સંધ્‍યા કરવી

Article also available in :

ઉપનયન વિધિ પૂર્ણ થયા પછી પ્રતિદિન ‘સંધ્‍યા’ કરવી એવું ધર્મશાસ્‍ત્રમાં કહ્યું છે. આ લેખમાં આપણે સંધ્‍યા કરવાનું મહત્ત્વ અને લાભ શું છે, એ જાણી લઈએ.

 

૧. સંધ્‍યાના સંદર્ભમાંના આચાર

સવારે સ્‍નાન કર્યા પછી, મધ્‍યાહ્ન સમયે અને સાંજે, એમ ત્રણ વાર બ્રાહ્મણને ‘સંધ્‍યા’ આ આહ્‍નિક કૃત્‍ય કરવા માટે શાસ્‍ત્રએ કહ્યું છે.

 

૨. સંધ્‍યા કરવાનું મહત્ત્વ

૨ અ. સંધ્‍યા નહીં કરનારો બ્રાહ્મણ મૃત્‍યુ પછી શ્‍વાન થવો

सन्ध्यां नोपासते यस्तु ब्राह्मणो हि विशेषतः ।

स जीवन् चैव शूद्रः स्यान्मृतः श्वा चैव जायते ॥

અર્થ : જે બ્રાહ્મણ નિત્‍ય સંધ્‍યા કરતો નથી, તેને જીવતેજીવ જ શુદ્ર ગણવામાં આવે છે અને મૃત્‍યુ પછી તે શ્‍વાન (કૂતરો) થાય છે.

વિવરણ : ‘अहरहः सन्ध्यामुपासीत् ।’  એટલે ‘નિત્‍ય સંધ્‍યા કરવી જ જોઈએ’, એવી શ્રુતિની આજ્ઞા છે. સંધ્‍યા નહીં કરનારા બ્રાહ્મણનું પ્રત્‍યેક દિવસનું પાપ એકત્રિત થઈને તેને આ જનમમાં જ શુદ્રાચારી બનાવે છે અને મૃત્‍યુ પછી સ્‍વૈરાચાર કરી શકાય, એવી કૂતરાની  યોનિમાં જન્‍મ આપે છે.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

૨ આ. સંધ્‍યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્‍ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને દિવ્‍ય તેજ પ્રાપ્‍ત થવું

ऋषयो दीर्घसन्ध्यत्वाद्दीर्घमायुरवाप्नुयुः ।

प्रज्ञां यशश्च कीर्तिं च ब्रह्मवर्चसमेव च ॥ – મનુસ્મૃતિ, અધ્યાય ૪, શ્લોક ૯૪

અર્થ : સંધ્‍યા એટલે સંધ્‍યા સમયે થનારાં જપ-જાપ ઇત્‍યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્‍યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્‍ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્‍ય તેજ) પ્રાપ્‍ત થાય છે.

૨ ઇ. સંધ્‍યાવંદન કરતા પહેલાં પગ ધોવાનું મહત્ત્વ

‘એક વાર કામની ગડબડમાં નળરાજા ઉતાવળમાં પગ ધોઈને સંધ્‍યાવંદન કરવા બેઠા. તેમના પગનો અંગૂઠો કોરો રહી ગયો. કળિને તક મળી. તે અંગૂઠામાંથી કળિએ નળરાજાના શરીરમાં પ્રવેશ કર્યો.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

 

૩. સંધ્‍યા કરવાની ક્રિયા

પૂજા વિશેના ગ્રંથમાં માહિતી જણાવ્‍યા પ્રમાણે સંધ્‍યા કરવી.

 

૪. ‘સંધ્‍યા’ જેવી ક્રિયા

‘સવારે સ્‍નાન કર્યા પછી પૂર્વ ભણી મોઢું રાખીને બેસવું. પ્રાણાયામ પછી સર્વ પાપોનો (ખરાબ વાસનાઓનો) લોપ થાય; તે માટે ઉદકથી માર્જન કરવું (શરીર પર પાણી છાંટવું). ઉદક પાપોનો નાશ કરે છે. અઘમર્ષણ પછી (અઘ એટલે પાપ + મર્ષણ એટલે નિ:સારણ) જેણે આપણને ધારણ કર્યા છે, તે પૃથ્‍વીનું પૂજન કરવું. ત્‍યાર પછી શરીરથી જપ કરવો અને જે શરીરમાં તેને રોપવાનો (ઉતારવાનો) છે, તે શરીર શુદ્ધ કરવા માટે અને બુદ્ધિને સત્‍પ્રવૃત્ત કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવો અને છેવટે પ્રાર્થના કરવી.’- (કૈ.) પ.પૂ. પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘દિનચર્યા સાથે સંબંધિત આચાર અને તેની પાછળ રહેલું શાસ્‍ત્ર’

Leave a Comment