આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા માટે ઈશ્‍વરે લીધેલી પરીક્ષા

Article also available in :

અ. સંત તુકારામ મહારાજ

સંત તુકારામ મહારાજ બીજાનાં ખેતરની જાળવણી કરવા જતાં ત્‍યારે ઈશ્‍વરના ભજનોમાં તલ્‍લીન થઈ જતા. ઈશ્‍વર સંત તુકારામ મહારાજની પરીક્ષા લેવા માટે અનાજનો ઢગલો ગધેડાને ખાવા દે છે. ખેતરનો માલિક એ જોઈ લે છે. એને પુષ્‍કળ ગુસ્‍સો આવે છે અને ગુસ્‍સામાં ને ગુસ્‍સામાં સંત તુકારામ મહારાજ પર આરોપ કરી એમને અનાજની ભરપાઈ કરી આપવા માટે કહે છે. સંત તુકારામ મહારાજ અનાજની ભરપાઈ કરી દેવાની અસમર્થતા દર્શાવે છે. ત્‍યારે ખેતરનો માલિક તેમનું ગધેડા પર અપમાનજનક સરઘસ કાઢે છે. ત્‍યારે સંત તુકારામ મહારાજ ઈશ્‍વરને કહે છે, મારા પર તમારી કેટલી કૃપા છે. તમે મારું સરઘસ કાઢો છો. તેમને ગધેડું એટલે ઈશ્‍વરનું ચૈતન્‍ય હોવાનું જણાતું હતું.

તેથી તેઓ ભાવાવસ્‍થામાં તલ્‍લીન થઈને ભજન ગાતા હતા. પછી ખેતરનો માલિક ખેતરમાં જઈને જુએ છે ત્‍યારે અનાજનો ઢગલો સદૈવ કરતા અધિક પ્રમાણમાં હોવાનું એને દેખાય છે. એ જોઈને તે સંત તુકારામ મહારાજની ક્ષમા માંગે છે અને સંત તુકારામ મહારાજનાં ચરણ પકડે છે અને એના પાસેનું વધારાનું અનાજ તે તુકારામ મહારાજના ઘરે પહોંચાડે છે. એ અનાજનો ઢગલો જોઈ એક ભિખારી તેમની પાસે અનાજ માંગે છે. ત્‍યારે તેઓ તેમને મળેલા ધાન્‍યમાંથી થોડું અનાજ આપી દે છે. એ જોઈને આસપાસના ગામના બધા ભિખારીઓ એમની પાસે અનાજ માંગવા આવે છે. ત્‍યારે તુકારામ મહારાજ બધું અનાજ એમને લઈ જવા દે છે. પરિણામે સંત તુકારામ મહારાજના ઘરમાં અનાજનો એકપણ દાણો રહેતો નથી. ત્‍યારે તેઓ કહે છે, હે ઈશ્‍વર તમે કેટલા દયાળુ છે, મારાથી આ પુણ્‍યનું કામ વિનામૂલ્‍યે કરાવી લીધું. કોઈપણ કઠિન પરિસ્‍થિતિ આવી હોય અથવા અશુભ ઘટના ઘટી હોય તો પણ ભયભીત થયા વિના, સદૈવ ઈશ્‍વરના અનુસંધાનમાં રહીને એનો સ્‍વીકાર કરવાથી આત્‍મબળ મળે છે અને પરિસ્‍થિતિનો સહજતાથી સામનો કરી શકાય છે.

 

આ. સંત એકનાથ મહારાજ

એક માણસ એના દ્વારા ઘણી ભૂલો થવાથી અસ્‍વસ્‍થ થઈને સંત એકનાથ મહારાજ પાસે આવે છે. ત્‍યારે તેઓ તેને કહે છે, અરે ! તું તો ૭ દિવસમાં મરી જવાનો છો. તારું જે કાંઈ કાર્ય પૂરું કરવાનું હોય, કોઈ લેણદેણ રહી ગઈ હોય અથવા કોઈના સાથે વેરભાવ બંધાયો હશે તો ક્ષમા માંગીને તે બધું પૂરું કરીને મારી પાસે આવી જા. એ માણસને સત્‍યની જાણ થયા પછી મૃત્‍યુ પૂર્વે પોતાના હાથે જે વાતોની પૂર્તતા કરવાની રહી ગઈ હતી, એ પૂર્ણ કરી અને ૭ દિવસ પછી નિર્મળ મને સંત એકનાથ મહારાજજીની પાસે આવ્‍યો અને કહ્યું હું તો હજી જીવિત છું. ત્‍યારે એકનાથ મહારાજ કહે છે, અરે, તારામાં જે દોષ હતા એ નીકળી જાય તે માટે મેં આ પ્રયોગ કર્યો હતો. હવે તું જઈ શકે છે. ત્‍યારે એ માણસ પાછો જતો નથી અને એમને ગુરુ માનીને એમની સેવા કરતા કરતા આગળનું જીવન વ્‍યતીત કરે છે. માયાના અનુસંધાનમાં રહેવાથી મનુષ્‍ય સત્‍ય પરિસ્‍થિતિ ભૂલી જાય છે. અને માયાના બંધનમાં બંધાઈ જઈને દુઃખી થાય છે. તે માટે માયાના બંધનમાં રહેવાને બદલે, માયામાંનું કર્મ કરતા કરતા ઈશ્‍વરનું અનુસંધાન રાખીને સાધના કરવાથી જીવન સાર્થક થઈ જાય છે.

 

ઇ. બ્રહ્મર્ષિ નારદ

એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્‍યાં એકજણ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્‍યારે તે કહે છે, હું ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરું છું. ત્‍યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે લાગશે. નારદમુનિ પર વિશ્‍વાસ હોવાને કારણે એ માણસ વિચાર કરે છે, આટલાં વર્ષો હું અહી રોકાઈને શું કરીશ ? અને એ ત્‍યાંથી નીકળી જાય છે.

આગળ જતા નારાદમુનિને આંબલીના વૃક્ષ નીચે હજી એક માણસ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરવા બેઠો છે, એવું દેખાય છે. એને પણ નારદમુનિ એવુંજ કહે છે. ત્‍યારે તે માણસને ‘આપણને ગમે તેટલાં વર્ષે થતી હોય; પણ ઈશ્‍વરપ્રાપ્‍તિ થવાની છે ને !’ એ વિચારથી એને એટલો આનંદ થાય છે કે, તે એ આનંદમાં નાચવા લાગે છે. પરિણામે એને ઈશ્‍વર દર્શન થાય છે. ભગવતપ્રાપ્‍તિ માટે કેવળ અખૂટ શ્રદ્ધાની આવશ્‍યકતા હોય છે. ગુરુ પર શ્રદ્ધા રાખીને જીવનનો માર્ગક્રમણ કરતાં કરતાં સાધનારત રહેવાથી મોક્ષપ્રાપ્‍તિનો માર્ગ સરળ થઈ જાય છે.

સંદર્ભ: સનાતન પ્રભાત

Leave a Comment