પ્રભુ શ્રીરામના પદસ્‍પર્શથી પાવન થયેલા ચિત્રકૂટ પર્વતના સમગ્ર દર્શન

Article also available in :

પ્રભુ શ્રીરામચંદ્રએ ૧૪ વર્ષોના વનવાસ ઉપરાંત રાવણનો પારિપત્ય કરીને ચૈત્ર સુદ એકમે અયોધ્‍યા પાછા ફર્યા; તેથી તે દિવસે ગૂઢી-તોરણ શણગારીને તેમનું આનંદથી સ્‍વાગત કર્યું હતું. શ્રીરામચંદ્રએ વાલીના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરી. જે મુક્ત થયા, તેમણે તે દિવસે ગૂઢીઓ (ધ્‍વજ) ઊભી કરી. શ્રીરામે વાલીનો, આસુરી પ્રવૃત્તિઓનો નાશ કર્યો, તેનું આ સૂચક ! ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ ૪ વર્ષોના વનવાસ કાળમાં ઉત્તર પ્રદેશમાં આવેલા ચિત્રકૂટ પર્વત પર રહ્યા હતા. ચિત્રકૂટ પર્વત પરની ગુપ્‍ત ગોદાવરી, શ્રી ભરત-રામ મિલાપ મંદિર, શ્રીરામચંદ્રએ વાલીનો જે ઠેકાણેથી વધ કર્યો, તે સ્‍થાન આવા દુર્લભ છાયાચિત્રો વાચકો માટે આપી રહ્યા છીએ.

ચિત્રકૂટ ખાતેનું પર્ણકુટી શ્રીરામ મંદિર. આ ઠેકાણે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ૧૧ વર્ષ કંદમુળ આરોગીને રહ્યા હતા.

 

ચિત્રકૂટ ખાતે શ્રી ભરત-રામ મિલાપ મંદિર. રામ વનવાસ ગયા છે, આ જાણ્‍યા પછી ભરત શ્રીરામને મળવા ચિત્રકૂટ આવ્‍યા, તે જ આ સ્‍થાન !

 

શ્રીરામ મંદિરમાંની શ્રીરામની ચરણ પાદુકા

 

ચિત્રકૂટ પર્વત પર ગુપ્‍ત ગોદાવરીનું ઉગમસ્‍થાન. શ્રીરામના દર્શન માટે નાસિક ખાતે ગોદાવરી દેવી ગુપ્‍ત રૂપથી પ્રગટ થવાથી આ સ્‍થાનને ગુપ્‍ત ગોદાવરી કહે છે.

 

કિષ્‍કિંધા નગરી, હમ્‍પી, કર્ણાટક, આ ઠેકાણે શ્રીરામે વાલીનો વધ કર્યો.

 

ચિત્રકૂટ ખાતે ભરત-રામ મિલાપ સમયે અહીંના પત્‍થર નરમ થઈને તેના પર ભરત અને શ્રીરામનાં ચરણોની છાપ ઊમટી છે.

સર્વ ભક્તજનોના ભગવાન શ્રીરામ અને સર્વ કાળની પ્રજાના પ્રભુ શ્રીરામચંદ્ર ! સર્વાર્થથી આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આદર્શ લઈને અને ધર્માચરણ તેમજ સાધના કરીને રામરાજ્‍યની સ્‍થાપના માટે કટિબદ્ધ થઈએ ! શ્રીરામનું આદર્શ ધર્મપાલન સાંભરીને નિયમિત ધર્માચરણ કરીને પ્રભુકૃપાને પાત્ર બનીએ ! પ્રભુ શ્રીરામચંદ્રએ વનવાસમાં અનંત લીલાઓ કરી. તે કાળમાં શ્રીરામના પદસ્‍પર્શથી પાવન થયેલાં આ સ્‍થાનોનું ભાવપૂર્ણ દર્શન લઈએ !

Leave a Comment