દુખિયારા લોકોના દુ:ખનું નિવારણ કરનારું સાંખળી, ગોવા સ્થિત દત્ત દેવસ્થાન !

Article also available in :

સાંખળીના લક્ષ્મણ મ્‍હાળૂ કામત નામના દત્ત ભક્તને સ્‍વપ્નદૃષ્‍ટાંત થઈને દત્ત મહારાજે જે આશ્‍વાસન આપ્‍યું હતું, તે પૂર્ણ કરીને  દત્ત મહારાજ જ્‍યાં રહેવા માટે આવ્‍યા, તે સ્‍થાન એટલે સાંખળી સ્‍થિત પ્રખ્‍યાત દત્ત દેવસ્‍થાન !

ગોવાની રાજધાની પણજીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે સાંખળી શહેર વસ્‍યું છે. સાંખળી શહેરમાં પ્રવેશ કરતી વેળા પ્રથમ જેને પ્રતિપંઢરપુર કહેવામાં આવે છે, તે રેતીવાળા કાંઠે વસેલું વિઠ્ઠલ મંદિર આવે છે. આ જ રેતીવાળા નદીના કાંઠે શ્રી વિઠ્ઠલ મંદિરની સામે દત્ત દેવસ્‍થાન છે. રસ્‍તાને અડોઅડ રહેલાં પથ્‍થરિયા કોટ પાસે એક મહાદ્વાર છે. મહાદ્વારમાંથી અંદર જતાંજ પગ ધોવાની વ્‍યવસ્‍થા છે. તેની બાજુમાં જ દત્ત પરિવારની ગાય અને ૪ શ્‍વાન નજરે પડે છે. એમાંની ગાય એ પૃથ્‍વી છે અને ચાર શ્‍વાન એટલે ૪ વેદ છે. પગ ધોઈને આગળ ગયા પછી મંડપ આવે છે.

મંડપના પગથિયાં પરથી જ ગર્ભગૃહમાંની શ્રી દત્તની મૂર્તિના દર્શન થાય છે. દેવાલયમાં ચળકાટ ધરાવતો પ્રકાશ, મુક્ત હવા, સ્‍વચ્‍છતા, સુઘડ વ્‍યવસ્‍થા, કડક શિસ્‍ત અને ચુસ્‍ત અબોટ વ્‍યવસ્‍થા (શુદ્ધ અથવા અભડાયા વિનાની મંદિરની વ્‍યવસ્‍થા) ઇત્‍યાદિ આ દેવસ્‍થાનની વિશિષ્‍ટતાઓ છે. દેવાલયની પાછળ ઔદુંબર વૃક્ષના ચોતરા પર દત્ત મહારાજની એકમુખી જૂની પાષાણની મૂર્તિ છે. સમયનું પાલન કરવાની શિસ્‍ત એ આ મંદિરની એક વધુ વિશિષ્‍ટતા છે. અહીંના દૈનંદિન કાર્યક્રમો, ઉત્‍સવો સમયસર અને નીતિનિયમોનું પાલન કરીને જ થાય છે. દેવાલયના પ્રાંગણમાં થૂંકવું, લઘુશંકા કરવી, પગમાં પગરખાં પહેરીને ફરવું ઇત્‍યાદી પ્રતિબંધિત છે. ગર્ભગૃહમાં ૨૪ કલાક તેલના અને ઘીના દીપ પ્રજળતા હોય છે.

સાંખળી સ્‍થિત દત્ત દેવસ્‍થાન

 

૧. ઇતિહાસ

સાંખળી ગામના લક્ષ્મણ મ્‍હાળૂ કામત એ પરમ દત્તભક્ત હતા. તેઓ શ્રી ક્ષેત્ર નરસોબાની વાડીમાં દત્ત મહારાજના ચરણે બેસીને શ્રી ગુરુચરિત્ર વાંચન, ભજન ઇત્‍યાદિ સેવા કરતી વેળાં કેટલાક લોકોએ તેમનું અપમાન કર્યું. તે સમયે તેમણે દત્ત મહારાજજીને મનથી પ્રાર્થના કરી કે, આજે મારું થયેલું અપમાન એ આપનું જ અપમાન છે, એવું હું સમજુ છું. તે જ સમયે લક્ષ્મણ મ્‍હાળૂ કામતના સ્‍વપ્નમાં આવીને દત્ત મહારાજે દૃષ્‍ટાંત આપ્‍યો અને કહ્યું કે, હે ભક્ત તું ચિંતા કરીશ નહીં, હું ટૂંક સમયમાં જ તારા ગામે આવીશ. લક્ષ્મણ કામતનો આનંદ ગગનમાં સમાતો નહોતો. તે જ સમયે સાંખળી સ્‍થિત શ્રીમતી મથુરાબાઈ શેણવી બોડકેને તેમના પતિના સ્‍મરણાર્થે ઔદુંબર વૃક્ષ રોપવાની અને તેની ફરતે ચોતરો બાંધવાની પ્રેરણા મળી. તે અનુસાર તેમણે એ કામ તેમના કુલપુરોહિત વેદશાસ્‍ત્રસંપન્‍ન રામેશ્‍વરભટ્ટ પિત્રેને સોપ્‍યું. પિત્રેશાસ્‍ત્રીએ એક નિર્જન અને વપરાશ વિનાની પડી રહેલી જગા પર ઔદુંબર (ઉમરડાનું) વૃક્ષ રોપ્‍યું અને ત્‍યાં જ હાલનું દત્ત મંદિર છે.

આ મંદિર સાંખળી ગામના લોકોએ શ્રમદાનથી બાંધ્‍યું છે. દેવાલયની વાસ્‍તુ સિદ્ધ થયા પછી લક્ષ્મણ મ્‍હાળૂ કામત, પિત્રેશાસ્‍ત્રી અને ચિંતામણરાવ વાલાવલકર સાથે મુંબઈ ગયા. ત્‍યાં તેમને એક દત્તમૂર્તિ ગમી; પરંતુ તે નેપાળ નરેશ માટે બનાવી હોવાથી અને મૂર્તિકારે કહેલી કિંમત જેટલું ધન તેમની પાસે નહીં હોવાથી તેઓ નિરાશ થયા. બીજા દિવસે તે દુકાનદારનો નોકર તે ત્રણેયની શોધખોળ કરતો આવ્‍યો અને માલિકે મૂર્તિ લઈ જવા સંદર્ભમાં બોલાવ્‍યા હોવાનું કહ્યું. પ્રત્‍યક્ષ તેઓ જ્‍યારે દુકાનદારને મળ્‍યા ત્‍યારે તેણે કહ્યું કે, રાત્રે સ્‍વપ્નમાં એક તેજસ્‍વી સાધુએ તે મૂર્તિ વિલંબ કર્યા વિના તમને આપવા માટે કહ્યું. તમે મને કાંઈપણ આપો અને દત્તમૂર્તિ લઈ જાવ, એવું તે દુકાનદારે કહ્યું અને આમ તે મૂર્તિ સાંખળી ખાતે આવી.

સંકલક : શ્રી. શ્રીપાદ બાકરે, સાંખળી,ગોવા.

Leave a Comment