અનુક્રમણિકા
‘આપણા જઠરમાં પાચકસ્રાવનો સ્રવણ થતો હોય છે. આ પાચક સ્રાવ અન્નનળીમાં આવે, તો પિત્તનો ત્રાસ થાય છે. ખાટું, ખારું, તીખું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત વધે છે; પરંતુ આવું કશું ન ખાતા હોવા છતાં પણ કેટલાક જણને ગળામાં અને છાતીમાં બળતરા, એટલે કે પિત્તનો ત્રાસ થાય છે. ઘણીવેળા આની પાછળનું કારણ બદ્ધકોષ્ઠતા (કબજિયાત) હોય છે. બદ્ધકોષ્ઠતા દૂર કરવાના ઉપચાર કરવાથી આ ત્રાસ તરતજ ઓછો થઈ જાય છે.
૧. આગળ જણાવેલા પ્રાથમિક ઉપચાર કરી જોવા.
‘ગંધર્વ હરીતકી વટી’ આ ઔષધિની ૨ થી ૪ ગોળીઓ રાત્રે સૂતાં પહેલાં હુંફાળા પાણી સાથે લેવી. બદ્ધકોષ્ઠતા સાથે જ ભૂખ ન લાગવી, ભોજનમાં અરુચિ, અપચન થવું, પેટમાં વાયુ (ગેસ) થવા જેવા લક્ષણો હોય તો ‘લસુનાદી વટી’ આ ઔષધિની ૧-૨ ગોળી બન્ને સમયના ભોજનના ૧૫ મિનિટ પહેલાં ચૂસીને ખાવી. આનાથી પાચકસ્રાવ સારા પ્રમાણમાં નિર્માણ થાય છે. બદ્ધકોષ્ઠતાના આ ઉપચાર ૧૫ દિવસ કરવા.
૨. શું વઘારેલા પૌંવા ખાવાથી પિત્ત થાય છે ખરું ?
‘વઘારેલા પૌંવા એ સૌથી વધારે અલ્પાહારમાં (નાસ્તામાં) ખવાતો પદાર્થ છે. કેટલાક લોકો ને વઘારેલા પૌંવા ખાવાથી ગળામાં અને છાતીમાં બળતરા અને ઉલટી જેવું લાગવું આવા ત્રાસ થાય છે. તેને કારણે ‘વઘારેલા પૌંવા ખાવાથી પિત્ત થાય છે’, એવી તેમની ધારણા બને છે. આયુર્વેદ અનુસાર એકલા પૌંવા પિત્તકારક નથી. ખાટું, તીખું, ખારું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત થાય છે. ઘણીવાર પૌંવા કરતી સમયે તેલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ તેલ એટલું વધુ હોય છે કે, પૌંવા ખાધા પછી પણ થાળીમાં ઘણું તેલ લાગેલું હોય છે. કેટલીકવાર તો પૌંવા મુઠ્ઠીમાં પકડી નિચોવીએ તો તેમાંથી પણ તેલ નીકળે છે, એટલું તેલ વાપરવામાં આવે છે. આ તેલને કારણે પિત્ત થાય છે. વઘારેલા પૌંવા બનાવતી સમયે અત્યંત અલ્પ પ્રમાણમાં તેલ વાપરવામાં આવે, તો પિત્તનો ત્રાસ થતો નથી. અત્યંત અલ્પ તેલનો વપરાશ કરીને ઉત્તમ સ્વાદના વઘારેલા પૌંવા બનાવી શકાય. જેમને આ નથી આવડતું તેમણે કોઈ ઓળખીતાં પાકકળા નિષ્ણાત પાસેથી તે શીખી લેવું. તો ઘરમાંથી પિત્તનો ત્રાસ ઘણો ઓછો થશે.
૩. શું તુવેરદાળ ખાવાથી પિત્ત થાય છે ?
‘કળથી અને અડદ સિવાયના સર્વ કઠોળની દાળ પિત્ત ઓછું કરનારી છે. તેને કારણે ‘તુવેરદાળથી પિત્ત થાય છે’, આ કેવળ ગેરસમજ છે. તુવેરદાળની દાળ બનાવતી સમયે જો તેમાં વધારે પ્રમાણમાં ખાટું કે તીખું નાખ્યું હોય, તો તેનાથી ચોક્કસ પિત્ત થાય છે. આમાં દોષ તુવેરદાળનો નથી જ્યારે ખાટું કે તીખું નાખ્યું હોય, તેનો છે.’
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, ગોવા.