અમારા દક્ષિણ-પૂર્વ રાષ્ટ્રોના પ્રવાસના સમયગાળામાં ઇંડોનેશિયાના સુમાત્રા બેટ પરના જંગલોમાં કપૂરનાં વૃક્ષો છે અને તેમાંથી શુદ્ધ ભીમસેની કપૂર મળતો હોવાનું અમને સમજાયું. ‘આ ક્ષેત્ર દુર્ગમ અને પહાડી છે તેમજ ત્યાં જવું અઘરું છે’, એવું કેટલાક લોકો પાસેથી અમને સમજાયું. તેથી તે ક્ષેત્રનું અનુમાન કરવા અને પ્રાથમિક જાણકારી મેળવવા માટે અમને (મને અને શ્રી. સ્નેહલ રાઊતને) જવા માટે કહેવામાં આવ્યું.
૧. બારૂસ ખાતે જવા માટે ખેડેલો પ્રવાસ
૧ અ. રેન્ડી ઇકારાંતિયો અને દુભાષિયા શ્રી. મલાઊ સાથે બારૂસ ખાતે જવા માટે નીકળવું
૧૮.૪.૨૦૧૮ના દિવસે અમે બન્ને રાત્રિનો વિમાન પ્રવાસ કરીને સુમાત્રા ખાતેના મેડાન શહેરમાં પહોંચ્યા. અહીં રેન્ડી ઇકારાંતિયોએ અમારા પ્રવાસની સગવડ કરી હતી. અમે ત્યાં પહોંચ્યા પછી થોડા સમય પછી રેન્ડીભાઈ પણ ત્યાં પહોંચ્યા. તેમની સાથે જાકાર્તા ખાતેના શ્રી. કોબાલનએ જાણકારી આપવા માટે મોકલાવેલા શ્રી. મલાઊ પણ હતા. અમારા સુમાત્રા ખાતેના પ્રવાસમાં શ્રી. મલાઊ જાણકારી તેમજ સ્થાનિક લોકો સાથે સમન્વય સાધ્ય કરવા માટે દુભાષિયા હતા. મેડાનથી અમે સાંજે લગભગ ૭.૩૦ કલાકે ચારપૈડાવાળા વાહનથી કપૂરનાં વૃક્ષો હતા, તે જંગલની દિશામાં પ્રવાસ આરંભ કર્યો. મેડાનથી બારૂસ આ પ્રવાસ ૧૦ – ૧૧ કલાકનો હતો. શ્રી. મલાઊ એકલા જ ચાલક (ડ્રાઈવર) હતા. તેમણે પ્રવાસમાં એક સ્થાને વિશ્રાંતિ લઈને પછી આગળ જવા માટે સૂચવ્યું. ૬ કલાક પ્રવાસ કર્યા પછી મહામાર્ગ પર એક લોજ-ધર્મશાળામાં અમે રાતવસો કર્યો. ત્યાં પહોંચવામાં અમને રાત્રિનો દોઢ થયો હતો. બીજા દિવસે પરોઢિયે ૪.૩૦ વાગે ઊઠીને પરવારીને નાશ્તો કરીને પરોઢિયે ૫.૩૦ કલાકે અમે આગળના પ્રવાસનો આરંભ કર્યો.
૧ આ. માર્ગ ઘાટ (પહાડી રસ્તા)માંથી અને વળાંક ધરાવતો હોવાથી પ્રવાસનો સમયગાળો વધવો અને નૈસર્ગિક પ્રતિકૂળતા હોવા છતાં ગુરુદેવની કૃપાનો અનુભવ થવો
આ પ્રદેશ ઉષ્ણ કટિબંધીય જંગલોનો અને પહાડી છે. અહીંનો પ્રવાસનો માર્ગ ઘાટમાંથી અને વળાંકોનો છે. અહીંના ‘સીંગલ લેન’ માર્ગ અને તેની સ્થિતિ પણ સારી ન હોવાથી પ્રવાસને લાગનારો સમયગાળો વધી રહ્યો હતો. તેમાં પણ મુસળધાર વરસાદ વરસ્યો. અહીં વરસાદ ઘણા પ્રમાણમાં અને ગમે ત્યારે વરસે છે. અમારા માટે અહીંનું વાતાવરણ, પરિસ્થિતિ અને પ્રદેશ નવાં હતાં. અમે ગુરુદેવની કૃપાની અનુભૂતિ લઈ રહ્યા હતા. અમને તેમના અસ્તિત્વની ડગલે-ને-પગલે જાણ થતી હતી અને અમારા ફરતું તેમનું સંરક્ષણકવચ હોવાનું પણ અમને જણાતું હતું. આ સર્વ દૈવી કવચોના આધાર પર જ અમારો પ્રવાસ ચાલુ રહેવાની જાણ અમને પ્રવાસના આરંભથી જ થઈ હતી. અમને બારૂસ ખાતે પહોંચવામાં બપોરના ૪ વાગી ગયા.
૨. બારૂસ ખાતે ગયા પછી ગુરુકૃપાથી અનેક અડચણો પાર કરતાં કરતાં કપૂરના વૃક્ષ સુધી પહોંચવા માટે ખેડેલો પ્રવાસ
૨ અ. બારૂસ ખાતે રહેવાની સગવડ સારી ન હોવાથી સિબોલ્ગા ગામમાં રહેવું
બારૂસ ખાતે પહોંચ્યા પછી અમારા ધ્યાનમાં આવ્યું કે, ‘ત્યાં રહેવાની સારી સગવડ નથી.’ તેથી અમારે રહેવા માટે અહીંથી અઢી કલાકના અંતર પર રહેલા સિબોલ્ગા ગામમાં જવું પડ્યું. બીજા દિવસે સવારે રેન્ડીભાઈને સેવા માટે જાકાર્તા પાછું જવાનું હતું.
૨ આ. શ્રી. મલાઊને અંગ્રેજી ભાષા ખાસ કાંઈ આવડતી ન હોવાથી તેમને પ્રશ્ન પૂછતી વેળાએ અંગ્રેજી ભાષાના સાવ સહેલા શબ્દોનો ઉપયોગ કરવો પડવો
શ્રી. મલાઊ સાથે અમારે બન્નેને પ્રવાસ કરવો અનિવાર્ય હતો. અમને સ્થાનિક ભાષા આવડતી નહોતી, તેથી ‘અહીંના સ્થાનિક લોકો સાથે સંપર્ક કેવી રીતે કરવો ?’, આ અમારો પ્રશ્ન હતો. શ્રી. મલાઊને અંગ્રેજી ભાષા ખાસ કાંઈ આવડતી ન હોવાથી તેમને પ્રશ્ન પૂછતી વેળાએ અંગ્રેજી ભાષાના સાવ સહેલા શબ્દોનો ઉપયોગ કરવો પડતો હતો. સુમાત્રાની બોલીભાષા ‘બાટકનીસ’ એ જાકાર્તા અથવા ઇંડોનેશિયાના અન્ય ભાગોની બાહાસા ભાષા કરતાં અલગ છે. શ્રી. મલાઊ જે કહે, તેના પર વિશ્વાસ મૂકવા સિવાય અમારી પાસે અન્ય કોઈ પર્યાય નહોતો.
૨ ઇ. શ્રી. મલાઊ દ્વારા મળેલી જાણકારી વિશે સમાધાન ન થાય તો તેમને આગળના પ્રશ્નો પૂછાઈ જતા હોવા, મનને સમાધાનકારક લાગે તો મનમાં પ્રશ્નો આવવાનું આપમેળે જ બંધ થવું અને તે સમયે ‘ગુરુસેવામાંના આપણે કેવળ એક માધ્યમ છીએ’, એની જાણ થવી
ગુરુદેવની કૃપાથી શ્રી. મલાઊએ અમને ઘણી જાણકારી આપી, તેમજ સ્થાનિક લોકો સાથે બોલ્યા પછી તેમણે કહેલાં સૂત્રો અમને ભાષાંતર કરીને કહ્યાં. આ સર્વ પ્રસંગોમાં મને ગુરુદેવની શિખામણનો મોટા પ્રમાણમાં લાભ થયો. ‘સામેની વ્યક્તિ શું કહે છે ? તે વિશે મનને કેવી સંવેદનાઓ જણાય છે ? હજી કાંઈ જાણકારી મળવાનું કે કાંઈ પૂછવાનું રહી ગયું નથી ને ?’, એવા અલગ અલગ પ્રશ્નો મનમાંથી ભગવાન જ પૂછીને તેનો જે ઉત્તર મળે, તે અનુસાર મારી આગળની કૃતિ થતી હતી. જો મળેલી જાણકારી વિશે સમાધાન ન થાય, તો આગળ પ્રશ્નો પૂછવા વિશે વિચાર મનમાં આવીને તે અનુષંગે મારા દ્વારા પ્રશ્નો પૂછાતા હતા અને જો મનને સમાધાન લાગે તો મનમાં આવનારા પ્રશ્નો આપમેળે જ બંધ થતા હતા. આ પ્રક્રિયા મારા અજાણતા જ થતી હતી અને તે વેગે થતી હોવાની અનુભૂતિ હું પહેલી જ વાર લઈ રહ્યો હતો. આ બધાનું ચિંતન કરતી વેળાએ ‘આપણે ખરેખર જ ગુરુસેવામાંનું કેવળ એક માધ્યમ છીએ અને સાચા અર્થમાં આપણું કાંઈ જ અસ્તિત્વ નથી’, એની મારા મનને તીવ્રતાથી જાણ થઈ રહી હતી. તે સમયે શ્રી ગુરુદેવે મને તેમના કાર્યમાંના એક માધ્યમ તરીકે ચૂંટ્યો હોવાની જાણથી મારો કૃતજ્ઞતાભાવ જાગૃત થયો.
૨ ઈ. કપૂરના વૃક્ષ પાસે જવા માટે કેડી ન હોવાથી વનસ્પતિનાં મૂળિયા અને ડુંગરા પરના પથ્થરનો આધાર લઈને પેટે ચાલીને ડુંગર ચડવો પડવો
૨૪.૪.૨૦૧૮ની બપોરે અમે એક ગામના શ્રી. બારુબુ નામના સ્થાનિક વ્યક્તિને કપૂરના વૃક્ષ વિશે જાણકારી પૂછી ત્યારે તેમણે એક ઝાડ વિશે કહ્યું. શ્રી. બારુબુ સાથે અમે તે વૃક્ષ ભણી જનારી કેડી પાસે આવ્યા. ત્યાંનું કપૂરનું ઝાડ કૂણું હતું. તેમાંથી કપૂર મળવાનો નહોતો. શ્રી. બારુબુએ અમને કેડી બતાવ્યા પછી અમારી ધ્યાનમાં આવ્યું, ‘કપૂરના ઝાડ પાસે જવાનું અત્યંત કઠિન છે.’ અમારે પેટે ચાલતા ડુંગર ચઢવો પડ્યો.
૨ ઉ. સ્થાનદેવતા અને વાસ્તુદેવતાને પ્રાર્થના કર્યા પછી ચક્કર આવવાનું થોભવું
‘ત્યાં જવા માટે ડુંગર ચડતી વેળાએ મને અચાનક ચક્કર આવવા જેવું થયું. ‘મને ચકકર આવીને હું પડી જઈશ કે શું ?’, એવું મને લાગ્યું. ત્યારે હું ત્યાં જ બેસી ગયો. ‘આ પહેલાં મને આવું ક્યારેય થયું નહોતું. તો પછી આજે મને આવો ત્રાસ શા માટે થયો ?’, એનો હું વિચાર કરવા લાગ્યો. ત્યારે મને સમજાયું કે, ‘અહીં આવતા પહેલાં મેં સ્થાનદેવતા અને વાસ્તુદેવતાને પ્રાર્થના કરી નહોતી.’ ભગવાને મારી ભૂલ ધ્યાનમાં લાવી આપી. મેં તરત જ વાસ્તુદેવતાની ક્ષમા માગી અને ‘આગળની સેવા નિર્વિઘ્નતાથી કરી શકાય’, તે માટે પ્રાર્થના કરી. મેં પ્રાર્થના કર્યા પછી થોડા સમયમાં જ મને ફેર ચડવાના મટી ગયા અને મને સારું લાગવા માંડ્યું.’
– શ્રી. સ્નેહલ રાઊત, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
૨ ઊ. ડુંગર ચડતી વેળાએ પગ નીચેની માટી પોચી હોવી અને આગળનું અડધુ ચડવાનું કેવળ ઈશ્વરના નામના બળ પર જ ચડી શક્યો હોવાની અનુભૂતિ થવી
‘ત્યાં કોઈપણ પ્રકારની કેડી નહોતી. જંગલી વનસ્પતિઓને કારણે અને ડુંગર પરના પથ્થરનો આધાર લઈને જ અમારે ઉપર ચડવું પડતું હતું. આધાર માટે જંગલી વનસ્પતિઓના મૂળિયા પકડતી વેળાએ અમારો હાથ એકાદ પેટે ચાલતા પ્રાણીના દરમાં જવાની સંભાવના હતી અને ‘તે અમને ધ્યાનમાં પણ ન આવે’, એવી સ્થિતિ હતી. શ્રી. બારુબુ સાથે અમે બે જ જણ હતા. અમારો વિચાર ચિત્રીકરણ કરવાનો અને છાયાચિત્રો કાઢવાનો હતો; પરંતુ અડધું ચઢી ગયા પછી અમને અમારી શારીરિક ક્ષમતાની મર્યાદા ધ્યાનમાં આવી. આગળનું અડધું ચડવાનું કેવળ ઈશ્વરના નામના બળ પર જ થયું હોવાની અનુભૂતિ મને થઈ. કપૂરના વૃક્ષ નજીક જવાની આ ચડાઈમાં ધ્યાનમાં આવ્યું, ‘પગ મૂકેલી માટી પણ પોચી હતી અને ગમે ત્યારે તે ઢસાઈ જાય તેમ હતું. જો પગ નીચેની માટી ઢસાઈ જાય, તો ઉપર રહેલા ડુંગરનો મોટો ભાગ ઢસાઈ જઈને મોટો અપઘાત પણ થઈ શક્યો હોત.’ કેવળ ઈશ્વરની કૃપાથી અને ગુરુદેવના સંકલ્પથી આ સેવા તેમણે અમારા માધ્યમ દ્વારા નિર્વિઘ્ન રીતે કરાવી લીધી હોવાનું મને ધ્યાનમાં આવ્યું.
૨ એ. શ્રી. બારુબુએ કપૂરની વૃક્ષની કપચીઓ અને પાનયુક્ત ડાળખીઓ આપ્યા પછી આનંદ થવો, હાથમાં કેમેરો અને ઝાડના ભાગ લઈને નીચે ઉતરવાનું કઠિન હોવાથી તે સામગ્રી લઈ જવા માટે શ્રી. બારુબુની સહાયતા લેવી
વૃક્ષની નજીક ગયા પછી શ્રી. બારુબુએ અમને ઝાડની કપચીઓ અને પાનયુક્ત ડાળખીઓ તોડી આપી. આ વસ્તુઓ હાથમાં આવતાં જ મને પુષ્કળ આનંદ થયો; પણ મારો આનંદ થોડા સમયમાં જ ઓસરી ગયો. મારા હાથમાં ચિત્રીકરણ માટે જોઈતો કેમેરા અને શ્રી. બારુબુએ તોડી આપેલા ઝાડના ભાગ હતા. ત્યાંથી નીચે ઉતરવું, ઉપર ચડવા કરતાં પણ વધારે અઘરું હતું. નીચે ઉતરવા માટે કેવળ સામે દૃષ્ટિગોચર વૃક્ષ અને ડાળખીઓનો આધાર હતો. ‘જ્યાં જગ્યા મળે ત્યાં પગ મૂકવાનો અને લસરતા નીચે જવાનું’, એ જ નીચે ઉતરવાની પદ્ધતિ હતી. શ્રી. બારુબુને ટેવ હોવાથી તે સહેજતાથી નીચે ઉતરી ગયા. હું એક ચરણ પર આવ્યા પછી મને હાથમાંની સામગ્રી લઈને નીચે ઉતરવાનું સંભવ થતું નહોતું; તેથી મેં શ્રી. બારુબુને મારી નજીક આવવાની વિનંતિ કરી. તેઓ જે સહેજતાથી નીચે ઉતર્યા હતા, તેવી જ સહેજતાથી મારી પાસે આવ્યા અને મારા હાથમાંની સામગ્રી લઈને ફરી તેટલી જ સહેજતાથી નીચે ઉતરી ગયા. તેમને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. ત્યાર પછી હું જે ડાળખી દેખાય, તેનો આધાર લેતો લેતો નીચે ઉતર્યો.
૨ ઐ. ડુંગર ઉતરતી વેળાએ પોતાની સંભાળ લેતી સમયે કાંડા પર ભાર પડવાથી સોજો ચડવો અને બીજા દિવસે સોજો ઉતરી જવો
આ સમયે એક ઠેકાણે મારો સમતોલ જતી વેળાએ પોતાને સંભાળતી વેળાએ મારા કાંડા પર ભાર પડ્યો. બીજા દિવસે મારા કાંડા પર ઘણો સોજો ચડ્યો હતો; પરંતુ કેવળ ગુરુદેવના આશીર્વાદ અને કૃપાને કારણે બીજા દિવસની સેવા સમાપ્તિ સુધી કાંડાનો સોજો ઉતરી ગયો અને વેદના પણ ઓછી થઈ. ‘સેવારત હોઈએ ત્યારે ઈશ્વર જ કાળજી લેતા હોય છે’, તેનો પરચો મને આ પ્રસંગ દ્વારા આવ્યો.
૨ ઓ. સાથે રહેલા અન્યોના શરીરને જળો ચોંટવા; પરંતુ ભગવાનની કૃપાથી સાધકોના શરીરને જળો ન ચોંટવા
અમે જંગલના જે ભાગમાં હતા, ત્યાં શરીરને જળો ચોક્કસ ચોંટે છે. અમારી સાથે ડુંગર પર આવવાને બદલે નીચે જ રોકાયેલા શ્રી. મલાઊ અને રેન્ડીભાઈ આ બન્નેના શરીરને પણ જળો ચોંટ્યા. શ્રી. બારુબુના શરીરને પણ જળો ચોંટ્યા; પરંતુ અમારા બન્નેના શરીરને એકપણ જળો ચોંટ્યો નહીં. આના જેવું અન્ય કોઈ આશ્ચર્ય નથી. વિશેષ એટલે ૨૨.૪.૨૦૧૮ના દિવસે અમે આ ઠેકાણે ફરી આવ્યા હતા. તે સમયે પણ અમને જળો ચોંટ્યા નહીં; પરંતુ શ્રી. બારુબુના શરીરને ૪ જળો ચોંટ્યા હતા. બન્ને સમયે એક જેવો જ પ્રસંગ થયો હોવાનું જોઈને મારા દ્વારા ભગવાનનાં ચરણોમાં કૃતજ્ઞતા પણ વ્યક્ત થતી હતી. તે સમયે મારા ધ્યાનમાં આવ્યું, ‘યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયને વિશદ કરેલી સાધના, શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે કરેલું અગ્નિહોત્ર, પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો સંકલ્પ અને ભગવાનની કૃપાને કારણે અમારા ફરતે સંરક્ષણકવચ નિર્માણ થયું હતું. તેને કારણે અમને જળો ચોંટ્યા નહીં અથવા અન્ય કોઈપણ અનિષ્ટ પ્રકાર થયો નહીં.’
– શ્રી. સત્યકામ કણગલેકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
‘ઇંડોનેશિયાના સુમાત્રા બેટ પરના ‘બારૂસ’ ગામ નજીક રહેલા ઉષ્ણ કટિબંધીય જંગલોમાં કપૂરનાં વૃક્ષો મોટા પ્રમાણમાં છે અને અહીંથી જ વિશ્વમાં શુદ્ધ કપૂરની નિર્યાત થાય છે. આ ભાગમાં ‘કપૂર બારૂસ’ આ નામથી કપૂર પ્રસિદ્ધ છે. અહીં રહેનારી પ્રત્યેક વ્યક્તિને ભલે કપૂર વિશે જાણ હોય, તો પણ ‘તે જંગલમાંથી કેવી રીતે મેળવવો ?’, આ સંદર્ભમાં જાણકાર લોકો ઘણા ઓછા છે. કેટલાક વર્ષો પહેલાં બારૂસના ઉષ્ણ કટિબંધીય જંગલમાં મોટા પ્રમાણમાં કપૂરનાં વૃક્ષો હતા. કપૂરની વૈશ્વિક માગણીને કારણે થયેલી વૃક્ષતોડની તુલનામાં વૃક્ષોનું વાવેતર નગણ્ય હોવાથી હવે બારૂસથી થનારા કપૂરના પુરવઠામાં મોટા પ્રમાણમાં ઘટ થઈ છે.
કપૂરનાં વૃક્ષો મળવા પણ દુર્લભ થયું હોવાનું ત્યાંના જાણકાર લોકોએ કહ્યું. ગુરુકૃપાથી કપૂરનાં વૃક્ષોની શોધમાં સુમાત્રા બેટ પરના ગામોમાં ૪ દિવસનો પ્રવાસ ખેડીને અમે ત્યાંની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રવાસ સમયે આવેલા અનુભવ, અનુભૂતિ અને શીખવા મળેલાં સૂત્રો વિશદ કરવાનો આ નાનકડો પ્રયત્ન છે. અમે ક્યારેય સપનામાં પણ વિચાર નહોતો કર્યો કે આવી મોટી સેવા માટે અમને જવાની તક મળશે. ગુરુકૃપાથી આ તક અમને મળી. તે માટે અમે શ્રી ગુરુદેવનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ.
– શ્રી. સ્નેહલ રાઊત, શ્રી. સત્યકામ કણગલેકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
૨ ઔ. શ્રી. વિનાયક શાનભાગ સાથે બોલતી વેળાએ સાધકે ‘ગુરુદેવજી માટે કાંઈ કઠિન નથી. તેઓ જ કાળજી લઈ રહ્યા છે અને આગળ પણ લેવાના જ છે’, એમ કહેવું અને તે સમયે સાધકની ભાવજાગૃતિ થવી
રેન્ડીભાઈ જાકાર્તા ગયા પછી અમારા મનમાં કોઈપણ પ્રકારનો ભય કે શંકા ન હતી. સિબોલ્ગા થી બારૂસ પ્રવાસ દરમ્યાન મારો શ્રી. વિનાયક શાનભાગ સાથે જ્યાં ‘ઇંટરનેટ’ સુવિધા અને ‘રેંજ’ છે, ત્યાં સંપર્ક થતો હતો. તે સમયે મેં તેમને અહીંની પરિસ્થિતિની જાણ શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને કરવાનું કહ્યું. શ્રી. વિનાયકે કહ્યું, ‘‘ગુરુદેવના સૌથી અઘરા એવા અભિયાન પર તમે છો.’’ આ સમયે મારા અંતરંગમાંથી ઉત્તર આવ્યો, ‘‘ગુરુદેવ માટે કાંઈપણ અઘરું નથી. તેઓ જ કાળજી લઈ રહ્યા છે અને આગળ પણ લેવાના જ છે. તેને કારણે કાંઈપણ ચિંતા લાગતી નથી.’’ અંતરંગમાંથી આવેલા આ ઉત્તરથી મારી ભાવજાગૃતિ થઈ. ડગલે-નેપગલે કાળજી લેનારા ગુરુદેવનાં ચરણોમાં હું મનઃપૂર્વક નતમસ્તક થયો. આ સમયે મારી આંખોમાંથી વહેનારા આંસુ થોભતા નહોતા. થોડા સમય પછી આ અવસ્થામાંથી બહાર નીકળ્યા પછી મારા ધ્યાનમાં આવ્યું કે અમે બારૂસ ગામની નજીક પહોંચી ગયા છીએ.
૨ અં. એક જાણકાર વ્યક્તિએ કપૂર નિર્મિતિની પ્રક્રિયા વિશે માહિતી આપવી
બારૂસ ખાતે શ્રી. મલાઊ અમને એક જાણકાર વ્યક્તિના ઘરે લઈ ગયા. તેને કપૂરનાં વૃક્ષો વિશે જાણકારી હોવાનું તેમના બોલવા પરથી જણાયું. તેમને સનાતનનો કપૂર બતાવ્યા પછી તેમણે કહ્યું આ સૌથી સારી ગુણવત્તાનો અને શુદ્ધ કપૂર છે. તેમણે કહ્યું, ‘‘બારૂસ ખાતે કપૂરનાં વૃક્ષોમાંથી પ્રાપ્ત કપૂર પણ આવો જ હોય છે.’’ આ સમયે શ્રી. મલાઊ સાથે બાટકનીસ ભાષામાં તેમનું સંભાષણ થઈ રહ્યું હતું. શ્રી. મલાઊએ અમને કહ્યું, ‘‘કપૂરના વૃક્ષના ગાભામાં (અંદરના ગરમાં) કપૂર નિર્માણ થાય છે. આ કપૂર નિર્માણ થવા માટે ૫૦ થી ૧૫૦ વર્ષનો સમયગાળો લાગી શકે છે. ‘આ સમયગાળામાં તે વૃક્ષની વૃદ્ધિ કેટલી સક્કસ રીતે થઈ છે’, તેના પર કપૂરનું ઉત્પન્ન નક્કી થાય છે. વૃક્ષમાંથી કપૂર આવવા માટે તે વૃક્ષને પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરવું પડે છે. વૃક્ષ કાપ્યા પછી તેના ગાભામાં ધોળા રંગનો કપૂર હોય છે. કપૂરને મૂળતઃ ‘ચંદ્રભસ્મ’ કહે છે.
કપૂરના વૃક્ષમાંથી કપૂર કાઢવાની પ્રક્રિયા !
૨ ક. કપૂરના જંગલમાં જવા માટે ૩ કલાક પગપાળાં જવું પડવું
કપૂરના વૃક્ષ સંબંધે પ્રાથમિક જાણકારી લઈને અમે કપૂરના જંગલમાં જવા માટે નીકળ્યા. અમે હવે ઉષ્ણ કટિબંધીય જંગલના ગર્ભમાં પ્રવેશ કરવાના હતા. અહીં ગમે તે ક્ષણે વરસાદ વરસવાની સંભાવના હોય છે. તે સમયે વાતાવરણ ખુલ્લું હોવાથી પહેલા વનમાં જઈને કપૂરનાં વૃક્ષોનાં છાયાચિત્રો ખેંચીને અને ચિત્રીકરણ પૂર્ણ કરીને પાછા ફરવાના વિચારથી અમે વનની દિશામાં પ્રવાસ કરવાનો આરંભ કર્યો. અમને આ સર્વ પ્રવાસ પગપાળાં કરવાનો હતો. આ પ્રવાસ માટે ૩ કલાક લાગવાના હતા. આવા જંગલમાં જવાનો આ અમારો પહેલો જ અનુભવ હોવાથી ‘ત્યાંની પરિસ્થિતિ અને આગળ શું થવાનું છે ? પ્રવાસમાં કઈ અડચણોનો સામનો કરવો પડવાનો છે ?’, એની અમને જરાય કલ્પના નહોતી. શ્રી. મલાઊની ઓળખાણથી વૃક્ષ તોડવા માટે હજી ૩ જણને સાથે આવવા કહ્યું હતું. તેઓ વૃક્ષ કાપવાનું યંત્ર પણ સાથે લાવ્યા હતા.
કપૂરના વૃક્ષ સુધી પહોંચવા માટે ઘનઘોર જંગલ, ખીણ, નાળામાંથી કરેલો ખડતર પ્રવાસ !
૨ ખ. વનમાં પ્રવેશ કરતી સમયે નાળા પાર કરવા પડવા, પુષ્કળ વરસાદ વરસતો હોવાથી નાળાના પાણીની સપાટી વધવી અને આગળ જતી વેળાએ જંગલ વધારે ને વધારે ગાઢું થતું જવું.
અમે વનમાં જવા માટે નીકળ્યા, ત્યારે જ વરસાદ વરસવાનો આરંભ થયો હતો. જંગલ ગાઢ હતું. અમે જેમ જેમ અંદરના ભાગમાં જવા લાગ્યા, તેમ તેમ વરસાદનો જોર પણ વધતો હતો. આજુબાજુ ગાઢું જંગલ અને મુસળધાર વરસાદ તેને કારણે સ્થિતિ બીક લાગવા જેવી હતી. વનમાં પ્રવેશ કરતી વેળાએ આરંભની ૨૦ મિનિટમાં અમે ઘૂંટી જેટલું પાણી ધરાવતું નાળું પાર કર્યું, જ્યારે ૨ વાર પડી ગયેલા વૃક્ષના થડ પરથી સમતોલ જાળવતાં ઊંડા ખાડા પાર કર્યા. અમે જેમ જેમ આગળ જતા હતા, તેમ તેમ જંગલ ગાઢું થતું જતું હતું અને જોરદાર વરસાદ પણ ચાલુ થયો. ‘અમારો જંગલમાં જવાનો આ અનુભવ ઘણો વિલક્ષણ બનવાનો છે’, એની અમને જાણ થવા લાગી. અમે અમારી સાથે ચિત્રીકરણ કરવાની અને છાયાચિત્ર કાઢવાની સામગ્રી લીધી હતી; પરંતુ વરસાદને કારણે અમને કૅમેરા બહાર કાઢવાનું કઠિન થઈ બેઠું હતું. અમે દોઢ કલાક ચાલીને જંગલમાં ઘણે અંદર સુધી ગયા હતા. તે સમયે અમારે ૭ – ૮ નાળાં પાર કરવા પડ્યા હતા. અમારે પ્રત્યેક ૭ – ૮ મિનિટ પછી નાળું પાર કરીને આગળ ક્રમણ કરવું પડતું હતું. પુષ્કળ વરસાદ વરસતો હોવાથી અમે ઘણા પલળી ગયા હતા. અમે જંગલમાં જ કરેલા એક આશ્રયસ્થાને રોકાયા.
૨ ગ. સાધનાને કારણે વનમાંથી જતી સમયે પોતાનામાં એક વિલક્ષણ ઊર્જા હોવાની જાણીવ થવી
સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળકાક અમારા દ્વારા પ્રતિદિન અગ્નિહોત્ર કરાવી લેતા હતા તેને લીધે તેમજ યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયને કહેલી સાધના અમે કરી રહ્યા હોવાથી વનમાં જતી વેળાએ ત્યાંના વાતાવરણનું મારા મન પર કાંઈ જ પરિણામ થતું નહોતું. વનમાંથી જતી વેળાએ પ્રત્યેક ૫ થી ૭ મિનિટ પછી ત્યાંનું નાળું પાર કરીને જવું પડતું હતું. આ સમયે મનમાં ચાલુ રહેલા નામજપને કારણે પોતાનામાં એક વિલક્ષણ ઊર્જા હોવાની મને જાણ થતી હતી.’
૨ ઘ. વનમાં મળેલી વ્યક્તિએ ‘આગળ જવામાં જોખમ છે’, એમ કહ્યા પછી ત્યાંથી જ પાછા ફરવાનો નિર્ણય લેવો
‘અમે વનમાં જઈ રહ્યા હતા ત્યારે અમારી સાથે ગામડાના ૪ લોકો હતા. ગામ ભણી પાછી જનારી એક વ્યક્તિએ અમારી પૂછપરછ કરી. અમે એક ઠેકાણે વિશ્રાંતિ માટે રોકાયા. આ ઠેકાણે ૭ ફૂટ ઊંચાઈ પર ઝૂંપડી બાંધી હતી. બાજુમાં જ નાળું હતું. ગામલોકો એકબીજા સાથે આગળ જવા વિશે ચર્ચા કરી રહ્યા હતા. અમારી સાથે રહેલા શ્રી. મલાઊએ અમને કહ્યું, તેણે કહ્યું, ‘‘આગળ જંગલમાં જવું જોખમભર્યું છે. વરસાદ આવી રીતે જ વરસતો રહે, તો ડુંગર પરથી આવનારું વરસાદનું પાણીમાં નાળામાં પડતું હોવાથી નાળાના પાણીની સપાટી વધે છે. ગમે તેમ કરીને તમે વનમાં ઇચ્છિત સ્થાન પર પહોંચો, તો પણ આગળના ૨૪ કલાકમાં તમે પાછા ફરી શકશો નહીં. ત્યાં સુધી નાળાનું પાણી વધી ગયું હશે અને પાછા ફરવાનો માર્ગ બંધ થઈ ગયો હશે. સંપૂર્ણ રાત્ર આ ઘનઘોર જંગલમાં અન્ન-પાણી વિના અને વરસાદમાં પલળતા વીતાવવી પડશે.’’ આવી સ્થિતિમાં અમારે વનમાં જ ઠેકઠેકાણે ઊભી કરેલી ઝૂંપડીમાં જ સમય પસાર કરવો પડ્યો હોત.
અમે વનમાં કપૂરના વૃક્ષથી ૨ કિ.મી. દૂર હતા. એમ ભલે હોય, છતાં એકંદર પરિસ્થિતિ જોતાં અમારે પાછા ફરવું અનિવાર્ય હતું. આ સમયે મારા ધ્યાનમાં આવ્યું, ‘અમસ્તા આવા પ્રસંગોમાં ધ્યેયના આટલા નજીક આવીને પાછા ફરતી વેળાએ મન નિરાશ થયું હોત; પરંતુ આ પ્રસંગ ભણી ઈશ્વરેચ્છાથી જોઈ શકાતું હોવાથી નિરાશા થવાને બદલે આનંદ મળીને મારા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત થતી હતી.’
– શ્રી. સત્યકામ કણગલેકર અને શ્રી. સ્નેહલ રાઊત
૨ ચ. વનમાં મળેલી વ્યક્તિના માધ્યમ દ્વારા ભગવાન અમારા રક્ષણ માટે આવ્યા હોવાનું જણાવવું, વનમાંથી પાછા ફરતી વેળાએ મનમાં કોઈપણ વિકલ્પ ન આવવો અને ‘જે થઈ રહ્યું છે, તે સર્વ ઈશ્વરેચ્છા !’, એવો ભાવ મનમાં હોવો
‘આ સમયે ડગલે-ને-પગલે ઈશ્વર અમારું રક્ષણ કરી રહ્યા છે’, તેની મને જાણ થઈ. ‘વનમાં મળેલી તે વ્યક્તિના માધ્યમ દ્વારા ભગવાન અમારા રક્ષણ માટે આવ્યા હતા’, એમ મારા ધ્યાનમાં આવ્યું. વનમાંથી પાછા ફરતી વેળાએ અમારા મનમાં કોઈપણ વિકલ્પ ન આવ્યો અને ‘જે બની રહ્યું છે, તે સર્વ ઈશ્વરેચ્છા !’, એવો ભાવ હતો. અમારું મન સ્થિર અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું હતું. વનમાંથી પાછા ફરતી વેળાએ અમારા ધ્યાનમાં આવ્યું, ‘નાળું વટાવતી વેળાએ ઘૂંટી સુધી રહેલું પાણી હવે ગોઠણ સુધી આવ્યું છે અને પ્રવાહ પણ વધી ગયો છે.’ તેને કારણે પાછા ફરવાનો નિર્ણય લેવાની બુદ્ધિ ભગવાને જ અમને આપી હતી અને ‘તેઓ જ અમારા દ્વારા યોગ્ય કૃતિ કરાવી લઈ રહ્યા છે’, એ માટે અમારા દ્વારા તેમના પ્રત્યે મનઃપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત થઈ રહી હતી.
૩. એક વ્યક્તિની જગ્યામાં રહેલું કપૂરનું વૃક્ષ જોવા જતી વેળાએ આવેલી અડચણો અને અનુભવેલી ગુરુકૃપા
બારૂસ ખાતે જોવા મળતા શુદ્ધ ભીમસેની કપૂરના વૃક્ષના ભાગ
૩ અ. કપૂરનો વૃક્ષ જોઈને ભાવજાગૃતિ થવી
અમે વનમાંથી પાછા ફર્યા પછી વરસાદનો જોર ઓછો થયો હતો. ત્યાંની એક સ્થાનિક વ્યક્તિએ અમને કહ્યું, ‘‘અહીંથી દોઢ કિ.મી. દૂર રહેતી એક વ્યક્તિની જગ્યામાં કપૂરનું એક વૃક્ષ છે. તે ઠેકાણે રહેલા અન્ય વૃક્ષોમાંથી ભલે તેણે કપૂર કાઢી લીધો હોય, તો પણ તમને તોડેલું વૃક્ષ જોવા મળી શકશે.’’ ત્યારે અમે ત્યાં જવાનું નિશ્ચિત કરીને તરત જ નીકળ્યા. અમને દૂરથી જ એક કપૂરના વૃક્ષના દર્શન થયાં. કપૂરનું વૃક્ષ જોઈને અમારી ભાવજાગૃતિ થઈ અને અમે ભાવવિભોર બની ગયા.
૩ આ. વરસાદ પડ્યો હોવાથી લપસણી થયેલી કેડી અને વાંસ જેવી વનસ્પતિને રહેલા કાંટામાંથી માર્ગ કાઢવો પડવો
૪૦૦ મીટરના અંતરથી વૃક્ષ જોતી વેળાએ અમને અલગ જ તેજ જણાતું હતું. અમે તરત જ વૃક્ષની દિશામાં જવા માટે નીકળ્યા. ત્યાં જવા માટે કેડી પણ નહોતી, તેમજ વરસાદ પડ્યો હોવાને કાણે સર્વત્ર ગારો (કાદવ) થયો હતો. અમારે ૫૦૦ મીટર ઊંચાઈ પરથી નીચે ઉતરીને જવાનું હતું. ‘જો પગ લપસે, તો સીધા જ ખીણમાં પડીએ’, એવી સ્થિતિ હતી. આ ઠેકાણે અને અમે પહેલા જે જંગલમાં ગયા ત્યાં પણ અતિશય અણિયાળા કાંટા ધરાવતી વાંસ જેવી વનસ્પતિ હતી. આ વનસ્પતિઓની ઊંચાઈ વધારે હોય છે અને તેના કાંટા દોઢથી બે ઇંચ લાંબા હતા. આ કાંટામાં જો કોઈ અટવાઈ પડે તો તેને ઘણી ઇજા થાય તેમ હતું. આ વાંસના અગ્રભાગ પર રહેલા અને તરત જ ધ્યાનમાં ન આવનારા કાંટા ચાલતી વેળાએ એકાદની અજાણતામાં તેના કપડાંમાં ભરાઈને તેને પાછળ ખેંચતા હોય છે. કાંટામાં અટવાયેલી વ્યક્તિ પોતાને છોડાવવાના પ્રયત્ન કરતી હોય ત્યારે તેના હાથમાં કાંટા ખૂંતે છે. સહકારીઓએ આવી રીતે અટવાયેલી વ્યકિતને છોડાવવું આવશ્યક હોય છે.
૩ ઇ. સાથે રહેલી વ્યક્તિએ ‘વૃક્ષમાંથી કપૂર કેવી રીતે કાઢે છે ?’, એ બતાવવું
અમે નીચે ઉતરી ગયા પછી મને ‘ત્યાં ૩ – ૪ વૃક્ષ પહેલેથી જ કાપી નાખ્યા છે’, એમ દેખાયું. અમને ત્યાં લઈ ગયેલી વ્યક્તિએ આ કપૂરનું વૃક્ષ છે અને તેમાંથી પહેલા જ કપૂર કાઢી લીધો હોવાનું અમને સાંકેતિક ભાષામાં કહ્યું. તેમણે અમને ‘વૃક્ષમાંથી કપૂર કેવી રીતે કાઢે છે ?’, એ બતાવ્યું. તેમણે એક વૃક્ષના થડમાં રહેલા બાખા ભણી આંગળી ચીંધીને કહ્યું, ‘અહીં કપૂર હોય છે’, તેમજ એક થડને ઊભું ચીરેલું બતાવીને આમાંથી કપૂર કાઢી લીધો હોવાનું પણ કહ્યું.
૩ ઈ. પગ નીચે સર્વત્ર ગારો અથવા તોડેલા વૃક્ષોના અવશેષ હોવા, ફરતે અનેક કીડા હોવા છતાં પણ ગુરુકૃપાથી કોઈપણ કીડો નજીક ન આવવો અને કપૂરના વૃક્ષનો એક છોડ અને કાપેલા વૃક્ષના થોડા કપચા મળવા
તોડેલા આ વૃક્ષોની જગ્યા પર પગ મૂકવા અમને ભૂમિ જડતી નહોતી. અમારા પગ નીચે સર્વત્ર ગારો અથવા તોડેલા વૃક્ષનાં અવશેષો હતા. એવામાં જ વિવિધ પ્રકારના જંગલી કીડાઓની વૃદ્ધિ થાય છે. ‘આ કીડા ઝેરી હોય છે કે કેમ’, એ પણ સમજવાનું કઠિન હતું. મને ૮ – ૧૦ ઇંચ લંબાઈનો એક કાનખજૂરો દેખાઈ પડ્યો. ક્ષણમાત્રમાં કાળા રંગનો એક કાનખજૂરો પાંદડામાં જતો રહ્યો. આ સર્વ કીડાઓ જોતી વેળાએ અમારા રુંવાડા ઊભાં થઈ જતા હતા; પરંતુ અમને બીક નહોતી લાગતી. અહીં એક પણ કીડો અમારી નજીક આવ્યો નહીં. આ સર્વ કેવળ ગુરુદેવજીના અમારા ફરતે રહેલા સંરક્ષણકવચને કારણે સંભવ થયું. અહીં અમને કપૂરના વૃક્ષનો એક છોડ, કાપેલા વૃક્ષના કપચા, એવી વસ્તુઓ મળી. તે લઈને અમે પાછા ફરવાના પ્રવાસે નીકળ્યા.
૩ ઉ. દિવસમાં ૩ વાર મુસળધાર વરસાદમાં ભીંજાવાથી સમગ્ર દિવસ પલળેલી અવસ્થામાં જ સેવા કરવી, ‘ભગવાને તેમના સમષ્ટિ રૂપની સેવા પલળેલી અવસ્થામાં જ કરાવી લીધી’, આ વિચારથી ભાવજાગૃતિ થવી
માર્ગમાં અમને ‘ડોલોકસાંગોલ’ ગામમાં સાંબરાણી ધૂપ અને બારૂસથી કપૂરના વૃક્ષમાંથી પ્રાપ્ત કપૂર પર પ્રક્રિયા કરેલો કપૂર (પ્રોસેસ્ડ કપૂર) મળ્યો. ત્યાર પછી અમે સમોસીર ગામ ભણી જવા નીકળ્યા. આ એક દિવસના પ્રવાસમાં અમે ૩ વાર મુસળધાર વરસાદમાં સામગ્રી મેળવવા માટે અથવા વૃક્ષ જોવા માટે પલળ્યા. રાત્રે ઓરડામાં પહોંચીએ ત્યાં સુધી અમે ભીંજાયેલી અવસ્થામાં જ સેવા કરી રહ્યા હતા. તે સમયે મારા મનમાં વિચાર આવ્યો, ‘ભગવાનની પૂજા ભીંજાયેલી અવસ્થામાં જ કરવાની પદ્ધતિ છે. ભગવાને અમારા દ્વારા પણ આજે તેમના સમષ્ટિ રૂપની સેવા ભીંજાયેલી અવસ્થામાં જ કરાવી લીધી છે.’ આ વિચારથી મારી ભાવજાગૃતિ થઈ. અમને ઓરડામાં પહોંચતા રાત્રિના ૧૨.૩૦ વાગી ગયા હતા.
૩ ઊ. પગની ચામડી પાણીથી ભીંજાઈને ધોળી થઈને સુંવાળી બની જવી; પરંતુ ત્વચાને કરચલીઓ ન પડવી
અમે ઓરડામાં પહોંચ્યા પછી પગમાંના બૂટ-મોજાં કાઢ્યા પછી અમને પગની ચામડી પાણીથી ભીંજાઈને સુંવાળી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું; પરંતુ ‘પાણીમાં ભીંજાવાથી અમસ્તા ત્વચાને પડનારી કરચલીઓ નહોતી પડી’, એ અમને વિશેષ લાગ્યું. સમોસીર ખાતે સર્વ સામગ્રી વ્યવસ્થિત ભરીને અમે મેડાનની દિશા ભણી પ્રવાસ ચાલુ કર્યો.
– શ્રી. સત્યકામ કણગલેકર
૪. પાછા ફરવાનો પ્રવાસ
૪ અ. મેડાન શહેર પાસે એક ઠેકાણે પીંજરામાં ચામાચીડિયાં (વટવાગળાં) પૂરેલા દેખાવા અને તેનું માંસ સાંધાનો દુઃખાવો તેમજ અસ્થમા આ રોગો પર ઉપયુક્ત હોવાનું સમજાવું
મોસીરથી મેડાનનો પ્રવાસ ૮ કલાકનો હતો. આ પ્રવાસ દરમ્યાન પણ વરસાદ વરસતો જ હતો. મેડાન નજીક આવવા લાગ્યું તેમ વારસાદનું પ્રમાણ ઓછું થયું. મેડાન શહેરની નજીક એક ઠેકાણે અમને ઘણાં ચામાચીડિયાં પીંજરામાં પૂરેલા દેખાઈ પડ્યા. અમે તેનાં છાયાચિત્રો કાઢ્યાં અને ચિત્રીકરણ કર્યું. તેમને આ રીતે શા માટે પૂરી રાખ્યા છે ?, અમે ત્યાંના માલિકને એમ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, જે લોકોને સાંધાનો દુઃખાવો અથવા દમનો ત્રાસ છે, આવા લોકોએ ચામાચીડિયાંનું માંસ ખાવાથી બીમારી ઓછી થાય છે. આ સાંભળીને અમે આશ્ચર્યચકિત બની ગયા. આ પહેલાં કરેલા પ્રવાસ દરમ્યાન લોકો અલગ અલગ પ્રાણી અને કીટકો ખાતા જોયા હતા પરંતુ ચામાચીડિયાને ખાનારા લોકો છે, એ અમે પહેલી જ વાર જોયું.
૪ આ. સર્વ સામગ્રીની પુનર્બાંધણી કરવી
અમે રાત્રે મેડાન ખાતે ઓરડામાં પહોંચ્યા. બીજા દિવસે અમારે ભારતનો પાછા ફરવાનો પ્રવાસ ખેડવાનો હતો. સવારે ઊઠીને અમે જતન કરવા લીધેલી સર્વ સામગ્રીની પુનર્બાંધણી સારી રીતે કરી. વિમાનનો પ્રવાસ હોવાથી અમે બન્નેને મળીને ૫૦ કિલોની સામગ્રી લઈ જઈ શકાય તેમ હતું. સામગ્રીની બાંધણી કર્યા પછી અમે ફરીવાર તેનું વજન કર્યું. ત્યારે તે ૫૧ કિલો થયું હોવાનું ધ્યાનમાં આવ્યું. અમે અન્ય સામગ્રી અમારા હાથમાં લીધી હતી.
૪ ઇ. વિમાનઘરમાં થયેલી સામગ્રીની ચકાસણી અને થયેલી અનુભૂતિ
૪ ઇ ૧. વિમાનઘરમાં સામગ્રીની ચકાસણી કરતી વેળાએ ત્યાંના અધિકારીએ બૅગ ખોલીને બતાવવા કહેવું અને સર્વ સામગ્રી ભારતના મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયમાં જતન કરવાના હોવાનું તેમને કહેવું
વિમાનઘરમાં પહોંચ્યા પછી પ્રવેશદ્વાર પર ચકાસણી યંત્ર દ્વારા (એક્સ-રે મશીનમાંથી) સામગ્રીની ચકાસણી કરવી પડે છે. સામગ્રીની ચકાસણી કરતી વેળાએ ત્યાંના અધિકારીએ અમને રોક્યા અને બૅગ્સ ખોલીને બતાવવા કહ્યું. અમે બૅગ્સ ખોલીને બતાવી અને સર્વ સામગ્રી ભારતના ગોવા ખાતે બંધાઈ રહેલા મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયમાં જતન કરવાના હોવાનું કહ્યું. અમે તેમને મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વિશે જાણકારી પણ આપી.
૪ ઇ ૨. અધિકારીઓએ વિમાનસેવા આપનારી કંપનીના અધિકારીઓ પાસેથી અનુમતિ લેવા માટે કહેવું, સાધકે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું માહિતી પત્રક બહાર કાઢવું, સામે બેઠેલા અધિકારીઓએ સામગ્રી લઈ જવાની અનુમતિ આપવી અને માહિતીપત્રક પર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના છાયાચિત્રને કારણે અધિકારીઓના વિચારોમાં પરિવર્તન થયું હોવાની અનુભૂતિ થવી
આ અધિકારીઓએ અમને અમે પ્રવાસ કરવાના હતા તે વિમાનસેવા આપનારી કંપનીના અધિકારીઓ પાસેથી અનુમતિ લેવા માટે કહ્યું. આ સમયે શ્રી. સ્નેહલ અને શ્રી. મલાઊ અનુમતિ લેવા ગયા. મેં મારી પાસે રહેલું મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું માહિતીપત્રક અને મારું ઓળખાણપત્ર કાઢી રાખ્યું. ત્યારે સામે બેઠેલા અધિકારીઓએ સામગ્રી વિશે વાંધો નથી અને તમે આગળ જઈ શકો છો, એમ કહ્યું. અધિકારીઓના વિચારોમાં પરિવર્તન કેવળ તે માહિતીપત્રક પર રહેલા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના છાયાચિત્રને કારણે થયું હોવાની અનુભૂતિ આ સમયે મેં પ્રત્યક્ષ લીધી. ગુરુદેવના કેવળ છાયાચિત્રને કારણે સર્વ કાર્ય નિર્વિઘ્ન રીતે પાર પડતું હોવાની મને તીવ્રતાથી જાણ થઈ. તેમણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને તેમની શક્તિ એકત્રિત હોય છે, તેનો મને પરચો આપ્યો. તેમના રૂપથી અર્થાત તેમના જ અસ્તિત્વથી આ કાર્ય થવા પામ્યું. ત્યાર પછી અમે સામગ્રી આપવા માટે ગયા. તે સમયે પણ સામગ્રીનું વજન જોઈએ તેટલું જ થયું. અમે સામગ્રીનું વજન કર્યા પછી ધ્યાનમાં આવેલી ૧ કિલો વધારાની સામગ્રી પણ વિમાનસેવા અધિકારીએ સ્વીકારી અને અમારે વધારાના પૈસા ભરવા લાગ્યા નહીં.
૫. પ્રવાસ દરમ્યાન શીખવા મળેલું સૂત્ર – પોતાને ભૂલી જઈને ઈશસ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ ખરી સાધના !
ચાર દિવસોના આ પ્રવાસમાં અમે પ્રત્યેક ક્ષણ ઈશ્વરી અસ્તિત્વની અનુભૂતિ લીધી. આ પ્રવાસ દ્વારા મારા મન પર એક સૂત્ર અંકિત થયું, સર્વ ઈશ્વરેચ્છાથી જ થાય છે. પ્રત્યેક ક્ષણ પૂર્વનિયોજિત છે. કાળના તે પ્રવાહમાં સ્વયંને ભૂલીને ઈશસ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી સાધના છે. ખરું જોતાં આપણું કાંઈ જ અસ્તિત્વ નથી. આપણે ઈશ્વરનું નામસ્મરણ કરીએ છીએ અને આપણું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે. સાધ્ય એટલે ઈશ્વરપ્રાપ્તિ અને સાધન એટલે નામસ્મરણ. બન્ને ઈશ્વર જ છે. તો પછી પોતાના અસ્તિત્વનો પ્રશ્ન જ અસ્થાને છે. કર્તા-કરાવનારા ઈશ્વર જ છે; તો પછી હું, મારું, મારા માટે, એવા વિચાર શા માટે જોઈએ ?
– શ્રી. સત્યકામ કણગલેકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૦.૫.૨૦૧૮)
કપૂરનાં વૃક્ષોને તોડવા અને તેની તુલનામાં કપૂર આપનારાં વૃક્ષોનું વાવેતર ઘણું ઓછું છે, તેને કારણે કપૂર પ્રાપ્ત થવો ઓછું થવું અને વૃક્ષમાંથી કપૂર મેળવીને તેની પ્રક્રિયા કરવાની માહિતી વિશદ કરનારા વ્યક્તિ ગણ્યાં-ગાંઠ્યા જ હોવા
અમે બારૂસ પહોંચ્યા પછી અમને સ્થાનિક વ્યક્તિઓ દ્વારા સમજાયું, પૂર્વાપાર ચાલી આવેલી કપૂરનાં વૃક્ષોમાંથી કપૂર પ્રાપ્ત કરવાની પદ્ધતિ બંધ પડી ગઈ છે. કપૂરની વૈશ્વિક માગણીની પૂર્તિ કરવા માટે થયેલી કપૂરના વૃક્ષોની તોડવાની પ્રક્રિયા અને તેની તુલનામાં કપૂર આપનારાં વૃક્ષોના વાવેતરનું ન્યૂન પ્રમાણ, આને કારણે વૃક્ષોમાંથી કપૂર મળવો ઓછું થયું છે. આ ગામમાંની કપૂર સિદ્ધ (તૈયાર) કરવાની પદ્ધતિ હવે નામશેષ બની ગઈ છે. વૃક્ષમાંથી કપૂર મેળવીને તેની પ્રક્રિયા કરવાની જાણકારી ધરાવનારા લોકો પણ ગણ્યાં-ગાંઠ્યા જ રહ્યા છે. હવે નવી પેઢીને કપૂર કેવી રીતે તૈયાર કરે છે ? એ વિશદ કરનારું કોઈ નથી. અમને ત્યાં એક ઘરડી વ્યક્તિએ વૃક્ષમાંથી કપૂર કેવી રીતે મેળવવો ? વિવિધ પ્રકારના કપૂર અને તે કેવી રીતે ઓળખવા ?, આ વિશે જાણકારી આપી. તે સમયે મારા ધ્યાનમાં આવ્યું કે, આધુનિકતાને કારણે નવી પેઢી આવા સારા અને દૈવી જ્ઞાનથી વંચિત થતી જાય છે.