સનાતન સંસ્થાના રજત મહોત્સવ વર્ષ નિમિત્તે……
અનુક્રમણિકા
- ૧. હિંદુ ધર્મનો તેજસ્વી પ્રસાર
- ૨. વિશ્વકલ્યાણની લગની
- ૩. ગુરુકૃપાયોગ અનુસાર સાધના
- ૪. સ્વભાવદોષ-નિર્મૂલન અને અહં નિર્મૂલન પ્રક્રિયા !
- ૫. સમર્પિત સાધકોનું જૂથ
- ૬. સનાતનના આશ્રમો !
- ૭. અમૂલ્ય ગ્રંથસંપદાનું નિર્માણ
- ૮. વિશ્વના કલ્યાણ માટે યજ્ઞયાગ
- ૯. અદ્વિતીય યોગદાન માટે પુરસ્કાર
- ૧૦. સનાતનની ગરુડ પક્ષીની જેમ છલંગ
સમાજના આધ્યાત્મિક ઉદ્ધાર માટે દિવસ અને રાત મહેનત કરનારી સંસ્થા એટલે સનાતન સંસ્થા ! આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્યરત હોવા છતાં પણ રાષ્ટ્ર-ધર્મના રક્ષણના કાર્યમાં પણ સનાતન અગ્રેસર છે. દુર્લભ એવા માનવજન્મનું સાર્થક કરવા માટે સંસ્થા ‘સાધના’ શીખવે છે; તેમજ આગામી ભીષણ આપત્કાળ વિશે સમાજને જાગ્રત કરવાની સાથે તે ઉપાયયોજના પણ સૂચવે છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો જયંત આઠવલેજીએ ૨૫ વર્ષો પહેલાં વાવેલો ‘સનાતન’રૂપી છોડવો આજે એક વટવૃક્ષમાં રૂપાંતરિત થયો છે. આ જ વટવૃક્ષની છાયામાં હજારો જીવ તન, મન, ધન સમર્પિત કરીને ઈશ્વરપ્રાપ્તિની દિશામાં આગળ વધી રહ્યા છે, આદર્શ ઈશ્વરી રાજ્યની સ્થાપના માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છે, એવી સનાતન સંસ્થાનો સંક્ષિપ્ત પ્રવાસ..
૧. હિંદુ ધર્મનો તેજસ્વી પ્રસાર
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. આઠવલેજીએ ૨૨ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્થાની સ્થાપના કરી. સનાતન સંસ્થા હિંદુ ધર્મનો તેજસ્વી રીતે પ્રસાર કરી રહી છે. આ જ કારણસર સનાતનને પ્રચંડ વિરોધ પણ સહેવો પડ્યો અને આજે પણ સહેવો પડે છે. સારા કાર્યને વિરોધ થાય જ છે, એવો આપણી સંત-પરંપરાએ પણ કરેલો અનુભવ સનાતન પણ કરી રહી છે. આવી આ અગ્નિ-પરીક્ષામાંથી તાવી-કસીને નિયત માર્ગ પર આગળ વધતા રહીને રજત મહોત્સવના વર્ષ સુધી પહોંચવું, એ પણ એક દિવ્ય જ છે.
૨. વિશ્વકલ્યાણની લગની
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી અંતરરારાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં સંમોહન ઉપચાર તજ્જ્ઞ ! ૧૯૭૧ થી ૧૯૭૮ના સમયગાળામાં તેમણે ઇગ્લંડમાં ‘ક્લિનિકલ હિપ્નોથેરપી’ (વૈદ્યકીય સંમોહન-ઉપચાર) આ વિષય પર વિસ્તૃત સંશોધન કર્યું. ‘વૈદ્યકીય શાસ્ત્ર કરતાં અધ્યાત્મશાસ્ત્ર જ પ્રગતિશીલ શાસ્ત્ર છે, એ ધ્યાનમાં આવ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પોતાનો વૈદ્યકીય વ્યવસાય બંધ કરીને સંતોના માર્ગદર્શન હેઠળ સાધના કરી. તે સમયગાળામાં તેમણે અધ્યાત્મિક ક્ષેત્રના અધિકારી સંતો પાસેથી અધ્યાત્મ અને ધર્મનો અભ્યાસ કર્યો. સ્વયં પ્રત્યક્ષ સાધના કરી. આગળ જતા તેમને ઇન્દોર નિવાસી મહાન સંત પ. પૂ. ભક્તરાજ મહારાજજી ગુરુ તરીકે પ્રાપ્ત થયા. તેમના માર્ગદર્શન હેઠળ સાધના કરીને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી પણ અધ્યાત્મ ક્ષેત્રના અધિકારી સંત થયા. સનાતન હિંદુ ધર્મમાંનું આ અધ્યાત્મ ‘શાસ્ત્ર’ સ્વરૂપમાં એટલે ‘સાયન્સ’ તરીકે સ્થાપિત થાય, એ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. અધ્યાત્મનો વૈજ્ઞાનિક પરિભાષામાં પ્રસાર કરવાની સાથે જ તેમણે સાધકોને ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ શીખવી.
૩. ગુરુકૃપાયોગ અનુસાર સાધના
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ ત્રણેય યોગોનો સંગમ ધરાવતો ‘ગુરુકૃપાયોગ’ નામનો સાધનામાર્ગ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ નિર્માણ કર્યો. સનાતનના સર્વ સાધકો ગરુકૃપાયોગ અનુસાર સાધના કરે છે. ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરીને ઓક્ટોબર ૨૦૨૪ સુધી ૧૨૨ સાધકો સંતપદ પર આરૂઢ થયા છે, જ્યારે ૧ હજારથી અધિક એવા સાધકો સંતત્વ ભણી ક્રમણ કરી રહ્યા છે. આ એક આધ્યાત્મિક ક્ષેત્રમાંની ક્રાંતિ જ છે.
૪. સ્વભાવદોષ-નિર્મૂલન અને અહં નિર્મૂલન પ્રક્રિયા !
‘ષડ્રિપુઓ પર નિયંત્રણ’ અને ‘ચિત્તશુદ્ધિ’ જેવા વિષયો પર અનેક ધર્મગ્રંથોમાં વિવેચન છે. આ બંને બાબતો સાધ્ય કરનારી પ્રક્રિયા એટલે ‘સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા અને અહં-નિર્મૂલન પ્રક્રિયા’ ! સાધના સારી રીતે થાય તે માટે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ આ પ્રક્રિયા સાધકોને શીખવી. એ થકી થનારાં લાભ આજે સનાતનના હજારો સાધકો અનુભવી રહ્યા છે.
સનાતન સંસ્થાના ‘સાધના સત્સંગ’માં સ્વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા વિનામૂલ્ય શીખવવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે જીવનમાં અનુભવાતા તાણ-તણાવ દૂર થાય છે. તાણ દૂર થવાથી મન આનંદી થાય છે, જીવન પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ સકારાત્મક બને છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, એવા અનેક લાભ સાધકો અનુભવી રહ્યા છે. પરિણામ સ્વરૂપે સાધકોનો વ્યક્તિત્વ વિકાસ પણ થાય છે.
૫. સમર્પિત સાધકોનું જૂથ
આજે પ્રત્યેક જણ આનંદની શોધમાં છે. આ શાશ્વત આનંદ કેવળ સાધના કરવાથી મળે છે. એ માટે સનાતન દ્વારા ગામેગામ ‘સાધના સત્સંગ’, ‘યુવા સત્સંગ’, ‘બાલસંસ્કાર વર્ગ’ તેમજ વિવિધ અધ્યાત્મ વિશેના ‘પ્રવચનો’ આયોજિત કરવામાં આવે છે. સાધના દ્વારા ઈશ્વરી ચૈતન્ય મળે છે, ચૈતન્યને કારણે પ્રભાવશાળી કાર્ય થાય છે. સનાતન પાસે આવા સમર્પિત સાધકોના જૂથ નિર્માણ થઈ રહ્યા છે. હજારો સાધક કુટુંબો સનાતન સાથે જોડાઈ ગયા છે. અનેક ઉચ્ચ વિદ્યાથી વિભૂષિત એવા સાધકોએ સ્વેચ્છાથી નોકરી-વ્યવસાયનો ત્યાગ કરીને ધર્મકાર્ય માટે સંપૂર્ણ સમય માટે પોતાને સમર્પિત કરી દીધા છે. આ આજની માયાની દુનિયામાંનો એક ચમત્કાર જ કહેવો પડશે !
૬. સનાતનના આશ્રમો !
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સમષ્ટિ સાધના તરીકે હિંદુ ધર્મનું પૂર્ણ સમય કાર્ય કરવાની ઇચ્છા ધરાવનારાં સાધકો માટે સનાતન આશ્રમોનું નિર્માણ કર્યું છે. આજે રાજકારણીઓએ સમાજને જાતિ-જ્ઞાતિઓમાં વહેંચી નાખ્યો છે. એ પૃષ્ઠભૂમિ પર સનાતનના આશ્રમમાંની જાતિ-જ્ઞાતિ નિરપેક્ષતા સ્પષ્ટ રીતે દેખાઈ પડે છે. આજે સનાતનના આશ્રમ એટલે ઈશ્વરી રાજ્યની નાનકડી પ્રતિકૃતિ જ છે. ગોવા ખાતેનો સનાતન આશ્રમ, એ સંસ્થાનું મુખ્યાલય છે. આ સનાતન આશ્રમ પૂરી પિઠના જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી, તેમ જ કાંચી કામકોટી પિઠાધીશ્વર શ્રી સ્વામી જયેન્દ્ર સરસ્વતીના પાદસ્પર્શથી પાવન થયો છે. દેશ-વિદેશમાંથી અનેક સંત, મહંત, આધ્યાત્મિક ક્ષેત્રના અધિકારીઓ, સંશોધકો, હિંદુ ધર્મ માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત એવા ધર્મનિષ્ઠ, હિંદુત્વનિષ્ઠ ઇત્યાદિ સનાતન આશ્રમમાં નિત્ય પધારતા હોય છે.
૭. અમૂલ્ય ગ્રંથસંપદાનું નિર્માણ
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની અનેક વર્ષોની તપસ્યા એટલે અમૂલ્ય એવી ‘સનાતનની ગ્રંથસંપદા’ છે. આ ગ્રંથોની વિશિષ્ટતા એટલે ગ્રંથોમાં આધુનિક વૈજ્ઞાનિક પરિભાષામાં સનાતન ધર્મમાં રહેલી અધ્યાત્મની શીખ આપેલી છે. એપ્રિલ ૨૦૨૪ સુધી ૧૩ ભારતીય ભાષાઓમાં વિવિધ આધ્યાત્મિક વિષયો પરના પૂર્ણ ૩૬૫ ગ્રંથોની ૯૬ લાખ ૫૪ સહસ્ત્ર નકલો પ્રકાશિત કરવામાં આવી છે. હજી પણ ૫ સહસ્ત્ર ગ્રંથો પ્રકાશિત થઈ શકે, એટલું લેખન સાહિત્ય સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સંઘરી રાખ્યું છે. ભાવી અનેક પેઢીઓને અધ્યાત્મમાંના વિવિધ વિષયો પરનું જ્ઞાન મળી રહે, એવા ઉદાત્ત હેતુથી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી પથારીવશ હોવા છતાં પણ ગ્રંથલેખન કાર્ય નિરંતર કરી રહ્યા છે.
૮. વિશ્વના કલ્યાણ માટે યજ્ઞયાગ
ઈશ્વરી રાજ્યની સ્થાપનાના કાર્યમાં સનાતન સંસ્થાનો સહભાગ મુખ્યત: આધ્યાત્મિક સ્વરૂપનો છે. વિશ્વકલ્યાણ, તેમજ ઈશ્વરી રાજ્યની સ્થાપનામાંના અવરોધો દૂર થઈ શકે, એ માટે સનાતનના આશ્રમોમાં અત્યાર સુધી ૪૫૦ થી અધિક યજ્ઞયાગ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે સાગ્નિચિત્ અશ્વમેધ મહાસોમયાગ, ઉચ્છિષ્ટ ગણપતિ યજ્ઞ, ચંડીયાગ, ધન્વંતરિ યાગ, સંજીવની હોમ, પંચમહાભૂતો યાગ ઇત્યાદી યજ્ઞોનો સમાવેશ છે.
૯. અદ્વિતીય યોગદાન માટે પુરસ્કાર
સનાતનના આ દૈવી કાર્યની નોંધ દેશ-વિદેશમાં પણ લેવામાં આવી રહી છે. સનાતન સંસ્થાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વૈશ્વિક પ્રસાર કરવા માટે આપેલા અજોડ યોગદાન માટે તાજેતરમાં એટલે કે ૫ જૂન ૨૦૨૪ ના દિવસે સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ફ્રાન્સના સેનેટમાં (સંસદમાં) ‘ભારત ગૌરવ પુરસ્કાર’ વડે સન્માનિત કરવામાં આવ્યા. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના વતી તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ પુરસ્કાર સ્વીકાર્યો.
૧૦. સનાતનની ગરુડ પક્ષીની જેમ છલંગ
ગત કેટલાક સમયગાળામાં સનાતન પર આવેલા વિવિધ સંકટો જોતા, સનાતનનો વટવૃક્ષ અડગ ઊભો રહ્યો છે, એ દૈવી અનુભૂતિ જ છે. ઈશ્વરી કૃપા, સંતગણના અને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના આશીર્વાદ થકી જ સનાતન સંસ્થાએ અધ્યાત્મના ક્ષેત્રમાં ગરુડ છલંગ ભરી છે. ૨૫ વર્ષો પહેલાં સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ એકલે હાથે આરંભેલું કાર્ય આજે દેશવિદેશમાં પહોંચ્યું છે. હજારો સાધકો આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે. ૨૦૦૦થી અધિક પૂર્ણ સમય આપનારાં સાધકો ધર્મપ્રસારની સેવા તાલાવેલીથી કરી રહ્યા છે.
ભગવાને અમને સનાતન સાથે જોડી આપ્યા; સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી જેવા મહાન ગુરુ મળ્યા; તેમજ ઈશ્વરી રાજ્યના સ્થાપનાના કાર્યમાં ખિસકોલીનો (નાનકડો) હિસ્સો ઉપાડવાની તક અમને આપી એ માટે કૃતજ્ઞતા !
-શ્રી. ચેતન રાજહંસ, રાષ્ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્થા.