સૂરણ અકુંરિત કેવી રીતે કરવું ?

Article also available in :

સૂરણ ને અંકુરિત કરવું ઘણું સહેલું છે. સૂરણ એ કંદમૂળ પ્રકારની વનસ્‍પતિ છે. સૂરણના કંદનો પ્રમુખતાથી શાકભાજી તરીકે વપરાશ થાય છે. તેમજ સૂરણમાં અનેક ઔષધી ગુણધર્મ છે.  સૂરણના ગોળાકાર કંદનો જે ઉપસેલો ભાગ (આંખો) હોય છે, ત્‍યાંથી નવા અકુંર ફૂટે છે. આ અકુંરનું રોપણ કરીને નવો રોપ લગાડવામાં આવે છે. શાકભાજીવાળા પાસેથી સૂરણનો કંદ અકુંર આવેલા ભાગ સહિત લેવામાં આવે તો ઘરમાં પણ સહજ રીતે સૂરણને અકુંરિત કરી શકાય છે.

શ્રીમતી રાઘવી મયૂરેશ કોનેકર

 

સૂરણ અકુંરિત

 

સૂરણ

સૂરણનું વાવેતર ઉનાળાના સમયગાળામાં કરવું. વાવેતર કરવા પહેલાં કંદના અંકુર ફૂટેલા નાના ટુકડા ૮-૧૦ દિવસ એક વાટકીમાં લઈ પાણીમાં મૂકવા. આ પાણી એકાંતરે બદલવું. આવું કરવાથી અંકુર મોટો થવાનો અને કંદને મૂળ ફૂટવાનો આરંભ થશે. ત્‍યાર પછી આ કંદ માટીમાં રોપવો. ચોમાસાના સમયગાળામાં સૂરણનો રોપ મોટો થાય છે અને ચોમાસા પછી તેના પાન પીળા પડવા લાગે છે. અકુંરિત કર્યા પછી લગભગ ૭-૮ માસમાં સૂરણના નવા કંદ ભૂમિ નીચે સિદ્ધ થાય છે. આ વાવેતર મોટા આકારના કૂંડામાં પણ સહજ શક્ય છે. સૂરણને તડકો (સૂર્યપ્રકાશ) ઓછા પ્રમાણમાં મળે તો પણ ચાલે; તેમજ આ ઝાડને જીવાત ઓછા પ્રમાણમાં થતી હોવાથી વાવેતર  પછી વિશેષ કાળજી લેવી પડતી નથી.’

ઘરમાં જ રોપોની નિર્મિતિ કરીને વાવેતર કેવી રીતે કરવું આ વિશે માહિતી વાંચવા સંપર્ક કરજો

ઘરમાં જ રોપોની નિર્મિતિ કરીને વાવેતર કરવું !

– સૌ. રાઘવી મયુરેશ કોનેકર, ઢવળી, ફોંડા, ગોવા. (૨૭.૨.૨૦૨૩)

Leave a Comment