ના બગીચાઓમાં કામ કરવા માટે મલેશિયા ખાતે લઈ ગયા. આ લોકો મલેશિયાના વિવિધ પ્રાંતોમાં સ્‍થાયિક થયા. આમાંના જ એક એટલે શ્રી. તંબુસ્‍વામી પિલ્‍લૈ. શ્રી. તંબુસ્‍વામી દેવીભક્ત હતા. તેમના સપનામાં આવીને શ્રી દુર્ગાદેવીએ તેમને કહ્યું, ‘બટુ આ નામની ગુફા એ કાર્તિકેયસ્‍વામીનું તપશ્‍ચર્યા ક્ષેત્ર છે. આ ઠેકાણે ભક્તોની ઉપાસના માટે એક મંદિરની સ્‍થાપના કર.’ તે પ્રમાણે બીજા દિવસે શ્રી. પિલ્‍લૈ હાથમાં કાર્તિકસ્‍વામીજીનું ‘વેલ’ નામનું આયુધ લઈને પોતાના કેટલાક મિત્રો સાથે બટુ ગુફામાં ગયા અને તેમણે વર્ષ ૧૮૯૧માં આ ગુફામાં નાના મંદિરની સ્‍થાપના કરી. આ ગુફાની અંદર એટલી મોટી જગ્‍યા છે કે, એક સમયે ૫ સહસ્ર ભક્તો બેસીને પૂજા કરી શકે છે.

 

૫. બટુ ગુફામાંના કાર્તિકસ્‍વામીજીના મંદિરમાંનો વાર્ષિક ઉત્‍સવ – તાયપૂસમ્

માતા પાર્વતીએ કર્તિક ભગવાનને જે દિવસે ‘વેલ’ આયુધ આપ્‍યું, તે દિવસ એટલે તાયપુસમ્. આ દિવસના સ્‍મરણાર્થે પ્રત્‍યેક વર્ષે બટુ ગુફામાંના કાર્તિકેય મંદિરમાં અહીંના હિંદુઓ ‘તાયપૂસમ્’ ઉત્‍સવ ઊજવે છે.

 

૬. બટુ પર્વતની તળેટીમાં રહેલી કાર્તિકસ્‍વામીજીની વિશ્‍વની સૌથી મોટી મૂર્તિ !

બટુ પર્વતની તળેટીમાં ગુફામાં જવા માટે પગથિયાં ચાલુ થાય છે. આ ઠેકાણે વર્ષ ૨૦૦૬માં મલેશિયામાંના હિંદુઓએ ૧૪૦ ફૂટ ઊંચાઈની સુવર્ણ રંગની કાર્તિકસ્‍વામીજીની સુંદર મૂર્તિ ઊભી કરી છે. કાર્તિકસ્‍વામીની આ નયનમનોહર મૂર્તિ વિશ્‍વની સૌથી મોટી મૂર્તિ છે. (છાયાચિત્ર ક્રમાંક ૧ જુઓ.)

 

૭. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ મંદિરમાં શ્રી કાર્તિકસ્‍વામીના દર્શન લેવા ગયા ત્‍યારે ત્‍યાંના પૂજારીએ રામરાજ્‍યની સ્‍થાપના માટે વિશેષ પૂજા કરવી અને તે સમયે ભગવાનને પહેરાવવામાં આવેલા વસ્‍ત્રનો રંગ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની સાડીના રંગ જેવો જ હોવો

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને ૪ સાધક-વિદ્યાર્થીઓ મલેશિયા ખાતે અભ્‍યાસ પ્રવાસ માટે ગયા હતા. આ સમયગાળામાં ૧.૪.૨૦૧૮ના દિવસે સવારે ૯ કલાકે બધા બટુ ગુફામાં કાર્તિકસ્‍વામીના દર્શન માટે ગયા. આ સમયે મલેશિયાના સાધક શ્રી. પુગળેંદી સેંથીયપ્‍પન પણ ઉપસ્‍થિત હતા. કાર્તિકસ્‍વામી મંદિરના પૂજારીને જ્ઞાત થયું, ‘રામરાજ્‍યનો સંકલ્‍પ’ કરીને દર્શન માટે ભારતમાંથી કોઈ સંત આવ્‍યા છે.’ ત્‍યારે તેમણે પોતે આવીને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને હરોળમાંથી બહાર બોલાવીને ભગવાન સામે લઈ ગયા અને રામરાજ્‍યની સ્‍થાપના માટે કાર્તિકસ્‍વામીને દૂધનો અભિષેક કરીને વિશેષ પૂજા કરી. (છાયાચિત્ર ક્રમાંક ૩ જુઓ.) અભિષેક પછી તેમણે કાર્તિકસ્‍વામીને નવું વસ્‍ત્ર પહેરાવ્‍યું. આશ્‍ચર્ય એટલે ભગવાનને પહેરાવવામાં આવેલું વસ્‍ત્ર અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની સાડી, આ બન્‍નેના રંગ સરખા જ હતા. બન્‍ને વસ્‍ત્રોના પાલવ પણ એકજ રંગના હતા.

 

૮. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનો સત્‍કાર થઈ રહ્યો હતો, ત્‍યારે પ્રત્‍યક્ષ કાર્તિકસ્‍વામીએ પૂજારીના માધ્‍યમ દ્વારા તેમનો સત્‍કાર કર્યો હોવાનું અભ્‍યાસ યાત્રાના સાધક-વિદ્યાર્થીઓને જણાવું

પૂજા પછી પૂજારીએ દર્શન માટે હરોળમાં ઊભાં રહેલાં એક મહિલા દ્વારા શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનો શાલ ઓઢાડીને સત્‍કાર કર્યો અને પોતે કાર્તિકસ્‍વામીના ગળામાં પહેરાવેલો ફૂલોનો હાર અને અભિષેકનો પ્રસાદ તેમને આપ્‍યો. (છાયાચિત્ર ક્રમાંક ૪ જુઓ.) આ સમયે અભ્‍યાસ પ્રવાસ પર શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે રહેલા અમને સાધક-વિદ્યાર્થીઓને ‘સ્‍વયં કાર્તિકસ્‍વામી જ ત્‍યાં આવ્‍યા છે અને તેઓ જ પૂજારીના માધ્‍યમ દ્વારા શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનો સત્‍કાર કરી રહ્યા છે’, એવું જણાયું.’

 શ્રી. વિનાયક શાનભાગ, મલેશિયા

Leave a Comment