અનુક્રમણિકા
- ૧. વ્યક્તિએ માંસાહાર કરવાનાં કારણો
- ૨. માંસાહાર તરીકે ગણવામાં આવતા અન્નઘટકોનું ઉદાહરણ અને તેની પાછળનું કારણ
- ૩. માંસાહારનાં દુષ્પરિણામ
- ૪. માંસાહારનું પરિણામ વિષસેવન કરવા પ્રમાણે હોવું
- ૫. માંસાહાર માટે પ્રતિદિન એક કરોડ પશુઓનો વધ થવો
- ૬. વૃક્ષ તોડવા કરતાં પણ પશુહત્યા અધિક ક્રૂર !
- ૭. પૃથ્વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે !
માંસાહારને કારણે તમોગુણની વૃદ્ધિ થાય છે. આ આહારને કારણે માનવી ઈશ્વરથી દૂર જાય છે. માંસાહારના દુષ્પરિણામ, પશુહત્યા આ વિશે આ લેખમાં ઊહાપોહ કર્યો છે.
૧. વ્યક્તિએ માંસાહાર કરવાનાં કારણો
૧. એકાદ વ્યક્તિ, તેને ગમે છે એટલા માટે માંસાહાર કરે છે.
૨. અનિષ્ટ શક્તિ પણ એકાદ પાસેથી પોતાની વાસના પૂર્ણ કરી લેવા માટે વ્યક્તિને માંસાહાર / તમોગુણી પદાર્થ ખાવાની ફરજ પાડે છે. તમોગુણ વધવાથી વ્યક્તિને ત્રાસ આપવાનું અનિષ્ટ શક્તિને સહેલું પડે છે.
૨. માંસાહાર તરીકે ગણવામાં આવતા અન્નઘટકોનું ઉદાહરણ અને તેની પાછળનું કારણ
‘પ્રાણીજન્ય ગર્ભરૂપી ધારણા ચલ સજીવમાં સમાવિષ્ટ થતી હોવાથી આવી ઉત્પત્તિની ક્ષમતા ધરાવતા ઘટકો માંસાહાર તરીકે ગણવામાં આવે છે. જેનામાં ગર્ભધારણા કરવાની, તેમ જ બીજા સજીવને ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે, આવા પ્રાણીજન્ય બીજ માંસાહાર તરીકે ગણાય છે.
ઇંડા : ઇંડામાંથી સજીવની નિર્મિતિ થતી હોવાથી તેમાં પ્રાણીજન્ય ગર્ભરૂપી બીજ સમાયેલું હોવાથી તે શાકાહારી અન્ન થઈ શકે નહીં.’
– એક વિદ્વાન (સૌ. અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ફાગણ સુદ ૧૨, કળિયુગ વર્ષ ૫૧૧૦, ૮.૩.૨૦૦૯, બપોરે ૪.૧૧)
૩. માંસાહારનાં દુષ્પરિણામ
૧. ‘માંસાહાર એ અસ્વાભાવિક અન્ન છે. તે અન્નને કારણે પાચનશક્તિને પ્રતિબંધ થાય છે.
૨. માંસાહારને કારણે રુધિરાભિસરણ અને શ્વાસોચ્છ્વાસમાં અડચણ નિર્માણ થાય છે. માંસાહારી લોકોને હૃદયરોગ, છાતી અને પેટના કર્કરોગ અથવા અન્ય રોગ થાય છે.
૩. માંસાહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તેને કારણે રોગ થાય છે.’
૪. ‘માંસાહારને કારણે તમોગુણમાં વૃદ્ધિ થાય છે. તેને કારણે માણસ તામસિક બને છે.
૫. આ આહારથી મનુષ્ય ઈશ્વરથી દૂર જાય છે.
૬. સામાન્ય રીતે નિયમિત માંસાહાર કરનારા સાધના ભણી વળતા નથી અને જો કદાચ વળે, તો સાધનામાં ટકી રહેવું કઠિન હોય છે.
૭. માંસાહારને કારણે કામવાસનાના વિકાર તીવ્ર થાય છે.
– ઈશ્વર (શ્રી. મોહન ચતુર્ભુજના માધ્યમ દ્વારા, ૨૫.૫.૨૦૦૭, બપોરે ૪.૩૦)
૪. માંસાહારનું પરિણામ વિષસેવન કરવા પ્રમાણે હોવું
અ. ‘વૈદ્યકીય શાસ્ત્રની દૃષ્ટિએ આહાર માટે એકાદ પ્રાણીની હત્યા કરવામાં આવે છે, તે સમયે મૃત્યુભયને કારણે તે પ્રાણીના શરીરમાં ઍડ્રીનલ અને નૉરઍડ્રીનલ આ ઝેરી રસ નિર્માણ થાય છે.
આ. પશુ-પક્ષીઓમાં ટ્રિચિનૉસિસ નામના રોગના (બિમારીના) ટ્રિચિનેલા નામના કૃમિ હોય છે. માંસ ખાવાથી આ કૃમિ માણસના આંતરડામાં મોટા પ્રમાણમાં ઇંડા નાખે છે. ઇંડામાંથી નીકળેલા કૃમિ રક્તપ્રવાહમાં વહેતા થાય છે અને શરીરમાં રહેલાં સ્નાયુઓના તાંતણામાં ભરાઈ પડે છે. તેનું આગળ જતાં રેણુમાં (cyst)માં રૂપાંતર થાય છે. અન્ન દ્વારા ઝેર પેટમાં જવાથી, જે થાય છે, બરાબર તેવું જ અહીં પણ થાય છે.’
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી
૫. માંસાહાર માટે પ્રતિદિન એક કરોડ પશુઓનો વધ થવો
‘સ્વામી અગ્નિવેશે કહ્યું, ‘‘આખા જગતની સૌથી મોટી સમસ્યા કુપોષણ છે. જગતમાં પ્રતિદિન એક કરોડ પશુઓનો વધ કરવામાં આવે છે અને પ્રત્યેક પશુ માટે ૧૦ કિલો અનાજની વ્યવસ્થા કરવામાં આવે છે. જગતમાં થનારા યુદ્ધોનું કારણ પણ માંસાહાર જ છે.’
૬. વૃક્ષ તોડવા કરતાં પણ પશુહત્યા અધિક ક્રૂર !
‘ડૉલર્સને માટે થઈને અમે ગમે તેવું પાપ કરવા માટે વિલક્ષણ તત્પર છીએ. નિસર્ગનો ઉચ્છેદ કરીએ છીએ. નિસર્ગ સાથે સ્પર્ધા કરીએ છીએ. અન્ય જીવ, પશુ-પક્ષીઓની કરપીણ હત્યા કરીએ છીએ. વનોને એકસામટાં તોડી નાખીએ છીએ. ઝાડવાઓ શા માટે તોડો છો ? શાના માટે ? (Hundreds of millions of trees are cut-down just to print rubbish novels and pornographic literature.) સ્વાર્થ માટે થઈને, જીવન પાપી બનાવનારા લૈંગિક સાહિત્યનું પ્રકાશન કરવા માટે, વૃક્ષોનો ઉચ્છેદ ? શું વૃક્ષોને જીવ નથી ? વૃક્ષોને જીવનનો, જીવવાનો અધિકાર નથી કે શું ? વૃક્ષો તોડવાનો અધિકાર માણસને કોણે આપ્યો ? ઝાડવાઓ તોડીને, કાગળના રાક્ષસી કારખાનાઓ ઊભા કરીને, ભૂમિ અને પાણી પ્રદૂષિત કરવાનો અમને શું અધિકાર છે ? સ્વાર્થ માટે થઈને, અધિક ડૉલર્સ કમાવવા માટે માણસ નિસર્ગને નિચોડી લે છે ! જીભના લાડ લડાવવા માટે પ્રતિવર્ષ અમે અબજો પશુઓની હત્યા કરી જ રહ્યા છીએ. પક્ષી મારી રહ્યા છીએ. વૃક્ષ તોડવા કરતાં પણ પશુહત્યા અધિક ક્રૂર છે. પશુઓની દુ:ખસંવેદના વિલક્ષણ તીવ્ર છે. પશુઓને જીવવાનો, જીવનનો અધિકાર નથી કે શું ? જીભના લાડ લડાવવા માટે તેમને મારી નાખવાનો માણસને શું અધિકાર ?
૭. પૃથ્વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે !
પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી