અનુક્રમણિકા
- ૧. તાવ
- ૨. કબજિયાત (મળ ત્યાગ નહીં થવો અથવા મળ કાંકરા સ્વરૂપે થવો.)
- ૩. આંખોમાં ખંજવાળ આવવી
- ૪. આંખોમાં ઝાંખપ જણાવી
- ૫. મોતિબિંદુ (મોતિયો)
- ૬. ટાઈફોઈડ
- ૭. ગળું બેસી જવું
- ૮. ચશ્મા પહેરવામાંથી મુક્તિ
- ૯. માથાનો દુખાવો
- ૧૦. સતત થતી શરદી પર સહેલો ઉપાય
- ૧૧. ઔષધ લેતી વેળા બોલવાનો મંત્ર
- ૧૨. ઉનાળામાં ઉષ્ણ ગુણધર્મો ધરાવતી ઔષધીઓનો સંભાળીને ઉપયોગ કરવો !
- ૧૩. દવાઓનો ઉપયોગ કરવાને બદલે પથ્ય (પરેજી)નું પાલન કરવું મહત્ત્વનું !
૧. તાવ
જેને તાવ આવતો હોય તેણે નીચે જણાવેલો કાઢો ૭ દિવસ સુધી દિવસમાં ૩ વાર (સવારે ૬ થી ૧૦, બપોરે ૧૨ થી ૨ અને સાંજે ૬ થી રાત્રે ૧૦ ના સમયમાં) પ્રત્યેકે ૧૦૦ મિ.લિ. (૧ વાટકીના) પ્રમાણમાં લેવો. ૨૫ જણાં માટે સમગ્ર દિવસ દરમ્યાન લાગનારા કાઢા માટે ઔષધનું પ્રમાણ નીચે જણાવ્યા પ્રમાણે છે.
૧ કિલો આદું, પોણા બે કિલો લીમડાના પાંદડા અને ૧૫૦ ગ્રામ કાળી મરી આ સર્વ લસોટીને ૧૫ લિટર પાણીમાં નાખવું. આ મિશ્રણ અડધું (૭.૫ લિટર) થાય ત્યાં સુધી તેને ઉકાળવું. કાઢો ગરમ હોય ત્યારે જ લેવો. કાઢો પ્રાશન કરતી વેળા તેમાં પ્રત્યેકે એક ચમચી મધ નાખીને લેવો.
(કાઢો બનાવીને ચાની કીટલીમાં રેડવો. પ્રત્યેકે વ્યક્તિ દીઠ ચાનો પોણો કપ જેટલો કાઢો લેવો. સંખ્યા અનુસાર કાઢામાં નાખવામાં આવેલા ઔષધનું પ્રમાણ ઓછું-વત્તુ કરવું.)
૨. કબજિયાત (મળ ત્યાગ નહીં થવો અથવા મળ કાંકરા સ્વરૂપે થવો.)
એક થાળીમાં બે ચમચા એરંડિયું (દિવેલ) લેવું. એક આખું છોલેલું કેળું લઈને તેને બધી બાજુએથી દિવેલ લગાડીને તે કેળું ખાવું. દિવસમાં ૨ વાર (સવારે ૬ થી ૧૦ અને સાંજે ૬ થી રાત્રે ૧૦ના સમયમાં) એરંડિયાના તેલમાં એકેક કેળું ડૂબાડીને (મિશ્રિત કરીને) ખાવું અને તેના પર એક કપ ગરમ પાણી પીવું. આવું ૩ દિવસ કરવું.
– સિદ્ધાચાર્ય પુણ્યમૂર્તિ તંજાવૂર, તામિલનાડુ. (૨૪.૬.૨૦૧૬)
૩. આંખોમાં ખંજવાળ આવવી
દ્રાક્ષનો રસ કાઢીને તેને ઉકાળીને તેનું પ્રમાણ ઘટાડવું. તે રસ ઠંડો થયા પછી બાટલીમાં ભરી રાખવો. રાત્રે તેને આંખોમાં અંજન તરીકે લગાડવાથી આંખોની ખંજવાળ બંધ થાય છે.
૪. આંખોમાં ઝાંખપ જણાવી
આ વ્યાધિની પ્રારંભિક અવસ્થામાં આમળાનો રસ થોડા પ્રમાણમાં પાણીમાં ભેળવીને સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.
૫. મોતિબિંદુ (મોતિયો)
પ્રતિદિન ૧ ટીપું મધ આંખોમાં નાખવાથી એક મહિનામાં ફેર પડે છે. મધને કારણે કીકીઓની પારદર્શકતા વધે છે અને આંખો પરનું તાણ ઓછું થાય છે.
૬. ટાઈફોઈડ
એક ચપટી તજની ભૂકી, બે ચમચી મધમાં મિશ્રિત કરીને દિવસમાં બે વાર ચાટણ કરવાથી ટાઈફોડથી રક્ષણ થાય છે.
૭. ગળું બેસી જવું
શરદી-સળેખમને કારણે ગળું ખરાબ થયું હોય, તો રાત્રે સૂતા પહેલાં પાંચ-છ કાળી મરી અને તેટલાંજ પતાસા ચાવીને ખાવા. પતાસાને બદલે ખડીસાકર પણ ચાલશે. એ ચાવતી વેળા તેનો રસ ગળામાં ઉતારતા રહેવાથી ગળું ખુલ્લું થાય છે.
૮. ચશ્મા પહેરવામાંથી મુક્તિ
૨૫૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ ખસખસ અને ૧૦ ગ્રામ કાળી મરી વાટીને ચોખ્ખા ઘીમાં શેકી લેવું. તેમાં ૧૦૦ ગ્રામ ખડીસાકર ભેળવવી. પ્રતિદિન સવારે નયણે કોઠે (ખાલી પેટે) બે ચમચી લેવાથી નેત્રજ્યોતિ વધે છે અને છ મહિનામાં ચશ્મામાંથી મુક્તિ મળે છે.
૯. માથાનો દુખાવો
લિંબુના પાંદડાનો રસ નસકોરાંમાં નાખવાથી અથવા ચંદનને પાણીમાં લસોટીને કપાળ પર તેનો લેપ લગાડવાથી તડકાથી થતો માથાનો દુખાવો બંધ થાય છે.
(સૂચના : મંદાગ્નિ અને મધુમેહની વ્યાધિ ધરાવતા લોકોએ આ ઉપાય કરવો નહીં.)
(ડૉક્ટરની અનુમતિ વિના દવાઓ લેવી નહીં)
૧૦. સતત થતી શરદી પર સહેલો ઉપાય
અ. સતત થતી શરદીનું એક કારણ
‘અનેક જણાંને સવારે ઊઠતાવેંત શરદીથી નાક બંધ થઈ જવું, પુષ્કળ પ્રમાણમાં છીંકો આવવી, નાકમાંથી સ્રાવ (શેડા) નીકળવો ઇત્યાદિ પીડા થાય છે. આપણા નાકની આસપાસ આવેલી ખોપરીના હાડકામાં પોલાણ હોય છે. આ પોલાણને ‘પેરાનેઝલ સાયનસિસ’ કહે છે. રાત્રે જ્યારે આપણે સૂતાં હોઈએ છીએ ત્યારે આ પોલાણોમાં સ્રાવ જમા થઈને અટકી જાય છે. તેથી આ પોલાણો બંધ થઈ જાય છે અને સવારે ઊઠ્યા પછી બંધ થયેલો સ્રાવ ખુલ્લો થવા માટે છીંકો આવવા માંડે છે.
આ. ઉપચાર
૧૦ આ ૧. સૂંઠ ચૂર્ણ : આ પીડા ન્યૂન થવા માટે રાત્રે સુતા પહેલા ચા ની પા ચમચી ‘સનાતન સૂંઠ ચૂર્ણ’ અડધી વાટકી નવશેકા પાણીમાં ભેળવીને તે પીવું. તેથી અધિક પ્રમાણમાં સ્રાવનું જમા થવાનું પ્રમાણ અલ્પ થાય છે.
૧૦ આ ૨. ચહેરો શેકવો : સવારે ઊઠ્યા પછી ચહેરો ગરમ કપડાથી શેકવો. તેથી નાકની આસપાસના પોલાણમાંનો સ્રાવ પ્રવાહી થવામાં સહાયતા થાય છે.
૧૦ આ ૩. શીર્ષાસન : ત્યાર પછી સૌથી મહત્ત્વનો ઉપાય એટલે ‘શીર્ષાસન’ કરવું. શીર્ષાસન એટલે ‘નીચે માથું ઉપર પગ’ એ સ્થિતિમાં થોભવું. (આ (આસન) જેમને ફાવતું હોય તેમણે જ તે કરવું અથવા તજ્જ્ઞ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખી લઈને પછી કરવું. ખોટી રીતે શીર્ષાસન કરવાથી પીડા થઈ શકે છે.) એમ સામાન્ય રીતે ૩૦ સેકન્ડ કરવાથી નાકની આસપાસના પોલાણમાં રહેલો સ્રાવ સહેલાઈથી બહાર પડીને નીકળી જાય છે. સાધારણ રીતે ૭ – ૮ દિવસ આ પ્રમાણે નિયમિત કરવાથી નાકની આસપાસના પોલાણમાં સ્રાવ જમા થવાની પ્રવૃત્તિ બંધ થાય છે.
૧૦ આ ૪. શીર્ષાસનનો વિકલ્પ : જેમને શીર્ષાસન કરવાનું ફાવતું નથી, તેમણે સૂર્ય નમસ્કારમાંની સ્થિતિ ક્રમાંક ૨ અથવા ૭ (ચિત્ર જુઓ) માં સાધારણ ૩૦ સેકન્ડ થોભવું.
શીર્ષાસન કર્યા પછી અથવા માથું ઊંધું કરીને થોભ્યા પછી શરૂઆતમાં ૧ – ૨ દિવસ છીંકોનું પ્રમાણ વધે છે; પરંતુ પછી તે ઘટતું જઈને છીંકો આવવાનું બંધ થાય છે.’
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૩.૨૦૨૩.)
૧૧. ઔષધ લેતી વેળા બોલવાનો મંત્ર
शरीरे जर्जरे भूते व्याधिग्रस्ते कलेवरे
औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरि: ॥
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી (સાપ્તાહિક સનાતન ચિંતન, અંક ૬)
૧૨. ઉનાળામાં ઉષ્ણ ગુણધર્મો ધરાવતી ઔષધીઓનો સંભાળીને ઉપયોગ કરવો !
‘ઘણી વાર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અથવા કફની વ્યાધિઓ અંકુશમાં રાખવા માટે સૂચવવામાં આવતી ઘરગથ્થુ દવાઓ ગરમ ગુણધર્મ ધરાવતી હોય છે. ઉદા. નવશેકું અથવા ગરમ પાણી, સૂંઠ, મરી, પીપર, લવિંગ, તજ, લસણ, તુલસી, ગોમૂત્ર. ઉનાળામાં વાતાવરણમાં ગરમી વધી ગઈ હોવાને કારણે બધાએ એવી દવાઓનો ઉપયોગ કરવો યોગ્ય થશે નહીં. ઉનાળામાં એવી દવાઓ લેવાથી કેટલાકને મોઢું આવવું, વારંવાર તરસ લાગવી, પેશાબના માર્ગમાં બળતરા થવી, શરીરમાં દાહ ઉપડવો, શરીર પર ઝીણી ફોલ્લીઓ ઊપસી આવવી ઇત્યાદિ જેવી પીડાઓ થઈ શકે છે. તેથી જો ઉનાળામાં ગરમ દવાઓનો ઉપયોગ કરવાનો જ હોય તો તે સૂરજનો તાપ પડતો ન હોય ત્યારે, એટલે કે સવારે વહેલાં અથવા રાત્રે ભોજન કર્યા પછી ઉપયોગ કરવો. ગરમ ગુણધર્મ ધરાવતી ઘરગથ્થુ દવાઓનો ઉપયોગ કરતી વેળા ઉપર જણાવેલાં દુષ્પરિણામ જોવા મળે તો તે બંધ કરીને અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો અથવા વૈદ્યોની સલાહ લેવી.
૧૩. દવાઓનો ઉપયોગ કરવાને બદલે પથ્ય (પરેજી)નું પાલન કરવું મહત્ત્વનું !
‘રાત્રે વહેલાં સૂઈ જઈને સવારે વહેલાં ઊઠવું, શૌચ-પેશાબનો વેગ રોકી રાખવો નહીં, નિયમિત કસરત કરવી, યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું, યોગ્ય પ્રમાણમાં પાણી પીવું અને બીમાર હોય ત્યારે દૂધ અને દૂધના પદાર્થો લેવાનું ટાળવું’ આ આયુર્વેદમાંના મૂળભૂત પથ્યો છે. આ આચરણમાં લાવવાથી રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપમેળે વૃદ્ધિંગત થાય છે. આ પથ્યો સહુને માટે સરખા છે. પોતાના મનથી પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ ઇત્યાદિનો વિચાર કર્યા વિના આયુર્વેદિક દવાઓ લેવાને બદલે આવા નુકસાન નહીં કરનારા મૂળભૂત પથ્યોનું આચરણ કરવું એ ક્યારેય પણ સારું છે. આ મૂળભૂત પથ્યો વિશેનું સવિસ્તર વિવેચન સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને દવાઓ વિના નીરોગી રહો !’માં કર્યું છે. (ગ્રંથ હિંદી ભાષામાં ઉપલબ્ધ છે.)