શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે, ગોવા ખાતે શહેરના મધ્‍યવર્તી ઠેકાણે આવેલું શ્રી દત્ત મંદિર

Article also available in :

શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે ખાતે શહેરના મધ્‍યમાં શ્રી દત્ત મંદિર વસેલું છે.

 

૧. મંદિરનો ઇતિહાસ

કેપેના શ્રી. વિઠ્ઠલ સોનૂ નાઈક, શ્રી. રામચંદ્ર શેટકર, શ્રી. રખમાજી અંજીખાન, શ્રી. વામન ખેડેકર અને શ્રી. પ્રભાકર ભિસે આ સર્વ પાંચ જણ મહા વદ એકમના ઉત્‍સવ માટે ગાણગાપુર ખાતે જતા. વર્ષ ૧૯૬૧માં પોર્ટુગીઝોએ લગાડેલી આગના કારણે તેઓને ગાણગાપુર જવાનું શક્ય થયું નહીં. તેથી કટ્ટા-આમોણા ખાતે ગાણગાપુરમાં આયોજિત ઉપક્રમ પ્રમાણે મહા વદ એકમ સુધી ગુરુચરિત્ર સપ્‍તાહનું આયોજન કરવાનો આરંભ થયો. કાલાંતરે ગ્રામજનો અને તે સમયના મુખ્‍યમંત્રી સ્‍વ. ભાઊસાહેબ બાંદોડકરની સહાયતાથી આ મંદિરનું શિલારોપણ અને અને પ્રતિષ્‍ઠાપના થઈ.

 

૨. સ્‍થાનમહાત્‍મ્‍ય

કટ્ટા-આમોણા ખાતે પ્રત્‍યેક વર્ષે ભુવો આવતો હતો. શ્રી દત્ત મંદિર બંધાઈ જવા પહેલાં આ ભુવો આ ઠેકાણે પ્રત્‍યેક વર્ષે આવીને નારિયેળ મૂકીને નમસ્‍કાર કરતો હતો. વર્ષ ૧૯૭૨માં દત્ત મંદિર બંધાઈ ગયા પછી આ ભુવાએ આ ઠેકાણે કદી પણ આવીને નારિયેળ મૂક્યું નથી. આ એકજ ઘટના પરથી આ સ્‍થાનનું મહત્ત્વ ધ્‍યાનમાં આવે છે.

 

૩. ઉત્‍સવ

આ સ્‍થાનનો મુખ્‍ય ઉત્‍સવ એટલે ગુરુચરિત્ર સપ્‍તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્‍તાહ એ અહીંની એક વિશિષ્‍ટતા છે. આ દિવસે મંદિરમાંના ગુરુચરિત્ર હેઠળ મૂકવામાં આવેલા ચોખા પર હજી પણ દત્તાવતાર શ્રી નૃસિંહ સરસ્‍વતીની પાવડીઓની છાપ સ્‍પષ્‍ટ રીતે ઊપસી આવે છે, એ વિશેષ છે. આ પાવડીઓ જોવા માટે ભક્તોની ભીડ થાય છે.

આ મંદિરની સ્‍થાપના થઈ ત્‍યારથી અણીના સમયે અન્‍નસંતર્પણ માટે અને ઉત્‍સવો માટે કોઈ અછત હોવાનું જણાઈ આવે તો એકાદ ભક્ત એ સામાન આવશ્‍યક પ્રમાણમાં લાવી આપે છે અને શ્રી દત્ત મહારાજે સ્‍વપ્નદૃષ્‍ટાંતમાં આજ્ઞા કરી હોવાનું કહે છે.

 સંકલક : શ્રી. કૃષ્‍ણા શેટકર, કેપે, ગોવા.

Leave a Comment