દિવસમાં ૪ – ૪ વાર ખાવાનું ટાળો !

Article also available in :

અનુક્રમણિકા

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

 

૧. આરોગ્‍ય સારું રહેવા માટે સમગ્ર દિવસ દરમિયાન કેટલી વાર આહાર લેવો ?

‘દિવસમાં કેવળ ૨ વાર આહાર લેવો’, એ આદર્શ છે. તેને કારણે શરીર નિરોગી રહે છે. જો એ સંભવ ન હોય તો વધુમાં વધુ ૩ વાર આહાર લેવો. સવારે શૌચ સાફ થયું હોય, શરીર હલકું હોય અને સારી ભૂખ લાગેલી હોવી આ લક્ષણો નિર્માણ થયા પછી જ સવારનો અલ્‍પાહાર (નાસ્‍તો) કરવો. આ લક્ષણો નિર્માણ ન થાય, તો સવારે ૧૦ વાગ્‍યા સુધી કાંઈ ખાવું નહીં. તરસ લાગે તો કેવળ ગરમ પાણી પીવું. સવારે ૧૦ વાગ્‍યા પછી અલ્‍પાહાર (‘અલ્‍પ’ આહાર) કરવો. આ સમયે બપોરનું ભોજન લગભગ ૧ થી ૨ વાગે કરવું. સાંજે ૭ વાગે રાત્રિનું ભોજન કરવું. આ રીતે ૩ વાર આહાર લેવો પણ આરોગ્‍યની દૃષ્‍ટિએ સારું છે.

 

૨. ખાવાના પદાર્થો ભલે સહેજે ઉપલબ્‍ધ હોય, તો પણ વધારે વાર ખાવાનો મોહ ટાળો !

ઘરે ડબ્‍બામાં ખાવાનું મૂકેલું હોય છે. કેટલીક વાર નોકરીના ઠેકાણે સવાર-સાંજ ચા હોય છે. હૉટેલમાં ગમે ત્‍યારે ખાવાના પદાર્થો ઉપલબ્‍ધ હોય છે. ઘણા લોકો એક સ્‍થાન પર રહે છે, આવા ઠેકાણે ૪ – ૪ વાર આહાર ઉપલબ્‍ધ હોય છે. એમ ભલે હોય, તો પણ તે કેવળ એક સગવડ હોય છે. ૩ વાર કરતાં વધારે સમય આહાર લેવો અથવા સમગ્ર દિવસ ખાતા રહેવું આરોગ્‍યની દૃષ્‍ટિએ યોગ્‍ય નથી. ક્યારેક ભૂખ લાગે તેથી અથવા અલગપણા તરીકે વધારે ખાવ તો ચાલે; પણ પ્રતિદિન નિયમપૂર્વક વધારે વાર ખાવાનું ટાળવું.’

 

૩. પ્રતિદિન સાંજે ચા-નાસ્‍તો કરવો આવશ્‍યક ન હોય, તો તે છોડી દો !

‘અનેક લોકો સાંજના સમયે ચા અને નાસ્‍તો કરે છે. નાસ્‍તામાં શેવ, ચેવડો, ફરસાણ જેવા તળેલા પદાર્થો ખાય છે. ખરૂંજોતાં સાંજના ચા-નાસ્‍તાની શરીરને જરાપણ આવશ્‍યકતા હોતી નથી, તો પણ મોટાભાગના લોકો કેવળ ઘરે આ પદાર્થો લાવી રાખ્‍યા છે અથવા ઉપલબ્‍ધ છે, તેથી ખાય છે. શેવ, ચેવડા જેવા પદાર્થો વર્ષમાં એકવાર ખાવા જેવા છે; પણ આજકાલ તે ઉપલબ્‍ધ હોવાથી આ પદાર્થો પ્રતિદિન ખવાઈ જાય છે. મન પર થોડું નિયંત્રણ રાખીને પ્રતિદિન સાંજે કરવામાં આવતો ચા-નાસ્‍તો છોડી તો જુઓ ! સાંજે ચા પીધી નહીં, તેથી બહુ-બહુ તો ૨ – ૩ દિવસ માથું દુઃખશે એટલું જ; પરંતુ જો પ્રતિદિનનો ચા-નાસ્‍તો છોડશો, તો તમે નિરોગી જીવનની દિશામાં નિશ્‍ચિત જ એક ડગલું આગળ ભરશો. ચા-નાસ્‍તો છોડવાથી થનારો માથાનો દુઃખાવો અથવા પેટમાં થનારી બળતરા રોકવાના પણ સહેલા ઉપાય છે.

જે લોકો શારીરિક કષ્‍ટના કામો કરે છે, તેઓ ૩ વાર આહાર લે, તો પણ ચાલે છે; પરંતુ જે લોકો બેઠાં કામો કરે છે, તેમણે ૨ વાર જ આહાર લેવો જોઈએ. તે કરતાં વધારે વાર ખાવાથી તે આરોગ્‍ય બગાડવામાં કારણ પુરવાર થાય છે.’

 

૪. ‘સાંજે સમય થયા પછી ચા-નાસ્‍તાની ઇચ્‍છા થવી’ આ ખોટી ભૂખનું લક્ષણ

‘સાંજના ચા-નાસ્‍તાની આરોગ્‍યની દૃષ્‍ટિએ સાચે જ કાંઈ આવશ્‍યકતા હોતી નથી. પ્રતિદિન શેવ, ચેવડો ઇત્‍યાદિ તળેલા પદાર્થો ખાઈને આપણે હૃદયવિકારની સંભાવના વધારી રહ્યા હોઈએ છીએ. હંમેશાં સાંજે ચા-નાસ્‍તો કરવાની ટેવ પડે કે, તે તોડી શકાતી નથી. સમય થાય કે, શરીરને આવશ્‍યકતા ન હોવા છતાં ભૂખ લાગે છે અને અહીં જ આપણી ફસામણી થાય છે. ‘આ ખોટી ભૂખ છે’, એ આપણે ધ્‍યાનમાં લેવું જોઈએ.

૪ અ. સવારે નાસ્‍તા સમયે લાગનારી ભૂખ એ ‘ખોટી ભૂખ’ !

‘કેટલાંક લોકોને સવારે ઊઠ્યા પછી તરત જ ઘણી ભૂખ લાગે છે. કેટલાંક લોકોને નાસ્‍તાના સમયે, અર્થાત્ ૮ થી ૯ના સમયમાં ભૂખ લાગે છે. આ ભૂખ ટેવને કારણે લાગેલી ‘ખોટી ભૂખ’ હોય છે. આ સમયે વ્‍યાયામ અથવા શારીરિક કામો કરવાથી આ ભૂખ શમી જાય છે. પછી થોડી વાર રહીને પાછી ભૂખ લાગે છે. વ્‍યાયામ થયા પછી ફરીવાર ભૂખ લાગે ત્‍યારે ઘી ખાવું. ઘી ખાવાથી તાત્‍પૂરતી ભૂખ શમે છે. પિત્તનો ત્રાસ થતો નથી અને બપોરના ભોજન સમયે સારી ભૂખ લાગે છે. ‘દિવસમાં બે વાર આહાર લેવો અને કટાણે ભૂખ લાગે, તો ઘી ખાવું’, આમ કરવાથી કેટલાંક દિવસો પછી આહારમાં યોગ્‍ય પ્રમાણમાં વધારો થશે અને કટાણે ભૂખ લાગવી પણ બંધ થશે. એમ થયા પછી ભોજન છોડીને અન્‍ય સમયે ઘી ખાવાની આવશ્‍યકતા રહેતી નથી.’

 

૫. ૪ વાર ખાવાની ટેવ છોડીને ૨ વાર જ આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ લાગે એ માટે ચા-નાસ્‍તો છોડવો આવશ્‍યક

શરીર એ ઈશ્‍વર-નિર્મિત એક અદ્‌ભુત યંત્રણા છે. આપણે શરીરને જેવી ટેવ પાડીશું, તે પડે છે. દિવસમાં ૪ વાર ખાવાની ટેવ પાડીએ, તો શરીર દિવસમાં ૪ વાર ખાવા માગશે. જો ૨ વાર જ ખાવાની ટેવ પાડીએ, તો ૨ વાર જ માગશે; પરંતુ ૪ વાર ખાવાની ટેવ હોય તો તે ભાંગવી કઠિન થાય છે. આવા સમયે આરંભમાં સાંજનો ચા-નાસ્‍તો છોડી દેવો, એટલે ૪ કરતાં ૩ વાર આહાર થશે.

 

૬. ‘ચા-નાસ્‍તો છોડતી વેળાએ શરીરને પિત્તનો ત્રાસ થાય નહીં’, એ માટે પેટમાં જઠરની હિલચાલ જણાય, ત્‍યારે ચમચી ભરીને ઘી ખાવ !

સાંજનો ચા-નાસ્‍તો છોડવાનો મનનો નિશ્‍ચય કરવો. આપણા દ્વારા થનારી ભૂલોના પ્રાયશ્‍ચિત તરીકે પણ સાંજનો ચા-નાસ્‍તો છોડી શકાશે. હંમેશની ટેવ પ્રમાણે સાંજે નાસ્‍તાનો સમય થાય કે, ભૂખ લાગશે. આ સમયે શારીરિક સેવાઓ કરવી, જેથી કરીને ભૂખનો વિચાર નીકળી જશે. તેમ છતાં જો ભૂખ લાગે, તો થોડું પાણી પીવું. તેને કારણે ભૂખ શમે છે. એમ કરીને પણ કેટલાંક લોકોની ભૂખ શમતી નથી. પેટમાં જઠરની હિલચાલ જણાય છે અને ઘણી ભૂખ લાગે છે. આવા સમયે ચાની ૧ – ૨ ચમચી (૫ થી ૧૦ મિલિ) ઘી ચગળીને ખાવું અને બને તો ઉપર થોડું ગરમ પાણી પીવું. કેવળ ઘી ખાવું કઠિન હોય, તો ઘીમાં થોડી ખાંડ અથવા ગોળ નાખવો. ઘી પીવાથી પેટની બળતરા શમે છે. ઘી પર ગરમ પાણી પીવાથી ઘી પચવામાં સહાયતા થાય છે. તે માટે પોતાની પાસે હંમેશાં ઘીની બરણી રાખો અને જો કસમયે પુષ્‍કળ ભૂખ લાગીને જઠરની હિલચાલ જણાય, ત્‍યારે ચમચી ભરીને ઘી ખાવ !’

 

૭. ગૃહિણીઓ, બપોરના ભોજનમાં વિવિધતા લાવો !

‘માણસ સ્‍વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્‍વાદિષ્‍ટ વ્‍યંજનો ખાવાની આવડત પ્રત્‍યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્‍તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે. એમ થવાથી ઘરની વ્‍યક્તિને ભૂખ ન હોવા છતાં કેવળ સ્‍વાદ માટે નાસ્‍તો કરવાની ઇચ્‍છા થાય છે. તેથી સવાર અથવા સાંજનો નાસ્‍તો મૂકાતો નથી. જો ઘરના લોકોને ૨ વાર જ આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ પાડવી હોય, તો બપોરના ભોજનમાં વિવિધતા લાવવી. ગૃહિણીઓએ હંમેશાં નવું નવું શિખવાની ટેવ પાડવાથી આ સહેજે સંભવ છે.’

 

૮. ‘ભૂખ સહન કરી શકવી’ આ આરોગ્‍યનું એક લક્ષણ !

‘ઘણાં લોકોનું એમ કહેવું હોય છે કે, તેમનાથી ભૂખ સહન થતી નથી. ખાવાનો સમય થાય, કે, ખાવું જ પડે છે; પરંતુ આ શારીરિક ક્ષમતા ઓછી થઈ હોવાનું લક્ષણ છે, એ ધ્‍યાનમાં લેવું જોઈએ. ભૂખ સહન કરવાની ક્ષમતા નિર્માણ થવા માટે ધીમે ધીમે આહારની કુલ વેળાઓ ઓછી કરીને કેવળ બે વાર આહાર લેવાની ટેવ પાડવી જોઈએ.’

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment