કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !

Article also available in :

અનુક્રમણિકા

સપ્‍તર્ષિની આજ્ઞાથી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના દીર્ઘાયુ માટે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે મહાશિવરાત્રિના દિવસે કરેલાં કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી

‘૧૧.૩.૨૦૨૧ના દિવસે ચેન્‍નઈ ખાતે થયેલાં ૧૭૪મા સપ્‍તર્ષિ જીવનાડીપટ્ટી વાંચનમાં પૂ. ડૉ. ૐ ઉલગનાથનના માધ્‍યમ દ્વારા સપ્‍તર્ષિએ કહ્યું, ‘‘શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના દીર્ઘાયુ માટે મહાશિવરાત્રિના દિવસે (૧૧.૩.૨૦૨૧ના દિવસે) સાંજના સમયે કાંચીપુરમ સ્‍થિત ચિત્રગુપ્‍ત મંદિર અને કાંચી કામાક્ષી મંદિર ખાતે જઈને દર્શન કરવા. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ કહેવાય છે; તેથી મહાશિવરાત્રિની રાત્રે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કાંચીપુરમ ખાતે રાતવાસો કરવો. બીજા દિવસે એકાંબરેશ્‍વર મંદિર, પાંડવદૂત શ્રીકૃષ્‍ણ મંદિર અને જ્‍વરહરેશ્‍વર મંદિર, આદિક મંદિરોમાં જઈને ગુરુદેવ માટે પ્રાર્થના કરવી, તેમજ છેલ્‍લા પાંચ દિવસોથી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ કરી રહેલાં ૧૨ લિંબુની પૂજા હવે પૂર્ણ થઈ હોવાથી તે ૧૨ લિંબુ કાંચીપુરમ ખાતેના એકાંબરેશ્‍વર મંદિરમાંના સ્‍થળવૃક્ષની નીચે વિસર્જિત કરવા.’’ (સપ્‍તર્ષિએ કહ્યા પ્રમાણે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ આ સર્વ મંદિરોમાં જઈને દર્શન કરી આવ્‍યાં.’ – સંકલક) આ મંદિરોની વિશિષ્‍ટતાઓ નીચે આપેલી છે.

 

૧. ચિત્રગુપ્‍ત મંદિર

‘ચિત્રગુપ્‍ત’ એ યમને સહાય કરનારા દેવતા છે. ચિત્રગુપ્‍ત પૃથ્‍વી પરના માનવીના પાપ -પુણ્‍યની ગણતરી કરે છે. બ્રહ્મદેવે સૃષ્‍ટિનું નિર્માણ કર્યા પછી ‘મનુષ્‍યના પાપ-પુણ્‍યની નોંધ કોણ કરશે ?, એવો પ્રશ્‍ન ઊભો થવાથી શિવે એક સોનાના પતરાં પર એક દેવતાનું ચિત્ર દોર્યું. તે ચિત્ર પર શિવ-પાર્વતીની દૃષ્‍ટિ પડ્યા પછી તે ચિત્રનું દેવ સ્‍વરૂપમાં રૂપાંતર થયું. ‘ગુપ્‍ત’, એટલે નોંધ રાખનારો. ચિત્રમાંથી નિર્માણ થવાને કારણે આ દેવતાને ‘ચિત્રગુપ્‍ત’ નામ પ્રાપ્‍ત થયું. શિવે ચિત્રગુપ્‍તને યમદેવતાને સહાયતા કરવાનું કાર્ય સોંપ્‍યું. કાંચીપુરમ સિવાય પૃથ્‍વી પર અન્‍યત્ર ક્યાંય પણ ‘ચિત્રગુપ્‍ત’નું મંદિર નથી.

 

૨. શ્રી કામાક્ષી મંદિર

૨ અ. સત્‍યયુગમાં ભંડાસુરનો સંહાર થવા માટે આદિશક્તિને પ્રસન્‍ન કરી લેવા માટે દેવી-દેવતાઓએ પોપટનું રૂપ ધારણ કરીને તપસ્‍યા કરવી અને ત્‍યારે દેવીએ પ્રસન્‍ન થઈને ભંડાસુરનો સંહાર કરવો

આપણા ધર્મગ્રંથોમાં ‘કાશી’ અને ‘કાંચી’, એ શિવના બે નેત્રો છે,’ એમ કહેવાય છે. પૃથ્‍વી પરની મોક્ષ પ્રદાન કરનારી સપ્‍તપુરી, એટલે કાશી, અયોધ્‍યા, મથુરા, દ્વારકા, કાંચી, ઉજ્‍જૈન અને હરિદ્વાર. એમાંથી ‘કાંચીપુરમ’ એક છે. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ પણ કહેવાય છે. સત્‍યયુગમાં ભંડાસુરનો સંહાર થવા માટે આદિશક્તિને પ્રસન્‍ન કરવું પડે તેમ હતું. આદિશક્તિ કામાક્ષી છુપા સ્‍વરૂપે કાંચીનગરમાં નિવાસ કરી રહ્યાં હોવાથી સર્વ દેવી – દેવતાઓએ પોપટનું રૂપ ધારણ કરીને દેવીના સ્‍થાન પાસે આવેલા ચંપક વૃક્ષ પર રહીને તપસ્‍યા કરી. ત્‍યારે દેવી પ્રસન્‍ન થયાં અને તેમણે દેવતાઓને ‘પદ્માસનાસ્‍થ’ અને ‘ચતુર્ભુજ’ આ રૂપોમાં દર્શન આપ્‍યાં. આગળ જતાં દેવીએ ભંડાસુરનો સંહાર કર્યો.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

૨ આ. અલગ અલગ યુગોમાં કામાક્ષીની કરવામાં આવેલી ઉપાસના

૧. ત્રેતાયુગમાં શ્રીરામે કાંચી ખાતે આવીને કામાક્ષીની પૂજા કરી.

૨. પછી દ્વાપરયુગમાં દુર્વાસ ઋષિએ દેવીની ઉપાસના કરી. તેમણે દેવીની શ્રીચક્રના રૂપમાં ઉપાસના કરી અને દેવી પર અનેક સ્‍તોત્રો લખ્‍યા.

૩. કળિયુગમાં ૨ સહસ્‍ત્ર ૬૦૦ વર્ષો અગાઉ આદ્ય શંકરાચાર્યએ દેવીની શ્રીયંત્રના રૂપમાં પૂજા કરવાની પ્રથાનો આરંભ કર્યો. તેમણે ‘દેવીને કંકુમાર્ચન કરવું અને પછી તે કંકુ ભક્તોને દેવીના પ્રસાદ તરીકે આપવું’, એવી રીતનો આરંભ કર્યો.

૨ ઇ. ‘કાંચી’ એ નિર્ગુણ પરબ્રહ્મસ્‍વરૂપિણી આદિશક્તિનું પૃથ્‍વી પરનું નિવાસસ્‍થાન હોવું

કાંચીપુરમમાં કામાક્ષીદેવી પરબ્રહ્મસ્‍વરૂપિણી છે; તેથી અહીં દેવીના મંદિરમાં શિવમંદિર નથી. હયગ્રીવ ભગવાન અગસ્‍તિ ઋષિને કહે છે, ‘‘નિર્ગુણ પરબ્રહ્મસ્‍વરૂપિણી આદિશક્તિનું પૃથ્‍વી પરનું નિવાસ્‍થાન, એટલે ‘કાંચી’ છે. આ સ્‍થાને આદિશક્તિ સ્‍વયં કામાક્ષીરૂપમાં વિરાજમાન છે.’’

૨ ઈ. ‘કામાક્ષી’ નામનો અર્થ

કા + મા + અક્ષી = કામાક્ષી. આમાંથી ‘કા’ એટલે ‘કાલી’ અને ‘મા’ એટલે ‘માતંગી’ છે. અક્ષ એટલે આંખ. ‘કામાક્ષી’ નામનો અર્થ છે, ‘જેના એક આંખમાં ‘કાલી’ની અને બીજી આંખમાં ‘માતંગી’ની શક્તિ છે અને જે કેવળ દૃષ્‍ટિક્ષેપથી જ પોતાના ભક્તોનું કલ્‍યાણ કરે છે, તે દેવી.’ તે કામેશ્‍વર શિવની શક્તિ છે.

 

૩. એકાંબરેશ્‍વર મંદિર

૩ અ. દક્ષિણ ભારતમાંના પંચમહાભૂતો સાથે સંબંધિત શિવજીનાં મંદિરો

દક્ષિણ ભારતમાં પ્રત્‍યેક પંચમહાભૂત સાથે સંબંધિત શિવનું એક મંદિર છે. પૃથ્‍વીતત્ત્વ સાથે સંબંધિત કાંચીપુરમ ખાતેનું એકાંબરેશ્‍વર મંદિર, આપતત્ત્વ સાથે સંબંધિત તિરુચિરાપલ્‍લી સ્‍થિત જંબુકેશ્‍વર મંદિર, અગ્‍નિતત્ત્વ સાથે સંબંધિત તિરુવણ્‍ણમલઈ સ્‍થિત અરુણાચલેશ્‍વર મંદિર, વાયુતત્ત્વ સાથે સંબંધિત કાલહસ્‍તીનું કાલહસ્‍તીશ્‍વર મંદિર અને આકાશતત્ત્વ સાથે સંબંધિત ચિદંબરમ ખાતેનું ચિદંબરેશ્‍વર મંદિર.

૩ આ. એકાંબરેશ્‍વર મંદિરનો ઇતિહાસ

કાંચીપુરમ સ્‍થિત એકાંબરેશ્‍વર મંદિરમાં આવેલા શિવલિંગને ‘પૃથ્‍વીલિંગ’, એમ પણ કહેવામાં આવે છે; કારણકે, આ લિંગ રેતીનું બનેલું છે. દેવી પાર્વતીએ આ મંદિરમાં આંબાના વૃક્ષ હેઠળ તપસ્‍યા કરી હતી. તે વેળાએ તેણીએ રેતીનું એક લિંગ સિદ્ધ કર્યું. આ મંદિરમાં ૫ સહસ્‍ત્ર વર્ષ પ્રાચીન આંબાનું એક વૃક્ષ છે. આ વૃક્ષની ‘સ્‍થળવૃક્ષ’ તરીકે પૂજા કરવામાં આવે છે. ‘એક + આમ્ર + ઈશ્‍વર = એકાંબરેશ્‍વર’, એવી ‘એકાંબરેશ્‍વર’ આ શબ્‍દની વ્‍યુત્‍પત્તિ છે.

શ્રી. વિનાયક શાનભાગ

 

૪. પાંડવદૂત શ્રીકૃષ્‍ણ મંદિર

૪ અ. શ્રીકૃષ્‍ણ ભગવાન પાંડવોના દૂત થવાને  કારણે તેમનું ‘દૂતહરિ’, એવું નામકરણ થવું

ભગવાન શ્રીવિષ્‍ણુના ૧૦૮ દિવ્‍ય સ્‍થાનો છે. તેમને ‘દિવ્‍યદેશમ’, એમ પણ કહે છે. તે ૧૦૮ માંથી ૧૦૬ દિવ્‍યદેશમ પૃથ્‍વી પર છે, જ્‍યારે શેષ ૨ વૈકુંઠલોકમાં છે. પૃથ્‍વી પરના ૧૦૬ દિવ્‍યદેશમમાંથી ૧૭ સ્‍થાનો કાંચીપુરમ ખાતે છે. એમાંનું એક એટલે ‘પાંડવ દૂત શ્રીકૃષ્‍ણ મંદિર.’

શ્રીકૃષ્‍ણ ભગવાન પાંડવોના દૂત બનીને દુર્યોધન પાસે જાય છે. શ્રીકૃષ્‍ણ જે ઠેકાણે બેસવાના હતા, તે ઠેકાણેની ભૂમિ હેઠળ દુર્યોધન અગાઉથી જ એક ઓરડી બનાવી રાખે છે. દુર્યોધન તે ભૂમિ પર એક સરસ બિછાનું (પાથરણું) મૂકે છે અને તેના પર રત્નનું સિંહાસન રાખે છે. દુર્યોધને ભૂમિ નીચેની ઓરડીમાં અનેક કુસ્‍તીબાજોને રાખ્‍યા હતા. દૂત બનીને આવેલા શ્રીકૃષ્‍ણને જ બંદી બનાવવાનું તેનું કાવતરું હતું; પરંતુ શ્રીકૃષ્‍ણ દુર્યોધન પાસે ગયા પછી તેઓ સિંહાસન પર બેસે છે. તે સમયે તે સિંહાસન ભૂમિની નીચે જાય છે. ભૂમિની નીચે ગયા પછી શ્રીકૃષ્‍ણ ત્‍યાં રહેલા કુસ્‍તીબાજો જોડે લડાઈ કરે છે અને પછી તે જ ઠેકાણે તેઓ વિશ્‍વરૂપ ધારણ કરે છે. સાક્ષાત ભગવાન દૂત બન્‍યા હોવાથી તેમનું ‘દૂતહરિ’, એવું નામ પડ્યું.

૪ આ. રાજા જનમેજયે કાંચીપુરમ ખાતે શ્રીકૃષ્‍ણને આર્તતાથી સાદ પાડ્યા પછી તેમને ‘દૂતહરિ’ રૂપમાં દર્શન દેવા

દ્વાપરયુગના અંતમાં રાજા જનમેજયને ભગવાનનું ‘દૂતહરિ’ રૂપ જોવાની ઇચ્‍છા થઈ. વૈશંપાયનઋષિની આજ્ઞાથી રાજા જનમેજયે કાંચીપુરમ ખાતે શ્રીકૃષ્‍ણને આર્તતાથી સાદ પાડ્યો અને આ ઠેકાણે શ્રીકૃષ્‍ણએ તેમને ‘દૂતહરિ’ રૂપમાં દર્શન દીધા. કળિયુગમાં આ સ્‍થાનનું નામ ‘પાંડવદૂત મંદિર’ પડ્યું છે.

૪ ઇ. મંદિરની વિશિષ્‍ટતા

જે કોઈ શ્રીકૃષ્‍ણ ભગવાનનું સ્‍મરણ કરતા રહીને આ મંદિર ફરતે પ્રદક્ષિણા કરે છે, તેની ૭૨ સહસ્‍ત્ર નાડીઓમાંના વિકાર દૂર થાય છે.

 

૫. જ્‍વરહરેશ્‍વર મંદિર

કાંચીપુરમ ખાતે ૮મી સદીનું પલ્‍લવકાલીન શિવમંદિર છે. અહીં શિવને ‘જ્‍વરહરેશ્‍વર’ નામથી સંબોધવામાં આવે છે. એમ કહેવાય છે કે, આ શિવ જ્‍વર દૂર કરનારા હોવાથી તેમનું ‘જ્‍વરહરેશ્‍વર’ એવું નામ પડ્યું. આ મંદિર અત્‍યંત વિશિષ્‍ટતાપૂર્ણ છે. આ મંદિરનો પાછળનો ભાગ એ હાથીના પૃષ્‍ઠભાગ જેવો હોવાથી આ મંદિરને ‘ગજપૃષ્‍ઠ વિમાન ધરાવતું મંદિર’, એમ કહેવામાં આવે છે.

‘સપ્‍તર્ષિની કૃપાથી જ એક દિવસમાં આ સર્વ મંદિરોમાં જઈ શકાયું અને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી શકાઈ’, એ માટે અમો સપ્‍તર્ષિના ચરણોમાં કોટીશ: કૃતજ્ઞ છીએ.’

શ્રી. વિનાયક શાનભાગ (આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૬ ટકા), ચેન્‍નઈ, તામિલનાડુ. (૧૪.૩.૨૦૨૧)

* અહીં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્‍યાં દેવ’ એ કથન અનુસાર સાધકોની અને સંતોની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તેવી જ અનુભૂતિઓ સહુકોઈને થાય એવું નથી. – સંપાદક

Leave a Comment