અનુક્રમણિકા
- ૧. મહાકુંભમેળા માં સનાતન સંસ્થા સાથે જોડાવો !
- ૨. કાર્યક્રમોની સૂચિ સનાતન સંસ્થા સાથે આ મહાકુંભનો આધ્યાત્મિક સ્તર પર લાભ લો !
- ધર્મ પ્રચાર-પ્રસાર માટે દાન કરો !
- ૩. ગત કુંભમેળાઓમાં સનાતન સંસ્થાનું કાર્ય
- ૪. ગત કુંભમેળાઓમાં સંતો દ્વારા કરવામાં આવેલી સનાતન સંસ્થાની પ્રશંસા !
- ૫. કુંભમેળામાં રાજસી (રાજયોગી / શાહી) સ્નાન શું હોય છે ?
- ૬. શું હોય છે રાજસી (રાજયોગી) સ્નાનનો ક્રમ ?
- ૭. ગ્રહગણિત અનુસાર ચાર કુંભક્ષેત્રોમાં થનારા કુંભમેળાઓ
- ૮. કુંભમેળાનું અનન્યસાધારણ મહત્ત્વ
- ૯. કુંભમેળાની વિશેષતાઓ
- ૧૦. કુંભમેળાનો આધ્યાત્મિક લાભ આ રીતે પ્રાપ્ત કરો !
- ૧૧. અખાડાનો અર્થ શું છે ? સંન્યાસીઓના કયા પ્રકાર છે ?
- ૧૨. નાગા સંન્યાસીઓના અખાડા કયા કયા છે ?
- ૧૩. સંન્યાસીઓ દ્વારા શસ્ત્ર શા માટે ધારણ કરવામાં આવે છે ?
- ૧૪. સિંહસ્થ કુંભમેળો શું છે ?
૧. મહાકુંભમેળા માં સનાતન સંસ્થા સાથે જોડાવો !
૧.ધર્મશિક્ષણ પ્રદાન કરનારા ફલકોનું પ્રદર્શન ૨.સાધનાના મૂળ સિંદ્ધાતો વિશેના દૈનિક સત્સંગ ૩. સાધુ-સંતોનું સ્વાગત અને એમને મળવું ૪.રાષ્ટ્ર અને ધર્મ વિશેના સનાતનના ગ્રંથોનું પ્રદર્શન ૫.આનંદમય જીવન કેવી રીતે જીવવું, એ વિશેનું સાધના સત્સંગ૬. સ્વચ્છ કુંભ, સાત્વિક કુંભ અભિયાન
૨. કાર્યક્રમોની સૂચિ સનાતન સંસ્થા સાથે આ મહાકુંભનો આધ્યાત્મિક સ્તર પર લાભ લો !
સનાતન સંસ્થા આપને મહાકુંભમેળામાં અમારા નિત્યનુતન કાર્યક્રમોમાં સહભાગી થવા માટે આમંત્રિત કરે છે. સાધનાના મૂળ સિદ્ધાંતો શીખવા માટે દૈનિક સત્સંગનો લાભ લો, તેમજ આનંદી જીવન જીવવા માટેના માર્ગદર્શન માટે સાધના સત્સંગમાં પધારો. ધર્મ વિશેનું આપનું જ્ઞાન વૃદ્ધિંગત કરવા માટે અમારા ધર્મશિક્ષણ પ્રદાન કરનારા પ્રદર્શનનો લાભ લો તથા ધર્મ, અધ્યાત્મ, રાષ્ટ્ર-નિર્માણ, આયુર્વેદ, બાળ સંસ્કાર ઇત્યાદિ વિવિધ વિષયો પર આધારિત અમારા ગ્રંથ-પ્રદર્શનનો લાભ લો. ધર્મનો માર્ગ અપનાવવા માટે તેમજ તમારા આધ્યાત્મિક પ્રવાસને ગતિ મળે એ માટે અમારી સાથે જોડાઈ જાવ !
ઉદ્ઘાટન
૧૦ જાન્યુઆરી ૨૦૨૫
આ દિવસથી મોરી-મુક્તિ માર્ગ ચારરસ્તા, સેક્ટર ૧૯, પ્રયાગરાજમાં સનાતન સંસ્થાનું શિબિર અને ધર્મશિક્ષણ પ્રદર્શનનો આરંભ થયો છે. સહુએ તેનો અવશ્ય લાભ લેવો.
દૈનિક સત્સંગ
૧૩ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૫
સાધનાના મૂળ સિદ્ધાંતો વિશે સત્સંગ. આધ્યાત્મિક જીવન જીવવાનું માર્ગદર્શન મેળવો અને આપની શંકાઓનું નિરસન કરો.
સાધના સત્સંગ
૯ ફેબ્રુઆરી ૨૦૨૫
આ મહાસત્સંગમાં આનંદી જીવન પર માર્ગદર્શન કરવામાં આવશે. આ સત્સંગ સાધના કરનારા તેમજ વ્યવહારિક જીવન વ્યતીત કરનારા, બન્ને માટે લાભદાયક છે.
ગ્રંથ પ્રદર્શન
૬ જાન્યુઆરી થી ૭ ફેબ્રુઆરી ૨૦૨૫
અહીં તમને ૧૧ ભાષાઓમાં ૩૫૦ થી વધુ ગ્રંથો દ્વારા હિંદુ જીવન, સંસ્કૃતિ તેમજ રાષ્ટ્ર સાથે સંબંધિત ગહન જાણકારી મળી શકે છે.
ધર્મ પ્રચાર-પ્રસાર માટે દાન કરો !
આ મહાકુંભ મેળામાં સનાતન સંસ્થા ૨૦૦ સાધકોના માધ્યમ દ્વારા ધર્મનો પ્રચાર-પ્રસાર કરશે. આ અંતર્ગત ભક્તોને આનંદી જીવન જીવવા માટે સાધનાનું માર્ગદર્શન કરવું, સંસ્કૃતિ પાલન અને ધાર્મિક આચરણ શીખવનારા વિનામૂલ્ય પ્રવચનો તેમજ ભવ્ય ગ્રંથ અને ફલક પ્રદર્શનોનું આયોજન, તે સાથે જ ગંગાજી અને કુંભની મહતી વિશદ કરનારી પ્રસારસામગ્રી અને સોશીયલ મિડીયાના માધ્યમ દ્વારા પ્રસાર કરવામાં આવશે. સનાતન સંસ્થાના સાધકો ‘સ્વચ્છ કુંભ, સાત્ત્વિક કુંભ’ અંતર્ગત સ્વચ્છતામાં સહભાગી થઈને કુંભમેળાની પવિત્રતા જાળવી રાખવામાં સહાયતા કરશે. કુંભમેળો હિંદુઓની આધ્યાત્મિક શક્તિ વૃદ્ધિંગત કરનારું વિશ્વનું સૌથી મોટું પર્વ છે. આ કુંભપર્વમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે આવવાની શક્યતા છે. આપના દ્વારા કરવામાં આવેલા દાનધર્મને કારણે સનાતન સંસ્થા ઉપર જણાવેલાં ઉપક્રમો ચલાવીને વધારેમાં વધારે શ્રદ્ધાળુઓ સુધી પહોંચી શકશે.
શાસ્ત્ર કહે છે કે તીર્થરાજ પ્રયાગમાં થનારા મહાકુંભ પર્વ નિમિત્તે દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. તેથી તમે તમારી ક્ષમતા અનુસાર ધન, ભોજન, સામાન ઇત્યાદિનું દાન કરો અને ધાર્મિક કાર્યોમાં સહભાગી થાવ !
નિવાસ
રૂ. ૧૯,૩૫,૦૦૦
રજાઈ, ગાદલાં, ચાદર, ઓશીકા, હીટ કૉયર (ફોમ); નિવાસ માટે ફ્લૅટ / ટેંટ; જનરેટર અને ઇન્વર્ટર
આહાર (ભોજન)
રૂ. ૨૮,૫૦,૦૦૦
સાધકો માટે ભોજન અને અલ્પાહાર (નાસ્તો), મહેમાનો માટે ભોજન અને અલ્પાહાર, પીવાના પાણીની વ્યવસ્થા
પ્રદર્શન
રૂ. ૨૬,૦૦,૦૦૦
ટેંટ લગાડવો; પ્રદર્શન માટે ફ્લેક્સ, કનાત; ટૅબલ, ખુરશીઓ ૨૦૦; કાર્પેટ (લાલ અથવા લીલું)
પ્રસિદ્ધિ
રૂ. ૪,૮૫,૦૦૦
સમાચાર, ટી.વી. ચેનલો પર પ્રસિદ્ધિ અને પત્રકાર પરિષદ; નિમંત્રણ પત્રિકા, હોર્ડિંગ, પોસ્ટ, ફ્લેક્સ ફલકોની છપાઈ
ધ્વનિ અને વિદ્યુત વ્યવસ્થા
રૂ ૧૦,૨૫,૦૦૦
સત્સંગ માટે વિદ્યુત વ્યવસ્થા, (૨૫ હેલોજન સહિત) ધ્વનિ વ્યવસ્થા; અન્ય વિદ્યુત ઉપકરણો; પ્રોજેક્ટર વ્યવસ્થા
અન્ય
રૂ.૧૭,૦૫,૦૦૦
કાર્યક્રમો માટે વ્યાસપીઠ; ૫ ચારપૈડાવાળા અને ૧૦ બેપૈડાવાળા વાહનો માટે પેટ્રોલ; ચિકિત્સા (મેડિકલ) વ્યવસ્થા; કાર્યાલયીન ખર્ચ
૩. ગત કુંભમેળાઓમાં સનાતન સંસ્થાનું કાર્ય
* ધર્મની શિખામણ આપવી
* સાધના શીખવવી
* સાધુ-સંતોનું સ્વાગત કરવું
* યાત્રા સુનિયોજન
* સત્સંગ
* રામ-નામ જપનું આયોજન
* ગ્રંથ પ્રદર્શન
* ધર્મશિક્ષણ ફલકનું પ્રદર્શન
* ‘સ્વચ્છ કુંભ, સાત્ત્વિક કુંભ’ અભિયાન
૪. ગત કુંભમેળાઓમાં સંતો દ્વારા કરવામાં આવેલી સનાતન સંસ્થાની પ્રશંસા !
૧. હિંદુ ધર્મ માટે સનાતનનું પ્રદર્શન આવશ્યક અને પ્રશંસનીય છે. પ્રદર્શનમાં મૂકેલા પ્રબોધન કરી રહેલા ફલકો પર જે લેખન છે, તે અટલ સત્ય છે. આ કાર્ય, ફલકો પર લેખન અને સનાતનના ગ્રંથ સનાતન ધર્મ માટે અત્યંત પ્રશંસનીય છે. – મહામંડલેશ્વર સ્વામી રામગિરિજી મહારાજ પંચદશનામ આવાહન અખાડા, બ્યાવરા, મધ્યપ્રદેશ
૨. તમે ધર્મ માટે સારું કાર્ય કરી રહ્યા છો. (આમ કહીને તેમણે પોતે સાધકોને પ્રસાદ આપ્યો.) – સ્વામી વિશ્વેશ્વર પુરી , દક્ષ પ્રજાપતિ મંદિરના મહંત
૩. સંસ્થા દ્વારા પ્રદર્શન, પ્રવચન, સત્સંગના માધ્યમ દ્વારા ધર્મ પ્રચારનું કાર્ય પ્રભાવી રીતે ચાલી રહ્યું છે. આ કાર્ય માટે મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ છે. – સ્વામી આનંદ સ્વરૂપ, અધ્યક્ષ, શંકરાચાર્ય પરિષદ
૪. પ્રત્યેક કુંભમેળા પછી મારા પર ઋણ થતું જાય છે; પણ આ કુંભમાં સનાતન સંસ્થાના સાધકો મારી પાસે મહાપ્રસાદ લેવા માટે આવ્યા હતા; તેને કારણે પહેલીવાર મારા પર કોઈ પ્રકારનું ઋણ થયું નહીં ! – મહામંડળેશ્વર ભૈયા દાસજી મહારાજ , પરમહંસ ધામ, વૃંદાવન
૫. જો સંપૂર્ણ કુંભમાં પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે, તો તમારી સંસ્થાને પ્રથમ ક્રમાંક આપવો પડતે; કારણકે તમારું પ્રદર્શન અને નિયોજન ઉત્કૃષ્ટ છે, તે સાથે જ તમારા દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય ઘણી ઉચ્ચ કક્ષાનું છે. – સ્વામી રામરસિકદાસજી મહારાજ , સુખરામદાસ રામાયણી કંચન ભવન મંદિર, ઋષિમોચન ઘાટ, અયોધ્યા
૬. તમારા ગુરુદેવજી ઘણા મહાન છે ! તમારી ઉત્કૃષ્ટ વ્યવસ્થા જોઈને તમારા ગુરુદેવના સામર્થ્યની કલ્પના કરી શકાય છે ! તમારા ગ્રંથ ઘણા અમૂલ્ય છે અને એવો એકપણ વિષય બાકી નથી કે, જે તમારા ગુરુદેવજીના ગ્રંથમાં આવ્યો ન હોય ! – સ્વામી રામરસિકદાસજી મહારાજ , સુખરામદાસ રામાયણી કંચન ભવન મંદિર, ઋષિમોચન ઘાટ, અયોધ્યા
૭. વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં સનાતનના ગ્રંથપ્રદર્શનનું આયોજન કરવામાં આવવું જોઈએ ! મારે ત્યાં ભિન્ન પ્રકારના લોકો આવતા હોય છે. હું તેમને આ ગ્રંથ આપીશ અને આ ગ્રંથો વાંચીને હું મારી કથા વાંચનમાં આ વિષયોને વિશદ કરીશ. – સ્વામી રામરસિકદાસજી મહારાજ સુખરામદાસ રામાયણી કંચન ભવન મંદિર, ઋષિમોચન ઘાટ, અયોધ્યા
૮. સનાતન સંસ્થા સમાજમાં જાગૃતિ લાવવાનું પ્રભાવશાળી કાર્ય કરી રહી છે અને હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું ધ્યેય રાખીને દેશમાં સુધારણા લાવી રહી છે. ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।’, આ વચન અનુસાર સનાતન સંસ્થા સંસ્કૃતિનું રક્ષણ કરી રહી છે, તે સાથે જ સંસ્કૃતિના વિરોધમાં આચરણ કરનારાઓનો વિરોધ પણ કરી રહી છે. – મહામંડળેશ્વર શ્રી મહંત શ્રી રામેશ્વરદાસ મહારાજ , અધ્યક્ષ, જમ્મૂ-કાશ્મીર ખાલસા
૯. સનાતન સંસ્થા હિંદુ સંસ્કૃતિ તેમજ ધર્માચરણની આવશ્યકતા સમાજને સમજાવી રહી છે. – દેવી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી, (આદિશક્તિ ગુરુ માં) કચ્છ
૧૦. સનાતન સંસ્થા કેવળ સંસ્થા હોવાને બદલે તે ઈશ્વરની વાણી છે. – સ્વામી બોધાનંદેંદ્ર સરસ્વતી મહારાજ , સચ્ચિદાનંદ વેદ વેદાંત પાઠશાળા, મુત્તુરૂ, કર્ણાટક
૧૧. સંસ્થાનું પ્રદર્શન જોઈને મને ઘણો આનંદ થયો છે ! પ્રદર્શનની વ્યવસ્થા ઉત્તમ છે. નાના બાળકો માટે પણ પ્રદર્શનમાં ઉત્તમ જાણકારી આપવામાં આવી છે. તેનાથી તેમને હિંદુ ધર્મ વિશે ગૌરવ અનુભવ થશે. ભવિષ્યમાં તેમનું આત્મબળ વધશે ! – મહામંડળેશ્વર મહંત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રઘુવીર દાસ મહાત્યાગીજી , અખનૂર, જમ્મૂ-કાશ્મીર
૧૨. સનાતનનું પ્રદર્શન જોયા પછી એમ ધ્યાનમાં આવે છે કે સનાતન સંસ્થાનું કાર્ય ઉત્કૃષ્ટ છે. હું એવી અપેક્ષા રાખું છું કે આ પ્રદર્શનના માધ્યમ દ્વારા હિંદુ સમાજમાં જાગૃતિ આવશે. – શ્રી રમેશગિરી મહારાજ , જનાર્દન આશ્રમ, કોપરગાવ (મહારાષ્ટ્ર)
૧૩. સનાતન સંસ્થા ગ્રંથ અને ફલક પ્રદર્શનના માધ્યમ દ્વારા ધર્મજ્ઞાન પ્રદાન કરીને અધ્યાત્મનો વાસ્તવિક પ્રસાર કરી રહી છે. સનાતનનું ગ્રંથપ્રદર્શન તો જ્ઞાનનો ભંડાર છે. આ રીતનું ભવ્ય અને જ્ઞાન પ્રદાન કરનારું પ્રદર્શન સંપૂર્ણ કુંભમેળામાં નથી. કુંભમેળાની ત્રીજી ગંગા અર્થાત્ સરસ્વતી નદી સનાતનના ગ્રંથપ્રદર્શનના માધ્યમ દ્વારા વહી રહી છે. – શ્રી પ્રભુ નારાયણ કરપાત્રી , કાશીના સંત
૧૪. અમને કુંભમેળામાં ગંગા અને યમુના નદીઓની સાથે જ સનાતનના ગ્રંથપ્રદર્શનના રૂપમાં સરસ્વતી નદીના પણ દર્શન થયા. અમે તો કહીએ છીએ કે સનાતનના ગ્રંથપ્રદર્શનમાં આ લોપ પામેલી સરસ્વતી નદીના દર્શન થાય છે. કોણ કહે છે કે સરસ્વતી નદી લોપ પામી છે ?, સરસ્વતીના દર્શન તો સનાતનના ગ્રંથપ્રદર્શનમાં થઈ રહ્યા છે. – બે પોલીસ કર્મચારીઓ
૧૫. આ પ્રદર્શન જોઈને અમે નિઃશબ્દ બની ગયા છીએ. સંપૂર્ણ કુંભમાં આવું ધર્મજ્ઞાન ક્યાંય હશે, એવું અમને લાગતું નથી. આ પ્રદર્શનને કારણે અમારી આંખો ઉઘડી ગઈ છે. આવા પ્રદર્શનનો બોધ લઈને અમારા ગામના લોકો તંગ વસ્ત્રો પરિધાન કરવાનું બંધ કરી દેશે. – શ્રીમતી સવિતાબેન પટેલ , શિવશક્તિ કારગિલ ચોક, સૂરત (ગુજરાત)
૧૬. હિંદુ સંસ્કૃતિના વિષયમાં આયોજિત કરેલું આપની સંસ્થાનું પ્રદર્શન ઘણું સારું છે. આપના સાધકો દ્વારા ‘રાષ્ટ્ર અને ધર્મ’ માટે સર્વસ્વનો ત્યાગ તેમજ સમાજ પ્રબોધનનું સેવાકાર્ય જોઈને હું અત્યંત પ્રભાવિત બની ગયો છું ! – સ્વામી ડૉ. ભૂમાનંદ સરસ્વતી મહારાજ , મધ્યપ્રદેશ
૧૭. અમે ધર્મને માનીએ છીએ, તો બીજીબાજુએ નવી પેઢી વિજ્ઞાનના આધાર પર ચાલનારી છે. આવા સમયે તે પેઢીને વિજ્ઞાનની ભાષામાં ધર્મ સમજાવવાની આવશ્યકતા છે ! સનાતન આ પદ્ધતિનો સારો ઉપયોગ કરી રહી છે ! – શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર , શ્રી વિશ્વગાયત્રી મિશન, ગુજરાત
૧૮. હજી સુધી મેં સનાતનનું કાર્ય સાંભું હતું; પરંતુ પ્રત્યક્ષમાં પ્રદર્શનને જોઈને મને કાર્યની વ્યાપ્તિ ધ્યાનમાં આવી ! મને આ કાર્યમાં સહભાગી કરી લેશો ! સનાતન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યમાં સહભાગી થવાની મારી સિદ્ધતા (તૈયારી) છે. – મહામંડળેશ્વર આચાર્ય શ્રી સ્વામી પ્રણવાનંદ સરસ્વતી , અખંડાનંદ આશ્રમ, મોતીજીલ, વૃંદાવન, ઉત્તર પ્રદેશ
૧૯. સદા ભવ સનાતનનો અર્થ છે, જે સદૈવ સનાતન છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સનાતન છે. એવી જ રીતે સનાતન સંસ્થા છે. આ સંસ્થા ઋષિ અને મહર્ષિઓની છે. સંસ્થાનું કાર્ય ધર્મને અનુરૂપ ચાલી રહ્યું છે. – શ્રદ્ધેયપ્રવર પૂજ્ય ગુણપ્રકાશ ચૈતન્યજી મહારાજ
૨૦. સનાતન સંસ્થા સમાજને દિશાદર્શન કરવાનું કાર્ય કરી રહી છે ! સંસ્થાનું કાર્ય ઘનઘોર અંધારી રાત્રિમાં એક દીપક જેવું છે. સનાતન સંસ્થા ધર્મ દ્વારા સમાજવ્યવસ્થા ઉત્તમ બનાવવા માટે અથક પ્રયત્ન કરી રહી છે. સંખ્યાત્મક દૃષ્ટિએ નાની હોવા છતાં પણ તેના વિચાર અને કાર્ય વિશાળ છે. – શ્રી. સોનૂ ગેહલોત
૨૧. સનાતન સંસ્થા હિંદુઓને સંગઠિત કરવાનું કાર્ય કરી રહી છે. સંસ્થાની શિસ્ત તેમજ પવિત્ર ઉદ્દેશને કારણે જ તેમનું ધ્યેય ચોક્કસ સફળ થશે. સનાતન સંસ્થા દ્વારા દેશ, રાષ્ટ્ર અને હિંદુત્વ માટે કરવામાં આવી રહેલો ત્યાગ અનુકરણીય છે ! – શ્રી. અરવિંદ જૈન , સચિવ, હિંદુ શૌર્ય જાગરણ અભિયાનઊજવવામાં આવે છે. આ ૧૨ સ્થાનોમાંથી ભૂલોકમાં પ્રયાગરાજ (અલાહાબાદ), હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વર-નાસિક, આ સ્થાનોનો સમાવેશ છે.
કુંભમેળો ભારતની સાંસ્કૃતિક મહાનતાના કેવળ દર્શન જ નહીં, જ્યારે સંતસંગ પ્રદાન કરનારો આધ્યાત્મિક મેળાવડો છે. કુંભપર્વ નિમિત્તે પ્રયાગ, હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન તેમજ ત્ર્યંબકેશ્વર-નાશિક, આ ચાર ક્ષેત્રોમાં પ્રતિ ૧૨ વર્ષ ઉપરાંત આવનારા આ પર્વનું હિંદુ જીવનદર્શનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ગંગાસ્નાન, સાધના, દાનધર્મ, પિતૃતર્પણ, શ્રાદ્ધવિધિ, સંતદર્શન, ધર્મચર્ચા જેવી ધાર્મિક કૃતિઓ કરવા માટે કરોડો શ્રદ્ધાળુઓ તેમજ સાધુ-સંતો અહીં પધારે છે.
આગામી કુંભમેળો ૨૦૨૫ માં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ ખાતે થશે.
પ્રયાગ ખાતે ગંગા, યમુના તેમજ સરસ્વતીના ત્રિવેણી સંગમ પર પ્રત્યેક ૧૨ વર્ષ ઉપરાંત કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ‘મહાકુંભમેળા’ તરીકે સંબોધવામાં આવે છે. આ કુંભપર્વમાં મકરસંક્રાંતિ, પોષ (મૌની) અમાસ તેમજ વસંત પંચમી, આ ત્રણ પર્વકાળ આવે છે. જેમાં પોષ (મૌની) ‘અમાસ’ પ્રમુખ પર્વ છે તેમજ તેને ‘પૂર્ણકુંભ’ કહે છે. મહા પૂર્ણિમાને ‘પર્વકાળ’ માનવામાં આવે છે. આ ચાર પર્વોના દિવસે ગંગાસ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ૧૨ વર્ષમાં એકવાર આવનારા કુંભમેળા ઉપરાંત ૬ વર્ષ પછી આવનારા કુંભમેળાને ‘અર્ધકુંભમેળો’ કહે છે.
કલ્પવાસ – કુંભમેળાની એક સાધના !
પ્રયાગના સંગમ પર પોષ સુદ અગિયારસ થી મહા પૂર્ણિમા સુધી અનેક સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ સંયમ રાખીને વસવાટ કરે છે. આ વસવાટને ‘કલ્પવાસ’ કહે છે.
૫. કુંભમેળામાં રાજસી (રાજયોગી / શાહી) સ્નાન શું હોય છે ?
રાજસી (રાજયોગી) સ્નાનનું પર્વ – રાજયોગી સ્નાનના દિવસે પરોઢિયે ૪ વાગ્યાથી શોભાયાત્રાઓનો પ્રારંભ થાય છે; પણ સામાન્ય લોકો કેવળ દૂરથી જ આ શોભાયાત્રાઓ જોઈ શકે છે. બપોરે ૧૨ કલાક પછી જ બધાને પ્રવેશ આપવામાં આવે છે. સાધુઓની શોભાયાત્રા નિહાળવી, એ પણ એક પર્વ હોય છે. તેમાં રેશમી પડદા, ગાદલાં, ઓશિકાં, તકિયા, કિમતી ગાલીચા અને આભુષણોથી શણગારેલા મંડપો (શામિયાનાઓ) હોય છે. અનેક અખાડાઓના હાથી અને ઘોડાઓ પણ હોય છે. આ અખાડાઓના મહંત નાસિક ખાતે ગોદાવરીમાતાનું મંદિર તેમજ કપાલેશ્વરના મંદિરમાં દર્શન કરે છે. ત્ર્યંબકેશ્વરમાં બધાં મંદિરોમાં દર્શન તેમજ કુશાવર્તમાં સ્નાન કરે છે. નાસિક ખાતે ગંગાજીના કાંઠે ૧૨ વર્ષો સુધી બંધ રહેલું ગોદામાતાનું મંદિર પહેલે દિવસે ખોલવામાં આવે છે. ત્યાર પછી બધા લોકો દર્શન કરીને પૂજાવિધિ કરે છે. ત્યાર પછી બધા સાધુઓ નક્કી કરેલા ક્રમ અનુસાર સ્નાન કરવા જાય છે. ત્ર્યંબકેશ્વરમાં પ્રાતઃકાળે આરંભ થયેલી શોભાયાત્રા પૂર્વાપાર પદ્ધતિથી ચાલુ છે. પ્રત્યેક અખાડાને પોતાના દેવતા હોય છે. સાધુ, સંત, મહંત તેમજ મંડલેશ્વર પોતાની પરંપરા અનુસાર હાથી અને ઘોડા પર આરૂઢ થઈને આવે છે. કુશાવર્ત પહોંચ્યા પછી દેવતાનું પૂજન અને ત્યાર પછી રાજયોગી સ્નાનનો આરંભ થાય છે. આ સમારંભ કોઈપણ જોઈ શકતું નથી; તેથી સામાન્ય લોકોએ અખાડાઓમાં ઘુસવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. પ્રત્યેક અખાડાનો પોતાનો ધ્વજ હોય છે, કે જેને ધર્મધ્વજ કહે છે. ધ્વજારોહણ કરવું એ સિંહસ્થ પર્વનો આરંભ થયો હોવાનું પ્રતીક છે.
જે સાધુઓ આજીવન ગુફામાં રહીને તપશ્ચર્યા કરે છે; તેઓ કુંભપર્વના સમયે જ બહાર નીકળીને સ્નાન માટે એકત્રિત થાય છે; તેથી તેમના દર્શન અને સત્સંગનો અવશ્ય લાભ કરી લેવો જોઈએ.
૬. શું હોય છે રાજસી (રાજયોગી) સ્નાનનો ક્રમ ?
કુંભપર્વ સમયે રાજયોગી (શાહી) સ્નાન સમયે સૌથી પહેલા નાગાસંન્યાસીઓ પરોઢિયે સૂર્યોદય થવા પહેલાં સ્નાન કરે છે. ત્યારપછી બૈરાગી સાધુઓ સ્નાન કરે છે અને
અને ત્યારપછી જુના ઉદાસી અને નવા ઉદાસી સ્નાન કરે છે. સૌથી છેલ્લે નિર્મલ અખાડાના સાધુઓ સ્નાન કરે છે. બધા સાધુઓના સ્નાન ઉપરાંત બપોરે બધા શ્રદ્ધાળુઓને સ્નાન કરવાની અનુમતિ આપવામાં આવે છે. સાધુઓના આ સ્નાનક્રમ અનુસાર આ નિયમ બનાવ્યો છે.
૭. ગ્રહગણિત અનુસાર ચાર કુંભક્ષેત્રોમાં થનારા કુંભમેળાઓ
૧. હરિદ્વાર કુંભમેળો – જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે.
વધુ જાણકારી : આ ઉત્તરાખંડ રાજ્યના ગંગાકાંઠે વસેલું પ્રાચીન તીર્થક્ષેત્ર છે. હિમાલયની અનેક ખાઈઓ અને શિલાઓમાંથી તીવ્ર વેગે નીચે આવનારો ગંગાજીનો પ્રવાહ, અહીંના સમતલ ભાગોમાં આવવાથી મંદ પડી જાય છે. આ સ્થાનને ‘ગંગાદ્વાર’ પણ કહે છે.
૨. પ્રયાગ કુંભમેળો – જ્યારે ગુરુ વૃષભ રાશિમાં અને ચંદ્ર તેમજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.
વધુ જાણકારી : આ ઉત્તરપ્રદેશમાં ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર ‘ત્રિવેણી સંગમ’ પર વસેલું તીર્થસ્થાન છે. આ પવિત્ર સંગમને કારણે જ આને ‘પ્રયાગરાજ’ અથવા ‘તીર્થરાજ’ કહેવામાં આવે છે. પ્રયાગનો અર્થ છે ‘મોટો યજ્ઞ કરવો’. બ્રહ્મદેવની કુરુક્ષેત્ર, ગયા, વિરાજ, પુષ્કર અને પ્રયાગ, આ પાંચેય યજ્ઞવેદીઓમાંથી પ્રયાગ મધ્યવેદી છે. કાશી, પ્રયાગ અને ગયા આ ત્રિસ્થળી યાત્રામાં એક પ્રયાગનું સ્થાન ધાર્મિક દૃષ્ટિએ અદ્વિતીય છે. આ ક્ષેત્રનું માહાત્મ્ય વિશદ કરતી વેળાએ કહેવામાં આવે છે કે મહાપ્રલય સમયે ભલે સમગ્ર વિશ્વ ડૂબી જાય, પરંતુ પ્રયાગ નહીં ડૂબે.
૩. ઉજ્જૈન કુંભમેળો – જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ સિંહ રાશિમાં હોય છે.
વધુ જાણકારી : ઉજ્જૈનનો કુંભમેળો ક્ષિપ્રા નદીના કિનારે ભરાય છે. આ ઉત્તરવાહિની પવિત્ર નદી જે સ્થાન પર પૂર્વવાહિની બની જાય છે, તેનું આ સ્થાન પર પ્રાચીન કાળમાં એકવાર ગંગાજી સાથે મિલન થયું હતું. આજે ત્યાં ગણેશ્વર નામનું લિંગ છે, સાથે જ સ્કંદપુરાણમાં ક્ષિપ્રા નદીને ગંગા નદી માનવામાં આવ્યાં છે.
૪. ત્ર્યંબકેશ્વર – નાશિક કુંભમેળો – જ્યારે ગુરુ અને સૂર્ય બન્ને સિંહ રાશિમાં પ્રવેશ કરે છે.
વધુ જાણકારી : ત્ર્યંબકેશ્વર-નાસિકનો કુંભમેળો ગોદાવરી નદીના કાંઠે થાય છે. ગૌતમઋષિ ગંગાજીને ગોદાવરી નામથી ત્ર્યંબકેશ્વર-નાસિક ક્ષેત્રમાં લઈ આવ્યા. કહેવામાં આવે છે કે, બ્રહ્મપુરાણમાં વિંધ્ય પર્વતની પેલેપારનાં ગંગાજીને ગૌતમી (ગોદાવરી)ના નામથી ઓળખવામાં આવે છે.
૮. કુંભમેળાનું અનન્યસાધારણ મહત્ત્વ
પુણ્યદાયી
૧. કુંભપર્વમાં સ્નાન કરવાથી ૧ સહસ્ર અશ્વમેધ, ૧૦૦ વાજપેય તેમજ પૃથ્વીની ૧ લાખ પ્રદક્ષિણા ફરવાનું પુણ્ય મળે છે, તે સાથેજ ૧ સહસ્ર કાર્તિક સ્નાન, ૧૦૦ મહા સ્નાન તેમજ નર્મદા પર ૧ કરોડ વૈશાખ સ્નાન સમાન એક કુંભસ્નાનનું ફળ છે.
૨. કુંભમેળાના સમયમાં અનેક દેવી-દેવતાઓ માતૃકા, યક્ષ, ગંધર્વ, કિન્નર ભૂમંડળની કક્ષામાં કાર્યરત રહે છે. સાધના કરવાથી તે બધાના આશીર્વાદ મળે છે.
પાપક્ષાલક
૩. પવિત્ર તીર્થક્ષેત્રોમાં સ્નાન કરી પાપક્ષાલન થાય, તે હેતુ અનેક શ્રદ્ધાળુઓ કુંભપર્વમાં કુંભક્ષેત્રમાં સ્નાન કરે છે.
૪. પિતૃતર્પણ : ગંગાજીનું કાર્ય જ છે, ‘પિતૃઓને મુક્તિ આપવી’. આ કારણે કુંભપર્વમાં ગંગાસ્નાન સહિત પિતૃતર્પણ કરવાની ધર્માજ્ઞા છે. વાયુપુરાણમાં કુંભપર્વને શ્રાદ્ધકર્મ માટે ઉપયુક્ત બતાવવામાં આવેલું છે.
સંત સત્સંગ
૫. નદિઓના પુણ્યક્ષેત્રમાં કુંભમેળો ભરાય છે. ત્યાં વાસ કરનારા અનેક દેવતા, પુણ્યાત્મા, ઋષિ-મુનિ, કનિષ્ઠ ગણ આ સમયે જાગૃત રહે છે. તેમના આશીર્વાદ મળવામાં સહાયતા થાય છે.
૬. કુંભમેળામાં ભારતના વિવિધ પીઠોના શંકરાચાર્યો, ૧૩ અખાડાના સાધુ, મહામંડલેશ્વર, શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયના અનેક વિદ્વાન, સંન્યાસી, સંત-મહાત્મા એકત્રિત થવાથી તેમના અમૂલ્ય દર્શન અને સત્સંગનો મોટો અવસર પ્રાપ્ત થાય છે.
૯. કુંભમેળાની વિશેષતાઓ
* સહસ્રો વર્ષોની પરંપરા
* હિંદુઓની સાંસ્કૃતિક એકતાનું ખુલ્લું વ્યાસપીઠ !
* હિંદુઓનો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો !
* કોઈપણ આર્થિક સહાયતાની અપેક્ષા સિવાય આયોજિત થનારો કુંભમેળો !
* શ્રદ્ધાળુઓની સૂધ-બૂધનું વિસ્મરણ કરાવી તેમનામાં વિરક્ત ભાવ જાગૃત કરનારી ગંગાસ્નાનની ધૂન !
* ‘રાજયોગી (શાહી) સ્નાન નિમિત્તે નીકળનારી સાધુઓની સશસ્ર શોભાયાત્રા !
* અન્નછત્રોના માધ્યમ દ્વારા ઊંચ-નીચના ભેદનું વિસ્મરણ કરાવનારો ભક્તોનો મેળો
* દિવસ-રાત ચાલનારું અન્નછત્ર અર્થાત કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે વિવિધ સંપ્રદાયો દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા !
* પ્રાચીનકાળથી કુંભમેળાઓ ધર્મજાગરણનું એક ઉત્કૃષ્ટ વ્યાસપીઠ : ધર્મરક્ષણ કરનારું ધર્મસંમેલન !
જનતાને ધર્મસિદ્ધાંતોનું શિક્ષણ આપવા માટે, ભક્તોને અધ્યાત્મના માર્ગ પર દિશાદર્શન કરવા માટે સમર્પિત સનાતન સંસ્થા, પવિત્ર કુંભમેળાઓમાં સક્રિય રૂપે સહભાગી થાય છે. આ વર્ષે, સનાતન સંસ્થા શ્રદ્ધાના આ ભવ્ય સંગમમાં પધારનારા કરોડો શ્રદ્ધાળુઓને ધર્મ વિશે અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરવા માટે પોસ્ટર અને ગ્રંથોનું પ્રદર્શન લગાડશે.
સનાતન સંસ્થાના શિબિરોમાં પધારવાથી શ્રદ્ધાળુઓને આ ગ્રંથોમાં વિશદ કરેલું જ્ઞાન જાણી લેવાની તક મળશે. જે કોઈ સાધના કરવા માટે ઇચ્છુક છે, તેમના માટે આ ગ્રંથો માર્ગદર્શક છે. આ ઉપરાંત, સાધના વિશેના દૈનિક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવશે, કે જે લોકોને પ્રતિદિનની દિનચર્યામાં અધ્યાત્મનો સમાવેશ કરવા માટે માર્ગદર્શન કરશે. આ કાર્યોના માધ્યમ દ્વારા, સનાતન સંસ્થાનો ઉદ્દેશ લોકોને સનાતન હિંદુ ધર્મ પ્રત્યે પોતાના વિશ્વાસ અને અભ્યાસને ગહન કરવા માટે પ્રેરિત કરવાનો છે. કુંભમેળાનું આધ્યાત્મિક પ્રયોજન ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુ હિંદુ સમાજ કેવળ કુંભપર્વમાં નહીં પણ વર્ષના ૩૬૫ દિવસ આધ્યાત્મિક પ્રગતિ માટે સાધના કરે, એ જ ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના છે !
૧૦. કુંભમેળાનો આધ્યાત્મિક લાભ આ રીતે પ્રાપ્ત કરો !
કુંભમેળાનું આ એક આધ્યાત્મિક પ્રયોજન ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુ હિંદુ સમાજ કેવળ કુંભમેળામાં જ નહીં, જ્યારે વર્ષના ૩૬૫ દિવસ આધ્યાત્મિક પ્રગતિ માટે સાધના કરે, એ જ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના છે !
* ઋષિ-મુનિ તેમજ સંત-મહાત્માઓના પ્રવચનો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરી લેશો.
* ગંગાસ્નાન, પૂજા-અર્ચના, પિતૃતર્પણ, શ્રાદ્ધવિધિ, યજ્ઞયાગ, દાનધર્મ, ધ્યાન-ધારણા, જપ-તપ ઇત્યાદિ ધાર્મિક કૃતિઓ તેમજ સાધના કરો.
* દૂર-દૂર રહેતાં શ્રદ્ધાળુઓ પવિત્ર તીર્થો પર એકત્રિત થઈને દેવનદી ગંગામાં પુણ્યદાયી સ્નાન કરો.
* કુંભપર્વ સમયે કુંભમેળો અથવા અર્ધકુંભમેળો હોવાનો ઉદ્દેશ આધ્યાત્મિક છે.
૧૧. અખાડાનો અર્થ શું છે ? સંન્યાસીઓના કયા પ્રકાર છે ?
‘કુંભપર્વ સમયે આયોજિત ધાર્મિક સમારંભમાં શસ્ત્ર ધારણ કરવાના વિષયમાં નિર્ણય થઈને એકત્રિત થવાનું અખંડ આવાહન કરવામાં આવ્યું. આગળ જતાં ‘અખંડ’ શબ્દ ‘અખાડા’ નામથી પ્રચલિત થયો. હિંદુ ધર્મમાં ૪ આશ્રમોમાંથી સંન્યાસાશ્રમને પ્રાથમિકતા આપવામાં આવી છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ લેવાનું આવશ્યક કહેવામાં આવ્યું છે.
સંન્યાસીના નીચે જણાવ્યા પ્રમાણે ૪ પ્રકાર છે
૧. કુટિચક
૨. બહૂદક
૩. હંસ
૪. પરમહંસ
૧૨. નાગા સંન્યાસીઓના અખાડા કયા કયા છે ?
પહેલાં અખાડાની સ્થાપનાના આવાહન પછી સંન્યાસીઓની સંખ્યા વધતી જવાને કારણે નવા-નવા અખાડાઓ નિર્માણ થતા ગયા. તેમનો ક્રમ આ પ્રમાણે છે.
૧. શ્રી આવાહન અખાડા
૨. શ્રી અટલ અખાડા
૩. શ્રી આનંદ અખાડા
૪. શ્રી નિરંજની અખાડા
૫. શ્રી જુના અખાડા
૬. શ્રી પંચઅગ્નિ અખાડા
૭. શ્રી નાથપંથી
૮. શ્રી વૈષ્ણવી બૈરાગી
૯. શ્રી ઉદાસિની પંચાયતી બડા અખાડા
૧૦. શ્રી ઉદાસિની બડા અખાડા
૧૧. શ્રી નિર્મલ પંચાયતી અખાડા
૧૩. સંન્યાસીઓ દ્વારા શસ્ત્ર શા માટે ધારણ કરવામાં આવે છે ?
મુસલમાન શાસકોએ સનાતન હિંદુ ધર્મને બળજબરાઈથી નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો; તેથી સ્વરક્ષણ, સાથે જ હિંદુ ધર્મના રક્ષણ માટે સંન્યાસીઓએ પણ શસ્ત્ર ધારણ કરવાનો નિર્ણય લીધો. ત્યારે શાસ્ત્રધારી સંન્યાસી શસ્ત્રધારી બની ગયા. કુંભપર્વ સમયે આયોજિત સમારંભમાં આ આવાહનનો મોટાપાયે પ્રતિસાદ મળીને ધર્મરક્ષણ માટે પોતાના સર્વસ્વના બલિદાન માટે સિદ્ધ નવયુવકો આ સંન્યાસીઓ સાથે જોડાઈ ગયા. તે બધાની ઇચ્છા જોતાં તેમને પણ સંન્યાસની દીક્ષા આપવામાં આવી. આ બધા સજ્જ થઈને વસ્ત્ર ઇત્યાદિ બધા જ સાધનોનો ત્યાગ કરીને નાગા અવસ્થામાં રહેવા લાગ્યા.
૧૪. સિંહસ્થ કુંભમેળો શું છે ?
ગુરુગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે, તે મુહૂર્ત પર નાસિક ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. તેથી તેને ‘સિંહસ્થ’ કહેવામાં આવે છે. પુરાણમાં વર્ણન કરેલું છે કે સિંહસ્થના ૧૩ માસના પુણ્યકાળમાં નાસિક ક્ષેત્રમાં સાડાત્રણ કરોડ તીર્થ તેમજ તેંત્રીસ કરોડ દેવતા ગોદાવરી નદીના સંપર્કમાં આવે છે.