સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક પરાશર ઋષિની તપોભૂમિ અને ‘પરાશર તાલ’

Article also available in :

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૧. દેવભૂમિ હિમાચલ

હિમાચલ પ્રદેશને ‘દેવભૂમિ હિમાચલ’ એમ કહેવાય છે. હિમાચલ પ્રદેશ એ યુગોયુગોથી દેવી-દેવતાઓ અને ઋષિમુનિઓનું વાસ્‍તવ્‍ય સ્‍થાન છે. વશિષ્‍ઠ, પરાશર, વ્‍યાસ, જમદગ્‍નિ, ભૃગુ, મનુ, વિશ્‍વામિત્ર, અત્રિ આદિ અનેક ઋષિઓની તપોભૂમિ, તેમ જ શિવ-પાર્વતીની સાથે સંબંધિત અનેક દિવ્‍ય સ્‍થાનો અહીં આવેલાં છે. કેટલાંક સ્‍થાનો મનુષ્‍ય પહોંચી શકે, એવી કક્ષામાં છે, તો કેટલાંક સ્‍થાનો ગુપ્‍ત છે. એવા દિવ્‍ય સ્‍થાનોમાંથી જ એક તપોસ્‍થાન છે ‘પરાશર તાલ !’ ઋષિ પરાશર એ વશિષ્‍ઠ ઋષિના પૌત્ર અને મહર્ષિ વ્‍યાસના પિતા હતા. આ સ્‍થાન પર દ્વાપર યુગમાં પાંડવો પણ આવ્‍યા હોવાનો ઉલ્‍લેખ છે. આવા ચૈતન્‍યમય ઠેકાણે જઈને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સર્વ સાધકોના આરોગ્‍ય માટે અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પરાશર ઋષિને પ્રાર્થના કરી.

શ્રી વિનાયક શાનભાગ

 

૨. ‘પરાશર તાલ’ વિશેની વિશિષ્‍ટતાપૂર્ણ માહિતી

‘પરાશર તાલ’ આ સ્‍થાન હિમાચલ પ્રદેશ રાજ્‍યના કુલ્‍લુ જિલ્‍લામાં આવેલા પરાશર અરણ્‍યમાં છે. આ સ્‍થાન સમુદ્ર-સપાટીથી ૯ સહસ્ર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ‘પરાશર તાલ’ એ એક રહસ્‍ય જ છે. અહીં એક તળાવ છે અને તેના મધ્‍યમાં એક નાનો દ્વીપ છે. આ દ્વીપ તરતો રહે છે. આ દ્વીપ તેનું સ્‍થાન પાલટતો રહે છે. આ અગાઉ આ તળાવની ઊંડાઈ માપવાના અનેક અસફળ પ્રયત્નો કરવામાં આવ્‍યા છે; પણ તેની ઊંડાઈ કોઈ માપી શક્યું નથી. વર્ષના ૪ મહિના આ વિસ્‍તારમાં સર્વત્ર બરફ છવાયેલો હોવાથી આ તળાવ થીજી જાય છે.

 

૩. ૬ વર્ષના દૈવી બાળકે એક રાત્રીમાં બાંધેલું શ્રીવિષ્‍ણુ, શિવ અને પરાશર ઋષિનું લાકડાનું મંદિર

તળાવની બાજુમાં ૧૩મા શતકમાં બાંધવામાં આવેલું એક મોટું મંદિર છે. ‘આ સંપૂર્ણ મંદિર એક દેવદાર વૃક્ષના લાકડામાંથી એક ૬ વર્ષના દૈવી બાળકે એક રાત્રિમાં બાંધ્‍યું’, એવું ત્‍યાંના પૂજારીએ કહ્યું. આ મંદિરમાં બહુ પહેલાં સ્‍થાપવામાં આવેલી શ્રીવિષ્‍ણુ ભગવાનની મૂર્તિ અને શિવલિંગ છે. કેટલાંક વર્ષો પહેલાં સ્‍થાનિક લોકોએ પરાશર ઋષિની એક સુંદર મૂર્તિની આ મંદિરમાં સ્‍થાપના કરી છે.

 

૪. પરાશર ઋષિનું માહાત્‍મ્‍ય !

‘પરાશર ઋષિ’ એ સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક ઋષિ હતા. ‘શાક્તી’ ઋષિ એ તેમના પિતા હતા, જ્‍યારે વશિષ્‍ઠ ઋષિ તેમના દાદા હતા. પરાશર ઋષિના સુપુત્ર એટલે મહર્ષિ વ્‍યાસે વેદ, ઉપનિષદો, પુરાણો અને મહાભારત ઇત્‍યાદિ લખ્‍યા અને વેદોનું વિભાજન કર્યું. પરાશર ઋષિ એ વર્તમાન યુગમાંના સપ્‍તર્ષિઓમાંથી એક છે. તેમણે જ્‍યોતિષ, કૃષિ અને આયુર્વેદ પર અનેક ગ્રંથો લખ્‍યા છે. તેમાં ‘બૃહત્‍પરાશર હોરાશાસ્‍ત્ર’ બહુ જ પ્રખ્‍યાત છે. જ્‍યોતિષશાસ્‍ત્રનો અભ્‍યાસ કરનારાઓ માટે આ ગ્રંથ મૂળગ્રંથ તરીકે માનવામાં આવે છે. આજે જે જન્‍મકુંડલી બનાવવામાં આવે છે, તેના જનક પરાશર ઋષિ છે. પરાશર ઋષિનાં ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક ત્રિવાર વંદન કરીએ છીએે !’

 શ્રી. વિનાયક શાનભાગ (૨૦.૬.૨૦૨૧)

 

૫. વિશિષ્‍ટતાપૂર્ણ અનુભૂતિ

૧. પરાશર તાલ ખાતે પહોંચતા પહેલાં ૧૦ કિ.મી. દૂરથી સતત ઊદબત્તીની સુગંધ આવતી હતી. આ સુગંધની વિશિષ્‍ટતા એટલે બહારના વાતાવરણમાં પણ તેની સુવાસ આવતી હતી. આ બાબત વિશે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કહ્યું કે, અહીં સિદ્ધપુરુષ અને ઋષિમુનિ હોવાથી તેમના દૈવી અસ્‍તિત્‍વની આ સુગંધ છે.

૨. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ પરાશર તાલ ખાતે પહોંચ્‍યા, ત્‍યારે તેમણે તે તળાવમાંના નાના દ્વીપને પ્રાર્થના કરી. તેમણે પ્રાર્થના કર્યા પછી તરત જ પાણીનો રંગ વાદળી થયો અને તેના પર સુંદર એવા દિવ્‍ય જ્‍યોતિ ઉપર આવ્‍યા. તે દિવ્‍ય જ્‍યોતિ સ્‍ફટિક જેવી દેખાતી હતી. તે દિવ્‍ય જ્‍યોતિ એટલે ત્‍યાંની દિવ્‍ય શક્તિઓ જ હતી. ‘સાક્ષાત્ શ્રીવિષ્‍ણુના અવતાર એવા પરાશર ઋષિએ જ્‍યોતિના સ્‍વરૂપમાં દર્શન દીધા’, એવું શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કહ્યું. આ સર્વ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને સ્‍થૂળમાંથી પણ દેખાતું હતું. એ વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે તેમની સાથે રહેલા સાધકો સર્વશ્રી વિનીત દેસાઈ અને વાલ્‍મિક ભુકનને ‘દર્શન કરો’ એમ કહ્યા પછી તે બન્‍નેને તે દિવ્‍ય જ્‍યોતિના દર્શન થયા.

 શ્રી. વિનાયક શાનભાગ, હિમાચલ પ્રદેશ (૨૦.૬.૨૦૨૧)

 

૬ . મહર્ષિ વ્‍યાસના પિતા પરાશર ઋષિનું કુલ્‍લુ (હિમાચલ પ્રદેશ) ખાતેનું તપોસ્‍થળ અને પરાશર તાલનું છબી દર્શન !

પરાશર ઋષિની મંદિરમાં સ્‍થાપવામાં આવેલી સુંદર મૂર્તિ

 

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને પાછળ દૈવી તળાવ પાસે ૬ વર્ષના બાળકે બાંધેલું મંદિર

 

પરાશર તાલ ખાતેનું દૈવી તળાવ, તેમાં રહેલું નાનું દ્વીપ અને બાજુમાં આવેલું શ્રીવિષ્‍ણુ, શિવ અને પરાશર ઋષિનું લાકડાનું મંદિર

Leave a Comment